દબાણ હટાવ ઝુંબેશ – અમદાવાદ
👉શું દબાણ હટાવવાથી અમદાવાદ સ્વચ્છ થઇ જશે ?
કાલે રાત્રે જ પરમ મિત્ર શ્રી શૈશવ વોરાનો બ્લોગ વાંચ્યો
લો ગાર્ડન ખાણી-પીણી બજાર તોડી નાખ્યું એ વિષે
રજુઆત અને વિગતો બહુજ સારી છે
કેટલાક મુદ્દાઓ પણ માર્મિક છે
શું કરવું જોઈએ અને આ કેટલા સમય માટે તે વિષયક પણ એમને બહુ જ સરસ વાત કરી છે
અને આવું પહેલા પણ 20 વખત બની ચૂકયું છે
ફરી જૈસે થે !!!
એ એમને પણ જણાવ્યું જ છે
👉 વોટ્સએપમાં આના વિડીયો અને ફોટાઓ ફરતાં થઇ જ ગયાં છે
કાલે જ મેં વોટ્સએપમાં અને ફેસબુકમાં વાંચ્યું કે પાણીપુરી પર વડોદરામાં પણ પ્રતિબંધ મુકાયો
એક હાશ થઇ ચલો બીજે પણ આવું થાય છે
આ હાશ કદાચ નિરાશ કરનારી પણ થઇ શકે છે
એનું કારણ કદાચ રાજકારણ અને પૈસા પણ હોઈ શકે છે !!!
👉 બે દિવસ પહેલા જ અંગારકી ચોથ નિમિત્તે હું ગણપતપુરા ગયો હતો
ત્યાં સરખેજ સુધી તો કોઈ પાણીપુરીની લારીઓ નહોતી
પણ ચાંગોદર -બાવળા -રૂપાલ – શિયાવાડા – બગોદરા-ધોળકા હાઇવે પર પાણીપુરી ધૂમ વેચાતી હતી
અને
ગણપતપુરામાં ગણપતિજીના મંદિર પાસે તો રીતસરની પાણીપુરીઓવાળાની લાઈનો હતી
લોકો ગમે ત્યાં બેસીને પાણીપુરી જ હોંશે હોંશે આરોગતાં હતાં
👉 પાછો આવ્યો ત્યારે સાંજે જે અમદાવાદના 100 ફૂટના માણેકબાગથી કર્ણાવતી રોડ પર પાર્કિંગ વ્યવસ્થિત જોવા મળ્યું
પણ ક્યાંક ક્યાંક રોડ પર પણ પાર્ક થયેલાં વાહનો પણ જોવા મળ્યાં
આમ પ્રશાસનનો વાંક કાઢવો લોકોનો એ કઈ સમજાતું નથી !!!
👉 કાલની વાત લઈએ તો શ્યામલ ચાર રસ્તે અને કેનયુગ ચાર રસ્તે પણ પાણીપુરીની લારીઓ ઉભી હતી
જે મેં નજરે જોયું પણ હતું !!!
શ્યામલ ચાર રસ્તે તો પોલીસ ચોકી પણ છે
તો ત્યાં આવું કેમ !!!
નિયમોનું પાલન બધેજ ચુસ્ત પણે થવું જ જોઈએને !!!
👉 આ પાણીપુરીઓવાળ કોક ખુલ્લી જગયામાં કે કોક દુકાનની આગળ ઊભાં હોય છે
પ્રધાનતયા ચાર રસ્તે કે કોઈ શોપિંગ સેન્ટર આગળ
ખુલ્લી જગ્યા તો સરકારની માલિકીની છે
પણ પોલીસો હપ્તા લઈને તેમને ઉભાં રહેવાં છે
આમાં ગેરકાયદેસર જગ્યાનો કબજો એ જ જો ગુનો ગણાય
તો તો પછી ચાની લારીઓ અને દરેક ફાસ્ટફૂડવાળા અને મોબાઈલના ટફન અને કવર વેચતી લારીઓપણ બંધ થવી જોઈએ ?
પાણીપુરીની ગુણવત્તા ખરાબ હોય તો એ બંધ થવી જ જોઈએ
પણ વાંધો પાણીપુરીવાળાસામે છે કે પછી પાણીપુરી સામે
એ જ સમજાતું નથી
આ પ્રતિબંધ તો ગુજરાત બંધ અને ભારત બંધ જેવો જ નીકળ્યો છે અત્યારે તો
કોઈ માણસ રોજીરોટીમાટે સારી વસ્તુઓ આપતો હોય તો એની રોજીરોટી છીનવવાનો કોઈને પણ હક્ક ખરો !!!!
દુકાન આગળ ઉભા રહેતા પાણીપુરીવાળાઓ પાસેથઈ દુકાનના માલિકો મોં માંગ્યા પૈસા વસૂલ કરે છે
આમ ભાજીપાઉં અને વડાપાઉંવાળાપણ આવી જાય છે
એમના પર પણ પ્રતિબંધ લાવો……
લારીઓની ગુણવતાની વાત કરનાર સંકલ્પમાં વાસી શાકના ઢોંસા પણ ખાય છે
એની ગુણવત્તા કે સારી હોટેલના પંજાબી ખાવાની કે ચાઇનીઝ ફૂડની ગુણવત્તા પણ સારી નથી હોતી
ગેરકાયદે ઊભાં રહે છે એવાત સાચી એ હટાવવા જ જોઈએ
પણ અમુક જાગ્યો હટાવાય છે અને અમુક જગ્યાએ આંખ આડા કાન કરાય છે
એનો શું મતલબ !!!
👉 લો ગાર્ડનવાળા ધૂમ પૈસા કમાયા છે એ વાત સાચી
આવું જ પહેલા માણેકચોકમાં પણ બન્યું હતું
પાલડી ભઠ્ઠા પાસે પણ આવું જ બન્યું હતું
દરેક ઔડા ગાર્ડન આગળ આવું જ બને છે
એક અભિપ્રાય જરૂરી બને છે કે શું આવું બનતું રહેવું જોઈએ કે ના જ બનવું જોઈએ
સોશિયલ મીડિયા માટે ખુશ થાય છે પણ અભિપ્રાય આપવામાં અને રસ્તો સુઝાડવામાં સદંતર નિષ્ફ્ળ ગયું છે
👉 એક આડ વાત ——–
પ્રસ્તારીને ઊભાં રહેલાં કુંભારો પાસેથી પણ દવાની દુકાનોવાળા 10 -20 હજાર રૂપિયા ઉછીના લે છે
જે દવાવાળાઓ નાસી ગયાં છે
કહોકે કરી ગયાં છે
આમની પાસે આ પૈસા આવ્યા ક્યાંથી !!!
ધંધો એમનો ધમધોકાર ચાલતો હશે તો જ ને !!!
👉 એક વાત કહેવા માંગુ છું કે
આમ પક્ષીય રાજકારણ ના જોશો
આ પરાપૂર્વથી આમ જ ચાલ્યું આવ્યું છે અને ચાલતું રહેશે કે નહીં તેની મને ખબર નથી
નાનાને જ હેરાન કરાય છે એ વાત પણ ખોટી છે
જરા યાદ કરો ભાઈઓ ……..
અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કોને કરી હતી
નહેરુબ્રિજના નાકે આવેલું ચીનુભાઈ ટાવર તોડીને
આ તોડ્યું હતું કોણે ?
મુંબઈની વિલ્સન કોલેજમાં ભણેલાં શ્રી પ્રેમશંકર ભટ્ટે
આજ વિલ્સન કોલેજના બે બીજાં વિદ્યાર્થીઓ
એક શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ
જે ગુજરાતનાં મુખ્ય મંત્રી બન્યાં હતાં અને કામ પણ સારું કર્યું હતું
બીજા છે શ્રી કુલીનચંદ્ર પો યાજ્ઞિક
જેઓ જ્યાં જ્યાં કલેકટર રહ્યાં છે તે જીલ્લનો વિકાસ એમને કર્યો છે સરકારમાં સેક્રેટરી રહયા ત્યાં પણ એમને સારું જ કામ કર્યું છે
ઉત્તર ગુજરાતના પાયન વાઇસ ચેન્સેલર જેને આગળ લાવવામાં એમનો સિંહફાળો છે !!!!
આ વખતે તો કોંગ્રેસની જ સરકાર હતી
મનમાં હોય તો બધું જ કરી શકાય છે
સવાલ છે પ્રજાનો વિશ્વાસ જીતવાનો
એ જો જીતાય અને એને માટે જ કર્યો થાય તો વિકાસ એની ચરમસીમાએ હશે
એમાં કોઈ જ બે મત નથી !!!
અસ્તુ !!!
—————— જનમેજય અધવર્યું
🌻🌺🌹🥀🌷🌼🌸💐🌿
Leave a Reply