🏏 રવીન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રવિન્દ્ર જાડેજા) 🏏
👉 આજે જયારે રાજકોટમાં ભારત તેની 86 વર્ષની ટેસ્ટ કેરિયરમાં એક ઇંનિંગથી સૌથી મોટો વિજય મેળવ્યો છે
અલબત્ત ભારતીય વિક્રમ છે
1 ઇનિંગ અને 272 રન
આ રાજકોટ એ રવિન્દ્ર જાડેજાનું હોમ ગ્રાઉન્ડ છે
આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ સદી મારી
અને કુલ 57 રણ આપી 4 વિકેટ પણ લીધી
અને એક રનઆઉટ પણ કર્યો હતો !!!
👉 રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988નારોજ જામનગરમાં થયો હતો
જાડેજાના પિતા એ સામાન્ય ચોકીદાર હતાં એક પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીમાં !!!
રવિન્દ્રના પિતા રવિન્દ્રને આર્મી ઓફિસર બનાવવાં માંગતા હતાં
જયારે રવિન્દ્રને ક્રિકેટનો શોખ બાળપણથી જ હતો
રવિન્દ્ર એના પિતાના આ નિર્ણયથી નાખુશ હતો !!!
પણ …… 2005નમા એની માતા લતાનું અક્સ્માતમાં મૃત્યુ થયું
અને એને લગભગ ક્રિકેટ છોડવું પડ્યું હતું
પણ હાર મને એ જાડેજા નહીં !!!
એની બહેન નૈના જે એક નર્સ છે તેના જ કહેવાથી એને ક્રિકેટ રમવાનું ફરી શરુ કર્યું !!!
રવિન્દ્રના લગ્ન રીવાબા સોલંકી સાથે 5 ફેબ્રુઆરી 2016માં થયાં
2017માં રવિન્દ્રને ગેર લક્ષ્મીજી પધાર્યા
મતલબ કે દીકરીનો જન્મ થયો
👉 રવિન્દ્ર જાડેજાને ક્રિકેટનો શોખ તો પહેલેથી જ હતો
ની રમત અને એની આ ધગશે
એને 2006માં અન્ડર 19 વર્લ્ડકપમાં એને ટીમમાં લીધો
જે શ્રીલંકામાં રામયો હતો
ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો ફાઇનલમાં
જે ભારત હારી ગયું
પણ રવિન્દ્ર જાડેજાએ પોતાનું કામ બાખુબી કર્યું હતું
એને પાકિસ્તાનની 3 મહત્વની વિકેટો લૈધી હતી !!
પણ
2008માં પાછો તેને અન્ડર 19 વર્લ્ડકપ રમવા મળ્યો એમાં એ વાઇસ કેપટન હતો અને સુકાની હતો વિરાટ કોહલી !!!
આવખતે તો ભારત જીત્યું
એમાં રવિન્દ્ર જાડેજાએ 6 મેચમાં 10 વિકેટો લીધી
માત્ર 13 રનની સરેરાશથી !!!
👉 જાડેજાએ ભારતીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું 2006-2007માં
વેસ્ટ ઝોન તરફથી દુલીપ ટ્રોફી અને સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમીને !!!
એમાં જાડેજાએ પોતાનું અદભુત કૌવત બતાવ્યું
જાડેજાએ રણજી ટ્રોફીમાં2008-09 માં 42 વિકેટ લીધી અને 739 રણ પણ કર્યા હતાં
👉 એનું નામ એક સંયુક્ત વિશ્વવિક્રમ સાથે જોડાયેલું છે
ફર્સ્ટ કલાસ મેચમાં 3 ત્રેવડી સદી મારવાનું
20011માં ઓરિસ્સા સામે 375 બોલમાં 314 રન
2012માં ગુજરાત સામે 303 નોટ આઉટ
અને
2012માં રેલવેઝ સામે 331 રન 501 બોલમાં !!!
એવો કરિશ્મા વિશ્વમાં સર ડોન બ્રેડમેન , વોલી હેમન્ડ।, બિલ પોન્સ્ફર્ડ ,બ્રાયન લારા, ડબલ્યુ જી ગ્રેસ , ગ્રીમ હિક અને માઈક હસી જ કરી શક્યાં છે
ડબ્લ્યુ જી ગ્રેસને નામે એક વિશ્વવિક્રમ છે જે કોઈ જ નહીં તોડી શકે
ફર્સ્ટકલાસ અને આંતરરાષ્ટ્રીય મેચો મળીને કુલ 198 સદી મારવાનો !!!
👉 જાડેજાના આવા ઓલરાઉન્ડ પરફોર્મન્સથી ભારતીય સિલેક્ટરોનું ધ્યાન તેના પર ખેંચાયું
એને ભારતીય ટીમમાં વનડે સિરીઝમાં રમવાની તક આપી 2009માં
આમાં એને રમવાની તક મળી ફાઇનલમાં પણ તેના જનવામર્દ 60 રન ભારતને ના જીતાડી શક્યાં
2009માં રવિન્દ્ર જાડેજા પર માછલાં ધોવાયાં
એ ટી 20માં ઝડપી રમી શકતો નથી વગેરે વગેરે !!!!
પણ યુસુફ પઠાણ પર ભારતીય સિલેક્ટરોનો ભરોસો ખરો ના ઉતર્યો
અને 2009માં શ્રીલંકા સામે તેને વનડે ટીમમાં સમાવાયો 7માં ક્રમનાં બલ્લેબાજ તરીકે !!!
જાડેજાએ ત્રીજી વનડેમાં જે કટકમાં રમાઈ હતી
તેમાં એને 4 વિકેટો લીધી 32 રન આપીને
ભારત વિજયી બન્યું અને એને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો !!!
આ સિરીઝ તો ભારત જ જીત્યું
પણ રવીન્દ્ર જાડેજાની બેટિંગ કમલ તો બહાર આવાની બાકી હતી હજુ !!
એ પણ ઈંગ્લેન્ડમાં !!!
👉 ઓવલમાં ભારતની 58 રન માં 5 વિકેટો પડી ગઈ હતી
પણ જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોની સાથે મળીને 112 રન જોડ્યાં
આ મેચમાં એને 78 રન માર્યા હતાં
અને એમાં પણ 59 રન તો છેલ્લી 5.1 ઓવર્સમાં અશ્વિન સાથે જોડ્યાં
અને ભારતનો સન્માનનીય સ્કોર 234/7 કર્યો પણ ભારત આ મેચ હારી ગયું !!!
આ જશ્રેણીમાં લોર્ડઝમ એના કેટલાંક પવર થ્રો પણ છેલ્લા બોલે બાઉન્ડરી પાર પકડેલા કેચે એનું નામ સારાં ફિલ્ડરોમાં ગણાયું
જો કે ……2012 તો એને ભારતીય ટીમમાં જગ્યા પાકી જ કરી લીધી
ઓસ્ટ્રલિયા સામે ટી 20માં એને
3 ઓવર્સમાં 16 રન આપીને 1 વિકેટ લીધી
અને 2 જોરદાર રન આઉટ કર્યા
આને માટે જ એને એ મેચમાં જાડેજાને મેન ઓફ ધ મેચ મળ્યો !!!
👉 13 ડિસેમ્બર 2012માં જાડેજાને ટેસ્ટ કેપ મળી
ઇંગ્લેન્ડ સામે !!!
નાગપુરની આ ડેબ્યુવાળી ટેસ્ટમાં જાડેજાએ 70 ઓવર્સમાં 117 રન આપી 3 વિકેટો ખેરવી હતી
પણ એનો જાળવો ચાલ્યો 2013માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં
આ સિરીઝમાં એ સોળે કળાએ ખીલ્યો અને 24 વિકેટો લીધી હતી
જેમાં ઓસ્ટ્રેલિયાના સુકાની માઈકલ ક્લાર્કની 6માંથી 5 વખત હતી
આ પછી માઈકલ કલાર્કે ક્રિકેટને અલવિદા કરી દીધી હતી એ જાને જુદી વાત છે
આનાથી જાડેજાને ફાયદો એ થયો કે આઈ સી સી રેન્કિંગમાં પ્રથમ 10 માં આવ્યો
દુનિયાનો પરતમ લેગ સ્પિનર બન્યો આ હરોળમાં આવવાનો !!!!
પણ 2015ણ 016નું વર્ષ એને માટે સારું ના રહ્યું એનું પરફરમોન્સ ખરાબ હોવાના કારણે એની ટીમમાંથી અવન -જાવન થતી રહી
પણ આઈપીએલમાં એના પર્ફોર્મન્સને કારણે એનો વિશ્વાસ અતૂટ રહ્યો
એ પાંચ આવ્યો અને ટકી રહ્યો
આજે એપણ એ અશ્વિન સાથે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ 10 માં છે જ
જાડેજા પ્રથમ ભારતીય બોલર લેફ્ટ આર્મ સ્પિન બોલર કે જેણે ટેસ્ટમાં 150 વિકેટો લીઘી હોય
કદાચ આ વિશ્વવિક્રમ પણ છે !!!
વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની ના એનામાં મુકેલા અતૂટ વિશ્વાસને કારણે આજે ભારતનું ટ્રમ્પ કાર્ડ બન્યો છે
બેટિંગમાં સદી મારી એને સારા બેટ્સમેન તરીકે પુરવાર કર્યો અને બોલર તો છે જ સારો પણ લગભગ દરેક મેચમાં એ કોકને રનઆઉટ કરે જ છે
એ સારો આંહીં પણ ઉત્તમ ફિલ્ડર પણ બની ગયો છે આજે
એનાનામે એક ભારતીય વિક્રમ છે જેની કદાચ કોઈનેય ખબર નથી
એની અત્યાર સુધીની ટેસ્ટ કારકિર્દીમાં 36 ટેસ્ટમાં 171 વિકેટોમાં એની સરેરાશ છે માત્ર 23.11 રણ જે સર્વે ભારતીય બોલરોમાં સર્વશ્રેષ્ઠ છે
એને 6 બોલમાં 6 સિક્સર પણ મારી છે એક ઘરેલુ મેચમાં
👉 આશા રાખીએ કે રવિન્દ્ર જાડેજા આવુજ પરફોર્મન્સ સદાય બતાવતો રહે
આજકી શામ ભારતકી જીત કે નામ
આજકી શામ રાજકોટકે નામ
આજ કી શામ રવિન્દ્ર જાડેજા કે નામ
👉 ઘણી ઘણી શુભેચ્છાઓ સર રવિન્દ્ર જાડેજાને !!!
——————– જનમેજય અધ્વર્યુ
👌👌👌👌👌👌👌👌👌
Leave a Reply