હે મિત્રો આ ખાસ જ વાંચજો સૌ ધ્યાનથી હોં કે ——
👌 અલ્લાઉદ્દીન ખિલજી – એક નગ્ન સત્ય 👌
અલ્લાઉદ્દીન ખિલજી વિષે જાણવું હોય ને તો ઇતિહાસના પાને પાનાં ઉથલાવવા પડે એમ છે
ખિલજીને ભારતમાં સારા કામો માટે નહીં પણ ખરાબા કામો માટે વધારે યાદ કરવામાં આવે છે એ જ સત્ય પણ છે જ
આમ જોવા જઈએને તો ખીલજીએ કોઈ સારા કામો કર્યા જ નથી
ભારતની હેરીટેજ સાઈટોને તોડવાં માટે અને મંદિરોને તોડવાંમાટે એ કુખ્યાત છે !!!
લુંટફાટ અને સ્ત્રીઓને પોતાની બનાવવી એ જ એનું કર્તુત્વ હતું
જેનો બચાવ ભારતીય રાજાઓ સહિત કોઈજ નાં કરી કરી શક્યાં !!!
અને ઇતિહાસે બહુ જ ગૌરવશાળી વાત ગણાવી
કે જોયું ભારતીયોમાં બહારના જ રાજાઓ કેવી રીતે દમન કરી શકે છે તે !!!
આજ તો ઇતિહાસકારોની ભૂલ હતી પણ ઇતિહાસની નહીં !!!
અલ્લાઉદ્દીન આમ તો દરેક ઠેકાણે હાર્યો હતો કે એનું નીચાજોણું જ થયું હતું
ઘેરાબંધી કરતાં જ આવડી પણ કિલ્લાઓ (જે ઊંચાઈ પર સ્થિત છે )એને જીતવા કે ભેદવા માટે એ અસક્ષમ હતો !!!
આમ તો પહાડી પ્રદેશમાંથી આવતો આ તુર્કી રાજા એ પ્રથમ મુસ્લિમ શાસક હતો જેને દક્ષિણમાં વિજયો મેળવ્યાં હતા અને નું સામ્રાજ્ય છેક દક્ષિણ ભારત સુધી વિસ્તર્યું હતું
આજ વાતને ઇતિહાસે બહુજ ચગાવી ચગાવીને કરી છે અને અને જ લીધે ચંદ્રગુપ્ત મૌર્ય – સમ્રાટ અશોક – વિક્રમાદિત્ય- સમુદ્ર્ગુપ્ત- પુશ્યમિત્ર શૃંગ – સમ્રાટ હર્ષવર્ધન ,બપ્પારાવલ અને ને મહાન પૃથ્વી રાજ ચૌહાણ વિષે ઇતિહાસમાં ઓછું જ ભણાવાય છે
ચલો …….. એક કારણ માની લઈએ કે પર્યાપ્ત માહિતીનો અભાવ
પણ શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓના વર્ણનો તો ખોટા ના જ હોય !!!
જે ભગીરથ કાર્ય ચાંદર્ગુપ્ત મૌર્યે શરુ કર્યું હતું તેને ધૂળમાં મેળવી દેવા માટે બ્રિટિશ-મુસ્લિમ ઈતિહાસકારોએ કોઈ જ કચાશ નથી રાખી
જોકે અલ્લાઉદ્દીન ખીલજીની ઘણી વાતો તો ઇતિહાસમાં પણ ખોટી જ છે
જેના વિષે હું અગાઉ લખી જ ચુક્યો છું !!!!
હવે કોઈને ખબર છે ખરી કે અલ્લાઉદ્દીન ખીલજીનું સાચું નામ શું હતું તે ?
એનું સાચું નામ હતું અલી ગુરશરાપ
ખીલજીનો શાસનકાળ હતો ઇસવીસન ૧૨૯૬ થી ઇસવીસન ૧૩૧૬
એ ખીલજી વંશનો બીજો રાજા હતો
એનાં કાકા જલાલુદ્દીન ખીલજી એ ખીલજી વંશના સ્થાપક હતાં
એમની હત્યા કરાવી મહત્વાકાંક્ષી અને હિંદનો તાજ મેળવવા તત્પર એવો અલ્લાઉદ્દીન સુલતાન બની ગયો
ઇતિહાસમાં મોટે ભાગે ઘણી જગ્યાએ એની જન્મસાલ જણાવવામાં નથી આવી
એનો જન્મ ઈસવીસન ૧૨૫૦માં થયો હયો હતો
એણે પોતાના સસરાનું પણ ખૂન કર્યું હતું !!!
એણે અફઘાનિસ્તાન અને મોંગોલ વિજયો પોતાનાં ઝનૂનથી મેળવ્યા હતા
દક્ષીણ ભારતના લોકો થરથર કાંપતા હતાં
એનાથી થરથર નહોતા કાંપતા તો માત્ર રાજસ્થાન અને ગુજરાતના રાજપૂતો
એમને હરાવવા એ જ એની ખ્વાઇશ હતી આમતે કેટલીક કલ્પનાઓ કુટનીતિ, ભારતના લોકોની મજબુરીનો એને ભરપુર ફાયદો ઉઠાવ્યો
હરાવ્યાં તો ખરા પણ દગાથી
પણ એમાં એને ઘણી પાયમાલી અને મોટી હારોનો સામનો કરવો પડેલો છે જે વિષે ઈતિહાસ ખામોશ છે !!!
આલૌદ્દીન પણ કેદ થયો હતો રણથંભોર અને ઝાલોરમાં પણ ક્ષત્રિયધરમને વળગી રહીને એને દંડ કરવાં ખાતર કરીને છોડી પણ મુકાયો હતો
રણથંભોરમાં તે હાર્યો જ હતો અને ભાગ્યો હતો પણ કિસ્મતને કૈંક ઓર જ મંજુર હતું
એટલે હમીરદેવના મર્યા પછી એની સ્ત્રીઓના સતી થયા પછી ખાલીખમ રણથંભોર પર કબજો મેળવ્યો હતો
આ ઘટના વિષે તો તમારે મારો હમીરદેવનો લેખ વાંચવો પડે
એમાં મેં વિગતે એ વિષે ઉલ્લેખ કર્યો છે
ઝાલોરના કાન્હદેવે પણ એને ક્લેદ કરેલો અને એનો પુત્ર વિરમદેવ પછી હાર્યા હતાં
આની વાત પણ મારાં લેખમાં વાંચી લેજો !!!
જેસલમેરમાં કૈંક ખોટું ચીતરાયું છે પણ એ વિષે સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી
હકીકત એટલી જ છે કે જૈસલમેરમાં ૧૨૦૦૦ સ્ત્રીઓએ જૌહર કર્યું હતું !!!
પણ કિલ્લાને કોઈજ નુકશાન નહોતું થયું
કે અન્ય જાનહાનીઓ પણ નહોતી થઇ
તાત્પર્ય એ કે જૈસલમેરમાં ક્યાય પણ કશે પણ ઉલ્લેખ જ નથી
હવે વાત આવે છે ચિત્તોડની તો એમાં પદ્મિનીનો મહેલ અને ખીલજી જ્યાંથી અરીસામાં પદ્મિનીનું મો નિહાળતો હતો એ જગ્યા
તથા પદ્મીનીનું જુહાર સ્થળ હયાત છે જ
એ વિષે પણ મારો લેખ રાણી પદ્માવતી વાંચી લેજો !!!
આટલી જ વાતો ઇતિહાસમાં ખીલજી વિષે આવી છે
હવે જે વાત નથી આવી એ —–
એમ કહેવાય છે કે અલ્લાઉદ્દીન ખીલજીનો અંત સમય બહુજ કઠણાઈમાં વીત્યો હતો
ખીલ્જીની સેનામાં પણ એક મહત્વાકાંક્ષી માણસ હતો
નામ એનું હતું મલિક કાફૂર
આ ત્યાંત ક્રૂર, ઘાતકી અને શક્તિશાળી હતો અને ભારત અને ગુજરાતની શાન સમું સોમનાથ શિવલિંગ એણે જ તોડયુ હતું
આદેશ ખીલજીનો અને કુકર્મ માલિક કાફૂરનું !!!
આ ઘટનાથી ઘણા ઈતિહાસકારો હજી પણ અજાણ જ છે !!!
એ માલિક કાફૂર જ હતો જેને વારંગલની લડાઈમાં કોહિનૂર હીરો લુંટ્યો હતો
આની મહ્ત્વાકાંક્ષા દિવસે દિવસે વધતી ગઈ એ ર ભારતના સુલતાન બનવાનાં સપનાં જોવા લાગ્યો
ખીલજી સાથે લડવું તો કાફૂર માટે શક્ય નહોતું એટલે એને બહુ વર્ષોથી ખીલજીને ખાવામ થોડું થોડું ઝેર આપવા માંડયું
આને લીધે ખીલજી પાછળ જતાં નબળો પડી ગયો બધી જ રીતે !!!
નોંધ :- આ ઘટનાનું ખોટું ચિત્રણ ફિલ્મ પદ્માવતમાં થયું છે
જે નથી ઇતિહાસમાં કહેવાય સરખી રીતે અને જે ફિલ્મમાં નથી દર્શાવાયું એ વાત એ છે કે
ખીલજીનું મૃત્યુ ધીમા ઝેરથી ૨ જાનુઆરી ૧૩૧૮માં થઇ ગયું
ત્યારબાદ કાફૂરે ખીલજીના બંને દીકરાઓને કેદ કરી લીધાં
અને ખીલજીનાં વિશાળ સામ્રાજ્યનો સુલતાન બની ગયો
જોવાની ખૂબી એ છે કે ખીલજીના મૃત્ય પછીના ચાર જ વર્ષમાં ખીલજી સામ્રાજ્યનું પતન થઇ ગયું
આમ ખીલજી વંશનો અંત આવી ગયો !!!
આ વાત નવી છે વાંચજો સૌ ધ્યાનથી !!!!
——– જનમેજય અધ્વર્યુ
🍁🍂🌹🥀🍀☘🌿🌱
Leave a Reply