✌ આજની પોઝીટીવ સ્ટોરી ✌
કોરોના સામે એક અનોખી જંગ
✅ આખી દુનિયા અત્યારે કોરોનાનાથી ત્રસ્ત છે ત્યારે
દુનિયાના કેટલાંક દેશો પોતપોતાની રીતે અનોખી જંગ લડી રહ્યા છે
એક આપનું મિડિયા છે કે જે આને હાઈલાઈટ કરવાંણે બદલે સંક્રમણ અને લોકડાઉન પાછળ જ પડયું રહ્યું છે
દુનિયામાં દેશ ભલે નાના હોય પણ એમણે ઘણી મોટી લડત આ પહેલાં આપેલી જ છે
ઈતિહાસ એનો સાક્ષી છે !!!
✅ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે એ વાત સાચી પણ એણે પરાસ્ત ના જ કરી શકાય અને દેશના લોકોને ના જ બચાવી શકાય
એવું દુનિયાના ઘણા બધાં દેશના લોકો માનતાં થયા છે
આપણે આપણી રીતે જંગ લડીએ છીએ તો એ લોકો એમની રીતે જંગ લડે છે
આમાં મહત્વ જંગનું છે નહીં કે એ કોણ લડે છે અને એ કેવી રીતે લડાય છે એનું !!!
આપણે પણ સાચા જ છીએ તો એ લોકો પણ સાચા જ છે
આ વાત આપણે સ્વીકારતાં નથી વાંધો એનો જ છે બધાંને !!
✅ સ્વીડન નામના દેશનું નામ તો સાંભળ્યું છે ને !!
ઘણા ભારતીયો પણ આ દેશમાં કામ કરવાં ગયાં છે
જો કે બાંગ્લાદેશીઓની વસ્તી વધારે છે
તો પણ ઘણા ભારતીયો છે !!!
આસ્વીડનની વસ્તી ખાલી એક જ કરોડ છે
એનું પાટનગર સ્ટોકહોમ એક સુંદર શહેર છે
આમેય સ્વીડન એ નૈસર્ગિક સૌન્દર્યથી હર્યો ભર્યો દેશ છે !!!
દરિયાકાંઠા અને ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલો આ દેશ છે
ભારતની વસ્તી જ્યાં ૧૩૦ કરોડ છે ત્યાં આ સ્વીડનની વસ્તી માત્ર ૧ જ કરોડ છે
આપણા મુંબઈ કરતાં પણ ઓછી !!!
✅ સમગ્ર યુરોપને આ કોરોનાએ અજગરભરડામાં લઇ લીધું છે
યુરોપમાં કોરોનામાં મૃત્યુ પણ વધારે થયાં છે અને સંક્રમિતોની સંખ્યા વધારે છે
એનો અર્થ એ નથી એ ખંડના લોકો હાથ પર હાથ ધરીને બેસી રહ્યાં છે !!!
એ લોકોએ કોરોનાને મ્હાત કરવાં પોતપોતાનાં નુસ્ખાઓ અખત્યાર કરી જ દીધાં છે
લોકો વધારે હોય કે ઓછા પણ જે નિયમો બનાવ્યા છે અને જે રીત અપનાવી છે એને પાળે-માને એટલે બસ !!!
✅ સ્વીડન એક એવો દેશ છે જ્યાં અત્યારે લોકડાઉન નથી
એની રેસ્ટોરાંઓ પણ બંધ નથી
એની દુકાનો પણ બંધ નથી
એની સ્કૂલો-કોલેજો પણ બંધ નથી
તેમ છતાં એ દેશ કોરોના સામે લડી રહ્યો છે !!!
છે ને મજેદાર વાત !!!
✅ તમને જાણીને એ આશ્ચર્ય થશે કે સ્વીડનમાં કોરોનાથી સંક્રમિત થયેલાં લોકોની સંખ્યા ૧૮,૬૦૦થી પણ વધારે છે
અને આપના ભારત કરતાં ૩ ગણા વધારે લોકો મૃત્યુ પામ્યા છે એટલે કે અત્યાર સુધીમાં ૨,૧૯૪ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે
જોવાની ખૂબી એ છે કે અત્યારે એ સંખ્યામાં બહુ વધારો થતો જ નથી
માંડ ગણ્યા ગાંઠયા લોકો જ એમાં ઉમેરાય છે આપણા ભારતની જેમ એમાં કોઈ રાફડો નથી ફાટતો
ભારતમાં ફાટે કારણકે વસ્તી વધારે છે તો પછી ચીનની આબાદી વધારે છેઅને એજ તો કોરોનાનું મૂળ છે ત્યાં કોઈ રાફડો ફાટતો જ નથી !!!
એ બધી વાત છોડીએ….. આપણે સ્વીડન પર પાછાં આવી જઈએ પાછાં !!!
આ દેશ એના બાર, રેસ્ટોરાં, બાર અને દુકાનો ખુલ્લી રાખીને પણ કોરોના સામે લડે છે એ વાત યુરોપીય સંઘના દેશોને ખૂંચી
અને એને કારણે જ સ્વીડન ચર્ચાનો વિષય બની રહ્યો છે !!!
ઘણાં બધાં વિશેષજ્ઞ (વિશ્લેષકો)સ્વીડન સરકારની વ્યવસ્થા શક્તિ પર સવાલ પણ ઉઠાવી રહ્યાં છે !!!
✅ સ્વીડનમાં દુકાનો, બાર અને રેસ્ટોરાં ખુલ્લી રાખવાનો નિર્ણય કોઈ રાજનીતિક વ્યક્તિનો નહીં
પણ આ દેશના મોટાં મોટાં તજજ્ઞ ડોક્ટરોએ લીધો છે
કારણકે જ્યાં રાજકારણ હોય ત્યાં જ વિરોધ હોય તાજ્ગ્નોનો વિરોધ સંભવ જ નથી !!
સ્વીડનના સંક્રમક રોગોનાં વિશેષજ્ઞ એન્ડર્સ ટેગનેલે કોરોનાથી લડવા માટે રણનીતિ તૈયાર કરી છે
દેશના ઘણા બધાં લોકો એની પ્રશંસા પણ કરતાં પણ થાકતાં નથી આજે !!!
✅ આ એન્ડર્સ ટેગનેલે અને બીજા ડોક્ટરોએ આ કોરોનાકાળમાં બાર ખુલ્લાં રાખવા માટે એવો નિયમ બનાવ્યો છે કે બારમાં કોઈ ઉભું નહિ રહે અને પીનારા વચ્ચે ઓછામાં ઓછું ૫ ફૂટનું અંતર રાખશે
જો બારમાં ૫૦ કે તેથી લોકો એકઠાં થાય તો એ બાર કે રેસ્ટોરાં બંધ !!!
રવિવારે આવો નિયમ તોડતા ઘણાં જોવાં મળ્યાં તો સ્વીડનના અધિકારીઓએ એ બાર કે રેસ્ટોરાં તરત જ બંધ કરાવી દીધી !!!
✅ સ્વીડનમાં આજે પણ લોકો પાર્કમાં મોર્નિંગ વોક માટે જાય છે અને સનબાથ પણ લઇ જ રહ્યાં છે
ડેઈલી મેલના એક રીપોર્ટ પ્રમાણે ——
આ કોરોના વાઈરસનાં કેટઇક હદના એક્સપોઝર સાથે સામાન્ય લોકોમાં ઈમ્યુનીટી ડેવલોપ કરવાં માટે જે લોકોને આનો ભય વધુ છે એમને બચાવવાં માટે
સ્વીડને આ પ્રકારની એક ગાઈડલાઈન તૈયાર કરી છે !!!
✅ આનાં પર કેટલાંક દેશોના લોકોએ આરોપ મુક્યો કે અર્થતંત્રને ધબકતું રાખવાં માટે સ્વીડને આ પગલું ભર્યું છે
જો કે કોરોના સામેની લડાઈના બનાવવા માટે આ દરમિયાન ઈકોનોમી ક્રેશ કરવાની વાતણે પણ ધ્યાનમાં રાખવામાં આવી જ છે
જયારે ગ્રીસમાં સન ૨૦૦૯માં આર્થિક સંકટ પેદા થયું હતું ત્યારે ગ્રીસમાં આત્મહત્યાની સંખ્યા ૪૦ ટકા વધી ગઈ હતી !!!
✅ સંક્રમક રોગોના વિશેષજ્ઞ એન્ડર્સ ટેગનેલએ કહ્યું કે કોઈને કોઈ રીતે બધાં દેશોએ હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવી જ પડશે
જેથી કરીને આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય !!!
✅ એન્ડર્સ ટેગનેલનું એવું પણ કહેવું છે કે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં હર્ડ ઈમ્યુનિટીકેટલાંક અઠવાડિયમાં જ હાંસલ થઇ શકે એમ છે
એમણે એમ પણ માન્યું કે – એમની પાસે કેટલાંક સવાલોનો જવાબ નથી કારણકે આ કોરોના વાઈરસ વિષે હજી બધાં અંધારામાં જ તીર છોડયાં કરે છે
કોઈને એનાવિષે કોઈ ઠોસ માહિતી પ્રાપ્ત થતી જ નથી
પણ એનો અર્થ એ નથી કે આપને પ્રયત્નો ના કરવાં જોઈએ કે આશા છોડી દેવી જોઈએ
આપણેજો કોઈ ઠોસ પરિણામ મેળવવું હશે તો પ્રયત્નો અવિરત જ કરવાં પડશે !!
અમે માત્ર લોકોની દરકાર જ કરીએ છીએ અને બીજાં દેશો શું કહે છે એની અમને જરાય પરવા નથી
✅ ધન્ય છે આ નાનકડા દેશ સ્વીડનને !!!
✅ આ વાતને આપણે આપણા દેશ ભારત સાથે લાગુ પાડવી જોઈએ નહીં !!!
અસ્તુ !!!
——– જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏
Leave a Reply