Sun-Temple-Baanner

કાશ્મીરનો ઇતિહાસ અને કાશ્મીરની ભૂગોળ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાશ્મીરનો ઇતિહાસ અને કાશ્મીરની ભૂગોળ


✍ કાશ્મીરનો ઇતિહાસ અને કાશ્મીરની ભૂગોળ ✍
(સવિસ્તર )

👉 શું આ તમે જાણો છો?

👉 આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ
તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે
એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે
પણ એમ સીધેસીધું કાશ્મીર નથી પડ્યું તેઓ પણ એક અર્થ થાય છે
આ કાશ્મીર શબ્દ
“ક” અને “સમીર”ના સમાસથી બનેલો છે
“ક “નો અર્થ થાય છે જળ
અને
“સમીર”નો અર્થ થાય છે —– હવા, પવન
જળ-વાયુની આ વિશિષ્ટતાને કારણે આ ખીણ-ઘાટી “કસમીર” કહેવાયી
અને પછીથી એનો અપભ્રંશ થઈને કશ્મીર કે કાશ્મીર કહેવાયું !!!

👉 એક બીજી પણ સચ્ચાઈ આપી જ દઉં

➡ કાશ્મીરનો પ્રાચીન ઈતિહાસ ———-

👉 એ તો અતિ સ્પષ્ટ જ છે કે કશ્યપ ઋષિના નામ પરથી જ કાશ્મીર નામ પડયું હતું
પણે એવી રીતે પડયું તે મેં ઉપર જણાવ્યું છે આપ સૌને
દરેક શબ્દ અર્થસભર જ હોય છે
કોઈ નામ ખાલી પાડવા ખાતર પડતું જ નથી
સંસ્કૃત ભાષા આમેય અર્થોથી ભરપુર જ હોય

👉 હવે ….. એવું માન્ય છે કે કશ્યપ ઋષિના નામ પરથી કશ્યપ સાગર (કૈસ્પિયન સી) અને કાશ્મીરનું નામ પાડવામાં આવ્યું હતું
કેટલાંક શોધકર્તાઓ અનુસાર કૈસ્પિયન સાગરથી લઈને કાશ્મીર સુધી ઋષિ કશ્યપના કુળના લોકોનું રાજ્ય ફેલાયેલું હતું
આ કશ્યપ ઋષિ એ આપણા સપ્તર્ષિઓમાંનાં એક છે એટલે કે એ પૌરાણિક છે
તે સમયે કૈલાશ પર્વતની આસપાસ ભગવાનશિવના ગણોની સ્થાપના હતી
આ કૈલાસ પર્વત એ કાશ્મીરની ઉત્તર-પૂર્વમાં જયાં તિબેટ એટલે કે ચીન છે ત્યાં સ્થિત છે જે ભૌગોલિક રીતે લદાખ પછીની ઉંચી પર્વતમાળાનાં હિમાલયનો જ એક ભાગ છે
લદાખ પછીના બધાં ઊંચા શિખરો એ ૭૫૦૦ મીટરથી ઊંચા છે
જેમાં કારકોરમ રેંજના બધાં જ શિખરો આવી જાય છે
તાત્પર્ય એ કે આ જગ્યાથી જ તિબેટ નજીક જ છે જ્યાં આપણું પવિત્ર કૈલાસ શિખર – કૈલાસ પર્વત સ્થિત છે !!!
પવિત્ર માનસરોવર પણ અહીં જ છે
સીધો રસ્તો તો નજીક જ છે પણ આરીતે શિખરો પર થઈને ત્યાં ના જ જાવાય
એ માટેનો બીજો રસ્તો છે જે નેપાળથી જ કૈલાસ બાય રોડ જવાય છે કાશ્મીરમાંથી તો નહીં જ નહીં જ
આ જ રસ્તે જવાય છે તિબેટમાં
આ ચીનની જ બાજુમાં જ રશિયા છે
ભારતનાં જમ્મુ અને કાશ્મીરની પશ્ચિમે પાકિસ્તાન આવેલું છે
જે છેક ઉત્તર પશ્ચિમ સુધી ફેલાયેલું છે
કાશ્મીરની ઉત્તરમાં અફઘાનિસ્તાનનો થોડોક ભાગ છે
કાશ્મીરની પૂર્વમાં જ્યાં આપણું લદાખ છે તેની પૂર્વમાં ચીન અને તિબેટ(ચીન) સ્થિત છે અફઘાનિસ્તાનની ઉપર તાજીકસ્તાન
એની ઉપર કિર્ગીસ્તાન અને એની ઉપર ક્ઝિકસ્તાન સ્થિત છે
કઝાઇકસ્તાનની ઉપર રશિયા અને પૂર્વમાં ચીન છે
કઝાઇકસ્તાનની ઉત્તર પૂર્વમાં જ મોંગોલિયા પણ છે
આ બધી ભૂગોળગાથા એટલાં માટે કરી છે કે
કાસ્પિયન સી જે દુનિયાનું સૌથી મોટું સરોવર છે અને જેને દરિયા તરીકે ઓળખાય છે
કાસ્પિયન શબ્દ રશિયન છે જેમકે કાસ્પારેસ્કી -કાસ્પરસ્કાય
જેમાં આ”ક”નું બહુ મહત્વ છે આપણી એકતા કપૂરની સિરિયલોની જેમ !!!
એ કૌકાસસ પર્વતમાળાની પશ્ચિમે સ્થિત છે
જેને હિમાલય સાથે કોઈ જ લેવાદેવા નથી
હિમાલય પર્વતમાળા તો અહીંથી માઈલોની માઈલો દુર છે
આની નીચે અનેક દેશો વટાવો પછી જ હિમાલય પર્વતમાળા શરુ થાય
આને અને કશ્યપ ઋષિ સાથે શું લાગે વળગે ?
વળી આ કાસ્પિયન સી એ કઝાકસ્તાન, રશિયા અઝરબૈઝાન, ઈરાનનીઅને તુર્કમેનિસ્તાન અને તુર્કસ્તાનની અડોઅડ છે
જેને ક્યાંય પણ કોઈ રીતે ઋષિ કશ્યપ કે હિમાલય કે આપણા અઢારે અઢારપુરાણો કે કોઈપણ મહાકાવ્યો સાથે કોઈ ના જાતની કોઈપણ રીતે લેવાદેવા નથી
હવે મને કહો કે આ કાસ્પિયન સીનું નામ ઋષિ કશ્યપ પરથી રાખવામાં આવ્યું છે એ વાત કઈ રીતે સાચી મનાય ?
ઋષિ કશ્યપ આપણા છે અને એનો ઉલ્લેખ માત્ર હિમાલય પુરતો માર્યાદિત ગણીને ચાલીએ તો એ વળી ક્યારે આ બધા દેશો કે કાસ્પિયન સી સુધી ગયેલાં ગણાય !!!
પુરાણોમાં કાશ્મીર , જમ્મુ અને હિમાલયનો જ ઉલ્લેખ હોય અને એજ સ્વાભાવિક પણ છે
એટલે આ કાસ્પિયન સીનું નામાંકરણ ઋષિ કશ્ય્પ્થ પરથી પડેલું છે એ વાત સાચી મનાય એમ જ નથી
જેણે પણ આવું કર્યું છે કે કહ્યું છે કે લખ્યું એ વાત તદ્દન પાયાવિહીન જ છે
ટૂંકમાં કૈલાસ પર્વતની પેલે પાર દૂર-સુદૂર હિમાલય પર્વતમાળા નથી ઇતિ સિધ્ધમ !!!
ત્યાંથી બીજી પર્વતમાળાઓ છે પણ હિમાલય તો નહીંજ
આ લોકો અહીંથી ભારત આવ્યાં હતાં તઓ એનો ઉલ્લેખ પુરાણો કે ક્યાંક બીજે કશે પણ હોવો તો જોઈએને વળી !!!
જે નથી મળતો એ પણ સચીજ વાત છે !!!

👉 કૈલાસ પર્વતનાં ઉક્ત વિસ્તારમાં જ દક્ષ રાજાનું પણ સામ્રાજ્ય હતું
જમ્મુનો પણ ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે
અખનૂરમાંથી પ્રાપ્ત પ્રાપ્ત થયેલાં હડપ્પાકાલીન અવશેષો તથા મૌર્ય,કુષાણ અને ગુપ્તકાળની કલક્રૂતિઓ પરથી જમ્મુના પ્રાચીન ઇતિહાસથી આપને જ્ઞાત થઈએ છીએ
કશ્શ્ય્પ ઋષિ કાશ્મીરના પહેલાં રાજા હતાં એ તો હું પહેલાં પણ કહી જ ચુક્યો છું
એમણે કાશ્મીરને પોતાનાં સપનાઓનું એક રાજ્ય બનાવ્યું
એમની એક પત્ની કદ્રૂનાં ગર્ભમાંથી જે નાગોની ઉત્પત્તિ થઇ એમાં ૮ પ્રમુખ નાગ હતાં

✔ [૧] અનંત (શેષ)
✔ [૨] વાસુકિ
✔ [૩] તક્ષક
✔ [૪] કર્કોટક
✔ [૫] પદ્મ
✔ [૬] મહાપદ્મ
✔ [૭] શંખ
✔ [૮] કુલિક

👉 આ નાગોને દૈવી શક્તિ પ્રાપ્ત હતી
અને તેઓ માનવોનું રૂપ લઇ શકતાં હતાં
તેમાંથી જ જન્મી આ આખી નાગજાતિ
આમાંથી જ નાગ વંશની સ્થાપના થઇ
આ જે પણ આ નાગવંશની વંશાવલીઓ ચાલુ જ છે
જે કાશ્મીરી પંડિતો કહેવાય છે !!!
આજે પણ આ નાગોના નામ પર જ આ સ્થાનોના નામ છે એ પણ મેં તમને અગાઉ જણાવ્યું જ છે
પણ એક વાત રહી ગઈ હતી કે અ તે વખતે અનંતનાગ જ નાગવંશીઓની રાજધાની હતું
આ અનંતનાગની નજીક જ મટ્ટાન થી ૧૪ કિલોમીટર દુર એક પહાડી પર ઘણી ઉંચાઈએ પ્રખ્યાત માર્તંડ સૂર્યમંદિર આવેલું છે
જેને નવમી સદીમાં ઇસ્લામ ધર્મના આગમન પછી બુટશીકાન દ્વારા એક જ વર્ષમાં તોડી પાડવામાં આવેલું
અહીં ભગવાન શિવજીની પણ પુજા થતી હતી
પણ એક જ વર્ષ આ મંદિર ટકયું અને બુટશીકાનને એણે તોડતાં જ એક વર્ષ લાગેલું
જે મેં આ માર્તંડ સૂર્યમંદિર વિશેના લેખમાં લખ્યું જ છે
આ રાજા લાલીતાદીત્યએ બંધાવેલું
આ રાજા લલીતાદીત્ય એ કર્કોટકવંશના રાજા હતાં
આ કર્કોટક એ નાગવંશ જ હતો
કારણકે કર્કોટક નામના નાગ પરથી આ જાતિનો જન્મ થયો હતો
અવંતિવર્મન એ લલીતાદીત્યનો ઉત્તરાધિકારી બન્યો
એનું શાસન એ સૌથી સારામાં સારું શાસન હતું
અવન્તિપુરાને રાજધાની બનાવી ત્યાં શિવ અને વિષ્ણુ મંદિરો બંધાવ્યા અને પોતાની નાગજાતિનાં પ્રતિક રૂપે નાગોના પણ શિલ્પો કોતરાવ્યા હતાં
પણ બન્યું એવું કે આ રાજાના અસ્ત પરથી બુટશીકાનના ત્રાસથી આ વંશનો અસ્ત આવ્યો અને નાગજાતિ વિલુપ્ત થઇ ગઈ
એમનું ધર્માંતરણ તો ત્યારથી જ થઇ ગયેલું આ મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા
પણ રાજ કરવાની કોઈની ખેવના નહોતી
કારણકે એમનો હેતુ જો પાર પડી ગયો હતો એટલે !!!
એટલે કાશ્મીરમાં મુસ્લિમ શાસન છેક ૧૪મી સદીમાં આવ્યું

👉 જે કાશ્મીરમાં બધાં નિવાસી મૂળ હિંદુ જ હતાં
અને કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ જેલાગ્ભ્ગ ૬૦૦૦ વર્ષ પુરાણીછે અને એ લોકો જ કાશ્મીરનાં મૂળ નિવાસી મનાય છે
આ જાતિ આમ તો નવમી સદીમાં વિલુપ્ત થઇ ગઈ હતી અને તેઓ નામ -ધર્મ અને અટક બદલીને રહેતા હતાં
એવો એક મત ત્યાં પ્રવર્તે છે જ
પણ ઈતિહાસકારો આપણાં મનમાં જુદું જ ઠસાવવા માંગે છે કે
૧૪મી સદીમાં સદીમાં તુર્કસ્તાનથી આવેલો એક ક્રૂર મંગોલ મુસ્લિમ આતંકી દુલુચાએ ૬૦૦૦૦ લોકોની સેના સાથે કાશ્મીર પર આક્રમણ કર્યું
અને કાશ્મીરમાં ધર્માંતરણ કરીને મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી હતી
આ દુલુચાએ નગર અને ગામો નષ્ટ કરી દીધાં અને હજારો હિન્દુઓનો નરસંહાર કર્યો
હિન્દુઓને જબરજસ્તીથી મુસ્લિમ બનવવામાં આવ્યાં
સેંકડો હિંદુઓ ઇસ્લામ કબુલ નહોતાં કરવાં માંગતા એમણે આત્મહત્યા કરી લીધી
કેટલાંક ત્યાંથી જાન બચાવીને નીકળી ગયાં
આમ જમ્મુ,કાશ્મીર અને લદાખ પહેલાં હિંદુ શાસકો અને ત્યારબાદ મુસ્લિમ સુલ્તાનોને અધીન રહ્યાં
આ વાતને કદાચ કાશ્મીરી પંડિતો સાથે લાગુ પાડી શકાય પણ નાગજાતિ સાથે નહીં
નાગજાતિ તો નવમી સદીમાં જ વિલુપ્ત થઇ ગઈ હતી
આ આખી વાત અતિહાસિક રીતે સાચી છે પણ એમાં પણ નાગજાતિનો ક્યાંય પણ ઉલેખ થયેલો જોવાં મળતો નથી
આની બંધ બેસતી પાઘડી એ આપણે પહેરી લીધી
એમાં વાંક આપણો ગણાય કંઈ ઈતિહાસકારોનો ન જ ગણાય
નાગજાતિ એ નવમી સદીમાં જ અલોપ થઇ ગઈ હતી વિલુપ્ત થઇ ગઈ હતી
બાય ધ વે કાશ્મીરનો ઓથેન્ટિક ઈતિહાસ એ કલહણ દ્વારા લખાયેલું રાજતરંગીણી છે
જે ઈસ્વીસનની ૧૨મીસદીમાં લખાયેલો છે
એમાં સ્વાભાવિક રીતે જ ૧૨મી સદી સુધીનો જ ઉલ્લેખ જોવાં મળે ત્યાર બાદનો નહીં
એ કઈ નોત્રેદામસ તો હતો નહીં કે પછી આવું આવું બનશે એ કહી શકે
પણ ….. આ વાત એક બાબત તો સાચી ઠેરવે જ છે કે વારંવાર કાશ્મીરમાં હિન્દુઓને કનડગત થઇ હતી અને એમનાં ધર્માંતરણ થતાં હતાં
આ વાત અહમદશાહ અબ્દાલી અને ઔરંગઝેબ સુધી પણ ચાલી અને ત્યારબાદ પણ આપણને આઝાદી મળી ત્યારે પણ અને છેક અત્યાર સુધી આવું જ થતું રહ્યું છે
અને એણે વિષે ખાલી બખાળો કઢાય છે અને મતમતાંતરો પ્રવર્તે છે
આમાં નુકશાન તો કાશ્મીરી પંડિતોને જ થયું અને એમાંને એમાં નાગજાતિ તો વિસરાઈ જ ગઈ સદાયને માટે !!!

➡ રાજતરંગીણી અને કલહણ ———–

👉 કલ્હણે રાજતરંગિણી ( રાજાઓની નદી )માં બહુજ સ્પષ્ટ રીતે લખ્યું છે કે કાશ્મીરને બીજી કોઈ રીતે નહીં પણ આધ્યાત્મિક રીતે જ જીતી શકાય એમ છે ……. સૈન્ય શક્તિથી પણ નહીં !!!
રાજતરંગિણી એ ઇસવીસન પૂર્વે ૧૧૮૪ પહેલાંથી રાજા ગોનંદથી રાજા વિજયસિમ્હા ઇસવીસન ૧૧૨૯ સુધી કાશ્મીરના પ્રાચીન રાજવંશો અને રાજાઓનો પ્રમાણિક દસ્તાવેજ
અને કાશ્મીરનાં સામાજિક – સાંસ્કૃતિક જીવનનું કાવ્યાત્મક આખ્યાન છે
સમ્રાટ અશોક અને કનિષ્કનાં સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મનો બહોળો પ્રચાર થયો હતો
આ સમ્રાટ અશોકના સમયમાં અને એની પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કાશ્મીર એ મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતું
પણ કાશ્મીરને મગધમાં ભેળવી દેવાનું કાર્ય કર્યું સમ્રાટ અશોકે
અને આમ કાશ્મીરમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર શરુ થયાં

👉 આ રાજતરંગિણી એ કલ્હણ દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે
આ ગ્રંથની રચના ઈસ્વીસન ૧૧૪૮થી ઇસવીસન ૧૧૫૦ની વચ્ચે થી હતી
કાશ્મીરના વિસ્સ્તૃત અને અત્યંત માહિતીસભર આ ગ્રંથની રચના કરવામાં કલ્હણે કુલ ૧૧ જેટલા પ્રાચીન અને ઉપયોગી ગ્રંથોનો સહારો લીધો હતો
જેમાં આપણા પુરાણો અને મહાભારત મહાકાવ્ય મુખ્ય છે !!!

➡ કાશ્મીરની ઉત્પત્તિ અને એનો મૂળ પ્રાચીન ઈતિહાસ ———-

👉 રાજતરંગિણી તથા નીલમ પુરાણની કથા અનુસાર કાશ્મીર ઘાટી એ ક્યારેક બહુજ મોટું સરોવર હતું
કશ્યપ ઋષીએ અહીંથી પાણી નીકાળીને એને એક મનોરમ્ય સ્થળમાં પરિવર્તિત કરી દીધું
આ રીતે કાશ્મીર ખીણ અસ્તિત્વમાં આવી
જેને આપણે “પૃથ્વી પરનું સ્વર્ગ” કહીએ છીએ એ !!!
જોકે ભૂગર્ભશાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓનાં મત પ્રમાણે ખદિયાનયાર અને બારામૂલાના પહાડોને ઘસવાથી આ પાણી બહાર કાઢવામાં આવ્યું અને આ રીતે કાશ્મીર રહેવાંલાયક અને માણવાંલાયક બન્યું
ત્યારબાદ ધીરે ધીરે ભૌગોલિક ફેરફાર થતાં ગયાં અને જ્યાં પાણી હતું ત્યાં પહાડો બન્યાં
આ પહાડો પર જીવસૃષ્ટિ વસ્તી હતી ત્યાં માનવોનો વસવાટ પણ કાળક્રમે શરુ થયો
જેને આપણે ઇતિહાસમાં હરપ્પા અને મોહેન્જોદરોની સંકૃતિ કહીએ છીએ એ
પછીથી સિંધુ નદીની આસપાસ માનવાવસવાટ અને વિકાસની શરૂઆત થઇ
જેને આપણે સિંધુ નદીની સંકૃતિ કહીએ છીએ એ
દરિયો ખસીને કરાંચી બાજુ જતો રહ્યો
અને સિંધુ નદી બીજી અનેક નદીઓને ભેળવતી સમાવેશ કરતી ત્યાં દરિયાને મળે છે
આ જે દરિયો ખસ્યો એ આ જે અરબી સમુદ્ર અન્યો અને જે પહાડો લાખો વર્ષ પહેલાં નહોતાં એનું અસ્તિત્વ આ ભૌગોલિક ઉથલપાથલ અને ફેરફારોને કારણે આવ્યું
જેને આપણે હિમાલય કહીએ છીએ એ
આ જગ્યા તો પહેલેથીજ હતી ઋષિ કશ્યપના સમયમાં હિમાલયનું અસ્તિત્વ તો એની પહેલાંનું જ છે
બસ ખાલી ત્યાં માનવ વસવાટો નહોતાં તે શરુ થયાં
તે સમયે તો અન્ય કોઈ ધર્મ હતો નહીં એટલે સ્વાભાવિક રીતે જ હિંદુ ધર્મનું પ્રાધાન્ય હોય
બૌદ્ધ અસ્તિત્વમાં આવ્યો ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં અને એનો વિસ્તાર કર્યો સમ્રાટ અશોકે ઇસવીસન પૂર્વે ત્રીજી સદીમાં
ઇસવીસન પૂર્વે આ છઠ્ઠી સદીમાં જ જૈન ધર્મ પણ અસ્તિત્વમાં આવ્યો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ સમકાલીન છે એટલાં માટે
એટલાંજ માટે કાશ્મીરમાં હિન્દુઓની સાથે બૌદ્ધો પણ છે
જેમણે ક્યારેક રાજ્ય કર્યું અને હિન્દુઓનું કાશ્મીર પર રાજ કરવાનું સપનું રોળાયું
એમ કહેવાય છે કે ત્રીજી સદીમાં જે અશોકે કાશ્મીરને બૌદ્ધ રાજ્ય બનાવ્યું હતું
તે છેક છથી સદીમાં ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યે ત્યાં ફરીથી હિંદુ સામ્રાજ્યની સ્થાપના કરી !!!
જે લોકોએ સમ્રાટ અશોકને કાશ્મીર પર રાજ સ્થાપિત કરતાં ઇસવીસનની ત્રીજી સદી એમ કહેતાં બતાવ્યાં છે એ લોકોએ ઈતિહાસ ફરીથીવાંચી જવો જોઈએ
અથવા તો મારો સમ્રાટ અશોક પરનો લેખ વાંચી જવો જોઈએ !!!
સમ્રાટ અશોકનો સમયગાળો છે ઇસવીસન પૂર્વે ૨૬૮થી ઇસવીસન ૨૩૨ પૂર્વે નો !!!

➡ કાશ્મીરનો ઈતિહાસ થોડો વિગતે ———-

👉 ઇસવીસન પૂર્વે ત્રીજી શતાબ્દીથી સમ્રાટ અશોકે અહીં બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો અને રાજ્ય કર્યું
પરંતુ ત્યાર પછીથી અહીં સમ્રાટ કનિષ્કના સમયમાં જેણે પણ બૌદ્ધ ધર્મનો ખાસ્સો મોટો પ્રચાર કર્યો
કાનીશ્કના સમયમાં શ્રીનગરના કુંડલવનવિહારમાં પ્રસિદ્ધ વિદ્વાન વસુમિત્રની અધ્યક્ષતામાં સર્વસ્તિવાદપરંપરાની ચોથી બૌદ્ધ મહાસંગીતિનું આયોજન કર્યું હતું
છઠ્ઠી શતાબ્દીના પ્રારંભમાં કાશ્મીર પર હૂણોના આક્રમણને કારણે એમનું આધિપત્ય ત્યાં થઇ ગયું
ઇસવીસન ૫૩૦માં કાશ્મીર ખીણ એ એક સ્વતંત્ર રાજ્ય રહ્યું હતું
એનાં પછી કાશ્મીરની બાગદૌર ઉજ્જૈન રાજ્યના રાજાઓએ સંભાળી અને તેમનો ત્યાં અધિકાર રહ્યો હતો
એક એવો પણ સમય હતો જયારે ઉજ્જૈન એ ભારતની રાજધાની પણ હતું !!!!
વિક્રમાદિત્ય રાજવંશનાં પતન પછી કાશ્મીર પર સ્થાનીય શાસક રાજ કરવાં લાગ્યાં
જ્યાં હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો મિશ્રિત રૂપે વિકાસ થયો
કાશ્મીરમાં છઠ્ઠી શતાબ્દીમાં પોતાનું એક અલગ જ તત્વદર્શન પ્રગટ કરતું શૈવવિચારધારા દર્શન પણ વિકસિત થયું
વાસુગુપ્તની સુક્તિઓનું સંકલન “સ્પંદકારિકા ” આનું પહેલું પ્રમાણ માનવામાં આવે છે !!!
શૈવ રાજાઓમાં સૌથી પહેલું અને પ્રમુખ નામ મિહિરકુલનું આવે છે જે હૂણવંશનો હતો
હુણ વંશ પછી ગોનંદ દ્વિતીય અને કાર્કોટા( કાર્કોટક) નાગવંશનું શાસન થયું જેનાં રાજા લલિતાદિત્ય મુકતાપીડને કાશ્મીરનો સૌથી મહાન અને શક્તિશાળી રાજા ગણવામાં આવે છે
કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય ઈસ્વીસન ૬૯૭થી ઇસવીસન ૭૩૮ સૌથી પ્રસિદ્ધ રાજા થયો
આનાં સમયમાં કાશ્મીરના રાજ્યનો ઘણો વિકાસ થયો હતો અને ઘણું વિસ્તર્યું હતું !!!
આ વખતે કાશ્મીર રાજ્યની સીમાઓ પૂર્વમાં બંગાળ સુધી , દક્ષિણમાં છેક કોંકણ સુધી અને ઉત્તર પૂર્વમાં તિબેટ અને ઉત્તર -પશ્ચિમમાં તુર્કસ્તાન સુધી વિસ્તરેલું હતું

👉 આજ ક્રમમાં આનાં પછીનું નામ ઈસ્વીસન ૮૫૫માં આવેલાં ઉત્પલવંશના અવંતિવર્મનનું આવે છે
જેમનાં શાસનકાળ દરમિયાન કાશ્મીરમાં સુખ અનેસ્મૃધી અને શાંતિનો કાળ હતો
એમનાં ૨૮ વર્ષના શાસનકાળ દરમિયાન મંદિરો ઘણાં બન્યાં કાશ્મીરમાં
જેમાં એમણે ખાસેદીલી રાજધાની અવન્તિપુરમાં જ એમણે એમણે એક મોટું મંદિર સંકુલ બંધાવ્યું હતું
આજે તો એ ખંડેર છે પણ આમાં શિવ મંદિર અને વિષ્ણુ મંદિર મુખ્ય હતાં
નાગના શિલ્પો પણ અહીં જ છે !!!
કાશ્મીરમાં સાહિત્યકારો અને આચાર્યોની એક લાંબી મોટી પરંપરા રહી છે
પ્રસિદ્ધ વૈયાકર્ણિક રમ્મત, મુક્તકણ, શિવસ્વામિન અને કવિ આનંદવર્ધન તથા રત્નાકર અવંતિવર્મન રાજાની રાજસભાનાં સદસ્ય હતાં
સાતમી સદીમાં ભીમ ભટ્ટ,દામોદર ગુપ્ત
આથમી સદીમાં ક્ષીર સ્વામી,રત્નાકર, વલ્લભદેવ
નવમી સદીમાં મમ્મટ
( આ નામ તો યાદ હશે જ ને આપણા સાહિય રસિક મિત્રોને !!!
એમનું ઉત્તમ પ્રદાન “કાવ્યપ્રકાશ” જે સંસ્કૃતમાં લખાયું હતું
જે કવિતા માટે સંસ્કૃતમાં એક પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે)
આજ સદીમાં સોમદેવ અને ક્ષેમેન્દ્ર પણ થયાં હતાં
દસમી સદીમાં મિલ્હણ, જયદ્રથ
અને અગિયારમી સદીમાં કલ્હણ જેવા સંસ્કૃતના મહાવિદ્વાન કવિઓ -ભાષ્યકારોની એક અતિ લાંબી પરંપરા રહી હતી
અવંતિવર્મનનાં મૃત્યુ પછી કાશ્મીરમાં હિંદુ રાજાઓનો પતનનો કાળ શરુ થઇ ગયો હતો !!!

👉 તત્કાલીન રાજા સહદેવના સમયમાં મંગોલ આક્રમણખોર દુલચાએ કાશ્મીર પર આક્રમણ કર્યું
આ મૌકાનો ફાયદો ઉઠાવીને તિબેટ(તિબ્બત)થી આવેલો એક બૌદ્ધ રીંચને ઇસ્લામ કબુલ કરીને પોતાનાં મિત્ર તથા રાજા સહદેવના સેનાપતિ રામચંદ્રની બેટી કોટરાનીનાં સહયોગથી કાશ્મીરની ગાડી પર પોતાનો અધિકાર

જમાવી દીધો !!!
આ રીતે એ કાશ્મીર (જમ્મુ અને લદાખ નહીં )નો પહેલો મુસ્લિમ શાસક બન્યો
કાલાંતરમાં શાહ મીરે કાશ્મીરની ગાદી પર કબજો કરી દીધો અને એનાં વંશજોએ દીર્ઘકાળ સુધી કાશ્મીર પર રાજ કર્યું
આમ કાશ્મીર જે હજારો વર્ષોથી હિંદુ- બૌદ્ધ રાજાઓનાં નેજામાં હતું તેમાં આ મુસ્લિમ રાજાઓનો આ રીતે પ્રવેશ થઇ ચુક્યો હતો
પ્રજા પણ મુસ્લિમ બનવાં જ માંડી હતી
ઘણા મુસ્લિમો બહારથી આવ્યાં તો ઘણાહિંદુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો પોતાની સલામતી ઇચ્છતાં હતાં એટલાં માટે
પણ તોય પ્રજા શાંતિથી જીવતી હતી
લોકોનો ડર જ આમાં જ કારણભૂત હતો
આનું કારણ એ હતું કે આરંભમાં સુલતાન સહિષ્ણુ રહ્યાં હતાં
પરંતુ હમાદાનથી આવેલાં શાહ હમાદાને જ કાશ્મીરનું ઇસ્લામીકરણ કરવાં માંડયું હતું
આ ઇસ્લામીકરણ સુલતાન સિકંદરના સમયમાં એની ચરમસીમાએ પહોંચી ગયું હતું
આ એજ કાળ હતો જ્યારે જયારે હિંદુઓએ પરાણે ઇસ્લામ કબુલ કરવો પડયો હતો
અને આ રીતે ધીમે ધીમે કાશ્મીરના મોટાભાગનાં લોકો મુસલમાન બની ગયાં જેમાં જમ્મુના પણ કેટલાંક લોકો હતાં
આમ જમ્મુના હિંદુઓ પણ થોડાં મુસલમાન બની ગયાં
આ જમ્મુનો એક હિસ્સો આજે પણ પાકિસ્તાન પાસે છે જેમાં મુખ્ય શહેર જમ્મુ તો નથી આવતું પણ એનો વિસ્તાર જરૂર આવે છે
આ હિસ્સો એ કાશ્મીરના હિસ્સથી એમણે અલગ રીતે પચાવી પાડયો છે
અનુ મુખ્ય કારણ હિન્દુની પાછળ લાગતું કૌંસમાં (મુસ્લિમ) શબ્દ જ કારણભૂત બન્યો છે
જો તેઓએ આમ ના કર્યું હોત તો આ શક્ય ના બન્યું હોત ને !!!

👉 હવે પાછાં થોડી ઈતિહાસ પર નજર નાંખી લઈએ
આઠમી શતાબ્દીમાં ઇસ્લામ ધર્મનો જન્મ થયો
આ ઇસ્લામ ધર્મ જયારથી જન્મ્યો ત્યારથી જ એનાં અનુયાયીઓએ એને ઉપદ્રવી બનાવી દીધો હતો
એણે જ પ્રજામાં ભય અને આતંકનું એક વાતાવરણ પેદા કર્યું
ધર્મની આડે તેઓએ પ્રજાને રંજાડવાનું અને એણે લુંટવાનું જ કામ વર્ષો સુધી અરે છેક આજ સુધી કર્યું છે
એમાંને એમાં ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો અપ્રિય થઇ પડયા
આ ધર્મનાં આગમનથી જ લુંટફાટ, સત્તાભુખ અને પોતાની હવસ મીટાવવા ખાતર આંતરધર્મીય લગ્નો પણ કરવાં માંડયા
આ ધર્મ જયારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી જ આવું થવાં માંડયું છે અને આજ સુધી થતું રહ્યું છે ખબર નહીં એ લોકો આવું શું કામ કરતાં હશે તે !!!
આની શરૂઆત કાશ્મીરમાં બુટકાશીનથી થઇ
તે સમયે જે મંદિરો એની નજરે ચડયા એ તોડયાં
લોકોને પરાણે મુસ્લિમ બનાવ્યા અને એમણે પોતાની સાથે લઇ ગયો
અને સ્ત્રીઓની સતામણી થવા માંડી
અને એમાંને એમાં આ નાગજાતિ વિલુપ્ત થઇ ગઈ
આ બુટકાશીનનું પરિણામ સમગ્ર ભારતે ભોગવવું પડયું હતું
એ પછી પૂર્વ ભારત હોય કે પશ્ચિમ ભારત હોય
કે પછી ઉત્તર ભારત હોય કે દક્ષીણ ભારત હોય
ભારતમાં સમૃદ્ધિ છે સુખ છે શાંતિ છે એમની કન્યાઓ અબળા છે
એમને આસાનથી પોતાનો શિકાર બનાવી શકાય છે આ વાતના બીજ એ આક્રમણકારોએ સાબિત કરી જ દીધી
આમ જોવાં જઈએ તો ભારત એટલે કે કાશ્મીર પર થયેલું બુટકાશીનનું આક્રમણ એ ભારત પર થયેલું પહેલું મુસ્લિમઆક્રમણ હતું
જેની નોંધ ઈતિહાસ લેવામાં પાછું પડયું છે !!!
કારણકે ઈસ્વીસન ૧૦૦૦માં ગઝની , બારમી સદીમાં ચંગીઝખાન અને ચૌદમી સદીમાં તૈમુર લંગ એ બધાં પછીથી થયાં છે
એટલે એ તો અતિસ્પષ્ટ છે કે ભારત પર બુટકાશીન દ્વારા થયેલું આક્રમણ એ પહેલું હતું
આણે જ મુસ્લિમોનો રસ્તો સાફ કરી આપ્યો અને બીજાઓને સદીઓ પછી તેમ કરવાં માટે ઉશ્કેર્યા
એમાં નાગજાતિ જે ત્યાનો દીર્ઘકાલીન રાજ વંશ હતો પ્રજા પણ મોટેપાયે નાગવંશી હતી તેમાં એકતાના અભાવે એને શાંત કરી દીધી
એક વાત તો કહેવાની જ રહી ગઈ કે નાગવંશનાં શાસનકાળ દરમિયાન પણ વચ્ચે વચ્ચે ઘણા વર્ષો અરે સેક બે સદી સુધી એ રાજાવિહિન એટલેકે સ્વતંત્ર રહ્યું હતું
બૌદ્ધો તો આવ્યાં ને ગયાં પણ નાગજાતિ તો ત્યાં કાયમ સ્થાયી જ હતીને
એમનામાં અસલામતીની ભાવનાને જ એમને આ બુટકાશીનના આક્રમણ દરમિયાન અલોપ થઇ જવાં પ્રેર્યા – વિલુપ્ત થઇ જવા પ્રેર્યા એ તો સુનિશ્ચિત જ છે
જો તેમનો રણીધણી કાબેલ હોત તો લલિતાદિત્ય જેવો તો કદાચ આજે કાશ્મીરમાં કે ભારતમાં મુસ્લિમ શાસન જ ના હોત
આ વાત ખાલી મુસ્લિમ શાસન પુરતી જ માર્યાદિત છે એણે ભારતમાં રહેતાં શાંતિપ્રિય મુસ્લિમો સાથે એટલે કે ભારતીય મુસ્લિમો સાથે કોઈ જ લેવાદેવા નથી
આક્રમણકારોને એ ખબર હતી કે ભારતમાં તો ગામડે ગામડે અને નગરે નગરે રાજાઓ છે
એટલે એમનું રાજ્ય પચાવી પાડતાં કે એમને પરાણે મુસ્લિમ બનાવતાં આપણને કોઈ જ રોકી શકશે નહીં
આજ કરને ગુલામ વંશથી તે છેક બહાદુરશાહ ઝફર સુધી ભારત મલેચ્છોને આધીન રહ્યું
જેનો સ્વીકાર કરતાં આપણે અચકાઈએ છીએ !!!

👉 પાછાં કાશ્મીરના ઈતિહાસ પર આવી જઈએ ……
શાહ હમાદાનનો દિકરો મીર હમદાનીનાં નેતૃત્વમાં મંદિરો તોડવાની અને તલવારની ધાર પર એનાં દમ પર ઇસલામીકરણનો દૌર
સુલતાન સિકંદરના બેટા અલીશાહ સુધી ચાલ્યો
પરંતુ એનાં પછી ઇસવીસન ૧૪૨૦-૧૪૭૦ દરમિયાન જૈનુલ આબ્દીન (બડ શાહ ) કાશ્મીરની ગાદી પર બિરાજમાન થયો
એનું શાસન બહુ જ સારું રહ્યું અને આ સમય દરમિયાન જ પ્રજા જે ત્રસ્ત હતી તેમને રાહતનો શ્વાસ લીડો અને તેઓ સૌ શાંતિથી હળીમળીને જીવવાં લાગ્યાં !!!
આ એજ સમય હતો જેણે હિંદુ – બૌદ્ધ અને મુસ્લિમ ધર્મનો સમન્વય સાધ્યો !!!
આ બડ શાહ એ આબ્દીનને મળેલું બિરુદ છે એનાં બડપ્પનને લીધે એણે મળ્યું હતું !!!

👉 ત્યાર બાદ ૧૬ ઓક્ટોબર ૧૫૮૬માં મુગલ સિપાહસાલાર કાસીમ ખાન મીરે ચક શાસક યાકુબ ખાનને હરાવીને કાશ્મીર પર મોગલીયા સલ્તનત સ્થાપિત કરી
બસ ત્યારથી તે અત્યાર સુધી અને હવે પછી પણ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બની ગયું
કાશ્મીરને ભારતમાં લાવવાનો શ્રેય અકબરને જ જાય છે !!!
પહેલાં અખંડ ભારત હતું , વચ્ચે નહોતું તે ફરી પાછું આવી ગયું !!!
કારણકે સમ્રાટ અશોકનો તો કોઈ જ સામનો કરી શકે એમ હતું જ નહીં
એ પછી વિખુટા પડેલા કાશ્મીરને ભારતમાં પાછું લાવવાનું શ્રેય અકબર ખાટી ગયો
જોકે કાશ્મીર જીત્યાં પછી પાછું એ વિખૂટું પડી ગયું હતું
માત્ર થોડો સમય જ એ ભારતનું અંગ બબ્ન્યું હતું
ત્યાર પછી ૩૬૧ વર્ષ સુધી કાશ્મીર ખીણમાં કાશ્મીરીઓનું જ શાસન રહ્યું હતું
જેમાં મુગલ, અફઘાન, શીખ અને ડોગરાવંશને આધીન રહ્યું
અહમદશાહ અબ્દાલી જેવા અફઘાન શાસકનો સમય એ કાશ્મીરનો બહુ જ ખરાબ સમય ગણાય છે અત્યાર સુધીમાં
પછી એની જ ગતિવિધિ પર આગળ વધ્યો ક્રૂર મોગલ શાસક ઔરંગઝેબ અને એનાં પછીના શાસકોએ પણ આજ નીતિ અખત્યાર કરી
આ ઔરંગઝેબે હિંદુઓ અને ત્યાંનાં શિયા મુસ્લિમો પર દમનકારી નીતિ અપનાવી
એને લીધે ત્યાં હજારો લોકો માર્યા ગયાં !!!
જેવું મોગલ વંશનું પતન થયું તેવું તરત જ ઈસ્વીસન ૧૭૫૨-૫૩માં અફઘાનશાસક અહમદશાહ અબ્દાલીનાં નેતૃત્વમાં કાશ્મીર ( જમ્મુ અને લદાખ નહીં ) પર કબજો કરી લીધો
અફઘાનીયા મુસલમાનોએ કાશ્મીરની જનતા ( મુસ્લિમ હિંદુ અને બૌદ્ધ અને બાકીનાં બીજાં બધાં)પર ભયંકર અત્યાચાર કર્યો
એમની સ્ત્રીઓ અને એમનું ધન બહુ જ લુંટ્યું
આ લુંટફાટ અને સ્ત્રીઓને પોતાની હવસનો શિકાર બનવવાનું એમનું કાર્ય
પાંચ અલગ અલગ પઠાણ ગવર્નરોનાં રાજયકાળ દરમિયાન પણ ચાલુ રહ્યું
૬૭ વર્ષો સુધી આ પઠાણોએ કાશ્મીર ખીણમાં રાજ્ય કર્યું હતું !!!

👉 આ અત્યાચારોથી તંગ આવીને એક કાશ્મીરી પંડિત બીરબલ ધરે શીખ રાજા રણજીતસિંહની મદદ માંગી
એમણે પોતાનાં ઉત્તરાધિકારી ખડકસિંહનાં નેતૃત્વમાં હરિ સિંહ નલવા સહીત પોતાનાં સૌથી કાબેલ સરદારો સહિત ત્રીસ હાજર સૈનિકોની ફૌજ કાશ્મીરમાં રવાના કરી
આઝીમખાન પોતાનાં ભાઈ જબ્બાર ખાનને ભરોસે કાશ્મીરને છોડીને કબુલ ભાગી ગયો
આ રીતે મહારાજા રણજીતસિંહે જીત હાંસલ કરી
અને ૧૫ જુન ૧૮૧૯નાં રોજ કાશ્મીરમાં શીખ શાસનની સ્થાપના થઇ
ઇસવીસન ૧૮૩૯માં મહરાજા રણજીતસિંહનાં મૃત્યુની સાથે શીખ સામ્રાજ્ય વિખેરાવા લાગ્યું
અંગ્રેજો માટે આ અફઘાનિસ્તાન સરહદપર નિયંત્રણનો આ એક સોનેરી અવસર હતો
તો જમ્મુના રાજા ગુલાબસિંહ માટે ખુદને સ્વતંત્ર ઘોષિત કરવાનો !!!
* મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબમાં ભેળવી દીધું હતું પણ પછીથી એમણે ગુલાબસિંહને જમ્મુ સોંપી દીધું !!!

➡ જમ્મુના મહારાજાઓની એક સૂચી પણ પ્રાપ્ત થયેલી છે ——

* રાય સૂરજદેવ ૮૫૦ – ૯૨૦
* રાય ભોજ દેવ ૯૨૦ – ૯૮૭
* રાય અવતાર દેવ ૯૮૭ – ૧૦૩૦
* રાય જસદેવ ૧૦૩૦ – ૧૦૬૧
* રાય સંગ્રામ દેવ ૧૦૬૧ – ૧૦૯૫
* રાય જસાકર ૧૦૯૫ – ૧૧૬૫
* રાય બ્રજદેવ ૧૧૬૫ – ૧૨૧૬
* રાય નરસિંહદેવ ૧૨૧૬ – ૧૨૫૮
* રાય અર્જુનદેવ ૧૨૫૮ -૧૩૧૩
* રાય જોધદેવ ૧૩૧૩ – ૧૩૬૧
* રાય મલદેવ ૧૩૬૧ -૧૪૦૦
* રાય હમીરદેવ ( ભીમદેવ) ૧૪૦૦ -૧૪૨૩
* રાય અજાયબ દેવ ( ૧૫૨૮ સુધી)
* રાય કૂપર દેવ ૧૫૩૦ – ૧૫૭૦
* રાય સમીલદેવ ૧૫૭૦ -૧૫૯૪
* રાય સંગ્રામ , જમ્મુ રાજા ૧૫૯૪- ૧૬૨૪
* રાય ભૂપ દેવ ૧૬૨૪ -૧૬૫૦
* રાય હરિદેવ ૧૬૫૦ – ૧૬૮૬
* રાય ગુજૈદેવ ૧૬૮૬- ૧૭૦૩
* રાજા ધ્રુવ દેવ ૧૭૦૩-૧૭૨૫
* રાજા રંજીત દેવ ૧૭૨૫ – ૧૭૮૨
* રાજા બ્રજ્રરાજ દેવ ૧૭૮૨- ૧૭૮૭
* રાજા સંસપૂર્ણ સિંહ ૧૭૮૭-૧૭૯૭
* રાજા જીત સિંહ ૧૭૯૭ – ૧૮૧૬
* રાજા કિશોરસિંહ ૧૮૨૦ -૧૮૨૨

➡ જમ્મુ અને કાશ્મીરના મહરાજા ———

* મહારાજા ગુલાબસિંહ ૧૮૨૨ – ૧૮૬૧
* મહારાજા રણબીર સિંહ ૧૮૫૬ -૧૮૮૫
* મહારાજા હરિ સિંહ ૧૯૨૫થી ૧૯૪૭ સુધી

➡ * જમ્મુ ૨૨ પહાડી રિયાસતો વચ્ચે વહેંચાયેલું હતું
ડોગરા શાસક રાજા રાજા માલદેવે ઘણાં વિસ્તારો જીતીને પોતાનાં વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી
સન ૧૭૩૩થી સન ૧૭૮૨ સુધી રાજા રંજીત દેવે જમ્મુ પર શાસન કર્યું હતું પરંતુ એનાં ઉત્તરાધિકારી દુર્બળ હતાં એટલાં માટે મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબમાં ભેળવી દીધું હતું
* દુર-સુદૂર ઉત્તરમાં કાશ્મીરના મહરાજની સત્તા કરા કોરમ પર્વત શ્રેણી સુધી ફેલાયેલી હતી
ઉત્તર-પૂર્વમાં અકસાઇ ચીન અને લદાખ પણ આ જ રાજ્યને અંતર્ગત હતું !!!
* ૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીર પર ડોગરા શાસકોનું શાસન રહ્યું હતું
એનાં પછી મહારાજા હરિસિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭માં ભારતીય સંઘમાં વિલય માટે સમજૌતા પર હસ્તાક્ષર કાર્ય હતાં
જમ્મુ કાશ્મીરનું વિલીનીકરણ ભારત દેશની નવી પ્રશાસનિક વ્યવસ્થામાં અંગ્રેજોના ચાલ્યા ગયાં પછી ૨ મહિના પછી ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ થયું હતું
એ પણ ત્યારે જયરે કાશ્મીર રિયાસત પર કબાયલીઓનાં રૂપમાં પાકિસ્તાન સેનાએ આક્રમણ કરી દીધું અને એનાં ઘણા હિસ્સો પર પોતાનો કબજો જમાવ્યો હતો ત્યારે !!!

➡ જમ્મુ અને કાશ્મીરની ભૂગોળ ———–

➡ જમ્મુ પરિચય ——-

👉 ભારતીય ગ્રંથો અનુસાર જમ્મુને ડુગગર પ્રદેશ કહેવામાં આવે છે
જમ્મુ સંભાગમાં ૧૦ જીલ્લા છે
[૧] જમ્મુ
[૨] સાંબા
[૩] કઠુઆ
[૪] ઉધમપુર
[૫] ડોડા
[૬] પુંચ
[૭] રાજૌરી
[૮] રિયાસી
[૯] રામબન
અને
[૧૦] કિશ્તવાડ

👉 જમ્મુનું ક્ષેત્રફળ ૩૬,૩૧૫ વર્ગ કિલોમીટર છે
એમાંથી લગભગ ૧૩, ૨૯૭ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ ઉપર પાકિસ્તાનનો કબજો છે
આ કબજો એણે ઇસવીસન ૧૯૪૭-૪૮નાં યુદ્ધ દરમિયાન કર્યો હતો
જમ્મુના મિમ્બર,કોટલી, મીરપુર, પુંચ હવેલી, બાગ, સુધાન્તી, મુજફરાબાદ, હટ્ટીયાં અને હવેલી જીલ્લા અત્યારે પાકિસ્તાનના કબજામાં છે
પાકિસ્તાન જમ્મુનાં આ પડાવી પાડેલાં અને એનાં પર અવૈધ કબ્જા જમાવેલા વિસ્તારને “આઝાદ કાશ્મીર ” કહે છે
જયારે આ પાકિસ્તાન આપણા કાશ્મીર એટલે કે કાશ્મીર ખીણને પણ બીજાં ભાગમાં બટવારા કરવાની ઈચ્છા રાખે છે
જે હવે પૂરી થવાની નથી
એ રહેશે તો પૂરી થશે ને !!!!

➡ કાશ્મીર પરિચય ———–

👉 જમ્મુ સંભાગનું ક્ષેત્રફળ પીર પંજાલની પહાડી રેન્જમાં જ ખતમ થઇ જાય છે
આ પહાડીની બીજી તરફ એટલે કે એની ઉત્તરમાં કાશ્મીર ખીણ છે
કાશ્મીર ખીણનું ક્ષેત્રફળ લગભગ ૧૬,૦૦૦ વર્ગ કિલોમીટર છે આ કાશ્મીર એટલેકે કાશ્મીર ખીણનાં પણ કુલ ૧૦ જીલ્લાઓ છે

[૧] શ્રીનગર
[૨] બડગામ
[૩] કુલગામ
[૪] પુલવામા
[૫] અનંતનાગ
[૬] કૂપવાડા
[૭] બારામૂલા
[૮] શોપિયાં
[૯] ગન્દરબલ
[૧૦] બાંડીપુરા

👉 આ વિસ્તારોમાં એટલેકે કાશ્મીર ખીણમાં સુન્ની , શિયા,બહાવી, અહમદિયા મુસલમાનોની સાથે હિંદુઓ જેમાં મહત્તમ ગુર્જર,રાજપૂત અને બ્રાહ્મણ છે જેઓ ત્યાં આજે પણ રહે જ છે
આ વિસ્તારની એક ખાસિયત એ પણ છે કે અહીં જે લોકો આતંકવાદનું ગીતું ગાયા કરે છે એનો પ્રભાવ આ કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી બોલવાંવાળા સુન્ની મુસલમાનો સુધી છે
આ જ વિસ્તારમાં આપણા પર્યટકસ્થાનો આવેલાં છે
એટલે આપણને એમ લાગે છે કે અહીં કોઈ હિંદુ વસ્તી જ નથી
જ્યાં હિંદુ વસ્તી છે ત્યાં આ લોકો આપણને લઇ જતાં જ નથી
બીજી મહત્વની વાત એ છે કે આ બધાં હિંદુ સ્થાનકો -સ્થળો એ ભારતીય સેનાના કબજામાં છે
અરે એટલું જ નહીં જે બતાવાય છે એમાં શ્રીનગરમાં જ શંકરાચાર્ય મંદિર પણ ભારતીય સેનાને હસ્તક છે
જબરજસ્ત ચેકિંગ થયા પછી જ તમને શંકરાચાર્ય મંદિરમાં જવાં દેવાય છે
આ વાત અત્યારે હું પડતી મુકું છું કારણકે એ હું ફરીથી શંકરાચાર્ય મંદિરમાં કરવાનો છું
એના પગથીયા વિષે કેટલાંક લોકોના મનમાં અસમંજસ છે એ વાત પણ હું ત્યારે જ કરીશ
શ્રીનગરની મધ્યમાં જ એક પહાડી પર મહારાજા હરિસિંહ ડોગરાનો અદભૂત કલ્લો છે
જે પણ ભારતીય સેના હસ્તક જ છે
જે જોવાં માટે તમારે ૨ દિવસ પહેલાં કાશ્મીર સરકાર અને ભારતીય સેનાની પરવાનગી લેવી પડે છે
કારણકે અહીં હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા બે પ્રાચીન મંદિરો પણ છે
આવી જ હાલત અનંતનાગના સૂર્યમંદિર અને પાટ્ટણના ઐતિહાસિક સ્મારક વિષે પણ છે
આમાં વુલર લેકનો પણ સમાવેશ થાય છે
આ બધાં જ મેં જોયાં છે એ વાત એ વખતે !!!
પણ કાશ્મીરમાં કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે એ વિષે આ મારો ખાલી અંગુલીનિર્દેશ માત્ર હતો !!!
હિંદુ સ્મારકો જે બતાવાય છે જ્યાં મુસ્લિમોનું વર્ચસ્વ છે
એ જગ્યાનું નામ છે અવંતિપુરા !!!
એની પણ વાત એ વખતે જ !!!!
ખિલનમર્ગ હિન્દુઓને હસ્ક છે એટલે એણે બંધ કરી દેવામાં આવ્યું છે
મહારાજા હરિસિંહનાં નામે અને ફિલ્મોના શુટિંગને નામે જે નવાં બાગ-બગીચા અને પોઈન્ટો વિકસાવ્યા છે એ જ આપણને બતાવવામાં આવે છે
જે કીન એટલાં બધાં જેવાં જોવાં જેવા નથી જ નથી
તાત્પર્ય કે જ્યાં હિંદુ વસ્તી છે એ વિષે આપણે જાણી શકતાં જ નથી કારણકે એ લોકો પુરતી તકેદારી રાખે છે કે આપણે તેમને ના મળી શકીએ !!!
અહી હિંદુ વસ્તી તો છે જ છે જ ને છે જ !!!
આમાં જુજ સંખ્યામાં કાશ્મીરી પંડિતોનો પણ સમાવેશ થાય છે !!!

➡ લદાખ પરિચય ———-

👉 લદાખ એક ઉંચો પઠાર છે
જેનો અધિકતમ હિસ્સો ૩૫૦૦ મીટર (૯૮૦૦ફૂટ)થી ઉંચો છે
આ હિમાલય અને કારકોરમ પર્વતશ્રુંખલા અને સિંધુનદીની ઉપરી ઘાટીમાં ફેલાયેલો છે !!!
લગભગ ૩૩,૫૫૪ વર્ગમાઈલમાં ફેલાયેલાં લદાખમાં વસવા લાયક જગ્યા બહુજ ઓછી છે
અહીંયા ઊંચા ઊંચા વિશાળ કાય પથ્થરિયા પહાડો અને મેદાનો છે
અહીંયા બધાં ધર્મોના લોકોની જનસંખ્યા મળીને કુલ માત્ર ૨,૩૬, ૫૩૯ જ છે !!!

👉 એવું માનવામાં આવે છે કે લદાખ મૂળરૂપે ક્યારેક કોઈ મોટાં સરોવરનો જ એક ભાગ હતો અને એનો જ એક હિસ્સો હતો
જે ઘણાંબધાં વર્ષોનાં ભૌગોલિક પરિવર્તનને કારણે લદાખની ખીણ બનીને રહી ગયું
૧૮મી શતાબ્દીમાં લદાખ અને બાલ્ટીસ્તાનને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં શામિલ કરવામાં આવ્યું
ઇસવીસન ૧૯૪૭નાં ભારતના વિભાજન પછી બાલ્ટીસ્તાન પાકિસ્તાનનો હિસ્સો બનીને રહી ગયું !!!
લદાખના પૂર્વી હિસ્સામાં લેહની આસપાસ રહેવાંવાળાં નિવાસી મુખ્યત: તિબ્બતી, બૌદ્ધ અને ભારતીય હિંદુ છે
પરંતુ એની પશ્ચિમમાં કારગીલની ઇર્દગીર્દ જનસંખ્યા મુખ્યત: ભારતીય શિયા મુસ્લિમોની છે
તિબ્બત પર પહેલાં ભારતે જયારે કબજો જમાવ્યો ત્યારે અને પછીથી જયારે ચીને એનાં પર કબજો જમાવ્યો ત્યારે ઘણી મોટી સંખ્યામાં તિબ્બતી અહીંયા આવીને વસી ગયાં હતાં
જે લોકો આજે અહીના ટ્રેડીશનલ લોકો ગણાય છે
આ લડાખને કેટલાંક એટલાં જ માટે ચીન , તિબેટનો જ એક ભાગ માને છે !!!
સિંધુ નદી આ લદાખમાંથી જ નીકળીને પાકિસ્તાન કરાંચી સુધી વહે છે
જેનું મનોહારી દર્શન સૌને નુબ્રા વેલીમાં થાય છે
આ નુબ્રા વેલી પર્વતીય ક્ષેત્ર હોવાં છતાં તેમ સફેદ રેતીને કારણે એક રણ બની ગયું છે અને એનો આનંદ તો ઊંટ પર જ લેવાય છે !!!
પેંન ગોંગ લેક બાજુ જ ચીનની સરહદ પડે છે કારણકે આ પેનગોંગ લેકનો ૬૦ ટકા હિસ્સો એ ચીનમાં છે બાકી સમગ્રતયા શું જમ્મુ , શું કાશ્મીર કે શું લદાખ એ પાકિસ્તાનને અડીને જ આવેલાં છે
એટલાં જ માટે દ્રાસ અને કારગીલમાં LOC બનાવવામાં આવી હતી
જે આખાં કાશ્મીરમાં વિસ્તરેલી છે !!!
કારગીલ યુદ્ધ એ પાકિસ્તાનના અટકચાળાને લીધે જ થયું હતું !!!
પ્રાચીનકાળમાં લદાખ ઘણાં વ્યાપારિક રસ્તાઓનું પ્રમુખ કેન્દ્ર હતું

👉 લદાખ મધ્ય એશિયા સાથે કારોબારનો એક બહુ મોટો ગઢ હતું
સિલ્ક રૂટની એક શાખા લડાખમાં થઈને જ પસાર થતી હતી
બીજાં મુલ્કોમાંથી કારવાન (વણજારા)ની સાથે સેંકડો ઊંટ, ઘોડા, ખચ્ચર, રેશમ અને કાલીન મંગાવવામાં આવતાં હતાં
જયારે હિન્દુસ્તાનમાંથી રંગ અને મસાલાનો વેપાર થતો હતો !!!
તિબેટથી યાક ઉપર ઉન,પશ્મીના વગેરે ચીજવસ્તુઓ આ પરાણીઓ પર લાદીને અહીં લાવતાં હતાં
અને અહી જ કાશ્મીરથી લાવીને બહેતરીનશાલ બનવવામાં આવતી હતી
જે જગવિખ્યાત છે એ પશ્મીના શાલ !!!

➡ સમગ્ર કાશ્મીરની જનસંખ્યા ———

ઇસવીસન ૨૦૧૧ની જનગણના અનુસાર જમ્મુ અને કાશ્મીરની જનસંખ્યા ૧,૨૫,૪૧,૩૦૨ છે
કાશ્મીર જ્યાં મુસ્લિમ બહુલ છે ત્યાં જમ્મુમાં હિંદુ અને શીખ જયારે લડાખમાં બૌદ્ધોની સંખ્યા અધિક છે
જમ્મુ અને કાશ્મીરમાં મૂળરૂપથી રાજપૂત, ગુર્જર, બ્રાહ્મણ, જાટઅને ખત્રી જાતિના લોકો રહે છે
જેઓ હિંદુ પણ છે અને મુસલમાન પણ !!!
બીજી બાજુ લદાખમાં મૂળરૂપે તિબ્બતી બૌદ્ધોની સંખ્યા અધિક છે
અહીંયા એટલેકે સમગ્ર કાશ્મીરમાં ૬૪ પ્રતિશત મુસ્લિમ, ૩૩ પ્રતિશત હિંદુ અને ૩ પ્રતિશત બૌદ્ધ,શીખ,ઈસાઈઅને અન્યો નિવાસ કરે છે
કાશ્મીર ખીણમાં ૪૯ પ્રતિશત મુસલમાનોમાં શિયાઓની સંખ્યા ઘટીને ૧૩ પ્રતિશત રહી ગઈ છે
આ બધાં માત્ર લડાખના કારગીલ વિસ્તારમાં રહે છે
જયારે ત્યાંનાં હિન્દુઓને તો સુન્નીઓએ ખદેડી નાંખ્યાં હતાં
ઇસવીસન ૧૯૮૯માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના છન્ન યુદ્ધ અને સુન્ની આતંકવાદી હિંસાને લીધે ૨૦૦૦૦ નિરપરાધ લોકોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં
કાશ્મીર ખીણ અને અને જમ્મુના સીમાવર્તી ક્ષેત્રોનાં લગભગ ૭ લાખ હિંદુઓઅને શીખ અલ્પસંખ્યક વિસ્થાપિત થઇ ચૂક્યા છે
એમાંથી કેટલાંક જમ્મુની શિબિરોમાં તો કેટલાંક દિલ્હીની શિબિરોમાં શરણાર્થીનું જીવન જીવી રહ્યાં છે !!!

➡ જમ્મુ કાશ્મીર અને લદાખની ભૂગોળ ——–

👉 ભારતીય હિમાલયન રાજ્ય જમ્મુ અને કાશ્મીરનાં વર્તમાન મુખ્યટ: ૩ ભાગ છે
[૧] જમ્મુ
[૨] કાશ્મીર
[૩] લદાખ

👉 આમાં અક્સાઈન ચીનને પણ જોડવામાં આવે છે
આ ત્રણે ભાગો પર પ્રાચીન અને મધ્યકાળમાં અલગ અલગ રાજાઓનું રાજ્ય રહ્યુછે
એક સમય એવો પણ હતો કે જ્યારે આ સંપૂર્ણ ભૂ – ભાગ પર એક જ રાજાનું રાજ રહ્યું હતું !!!

👉 ભૌગોલિક પરિસ્થિતિઓને મજદેનજર રાખીએ તો જમ્મુ અને કાશ્મીરમાં ૫ સમૂહ છે
જમ્મુ, કાશ્મીર અને લદાખ આ રાજ્ય ૩૯૫ મીટરથી શરુ કરીને ૬૯૧૦ની મીટર પર સ્થિત છે
કાશ્મીરની ઉત્તરમાં ચીન અને અફઘાનિસ્તાન અને દક્ષિણમાં ભારતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે
તો પશ્ચિમમાં એ પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબથી ઘેરાયેલું છે
આખાં કાશ્મીરનું ક્ષેત્રફળ ૨,૨૨,૨૩૬ વર્ગ કિલોમીટર છે
આ કાશ્મીરની ૨ રાજધાનીઓ છે
ગ્રીષ્મકાલીન રાજધાની -શ્રીનગર અને શીતકાલીન રાજધાની જમ્મુ
એમાં વર્તમાન લડાખનો હિસ્સો ૫૮ ટકા અને કાશ્મીરનો ૧૬ ટકા છે
આમાંથી કેટલાંક હિસ્સો પર પાકિસ્તાને પોતાનો કબજો જમાવી લીધો છે !!!

👉 પણ એક વાત છે કે સમગ્ર કાશ્મીર એ પૃથ્વી પરનું સ્વર્ગ છે
અને એ ભારતનું એક અવિભાજ્ય અંગ છે
જો અસ્કાઈન ચીન અને પાકિસ્તાને પડાવેલું આઝાદ કાશ્મીર જો આપણામાં આવી જાય તો સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત થઇ જાય
કોઈ પ્રોબ્લેમ રહે જ નહીં અને કાશ્મીરનો સર્વાંગી વિકાસ થાય
વિકિપેડિયાએ ઘણી ખોટી માહિતીઓ આપી છે !!!
બીજે પણ ઘણી ખોટી માહિતીઓ જ પ્રાપ્ત થાય છે
કાશ્મીરી પ્રજા સારી જ છે અને સારી જ રહેવાની છે એમાં કોઈ જ બેમત નથી
અવંતિપુરા કરતાં અનંતનાગ એ વધુ વિકસિત છે એ આ લખનારાઓ ભૂલી ગયાં લાગે છે
એમાંને એમાં માર્તંડ સૂર્ય મંદિરનો ઉલ્લેખ જવલ્લે જ જોવાં મળે છે
જમ્મુના રાજાઓની મહીતી જરુર પ્રાપ્ત થાય છે પણ રાજતરંગિણી અને બીજી પ્રાપ્ત મહીતો જોતાં જમ્મુને પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડવું ગેરવ્યાજબી જ છે
એનો ક્યાંય પણ કશે પણ ઉલ્લેખ થયેલો નથી
પૃથ્વીરાજની એક ખાસિયત એપણ હતી કે તેઓ મદદ કરતાં હતાં અને કોઈની મદદ લેતાં નહોતાં !!!
હવે પૃથ્વીરાજ ચૌહાણનો સમય છે ઈસ્વીસન ૧૧૭૮થી ૧૧૯૨
આ સમયમાં જમ્મુના રાજા હતાં —– રાજા રાય બ્રજદેવ
જમ્મુ વિષે જે માહિતી પ્રાપ્ત થાય છે એ ૧૩મી સદીથી જ પ્રાપ્ત થાય છે
કલ્હણ પછી મહાન પૃથ્વીરાજ ચૌહાણ થયાં હતાં
એટલે એનો ઉલ્લેખ આ મહાન રાજતરંગિણીમાં નાં જ હોય
અને રાજપૂતો પોતાની કોમનું તો નીચું ના જ ચીતરે
અરે પૃથ્વીરાજ રાસો સિવાય પૃથ્વીરાજ ચૌહાણ વિષે પણ માહિતી ઉપલબ્ધ નથી થતી
એમનાં નામે ઘણી મનઘડંત વાર્તાઓ સોશિયલ મીડિયામાં ફરે છે એ પણ એક હકીકત છે
આનો ઈતિહાસ જ જ્યાં ના પ્રાપ્ત થઇ શકતો હોય તો કોઈ ખોટું નામ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારનું કઈ રીતે વટાવી શકે ?
એક બીજી વાત કહું શ્રીનગરથી જ પાકિસ્તાનના આઝાદ કાશ્મીરમાં જવાય છે જે એક હાઈ વે પણ છે
આ માટે બસ સેવા પણ શરુ થઇ છે શ્રીનગર- મુઝફરાબાદ
આનો રસ્તો પણ ભારતે જ બાંધ્યો છે અને એને રીપેર કરવાં પણ કાશ્મીર ખીણમાંથી આપણા કારીગરો – માણસો ત્યાં જાય છે
શ્રીનગરથી મુઝફરાબાદનું અંતર છે માત્ર ૧૨૫ કિલોમીટર
જે વુલર લેક આગળ થઈને જ જાય છે
જમ્મુથી પણ આ મુઝફરાબાદ જવાય છે
પણ તે ૨૨૨ કિલોમીટર દુર છે અને આ હાઈવે પણ નથી
બારા મુલાથી મુઝફરાબાદનું અંતર ૮૨ કિલોમીટર છે જે વુલર લેક આગળથી માત્ર ૪૫ કિલોમીટરનું જ રહે છે !!!
જમ્મુથી નજીક પાકિસ્તાનનો ગુજરાત પ્રાંત પડે છે
અહીંથી ઇસ્લામાબાદ અને લાદેન જ્યાં મરાયો એ એબકટાબાદ નજીક પડે છે
હા પુંચ, રાજૌરી, કથુઆ , ડોડા એ બધાં પાકિસ્તાનની બહુ નજીક જ છે એટલે જ ત્યાં છમકલા થાય છે
જમ્મુ શહેર તો પાકિસ્તાનથી બહુ દૂર તો નથી પણ એમાં વસતાં હિન્દુઓને કારણે એણે પરેશાન થઇ શકતું નથી
જમ્મુથી પાકિસ્તાન ૧૯૯ કિલોમીટર દૂર છે
કહેવાનું એ છે કે જમ્મુ જેટલું પાકિસ્તાનની નજીક દખાય છે એટલું છે નહીં
તોય એને સંવેદીનશીલ વિસ્તાર ગણવામાં આવે છે
હવે પાકિસ્તાને ભારતમાં ઘુસવા માટે કયો રસ્તો શોધ્યો છે એ તો એ જાણે
ત્યાં કોઈ મોટર રસ્તે જવાતું નથી પણ એટલી વાત તો સાચી કે પાકિસ્તાનની સરહદ જમ્મુથી નજીક છે
જે કાશ્મીર ખીણની તો બિલકુલ લગોલગ છે લદાખની પણ
અ પણ આ વાત એટલું તો સાબિત જરૂર કરે છે કે જમ્મુ,કાશ્મીર અને લદાખ આ ત્રણે પ્રાંતોને અડીને પાકિસ્તાન આવેલું છે
ઇતિ સિધ્ધમ !!!

👉 કાશ્મીરનો બીજો ઈતિહાસ અને એની બીજી ભૌગોલિક માહિતી મેં આમાં નથી આવરી
કારણકે એ જે તે સ્થળો વિષે મારે લખવું છે એણે માટે મેં બાકી રાખી છે

👉 ક્યારનું વિચારતો હતો કે કાશ્મીરના ઈતિહાસ અને અને એની ભૂગોળ પર સવિસ્તર લખું
આ લખાયું ત્યારે જ મને સંતોષ થયો છે !!!
આશા છે કે એ આપ સૌને ગમશે
પાકિસ્તાન સરહદને મારો ગોળી અને કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરો
એવી જ મારી આપ સૌને શુભેચ્છાઓ છે !!!

!! જય હિંદ !!
!! વંદે માતરમ !!

——— જનમેજય અધ્વર્યુ

🌳🌴🌱🌿☘🍀🍁🌺🌻

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.