Sun-Temple-Baanner

પુષ્યમિત્ર શૃંગ – સનાતન ધર્મનો રક્ષક એક મહાન અને અદ્વિતીય યોદ્ધો અને એક બ્રાહ્મણ રાજા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પુષ્યમિત્ર શૃંગ – સનાતન ધર્મનો રક્ષક એક મહાન અને અદ્વિતીય યોદ્ધો અને એક બ્રાહ્મણ રાજા


પુષ્યમિત્ર શૃંગ – સનાતન ધર્મનો રક્ષક એક મહાન અને અદ્વિતીય યોદ્ધો અને એક બ્રાહ્મણ રાજા
(વધુ વિગતે એક તલસ્પર્શી અભ્યાસ)
[ઇસવીસન પૂર્વે ૧૮૫ થી ઇસવીસન પૂર્વે ૧૪૯]

👉 દરેક રાજા પોતાની તાકાત ,પોતાનાં શૌર્ય . પોતાનાંબાહુબળ અને અને પ્રજાનું કલ્યાણ કરવા જ રાજા બનતો હોય છે. કયારેક તે રાજાનો પાટવીકુંવર હોય તો કયારેક તે રાજાનો માનીતો હોય તો ક્યારેક તે સેનાપતિ હોય કે ક્યારેક તે કોઈ અતિસામાન્ય માણસ પણ હોય. ભારતમાં આ બધાનાં જ દ્રષ્ટાંત મળે છે. પણ તેમાં જો સેનાપતિ શક્તિશાલી હોય તો એનાં રાજા બનવાની તકો વધારે.આ કંઈ ચૂંટણી નથી કે તેમાં રાજાને બહુમતિથી હરાવી શકાય એને માટે બે જ્રસ્તાઓ ખુલ્લા હોય છે કાં તો એને ગાદી પરથી ઉઠાડી મૂકી પદભ્રષ્ટ કરવો અથવા તો એની હત્યા કરી પોતે રાજા બનવું !!!

👉 ઈતિહાસ સાક્ષી છે કે લગભગ ૯૫ ટકા રાજાઓ એક રાજાની હત્યા કરી રાજા બન્યાં છે.આમાં કોઈપણ રાજવંશ બાકી નથી જ નથી !!!એટલે વિવાદ ઉભો કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ કિસ્સામાં સેનાપતિએ રાજાની હત્યા કરી પોતે રજા બન્યાં હતાં !!!રાજા ગમે તે રીતે બન્યાં હોય પણ તેમને કાર્ય શું કર્યું તે વધારે મહત્વનું હોય છે નહીં કે હત્યાનું કારણ !!!!

👉 ભારતમાં રાજ કરવાનો કોઈ એક કોમનો ઈજારો નથી ઈતિહાસ સાક્ષી છે. ભારતમાં દરેક કોમના રજાઓ થયાં છે !!! એમાં એવું તો ના જ કહી શકાય કે એક કોમ કે એક જ્ઞાતિ પોતાને જ રાજા બનવાનો અધિકાર છે એ માનીને ચાલતી હોય કોમને કે જ્ઞાતિને ક્યારેય મહત્વ અપાય જ નહીં !!!

👉 દરેકે એ સમજી લેવું આવશ્યક છે કે પોતાનાં રાજય કરતાં દેશ વધારે મહત્વનો છે. જો કે દરેક રાજા આ માટે જ પ્રયત્ન કરતો હોય છે જેમાં ઘણાંબધાં સફળ પણ થતાં હોય છે અને કેટલાંક નિષ્ફળ પણ તેમનો આશય તો શુભ જ હોય છે. આવા શુભ આશયથી એક એક રાજા શરૂઆતમાં થયાં હતાં તેમનું નામ છે —– પુષ્યમિત્ર શૃંગ !!! જેઓ ક્યારેય નિષ્ફળતાને વર્યા જ નહોતાં !!! એજ વાત વિગતવાર કરવાની છે મારે અહીં !!!

👉 વાત લગભગ આજથી ૨૧૦૦ વર્ષ પહેલાંની છે. એક બ્રાહ્મણ ખેડૂતનાં ઘરમાં એક છોકરો જન્મ્યો નામ એનું રાખવામાં આવ્યું —— પુષ્યમિત્ર!!! આખું નામ પુષ્યમિત્ર શૃંગ !!! જે બન્યાં ભારતના એક મહાન હિંદુ સમ્રાટ. આ એક એવાં હિંદુ સમ્રાટ છે કે જેમણે ભારતને બૌદ્ધ દેશ બનતાં અટકાવ્યો હતો. જો કોઈ આવો રાજા મલેશિયા. કમ્બોડિયા,ઇન્ડોનેશિયા કે ચીનમાં જન્મ્યો હોત ને તો આજે એ બધાં દેશો હિંદુ હોત !!!

👉 એક બીજી વાત પણ કહી દેવાં માંગું છું તમને કે મહાન રાજા પોરસ કઈ જ્ઞાતિનો હતો ? તે તમને ખબર ના હોય તો કહી દઉં કે એ પણ બ્રાહ્મણ હતાં.ભારતમાં એ વખતે મગધ સિવાય બીજે ક્યાંય પણ ક્ષત્રિય રાજા નહોતાં હોય તો બહુ જવલ્લેજ હતાં !!! આ રાજાઓ વિષે જેણે પણ જે કંઈ પણ વાર્તાઓ ફેલાવી છે તેમાં તથ્યનો અભાવ વર્તાય છે.લોકો આવી વાર્તાઓને જ બહુ પ્રાધાન્ય આપે છે અને સમજ્યા કર્યા વગર જ એને વખાણે છે અને અને લાઈક કે કોમેન્ટ કરવાં બેસી જાય છે.
ભાઈઓ આ કરંટ અફેઈર નથી આ તો ઈતિહાસ છે. કરંટ અફેઈર તો આજે છે અને કાલે ભૂલાઈ જ જવાનાં છે. પણ ઈતિહાસ તો હંમેશા ચિરંજીવ જ રહેવાં જ સર્જાયો છે !!!વિજ્ઞાન એ સિદ્ધિ છે તો ઈતિહાસ એ પરમ સિદ્ધિ છે !!!

👉 વિજ્ઞાન આવડત અને મહેનતનું પરિણામ છે જયારે ઈતિહાસ એ કુશાગ્ર બુદ્ધિ અને શક્તિનું પરિણામ છે આ વાત આપણે ક્યારે સમજી શકીશું !!!અંતરિક્ષને આંબી શકાય છે પણ ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસને આંબવાની વાત તો દૂર એને સ્પર્શી પણ નથી શકાતું !!!

👉 ઈતિહાસ હંમેશા નોખી ભાત પાડનારો જ સાબિત થતો હોય છે. જે વિષે ખાલી રસદર્શન કરી શકાય છે …… દર્શન નહીં !!!દર્શનનો વ્યાપક અર્થ એક નવું વિઝન એવો પણ થાય છે !!!આ દર્શન જેને પણ થાય એ એનું નસીબ બાકી બધાં એ પ્રદર્શન જ ગણાય !!!

👉 ઈતિહાસ પર કોઈ એક પ્રાંત કોઈ એક ધર્મ કે કોઈ એક કોમનો ઈજારો નથી એટલે જ્ઞાતિવાદને નામે ઈતિહાસને ખોટો સાબિત કરવાનું બંધ કરો તો સારું છે !!! ઇતિહાસમાં કોને પ્રાધાન્ય આપવું એ તો આપણે જ નક્કી કરવાનું હોય છે. આપણે કોઈ પણ જ્ઞાતિના વિરોધી ના હોવાં છતાં અ બાબતમાં કેમ ચુપકીદી સેવીએ છીએ તે જ મને સમજાતું નથી. કોમ… કોમ અરે ભાઈ ઈન્ટરનેટ પણ એક .કોમ જ છે એમાં ક્યાં કોમ વચ્ચે આવે છે એ કહો તો જરા !!!

👉 ઈતિહાસ એક સમજણ છે એ સમજણ આપવી એ મારું પણ કર્તવ્ય છે એટલે આ લખું છું ગમે તો સ્વીકારજો મિત્રો…… બાકી હું કોઈપણ ધર્મનો વિરોધી નથી જ પણ વાત જ્યારે ઇતિહાસની નીકળતી હોય તો હું અવશ્યપણે મારાં જ ધર્મનું ખેંચીશ અને મારી જ જ્ઞાતિને પ્રાધાન્ય આપીશ !!! એમાં કોઈએ ચૂં કે ચા ના જ કરવી જોઈએ !!!ઈતિહાસ એ યથાતાથા છે શક્યતા નહીં !!! આ વાત દરેક સંસ્કૃતિ વિષયક લેખોમાં લાગુ પાડજો મિત્રો !!!

👉 ઈતિહાસ સાક્ષી છે એ વાતનો કે આ ભારતનો પ્રથમ બ્રાહ્મણ રાજા છે જે સમ્રાટ બન્યો. પોરસ ખાલી પોતાનાં રાજ્ય નો જ રાજા હતો. બાય ધ વે રાજા પોરસ માટે તો મને અત્યંત માન છે પણ સિકંદર માટે નહીં અને સિકંદર વિષે બહુ વિગતો જ જ્યાં પ્રાપ્ત નથી થતી અને ભારતનો ઈતિહાસ પણ જ્યાં સમ્રાટ ચંદ્રગુપ્તઅને ભગવાન કૌટિલ્યથી શરુ થતો હોય ત્યાં ભારતના એના પૂર્વ ઈતિહાસ વિષે કોઈને કશી પ્રમાણભૂત સાબિતી ના મળે એ પણ સ્વાભાવિક છે.
સિકંદર વિષે આવું જ બન્યું છે ઈતિહાસકારોએ એને ખોટો જ ચડાવી માર્યો છે રાજા પોરસ વિષે મેં જ લખ્યું હોવાથી એ વિષયક હું કોઈ પણ ટીકાટીપ્પણીકરવાનું નીવારું છું. પણ એક વાત તરફ તમારું ધ્યાન દોરવા માંગું છું કે ——
જયારે સિકંદર બ્રાહ્મણ રાજા પોરસ દ્વારા માર ખાઈને વિશ્વવિજયનું સપનું તોડીને ઉત્તર ભારતમાંથી શર્મિંદા થઈને મગધની તરફ ગયો હતો ત્યારે એની સાથે આવેલાં બહુજ બધાં યવનો અહીં વસી ગયાં હતાં આ વાત ઇતિહાસની દ્રષ્ટીએ તદ્દન ખોટી છે. કારણકે સિકંદરની લડાઈ પોરસ સાથે પાછાં જતાં થઇ હતી. એ માટે તમારે મારો રાજા પોરસ પરનો લેખ Sharein India. Inમાંથી વાંચી લેવાં નમ્ર વિનતી છે

👉 એ વાત જવા દઈએ તો સિકંદરનું સૈન્ય થાકેલું- પાકેલું હતું. તેમણે સિકંદરની સામે વિદ્રોહ કર્યો હતો એ વખતે કદાચ ઘણાં બધાં યવનો ભારતમાં વસી ગયાં હય એવું પણ બને !!! એ વાત તો જાણે ત્યાં પતી ગઈ પણ સમ્રાટ અશોકનાં બૌદ્ધ ધર્મ અપનાવી લીધા પછી એમનાં વંશજોએ ભારતમાં બૌદ્ધ ધર્મ ઓફિશિયલી લાગુ કરવી દીધો હતો. આનો બ્રાહ્મણોએ સખ્ત વિરોધ કર્યો અને આ વિરોધ જયારે ઉગ્ર બન્યો ત્યારે બૌદ્ધોની રીતસરની કત્લેઆમ થઇ હતી…..

👉 આ એક વાત છે કે જેનું નિમિત્ત બન્યા છે પુષ્યમિત્ર શૃંગ પણ એનાથી એ પણ સાબિત તો નથી જ થતુંને કે આ કત્લેઆમની શરૂઆત પુષ્યમિત્ર શૃંગે કરી હોય ! કદાચ એ પહેલેથી જ થઇ હોય એવું પણ બને કારણકે આ વચ્ચે ૪૫ વર્ષનો ગાળો છે !!! નિમિત ગમે તે બને પણ હેતુ તો શુભ જ હતો ને !!!

👉 આ વખતે એક બનાવ બન્યો હતો. સમય હતો ઇસવીસન પૂર્વે ૨૦૦ની આસપાસનો તે વખતે તો પુષ્યમિત્ર શૃંગ સેનાપતિ નહોતાં બન્યાં એ સમયની આ વાત છે.

➡ જયારે પુષ્યમિત્ર શ્રુન્ગની આંખોમાં આવી ગયું રક્ત ——

👉 મંદિરો તોડવાની શરૂઆત તો આ સિકંદરે જ બહુ પહેલાં પણ કરી હતી પણ પ્રમાણભૂત તથ્યને લીધે એ બચી ગયો. પણ ત્યાર પછી પણ આ મંદિરો તોડવાનું તો ચાલુ જ રહ્યું હતું અને એ પણ યવનો કે જેઓએ પાછળથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો એમણે અને બૌદ્ધધર્મનાં ચુસ્ત અનુયાયીઓએ. સમ્રાટ અશોક તો અવસાન પામ્યા હતાં એમનો હેતુ પાર ના પડયો ત્યાર પછીથી કારણકે ત્યાર પછીનાં મૌર્ય રજાઓ નબળાં અને દુર્બળતથી ભરપુર હતાં. એમ જરૂર કહી શકાય એમ છે કે તેઓ પણ બૌદ્ધ ધર્મની શેહમાં આવી ગયાં હતાં !!! એટલે બૌદ્ધોને પોતાની મનમાની કરવાની રીતસરની છૂટ મળી ગઈ હતી. એમણે એનો દુરુપયોગ કરીને ભારતને સંપૂર્ણ બૌદ્ધધર્મી બનાવવાં માટે રીતસરનાં મંદિરો તોડવાની શરૂઆત કરી હતી અને ધર્મ પરિવર્તનમાં અત્યારે જે કોમને આપણે જવાબદાર ગણીએ છીએ તો આ કોમ કે ધર્મ પણ એ સમયમાં એટલો જ જવાબદાર ગણાય ! આ સમય દરમિયાન પુષ્યમિત્રના માતા – પિતાએ ધર્મ પરિવર્તનની ના પડી દીધી. આવું જોઇને એમનાં પુત્ર પુષ્યમિત્રની આંખોમાં આંસુ આવી ગયાં. તે વખતે તો પુષ્યમિત્ર નાનાં બાળક હતાં. એમનાં મા-બાપની હત્યા એમની આંખો સામે જ આ ધર્મ-પરિવર્તનને કારણે થઇ ગઈ નાનો બાળક વિનવતો રહ્યો કે મારાં માતા-પિતાને ના મારો પણ કોઈએ એમનું સંભાળ્યું જ નહીં એ બાળકની કાક્લુદીની કોઈ અસર આ ધર્મઝનૂની લોકો પર ના જ થઇ તે ના જ થઇ. પોતાનાં માં – બાપને મરેલાં જોઇને એ બાળક ઘણા સમય સુધી સતત રડતો રહ્યો. કોઈ એને સાંત્વના આપવાંવાળું હતું જ નહીં. એ બાળકને બસ ત્યારથી જ પોતાનાં ગામવાળાઓની સંવેદના પર નફરત થઇ ગઈ. આ જ વખતે એમણે કસમ ખાધી હતી કે —–આ વાતનો બદલો એઓ બૌદ્ધો સાથે જરૂર લેશે અને તેઓ જંગલ તરફ ભાગી ગયાં. જંગલમાં પ્રાણીઓએ એમને સ્વરક્ષણ કરતાં શીખવાડયું અને જંગલી પ્રજાઓએ એમને લડતાં શીખવાડયું એનું પરિણામ ભારતને બહુજ ટૂંક સમયમાં મળવાનું હતું તેની કોઈનેય ખબર નહોતી !!! આ વાતમાં કોઈ જ અતિશયોક્તિ નથી લાગતી મને તો જેને લાગતી હોય એ ઇસવીસન પૂર્વે ૨૧૦૦નાં સમયમાં જતાં રહે !!!

👉 હજી આગળની વાત તો બાકી જ છે.તમને થતું હશે ને કે આ વાતને અને રાજા બૃહદ્રથ સાથે શું સંબંધ ?
તો એ જ વાત હવે આવે છે ……..

➡ વાઘ સાથે મુકાબલો ———-

👉 એક દિવસ મૌર્ય સમ્રાટ બૃહદ્રથ જંગલમાં ફરવાં નીકળ્યાં. ત્યાં અચાનક તેમની સામે એક વાઘ આવી ગયો વાઘ સમ્રાટ તરફ આગળ વધ્યો એમને ફાડી ખાવાં માટે. પણ ત્યાં જ એક શક્તિશાળી ભીમસેન જેવો કદાવર યુવાન આ યુવા વાઘની સામે વચ્ચે આવી ગયો.એ યુવાને પોતાની મજબુત ભુજાઓ દ્વારા આ વાઘને પકડી લીધો અને એ વાઘને વચ્ચેથી જ ચીરી નાંખ્યો અને પછી સમ્રાટને કહ્યું જાઓ હવે તમે સુરક્ષિત છો !!!સમ્રાટ અશોક પછી આમેય મગધ સામ્રાજ્ય કાયરતાનો અનુભવ કરી રહ્યું હતું. યવનો સતત મગધ પર આક્રમણ કરી રહ્યાં હતાં !!!

👉 આ જ વખતે સમ્રાટે જોયું કે આવો બહાદુર યુવક એમણે પોતાના જીવનમાં જોયો નહોતો
સમ્રાટે પૂછ્યું — ” કોણ છો તમે ?
જવાબ મળ્યો —- ” બ્રાહ્મણ છું મહારાજ !!!”
ત્યારે સમ્રાટે કહ્યું — ” સેનાપતિ બનશો અમારાં રાજ્યનાં ! ”
કહેવાની જરૂર ખરી આ યુવાન એજ પુષ્યમિત્ર શૃંગ !!!
બસ આ જ વખતે પુષ્યમિત્રે આકાશ તરફ જોયું એમાંતઃમાં રક્તતિલક કરીને કહ્યું
“માતૃભૂમિને જીવન સમર્પિત છે”
બસ એ જ ક્ષણે સમ્રાટ બૃહદ્રથે પુષ્યમિત્રને મગધનાં ઉપસેનાપતિ પદે નિયુક્ત કરી દીધાં !!!

➡ સેનાપતિ પદ તરફ પ્રયાણ ———

👉 બહુ જ ઝડપથી પોતાના શૌર્ય અને બાહુબળના જોરે પુષ્યમિત્ર શૃંગ સેનાપતિ બની ગયાં. વધારે પડતાં શાંતિપાઠ પઢવાને કારણે મગધ સામ્રાજ્ય શિથીલ થઇ ચૂક્યું હતું અને લોકો કાયર બની ચુક્યા હતાં. પુષ્યમિત્ર શૃંગની અંદર જવાળા હજી જલતી જ હતી. તેઓ રક્તથી સ્નાન કરવામાં અને તલવારથી વાત કરવામાં વિશ્વાસ રાખતાં હતાં. પુષ્યમિત્ર શૃંગ એક નિષ્ઠાવાન હિંદુ હતાં અને ભારત વર્ષને ફરીથી હિંદુ દેશ બનાવવાંનું એમનું સ્વપ્ન હતું !!!

➡ યવનોનું આક્રમણ ———

👉 આખરે એ દિવસ આવી જ ગયો કે જેની પુષ્યમિત્ર શૃંગ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. યવનોની લાખોની સંખ્યાની ફૌજે મગધ પર આક્રમણ કરી દીધું. પુષ્યમિત્ર શૃંગ સમજી ગયાં કે — હવે મગધ વિદેશીઓનું ગુલામ બનવાં તરફ પ્રયાણ કરી રહ્યું છે. બૌદ્ધ ધર્મ પ્રેમી રાજા યુદ્ધ કરવાનાં પક્ષમાં નહોતાં. સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે સમ્રાટની પરવાનગી લીધા વગર જ યુદ્ધની તૈયારી શરુ કરી દીધી !!! એમણે પોતાનાં સૈનિકોને એમ કહ્યું કે —– દુશ્મનોનાં પગલાં ભારત પર પડે એ પહેલાં આપણે એમનું માથું કાપી નાખીશું …..!!!

👉 આ નીતિ તત્કાલીન મૌર્ય સામ્રાજ્યનાં ધાર્મિક વિચારોની વિરુદ્ધ હતી. સમ્રાટ બૃહદ્રથ પુષ્યમિત્ર શૃંગ પાસે ગયાં અને એમણે બહુજ ગુસ્સમાં પુષ્યમિત્રને કહ્યું કે —–“આ તમે કોના આદેશથી સેનાને તૈયાર કરી રહ્યાં છો ? આ સાંભળીને ને પુષ્યમિત્ર શૃંગનો પારો ચઢી ગયો તેઓ ગુસ્સાથી રાતાપીળા થઇ ગયાં અને તેમનો હાથ પોતાની તલવારની મૂઠ પર ગયો. તલવાર કાઢીને પુષ્યમિત્રે વિજળીકગતિએ સમ્રાટ બ્રુહદ્રથનું માથું ધડથી અલગ કરી નાંખ્યું અને બોલ્યાં કે —-“બ્રાહ્મણ ક્યારેય કોઈની અજ્ઞા નથી લેતાં !!!”

➡ યવનોની હાર ———-

👉 હજારોની સેના આ બધું પ્રત્યક્ષ નિહાળી રહી હતી. પુષ્યમિત્ર શૃંગે લાલઘૂમ આંખોથી સમ્રાટનાં રક્તથી તિલક કર્યું અને સેનાની તરફ જોઇને બોલ્યાં —–” ના બૃહદ્રથ મહત્વપૂર્ણ હતાં….. ના પુષ્યમિત્ર મહત્વપૂર્ણ છે !!! મહત્વપૂર્ણ છે તો મગધ, મહત્વપૂર્ણ છે તો માતૃભૂમિ !!!શું તમે રક્ત વહાવવા તૈયાર છો બધાં ?” એમની આવી સિંહગર્જનાથી સેના જોશમાં આવી ગઈ.
સેનાનાયક આગળ આવીને બોલ્યો — ” હા ….. સમ્રાટ પુષ્યમિત્ર અમે તૈયાર જ છીએ ”
ત્યારે પુષ્યમિત્રે કહ્યું —-” આજે હું જ સેનાપતિ છું ….. ચલો કાપી નાંખીએ યવનોને !!!”
જે યવનો મગધ પર પોતાની વિજય પતાકા ફહેરાવવા માટે સપનાં જોઈ રહ્યાં હતાં તેઓ આ યુધ્ધમાં ગાજર મૂળાની જેમ કપાઈ ગયાં.એક સેના જે ઘણા વર્ષો સુધી દબાયેલી હતી તેઓએ આ યુધ્ધમાં “જય મહાકાલ” નાં નારાઓ ગુંજાવીને દુશ્મનોને હંફાવીને એમને મારી રહી હતી. મગધ તો દૂર પણ યવનોએ પોતાનું રાજ્ય પણ ગુમાવી દીધું હતું. પુષ્યમિત્ર શૃંગે બહુજ કડકાઈથી યવનોને કહ્યું કે — “તમારે ભારતની પવિત્ર ભૂમિ સાથે વફાદારી કરવી પડશે નહીંતો તમારાં માથા કાપી નંખાશે !!!”

➡ પુષ્યમિત્ર શૃંગનો રાજ્યાભિષેક ———

👉 આ યુદ્ધ જીત્યાં પછી પુષ્યમિત્ર શૃંગનો રાજ્યાભિષેક થયો. એમણે સમ્રાટ બન્યાં પછી ઘોષણા કરી કે – “હવે કોઈ મગધમાં બૌદ્ધ ધર્મને નહીં માની શકે. હિંદુ ધર્મ જ રાજધર્મ હશે. ”
સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે “જેના માથા પર તિલક નહીં જોવાં મળે એનું પણ માથું ધડથી અલગ કરી દેવામાં આવશે ….!!!”
એનાં પછી પુષ્યમિત્ર શૃંગે એવું કર્યું કે આજે ભારત કમ્બોડિયા, બર્મા, નેપાળ, થાઈલેન્ડ કે શ્રીલંકા નથી !!! એમણે ઘણાં બધાં બૌદ્ધોને મરાવી નાંખ્યા !!!

➡ બૌદ્ધ મંદિરોની તબાહી ——–

👉 બૌદ્ધ મંદિરો એટલે કે બૌદ્ધ મઠો જે હિંદુ મંદિરોને તોડી નાંખીને બનવવામાં આવ્યાં હતાં એનો દ્વંસ કરી નાંખ્યો. ઘણાં બધાં બૌદ્ધ મઠોને તબાહ કરી નાંખ્યા. આ રીતે એમણે ચાણક્ય કાળની પુન: સ્થાપના કરી અને તક્ષશિલા વિશ્વવિદ્યાલય સનાતન શૌર્ય ફરીથી બહાલ થયું !!!શૃંગ વંશે ઘણા વર્ષો સુધી ભારત પર રાજ્ય કર્યું.પુષ્યમિત્ર શૃંગે એમનું સામ્રાજ્ય પંજાબ સુધી ફેલાવી દીધું હતું !!!

👉 પુષ્યમિત્ર શૃંગના પુત્ર અગ્નિમિત્ર શૃંગે પોતાનું સામ્રાજ્ય તિબેટ સુધી વિસ્તાર્યુ હતું અને તિબેટ ભારતનું અંગ બની ગયું હતું. એ બૌદ્ધોને ત્યાંથી ભગાડતાં ભગાડતાં બૌધ્ધોને છેક ચીન સુધી લઇ ગયાં. ચીનના સમ્રાટે આનાથી ખુશ થઈને પોતાની દીકરી માલવિકાને અગ્નિમિત્ર સાથે પરણાવી અને એમની સાથે સંધી કરી હતી એમના વંશજ આજે પણ ચીનમાં “શૃંગ” અટક જ લખે છે !!! વાંચી લેજો એક માસ્ટરપીસ નાટક મહાકવિ કાલિદાસ વિરચિત “માલવિકાગ્નિમિત્રમ” !!

👉 પંજાબ – અફઘાનિસ્તાન- સિંધનાં શાહી(બ્રાહ્મણ) વંશાવલી બાદ શૃંગ વંશ જ સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બ્રાહ્મણ સામ્રાજ્ય હતું !!!

👉 આ એક સાહિત્ય અને ઈતિહાસ છે. જેમાં મહદઅંશે થોડી અતિશયોક્તિ જરૂર લાગે છે પણ એ સંપૂર્ણ સત્ય નથી. આમાં વાસ્તવિકતા છે પણ એ સંપૂર્ણ તો સાચી તો નથી જ આની વિગતે છણાવટ કરવાં જ હું આ લેખને લંબાવું છું
એક વાત તો છે ને કે —- જે દેખાય છે એ હોતું નથી અને જે નથી દેખાતું એ હોય છે !!! આટલું વાંચીને છોડી ના દેતાં મિત્રો …..પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત !!!

👉 હમણાં હમણાં ઇતિહાસનું હું વધારે લખતો હોવાથી અને એ લખવાનું જ મને વધારે ગમે છે. તેને કારણે નેટમાં અને લિખિત પુસ્તકોનાં સંપર્કમાં હું વધારે છું. તેમાં મને નેટમાં ફરતાં ફરતાં કેટલાંક હાલેલટપ્પુઓએ આ રાજાને બહુ જ ખરાબ ચીતર્યો છે એ વાત વાંચવામાં આવી. આવું પહેલાં પુસ્તકોમાં બન્યું હતું પછી પણ ઈતિહાસકારો દ્વારા બનતું રહ્યું હતું અને આજે પણ ઈતિહાસકારો,સાહિત્યકારો અને સ્ટેટસકારો દ્વારા પણ આવું જ બનતું નજરે પડે છે. એટલે એકવાર બહુ પહેલાં લખ્યું હોવાથી અને થોડી વધારે જાણકારી આપવાનો મારો હેતુ હોવાથી આ જ મહાન રાજા રાજા વિષે ફરીથી લખવાં પ્રેરાયો છું.

👉 પુષ્યમિત્ર શૃંગે બૃહદ્રથની હત્યા કરી અને પોતે રાજગાદી સંભાળી હતી. આ હત્યા કરી હતી તે તો સત્ય છે એ હત્યા ષડયંત્ર કરીને કરવામાં આવી હતી તેની સાથે હું સહમત નથી!! જો કે એ કર્યા સિવાય સમ્રાટ પુષ્યમિત્ર શૃંગ પાસે કોઈ જ ચારો નહોતો !!!
કેમ કરી આ હત્યા ?
તે સમય કેવો હતો ?
તે સમયનો માહોલ કેવો હતો ?
એવું તે શું બન્યું હતું તે સમયમાં કે તેમણે ક્ષત્રિય રાજાની હત્યા કરવી પડી ?
આ બધું તમને હું તમને જણાવવા જ માગું છું આ રાજા વિષે હું પહેલાં લખી ચુક્યો જ ચુક્યો છું. એટલે એમની રાજકીય કારકિર્દી વિષે અને એમના વિજયી અભિયાનો અને એમના જીવન અને કવન વિષે હું અહીં ઉલ્લેખ નહિ કરું !!! તેમ છતાં કેટલીક બાબતો એવી છે એનો ઉલ્લેખ તો મારે કરવો જ પડશે !!! એ તમે આ વિષે Sharein india.inમાં વાંચી લેજો. આ માહિતી એ એની પુરક માહિતી છે એ ખાલી જાણ સારું !!!

👉 હવે આ માહિતી આપવવાનો મારો ઉદ્દેશ શું છે એ પણ જાણી લો. કેટલાંક બ્લોગીયા અને કહેવાતાં સ્ટેટસકારોએ આ બ્રાહ્મણ રાજા હોવાથી અને ક્ષત્રિયની હત્યા કરી હોવાથી એમને ખોટાં સાબિત કરવાનું એક બહાનું મળી ગયું છે.
તેઓ સમગ્ર બ્રાહ્મણજાતિની વિરુદ્ધ એક સોચી સમજી સાજીશ જ ચલાવે છે તેઓને અમે બ્રાહ્મણો છીએ કે આ રાજા બ્રાહ્મણ હતાં એ ગમતું જ નથી !!! આમાં હું કોઈ એક ધર્મ કે કોઈ એક કોમને જવાબદાર ગણતો નથી અને કયારેય ગણવાનો પણ નથી. મારું કામ છે માત્ર અંગુલી નિર્દેશ કરવાનું જે હું કાયમ જ કરતો રહીશ !!! બાકી દરેક કોમમાં માણસો જ હોવાથી હું એમનો વિરોધી ના જ બની શકું એ સ્વાભાવિક પણ છે જ !!!ઇતિહાસનું નિરૂપણ હંમેશા નાત-જાતનાં વાડામાંથી બહાર નીકળી ને જ થાય અને એજ મારો હંમેશને માટે પ્રયાસ રહ્યો છે !!!

👉 મૂળ વાત એ છે કે – આ લોકોએ આ રાજાને ધોખેબાજ કહીને જૂઠો છે એમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આવું તો ના જ કરાય ને કોઈનાથી પણ !!! આખી વાત વાંચો સમજો અને વિચારો એજ મારો હેતુ છે એટલે આ આખી વાત હું રજુ કરું છું. હા…… અલબત્ત એમાં મારી ટીકાટીપ્પણીઓ તો અવશ્ય જ આવશે !!! કારણકે આ ઇતિહાસની વાત છે એટલાં માટે !!!
તો લ્યોઆ રહી એ આખી અતિહાસિક ઘટના ——-

➡ ઐતિહાસિક ઘટનાઓ ક્રમબદ્ધ —–

👉 ભારતના ઇતિહાસની શરૂઆત થાય છે ચંદ્રગુપ્ત મૌર્યનાં અપ્રતિમ સાહસ અને કૌશલ અને ચાણક્યની કુશાગ્ર બુદ્ધિથી ભારતને એક બનાવવાના એટલે કે એક કરવાનાં અભિયાનથી ભારત એક કર્યું અને સિકંદર પણ જેનાથી ડરીને પાછો ફર્યો હતો તે જ તો છે ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યે પાછળથી જૈન ધર્મ અંગીકાર કરી દીધો હતો. જૈનો હિંસામાં નથી માનતાં. ચંદ્રગુપ્ત મૌર્ય અમુક રાજ્યો નહોતો જીતી શક્યા જેમાં મુખ્ય હતા કલિંગ અને કાશ્મીર !!! એ અધૂરું કાર્ય પૂર્ણ કર્યું સમ્રાટ અશોકે!!! આ બંને વિષે હું અગાઉ લખી જ ચુક્યો છું એટલે અહીં એ વાત દોહરાવતો નથી. પણ સમ્રાટ અશોકે જયારે કલિંગ જીત્યું હતું ત્યારે એમની મુલાકાત એક બૌદ્ધ સાધુ ઉપ્ગુપ્ત સાથે થઇ હતી. આ ઉપ્ગુપ્તે સમ્રાટ અશોકને ભગવાન બુદ્ધનાં અહિંસા અને શાંતિમય જીવનના પાઠ શીખવાડયા. સમ્રાટ અશોકનો તો કોઈ પણ રાજા મુકાબલો જ નહોતો કરી શકતાં હતાં. અરે…. એટલે સુધી કે તેઓ સમ્રાટ અશોકનો મુકાબલો કરતાં ડરતાં હતાં. તાત્પર્ય એ કે ચક્રવર્તી સમ્રાટ અશોકને હરાવવો તો નામુમકીન જ હતો. મગધની આજુબાજુના ૧૬ જનપદ રાજ્યો પણ તેને જીતી લીધાં હતાંએટલે હવે સમ્રાટ અશોકને તો જીતવાનું કશું બાકી રહેતું જ નહોતું. તેમાં વળી ઉપ્ગુપ્તની વાત માનીને સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અશોકને લાગ્યું કે હવે કોઈ પણ પ્રકારનો ભય નથી ભારત પર એટલે એમણે માત્ર બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલું જ નહિ પણ એનો પ્રચાર પણ કર્યો. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી પણ ૨૦ વર્ષ સુધી મગધ પર રાજ્ય કર્યું હતું કહો કે સમગ્ર ભારત પર !!! એમનાં પ્રચાર કાર્યમાં એમને પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ જોતર્યા હતાં. સમ્રાટ અશોકે ભારતમાં ૮૪૦૦૦ જેટલાં બૌદ્ધ સ્તુપો બંધાવ્યા હતાં.આ શું દર્શાવે છે કે સમ્રાટ અશોકના સંયમ કોઈ હિંદુ મંદિરો નહોતાં બંધાયા. પોઈંટ ટુ બી નોટેડ મિત્રો !!!

👉 આ ૮૪૦૦૦ હજાર સ્તુપો બંધાવ્યા એમ માની લઈએ તો પણ એમાં એક પ્રકારની અતિશયોક્તિ જરૂર લાગે છે કારણકે જો પુષ્યમિત્ર શ્રુન્ગે એ બધાને મરાવી નાંખ્યા હોય તો ભારતમાં અત્યારે જે ઠેરઠેર ઠેકાણે બૌદ્ધ મઠો અને બૌદ્ધ સ્તુપો અને મોનેસ્ટરીઓ છે તે હોત જ નહીં ને !!! કહેવાનું એ કે તેમનો પુન:વસવાટ થઇ જ શક્યો ના હોત ને !!! જે બાબતમાં લોકો કાશ્મીરમાં ચડી ચડીને ઈતિહાસને તોડમરોડ કરીને પોતાનો મત પ્રસ્થાપિત કરવાં માંગે છે કે કાશ્મીરમાં ત્રણ વાર શ્લંત્ર થયું છે જે વાત સદંતર ખોટી છે કાશ્મીરમાં ૨ જ વાર સ્થળાંતર થયું છે. તો એમાં બૌદ્ધોનો ઉલ્લેખ ક્યાંય પણ થયેલો જોવા મળતો જ નથી આ વાત ખાલી પુષ્યમિત્ર શૃંગ પુરતી જ માર્યાદિત રાખજો

👉 લડાખ આજે પણ આકર્ષે છે આ બુદ્ધ સ્મારકોને લીધે જ. સમ્રાટ અશોકે જ કાશ્મીર જીત્યું હતું અને ત્યાં બુદ્ધ ધર્મનો પરચાર કર્યો હતો. બાય ધ વે કાશ્મીરમાં અશોકે બંધાવેલા બુદ્ધ સમારકો તો કોઈ છે જ નહીં .જે પ્રાચીનતમ બૌદ્ધ સ્મારક છે જે જોઈ શકાય એમ છે તે તો છે પરિહાસપુર . કેટલાંક ઈતિહાસ લેખો વાંચતા મને જણાયું છે કે કાશ્મીરમાં કોઈએ લલિતાદિત્ય મુકાતાપીડ કે અવંતિવર્મનનાં અવંતિપૂરનો ઉલ્લેખ સુધ્ધા નથી કર્યો. ના કર્યો તો ના સહી પણ આ લલિતાદિત્યે આઠમી સદીમાં આ પરિહાસપૂરનો બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો!!! કલ્હણ સાહિત્યકાર છે એટલે સાહિત્યમાં તો અતિશયોક્તિ આવે જ આવે.તેમને જે ઉલ્લેખ કરેલાં સ્થળો છે એ આજે તો હયાત જ નથી !!! કહલી પરીહાસ્પુર જ ભવ્ય ભૂતકાળની સાક્ષી પુરતું આજે ઉભું છે. સવાલ મારો એ છે કે આ પ્રદેશમાંથી જ અને પંજાબ થઈને યવનોનાં આક્રમણ થયાં હતાં જને નાકામિયાબ બનાવ્યાં હતા પુષ્યમિત્ર શૃંગે એ વાતનો આમાં એમાં કેમ કોઈ ઉલ્લેખ નથી !!! કાશ્મીર આમેય મૂળત: શૈવ પરંપરાનું ધીકતું કેન્દ્રસ્થાન છે. બૌદ્ધ મઠો કે બુધ વિહારો ત્યાં તો પુષ્યમિત્ર શૃંગે નથી તોડયા ને !!! તો પછી એમ કેમ રીતે કહી શકાય કે પુષ્યમિત્ર શૃંગે બધાં બૌદ્ધ સ્તુપોનો નાશ કર્યો હતો !!! આવી વાત દરેક જગ્યાએ લાગુ પાડી શકાય એમ છે !!! કલ્હણ થયાં ૧૨મી સદીમાં આવાત છે ઇસવીસન પૂર્વેની બીજી સદીની આ વચ્ચે સમય ગાળો છે ૧૩૦૦ વર્ષનો. આ ૧૩૦૦ વર્ષમાં ભલે કોઈએ કશો ઉધમાત -કે ઉલકાપાત ના મચાવ્યો હોય પણ કુદરતી આફતો અને અને એની મજબૂતાઈ ના હોવાને કારને એ સ્મારકો રહ્યાં જ ના હોય એવું પણ બને. પણ જગ્યા તો હોવી જોઈએ ને સવાલ એ છે કે સમ્રાટ અશોકના સમયની કોઈ પણ જગ્યા કાશ્મીરમાં નથી !!! એ જે હોય તે હોય આપણે આપણી વાત આગળ ધપાવીએ !!!

👉 પણ સત્ય તો એ છે કે મૌર્યકાળમાં ધીરે ધીરે બૌદ્ધ ધર્મ વિશ્વવ્યાપી બની ગયો અને મગધ એમાં જ રાચતું ગયું કે હવે આપણને ભારતના લોકોથી અલબત્ત રાજ્યોથી ડરવાની જરૂર નથી અને વિદેશીઓ જે ચન્દ્રગુપ્તથી ડરતાં હતાં તેઓ સમ્રાટ અશોકથી પણ ડરતા હતાં !!! સમ્રાટ અશોકે તો બાખુબી ભારતની ધુરા સંભાળી હતી. પણ મહેન્દ્ર તો ધર્મ પ્રચારમાં જ વ્યસ્ત રહેતો હતો આ વખતે તો અહિંસાના પથ પર ચાલતાં ચાલતાં સમ્રાટ અશોકે અને એમના પ્રચારકોએ
અત્યધિક અહિંસાના પ્રસારમાં ભારતની વીરભૂમિને બૌદ્ધ ભિક્ષુઓ એવં બૌદ્ધ મઠોનો ગઢ બની ગઈ હતી !!! અલબત્ત સમ્રાટ અશોકનું કાર્ય તો પૂર્ણ થઇ ગયું હતું પણ તેમના અનુયાયીઓ પણ આજ વાતને અને આ જ ધર્મને અગલ ધપાવતાં રહ્યાં
પણ ભય ભારતનો નથી પણ વિદેશી યવનોનો છે એ વાત થી તેઓ અજાણ જ હતાં !!!

👉 સમ્રાટ અશોકનું નામ તો ઈતિહાસ લેતાં થાકવાનું જ નહોતું અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું પણ આપણે આ નામોને વાગોળવાં હોય તો એમના પછીના શાસકો પણ ખમતીધર હોવા જોઇને વળી !!! એમણે તો યુદ્ધ કરવાંનાં તો નહોતાં પણ પ્રજા શું વિચારે છે અને લોકોમાં કેટલો વિશ્વાસ મુકવો જોઈએ એમાં આ બે મહાન રાજવીઓ પછીનાં રાજાઓ નિષ્ફળ નીવડયાં. સમ્રાટ અશોક પછી લગભગ ૪૫ વર્ષે જ્યારે મૌર્ય વંશનો દસમો અને અંતિમ શાસક બ્રહદ્રથ જયારે મગધની રાજગાદી પર બેઠો
ત્યારે તો આજનું અફઘાનિસ્તાન, પંજાબ અને સિંધ પ્રાંત એટલેકે પાકિસ્તાન અને સમગ્ર ઉત્તરી ભારત લગભગ બૌદ્ધ ધર્મમય બની જ ચુક્યું હતું !!! જયારે સિકંદર અને સેલ્યુકસ જેવાં શક્તિશાળી યોધ્ધાઓ મહાન ભારતનાં વીરો આગળ પોતાનું માનમર્દન કરાવી ચુક્યા હતાં ત્યારે એના ૯૦ વર્ષ પશ્ચાત જયારે ભારતની બૌદ્ધ ધર્મની અહિંસાત્મક નીતિને કારણે વીરવૃત્તિનો લગભગ હ્રાસ થઇ ચુક્યો હતો. ત્યારે વળી પાછાં ગ્રીકો એટલે કે યવનોએ માથું ઊંચક્યું …..સિંધુ નદી પાર કરવાનું દુસાહસ તેમણે કરી જ દીધું !!!

👉 સમ્રાટ બૃહદ્રથના શાસનકાળમાં ગ્રીક શાસક મિનેન્ડર કે જેને બૌદ્ધ સાહિત્યમાં મિલિન્દ કહેવામાં આવ્યો છે. એણે ભારત વર્ષ પર આક્રમણ કરવાની યોજના બનાવી. આ મિનેન્ડર કે જેના વખાણ કરતાં બૌદ્ધ સાહિત્ય જરાપણ થાકતું નથી અને એને મિલિન્દ કહી બહુ જ વખાણ્યો છે એને ભારતવર્ષ પર આક્રમણની યોજના બનાવી. હવે મિનેન્ડરની કુટિલ ચાલ તો જુઓ જરા !!!આ મિનેન્ડરે એક ચાલ ચાલી તેણે સૌથી પહેલાં બૌદ્ધધર્મનાં ધર્મગુરુઓનો સંપર્ક સાધ્યો અને એમને કહ્યું કે
જો તમે ભારત વિજયમાં મને સાથ આપશો તો હું ભારત વિજય પશ્ચાત બૌદ્ધ ધર્મ સ્વીકારી લઈશ !!! બૌદ્ધગુરુઓ તો ધર્મ પ્રચારમાં જ માનતાં હતાં તેઓના મનમાં એ જ રમતું હતું કે જેમ આપણે અશોક અને સમગ્ર મૌર્યવંશને આપણા ધર્મમય બનાવ્યો છે એમ આપણામાં જો આ ગ્રીક મિનેન્ડર પણ જો ભળી જતો હોય તો આપનો ધર્મ છેક ગ્રીક લોકો અને એમનાં દેશ સુધી પહોંચશે અને આપણેઆપણું ધાર્યું કરીશું અને કરાવી શકીશું તે નફામાં !
એટલાં માટે તેઓએ જે દેશનું ખાતા હતાં અને જે દેશમાં રહેતાં હતાં તેમની સાથે ગદ્દારી કરી રાષ્ટ્રદોહ જેવો ભયંકર ગુનો કરવાની ભૂલ બેઠાં !!!આથી તેમણે મિનેન્ડરને સાથ આપવાનું નક્કી કર્યું !!!

➡ પુષ્યમિત્ર શૃંગ (વિશેષ) ——

👉 હવે જ વાત પુષ્યમિત્ર શૃંગની આવે છે—-
તેઓ જન્મે બ્રાહ્મણ અને કર્મે ક્ષત્રિય હતાં !!! તાત્પર્ય એ કે તેઓ બ્રૂહદ્રથનાં સમયમાં પ્રધાન સેનાપતિ હતાં. જેઓ થોડા સમયબાદ શૃંગવંશના સંસ્થાપક બન્યાં. એમનો જન્મ એક બ્રાહ્મણ ખેડૂત કે શિક્ષક પરિવારમાં થયો હતો !!! જો કે એમનાં ગોત્રનાં સંબધમાં થોડો મતભેદ જરૂર પ્રવર્તે છે. પ્રખ્યાત પતંજલિ મુજબ તેઓ ભારદ્વાજ ગોત્રનાં હતાં અને મહાન કાલિદાસ દ્વારા રચિત “માલવિકાગ્નિમિત્રમ” અનુસાર તેઓ કશ્યપ ગોત્રનાં કહેવાય છે પ્રખ્યાત વ્યાકરણ શાસ્ત્રી અને મહાવિદ્વાન મહર્ષિ પતંજલિ એ પુષ્યમિત્ર શૃંગનાં સમયમાં જ થયાં હતાં અને તેમનો જ દરબાર શોભાવતાં હતાં. એમને વિષે થોડીક વાતો પછી કરીશું.પણ જેમણે પણ સમ્રાટ પુષ્યમિત્ર શૃંગ પર લખ્યું છે તેઓએ એક વાત તો કબુલ કરી જ છે કે પુષ્યમિત્ર શૃંગ એક અયાચક બ્રાહ્મણ હતાં.

👉 “સાહસી મોહયાલોંનો ઈતિહાસ” નામનાં પુસ્તકમાં લેખક પી એન બાલીએ પુષ્યમિત્ર શૃંગને પોતાનાં પુસ્તકમાં ભૂમિહાર તરીકે દર્શાવ્યા છે!!!

👉 આ પુષ્યમિત્ર શૃંગમાં શરૂઆતથી જ એક ડર પેસેલો હતો કે ભારતનાં લોકો તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમનાં પૌત્ર સમ્રાટ અશોકે પોતાની અપ્રતિમ શક્તિથી ભારતને એક તો કર્યું હતું. એટલે તેઓ તો કોઈ ચૂં ….. ચા …… કરી શકે એમ નહોતાં
પણ તેમને ડર વિદેશી એટલેકે યવનોનો હતો !!!આ લોકો શાંત નહીં જ બેસે અને કૈંકને કૈંક ઉત્પાત મચાવશે જ ભારતવર્ષમાં !!!એટલે એ લોકોની ગતિવિધિ પર જ એમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું !!!

➡ આ સમય કેવો હતો ? ———

👉 આપણે આ સમયની જ વાત કરવી હોય તો એ પહેલાનો સમય પણ યાદ કરી જ લેવો જોઈએ. કારણકે પ્રાગ ઐતિહાસિક કાલ પછી ઇસવીસન પૂર્વે ૩૨૨-૨૭૮સુધી રજા કરનાર મહાન ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી અલબત્ત ચાણક્ય એટલે કે બ્રાહ્મણ વિષ્ણુગુપ્તે જ એમને રાજા બનાવ્યાં હતાં પણ આમાં કોઈએ પણ ચંદ્રગુપ્ત મૌર્યની શક્તિ ઓછી ના આંકવી જોઈએ !!!ભગવાન કૌટિલ્ય એ ભલીભાંતિ જાણતાં હતાં કે યવનો એટલેકે સિકંદર અને આપખુદશાહી ધનનંદથી મગધ સુરક્ષિત તો નથી જ. પણ તેમ છતાં આ ધનનંદની સેના જોઇને જ સિકંદર પાછો વળ્યો હતો પછી ધનનંદ તો પદભ્રષ્ટ થયો અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બન્યાં. તો એ વખતે પણ સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ પણ ચંદ્રગુપ્ત મૌર્યની તાકાત અને વિશાળ સેના જોઇને પાછો વળી ગયો હતો અને પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી સંબંધો સુધારવા માટે જ સ્તો પણ બૌદ્ધ ધર્મ જે જે ભગવાન બુદ્ધ પછી અસ્તિત્વમાં આવ્યો હતો ઇસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં એનો વ્યાપ ઉત્તરોત્તર વધતો જતો હતો આ વાત ચાણક્ય ખુબ સારી રીતે જાણતાં હતાં તેમણે અને ચંદ્રગુપ્તે ભારતમાં બૌદ્ધોને ઊંચા તો ના જ થવાં દીધાં પણ પાછળથી સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન ધર્મ અંગીકાર કરી લીધો !!!

👉 ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ સમકાલીન જ હતાં અને આ બંને ધર્મો શાંતિપ્રિય હતાં !!! આ વાત ચાણક્યને ખટકતી જરૂર હતી કે ભારતમાં આ ધર્મ કદાચ હિંદુ ધર્મનો દ્યોતક બનશે !!! ચંદ્ર્ગુતે ભારતને એક તો કર્યું પણ તેમાં કેટલાંક રાજ્યો રહી ગયાં હતાં જેમાં કલિંગ અને કાશ્મીર મુખ્ય હતાં. તિબેટ અને ચીન આ વખતે તો એમાંથી બાકાત જ હતાં આ ક્લીંગ એટલે ઓરિસ્સાનો ભુવનેશ્વર નજીકનો પ્રદેશ જ્યાં આજે પણ કલિંગનું યુદ્ધ મેદાન જોઈ જ શકાય છે. તેની આજુબાજુનો સમગ્ર પ્રદેશ આજે પણ બૌદ્ધ ધર્મમયી જ છે !!!હવે આ કલિંગનાં યુદ્ધનાં ભયંકર રક્તપાત પછી બૌદ્ધ સાધુ ઉપ્ગુપ્તના કહેવાથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો !!

👉 “યુદ્ધ નહીં શાંતિ જ જીવનનું પરમ લક્ષ્ય છે” !!! આવી વાતથી સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થઇ ગયું. પણ તેમણે માત્ર ધર્મ અંગીકાર જ ના કર્યો પણ એનો બહોળા પ્રમાણમાં પ્રચાર પણ કર્યો અને તેમનાં બધાં જ મંત્રીઓ અને પુત્રો-પુત્રીને એ કામમાં લગાડી દીધાં. એટલું જરૂર કહી શકાય એમ છે હવે કશું જીતવાનું બાકી ન હોવાથી સમ્રાટ અશોકે આમ કર્યું હતું. તેમણે બૌદ્ધધર્મ સ્વીકાર્યા પછી પણ ૨૦ વર્ષ શાંતિપૂર્ણ રાજ્ય કર્યું હતું. સમ્રાટ અશોકના અવસાન પછી એટલે કે ઇસવીસન પૂર્વે ૨૩૨થી ઇસવીસન પૂર્વે ૧૮૫ સુધીનાં ૪૫ વર્ષનાં ગાળામાં મૌર્ય વંશના ૭ શાસકો આવ્યાં ને ગયાં.પણ આ બધાં જ રાજાઓ નબળાં હતાં અને યુદ્ધ કરવાથી ડરતાં હતા કે યુદ્ધ કરવાની જરૂર જ નહોતી એ કહેવું ખરેખર કઠીન છે. આપણે એમ માનીને ચાલીએ કે તે સમયમાં યુદ્ધ કરવાની કોઈ જ આવશ્યકતા નહોતી પણ ક્ષાત્રધર્મનો ક્ષય જરૂર થઇ ગયો હતો.

👉 યુદ્ધ ના કરો પણ તાકાત તો એવી જ હોઈએ કે કોઈ આપણા તરફ આંખ ઉઠાવીને જુએ નહીં. આવું લગભગ ૪૫ વર્ષ ચાલ્યું પણ લોકોને શું જોઈતું હતું અને લોકો શું ઈચ્છે છે અને ભારતના બીજાં રાજ્યો અને વિદેશો શું કરવાં ધારે છે એની એમને ખબર જ ના પડી.

👉 શાંતિ અને પરમ શાંતિ એ ક્યારેક અશાંતિ પણ ઊભી કરી શકે છે એ વાત તેઓ સ્વીકારવા જ તૈયાર નહોતાં !!! પણ એક બ્રાહ્મણ સેનાપતિ આ વાત બહુ સારી જાણતો હતો તેને હતું જ કે આ ઉપદ્રવીઓને ઉગતાં જ ડામી દેવાં સારાં !!! તેઓ માત્ર હિંદુ ધર્મમાં જ નહોતાં માનતાં પણ સંતાન ધર્મમાં હતાં પણ તેઓ મહાશક્તિશાળી હતાં તેમને યુધ્ધો પણ કર્યા અને સનાતન ધર્મનો વ્યાપ પણ વધાર્યો અને સાથોસાથ એની રક્ષા પણ કરી !!!

👉 જે લોકો ચડી ચડીને પુષ્યમિત્ર શૃંગને ધોખેબાજ કહે છે એમણે ઈતિહાસ ફરી એકવાર વાંચી જવો જોઈએ !!! તેમાં ઇતિહાસની સાલવારી અને સમયગાળો ખોટો છે.

👉 પહેલી એક ખામી ઇતિહાસની ——
સમ્રાટ અશોકનું અવસાન થયું ઇસવીસન પૂર્વે ૨૩૨માં આ સાલવારી તમને જોતાં જ અસંબદ્ધ લાગશે !!!

મૌર્યકાળ ——

✅ [૧] ચંદ્રગુપ્ત મૌર્ય – ૩૨૨-૨૯૮ ઇસવીસન પૂર્વે (૨૫ વર્ષ)
✅ [૨] બિન્દુસાર – ૨૯૮-૨૭૩ ઇસવીસન પૂર્વે (૨૫ વર્ષ)
✅ [૩] સમ્રાટ અશોક – ૨૭૩-૨૩૨ ઇસવીસન પૂર્વે (૪૧ વર્ષ)

***** ઇતિહાસમાં આ ત્રણ રજાઓ પ્રસિદ્ધ છે *****

તેમનાં પછીનાં રાજાઓ ——-

✅ [૪] કુણાલ – ૨૩૨-૨૯૮ ઇસવીસન પૂર્વે (૪ વર્ષ)
✅ [૫] દશરથ – ૨૨૮-૨૨૪ ઇસવીસન પૂર્વે (૪ વર્ષ)
✅ ૬] સમ્પ્રતિ – ૨૨૪-૨૧૫ ઇસવીસન પૂર્વે (૯ વર્ષ)
✅ [૭] શાલિસુક – ૨૧૫-૨૦૨ ઇસવીસન પૂર્વે (૧૩ વર્ષ)
✅ [૮] દેવવર્મન – ૨૦૨ -૧૯૫ ઇસવીસન પૂર્વે (૭ વર્ષ)
✅ [૯] શતધન્વન – ૧૯૫-૧૮૭ ઇસવીસન પૂર્વે (૮ વર્ષ)
✅ [૧૦] બૃહદ્રથ – ૧૮૭-૧૮૫ ઇસવીસન પૂર્વે (૨ વર્ષ)

👉 આમ સમ્રાટ અશોક પછી જોવાં જઈએ તો માત્ર શાલિસૂકે જ માત્ર બે આંકડામાં રાજ્ય કર્યું હતું. બાકી બધાંનો સમયગાળો ઓછો હતો. માત્ર ૪૫ જ વર્ષ અને એમાં પણ ૭ રાજાઓ બદલાયાએમાં તો! તેઓ કેટલાં શક્તિશાળી હતાં અને તેમણે ક્યાં પ્રજાકીય કાર્યો કર્યા તે વિષે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી થતી ……યુદ્ધ તો બહુ દૂરની વાત છે. એ વાત અધ્યાહાર રાખીએ તો પણ આ સમયગાળામાં કોઈ નિશ્ચિત પ્રજાવત્સલ રાજા નથી મળ્યો એ તો અતિસ્પષ્ટ રૂપે જણાઈ આવે છે.કોઈ યુધ્ધો નથી થયાં પણ કોઈ યુદ્ધ કરશે જ નહીં એવી ચોક્કસપણે તો કોઈપણ ધારણા ન જ કરી શકે ને વળી !!! હવે …… આ સમયગાળાને ૮૫ કે ૯૦ વર્ષ કહેવો કેટલો ઉચિત ગણાય !!! ઇતિહાસની આ ભયંકર ગંભીર ભૂલ છે. ઇસવીસન પૂર્વેનાં વર્ષો ઘટે વધે નહીં

👉 દા.ત આપણે સમ્રાટ અશોકની જ વાત કરીએ તો એમનો સમયગાળો છે ઇસવીસન પૂર્વે ૨૭૩થી ઇસવીસન પૂર્વે ૨૩૨. ૨૭૩માંથી ૨૩૨ બાદ કરો તો ૪૧ વર્ષ થયાં કે નહીં. આજ ગણતરીમાં ઈતિહાસકારો થાપ ખાઈ ગયાં છે લે ગણતરી ઇસવીસંમાં (+) કરવાથી થાય ત્યારે બાદબાકી ના જ થાય !!! બીજી પણ એક ગંભીર ભૂલ કરી છે ઈતિહાસકારોએ એ એ કે મૌર્ય શાસકો કુલ દસ છે જયારે એમને બૃહદ્રથને નવમો અંતિમ શાસક ગણ્યો છે !!! જેમને ઇતિહાસની કશી ગતાગમ ના પડતી હોય એ લોકો જ આવી ભૂલ કરતાં હોય છે !!!

👉 એમાં પણ છેલો મૌર્ય રાજા બૃહદ્રથ -વ્રહદ્રથ એ તો માત્ર ૨ જ વર્ષ રાજગાદીએ ટક્યો હતો. એની હત્યા કરીને જ સમ્રાટ પુષ્યમિત્ર શ્રુંગે શૃંગ વંશની સ્થાપન કરી હતી. હવે જે ડર ચાણક્યને હતો તે સાચો પડતો આ સમયગાળામાં જ નજરે પડતો જણાય છે. સમ્રાટ અશોક પછી જૈન ધર્મ કરતા બૌદ્ધ ધર્મ વધુ ફૂલ્યો ફાલ્યો અને એમાં એમણે જ મદદ કરી હતી. તે તેમના પછીના બધાં જ મૌર્યવંશી શાસકોએ ચાલુ રાખ્યો પોતે બુદ્ધ ધર્મ તો ના સ્વીકાર્યો પણ જાને બૌદ્ધધર્મનાં આશ્રિત હોય એવી જ રીતે વર્ત્યા !!!આમાં બૌદ્ધધર્મને છુટ્ટો દોર મળી ગયો પોતાનો પ્રસાર અને પચાર અને વિસ્તાર કરવાં માટે !!! તેમની એક જ નીતિ હતી કે ભારતમાં જે પણ કોઈ રાજા થાય અને તે જો યુદ્ધ કરે તો તેને બૌદ્ધ ધર્મ સ્વીકારી લેવાં મનાવી લેવો અને આ તો હજી શરૂઆત હતી આગળ જતાં શું નું શું થશે એ બાબતે સમ્રાટ બ્રહદ્રથ સિવાય સૌ કોઈ ચિંતિત જ હતાં !!એમાં પ્રમુખ નામ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગનું લઇ શકાય. એમને પહેલેથી જ બૌદ્ધોની ગતિવિધિ કઠતી હતી અને તેમાં તેઓ જરાય ખોટાં તો નહોતાં જ !!! જે બૌદ્ધો ભારતને વેચી નાંખીને પોતાનો સ્વાર્થ સાધવા માંગતા હોય એમને સબક તો શીખવાડવો જ જોઇને !!!

➡ વિશેષ માહિતી ———

👉 એક વાત તો છે કે પુષ્યમિત્ર શૃંગને યુદ્ધકલા ક્યાંથી શીખવા મળી એનો ક્યાંય પણ ઉલ્લેખ નથી અને એની જરૂર પણ નથી. એ પ્રધાન સેનાપતિ હતાં એટલું પુરતું છે પણ તેમને યુદ્ધની આવશ્યકતા નહોતી પડી બ્રૂહદ્રથનાં સમયમાં. સમયગાળો બહુ જ ઓછો છે પણ અપૂરતો પણ નથી જ !!!આ સમયગાળામાં તેમને એક નિરીક્ષણ કર્યું હતું કે આ મૌર્યરાજવંશ ( સમ્રાટ અશોક પછીના) એ બધાં જ દુર્બળ હતાં. તેમની નિર્માલ્યતા અને દુર્બળતાનો લાભ લઈને જે રાજ્યો સમ્રાટ ચંદ્રગુપ્તે, સમ્રાટ બિન્દુસારે અને સમ્રાટ અશોકે જીત્યાં હતાં તે બધાં અલગ થઇ ગયાં હતાં. તેઓ પોતપોતાની રીતે અલગ રાજ્યો ચલાવતાં થઇ ગયાં હતાં. આમાંનાં કેટલાક શક્તિશાળી રાજાઓનાં રાજ્યો હતાં તો કેટલાંક બીજાં પર અત્મનિર્ભર હતાં !!! વળી આ બધામાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ હતી કે તે બધાં જ બૌદ્ધધર્મની તરફેણ પણ કરતાં હતાં. કહેવાનો મતલબ એ એ છે કે બૌદ્ધ સ્થાનકો અને અને બૌદ્ધ મઠોનું વિપુલ્ય વધુ હતું !!! જો કે દક્ષિણમાં અને પશ્ચિમમાં શિવ અને વૈષ્ણવ ધર્મનો પ્રભાવ જરૂર હતો. એટલે જ ત્યાં બૌદ્ધ ધર્મ વધારે પડતો વિસ્તર્યો નહોતો !!! બૌદ્ધ ધર્મ તો જરાય ખોટો નથી પણ જેમ દરેક ધર્મમાં જોવાં મળે છે તેમ આમાં પણ એ જ જોવા મળ્યું કે બબૌદ્ધ અનુયાયીઓ ખોટાં હતાં. તેઓ પરાણે લોકોને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું કહેતાં હતાં !!! જોકે તેમની રીત આક્રમક તો નહોતી ઊલટાની શાંતિપૂર્ણ હતી આ એક બૌદ્ધ ધર્મની વિશેષતા જ ગણાય.

👉 બીજું કે એનાં સ્મારકો બેનમુન બનાવ્યાં હતાં ખાસ કરીને સમ્રાટ અશોકે. એ પછી પણ ઘણા બૌદ્ધ સ્મારકો બન્યાં છે એ પણ ઘણાં જ સારાં છે અને જોવાલાયક છે. જેમાં સાંચીને અવશ્ય ગણાવી શકાય !!!પણ સ્મારકો સારાં અત્યારે આપણને લાગે છે તે સમય લોકોને એ સ્વીકાર્ય હતાં કે નહિ તે એક પ્રશ્ન ખરો ? બૌદ્ધધર્મ આ સમયમાં એટલો ફૂલ્યો ફાલ્યો હતો કે કોઈપણ બીજાં ધર્મનાં લોકો એનાથી કંટાળે એ સ્વાભાવિક પણ હતું
લોકોમાં એકતા અને ધર્મપરાયણતા લાવવી ખુબ જ જરૂરી હતી સાથે તેમને લડતાં પણ કરવાનાં હતાં. આ માટે એક વિચક્ષણ માનવી ચાણક્ય જેવાં બુદ્ધિશાળી અને ચંદ્રગુપ્ત – અશોક જેવાં મહાવીરો જેવો હોવો જોઈએ એની ખુબજ તાતી જરૂર હતી. આવો એક માણસ એ સમયમાં હતો જ એમને અબધુ ગમતું નહોતું જ અને તેઓ આ બધા રાજ્યોને એક કરવાં માંગતા હતાં અને એક સર્વવ્યાપી હિંદુ ધર્મની સ્થાપન કરવાં માંગતા હતાં
જેમનું નામ છે પુષ્યમિત્ર શૃંગ !!! પણ તેમનો રાજા નબળો હતો એટલે આ બધું કંઈ થઇ શકે એમ નહોતું. આમ તો યુદ્ધની કોઈ આવશ્યકતા તો નહોતી પણ યવનો આક્રમણ કરવાની ફિરાકમાં હતાં. આજ ભય અગાઉ મેં કહ્યું તેમ પુષ્યમિત્ર શૃંગનાં મનમાં સતત સતાવતો રહેતો હતો. એમનો આ ભય સાચો પણ પડયો જયારે મિનેન્ડરે બૌદ્ધોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ સંપાદિત કર્યો
બુધ્ધોની આ જ એક ગંભીર ભૂલ હતી જેને આપણા શબ્દમાં કહીએ તો રાજદ્રોહ અને વિશ્વાસઘાત કહેવાય. બૌદ્ધોએ આવું કેમ કર્યું તે જ તો મારી સમજમાં નથી આવતું.

👉 થનાર ચીજો નવ થાય અન્યથા !!!

👉 હવે શું બનવાનું છે અને શું બન્યું હશે એ કલ્પી શકાય એમ જ છે !!! થોડીક વિગતો જરૂરી છે એટલે આપું છું. પાછાં પૂર્વ ઈતિહાસ પર નજર નાંખવી અત્યંત આવશ્યક છે. સમ્રાટ ચંદ્રગુપ્તનાં શાસનકાળમાં મગધ સામ્રાજ્યની સીમા ઉત્તર ભારત સુધી જ હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાનાં અંતિમ દિવસોમાં જૈન ધર્મ અપનાવીને અને પોતાનું રાજપાટ પોતાનાં પુત્ર બિંદુસારને સોંપીને ચંદ્ર્ગીરી પર્વતમાં તપશ્ચર્યા કરવાં નીકળી પડયા.
અહીં જ એમનું અવસાન થયું અને એમની સમાધિ આજે પણ ચંદ્રગીરીમાં જ છે !!! હવે વારો બિંદુસારનો હતો બિન્દુસારે દક્ષિણ ભારતમાં ઘણા ઉંચાઈવાળા ક્ષેત્રોમાં વિજય પ્રાપ્ત કર્યો !!! ઇસવીસન પૂર્વે ૨૭૩માં બિન્દુસાર પુત્ર સમ્રાટ અશોક જયારે ગાદી પર બેઠાં તો પોતાનાં શાસનનો વિસ્તાર કરતાં તેમણે આજના સમગ્ર ભારત તેમાં માત્ર સુદૂર દક્ષિણનાં કેટલાંક ભાગોને છોડીને, નેપાળની ખીણ, બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી મગધ સામ્રાજ્યનું આધિપત્ય કાયમ કર્યું. પરંતુ મગધ સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવવાને કારણે એમનાંથી તે અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથનાં ગાદી પર બેસવાની સાથે મગધ સામ્રાજ્ય સુધી સિમટીને રહી ગઈ !!!
બૃહદ્રથનું શાસન મગધ સુધી જ સીમિત બનીને રહી ગયું. એમનાં શાસનકાળમાં મગધ સામ્રાજ્ય આખેઆખું બૌદ્ધધર્મમાં પરિવર્તિત થઇ ચુક્યું હતું. આર્યાવર્તની પાવન ધરતી પર બૌદ્ધોનો પગપેસારો થઇ ચુક્યો હતો અને મગધ એ બૌદ્ધમઠોનું કેન્દ્ર બની ચુક્યું હતું !!!

👉 જ્યાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ગ્રીક શાસક એને મહાન તો હું નહીં જ કહું એ એ સિકંદર અને એનો સેનાપતિ સેલ્યુકસ પણ જ્યાં ભારતના વીરોનો સામનો નહોતાં કરી શકયા અને એમની મનની મનમાં જ રહી ગઈ હતી અને પોતાનો હ્રાસ કરીને પાછાં જી ચુક્યા હતાં ત્યાં બ્રુહદ્રથનાં શાસનકાળમાં યુનાનીઓ(ગ્રીકો)એ સિંધુ નદી ફરી એક વાર પાર કરવાનું દુસાહસ કરી જ દીધું !!!
ગ્રીક શાસક મિનેન્ડરે મૌર્ય શાસક બૃહદ્રથની અહિંસાત્મક નીતિને ધ્યાનમાં લઈને ભારત વિજયનું સપનું લઈને આક્રમણ કરવાની યોજના બનાવી !!! મિનેન્ડરે બૌદ્ધ ધર્મગુરુઓને ઝાંસા આપીને ભારતમાં પોતાનાં યવન (યુનાની ) સૈન્યને પ્રવેશ કરાવ્યો. બૌદ્ધ ભિક્ષુનો વેશ ધારણ કરીને મગધની સીમામાં આવેલાં પોતાની યવન સેના અને હથિયારો સહીત ચોરીછુપીથી શરણ લીધું
એનાં ભારત પરનાં આક્રમણનાં મનસૂબામાં ઘણાં રાષ્ટ્ર દ્રોહી બૌદ્ધ ગુરુઓએ એમને સાથ આપ્યો. યવન મિનેન્ડરે ભારત વિજય પશ્ચાત બૌદ્ધ ધર્મ અપનાવવાની પોતાની ઈચ્છા આ રાષ્ટ્રદ્રોહી બૌદ્ધ ગુરુઓ સમક્ષ રાખી હતી. રાષ્ટ્રદ્રોહી બૌદ્ધધર્મગુરુઓ દ્વારા એક વિદેશી યુનાની શાસક એવં એમનાં સૈનિકોનાં બૌદ્ધમઠોમાં આગમનથી બૌદ્ધમઠ રાષ્ટ્રદ્રોહનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું હતું !!!

👉 મગધ સામ્રાજ્યનાં દેશભક્ત સેનાપતિ પુષ્યમિત્ર શૃંગને આ વાતની ભનક લાગી ગઈ હતી.
પુષ્યમિત્રે સમ્રાટ બૃહદ્રથ પાસે વિદેશી યવનોનાં મઠોમાં છુપાયેલાં છે એ વાતનો જિક્ર કરીને મઠોની તલાશી લેવાની અનુમતિ માંગી. ત્યારે બૃહદ્રથે એમ કહીને ના પાડી દીધી કે —- બૌદ્ધો તો અહિંસક અને શાંતિપ્રિય છે તેમને ખાલી ખોટાં રંજાડવાનો શું અર્થ ?”એમની તલાશી લેવાની ઈજાજત હું નથી આપતો જાવ” આવું કોઈ ક્ષત્રિય રાજાથી કહી શકાય ખરું !!!
આ શું દર્શાવે છે એ તમે જાતે જ કલ્પી લો તો વધારે સારું છે !!!આમાં કોઈ જ્ઞાતિનો વિરોધ તો નથી પણ સવાલ દેશનો અને દેશભક્તિનો છે. જેમાં મૌર્યવંશનો અંતિમ મૌર્ય શાસક ઉણા ઉતાર્યા છે – ઇતિ સિધ્ધમ !!!

👉 મહાન રાષ્ટ્રભક્ત પુષ્યમિત્રે મગધની રક્ષાને પોતાનો રાષ્ટ્ર ધર્મ સમજીને સમ્રાટ બૃહદ્રથની આજ્ઞાનું ઉલંઘન કરીને એમણે તો મગધનાં બધાં મઠોની તલાશી લેવાનું શુભકાર્ય આરંભી જ દીધું. મઠોમાં બૌદ્ધવેશમાં છુપાયેલા બધાં જ વિદેશી યુનાની સૈનિકોને પકડી પકડીને એમને સેનાપતિ પુષ્યમિત્રનાં આદેશથી એમની ર્ત્સ્રની કત્લેઆમ શરુ કરી દીધી !!!
પરંતુ ગ્રીક શાસક મિનેન્ડર ત્યાંથી કોઈ રીતે બચી નીકળ્યો જેમ સિકંદર પોર્સથી બચીને ભાગી નીકળ્યો હતો એમ જ !!! પરંતુ આમાં એક બાબત સારી બની કે બીજાં બધાં જ રાષ્ટ્રદ્રોહી બૌદ્ધ ધર્મગુરુઓને પણ પકડી પકડીને કેદ કરી લીધાં. ખયાલ રહે કે એમને રાષ્ટ્ર્દ્રોહનાં ભયંકર ગુનામાં મારી નથી નાંખ્યા. આ શું દર્શાવે છે ???એ જ ને કે પુષ્યમિત્ર માત્ર યુનાનીઓની વિરુદ્ધ હતાં કોઈ ધર્મની નહીં !!!
ધાર્યું હોત ને પુષ્યમિત્રે તો આ બધાંને મરાવી નાંખ્યા જ હોત !!!પણ તેમણે સહિષ્ણુતા દાખવી જેનું અર્થઘટન આજનાં લેભાગુ ઈતિહાસકારો અને સોશિયલ મીડિયાના સ્ટેટસકારો ખોટું જ કરે છે !!!સમ્રાટ બૃહદ્રથ પોતાનાં આદેશનું ઉલ્લંઘન કરવાની સાથેઆખી ક્રમબદ્ધ ઘટનાઓને લીધે સેનાપતિ પુષ્યમિત્રથી નારાજ હતાં !!!યવનો અને દેશદ્રોહી બૌદ્ધોને સજા આપીને પુષ્યમિત્ર જયારે મગધમાં પ્રવેશ્યા તો એ સમયે સમ્રાટ બૃહદ્રથ સૈનિક પરેડની જાંચ કરતાં હતાં સમ્રાટ બૃહદ્રથ અને પુષ્યમિત્ર શૃંગ વચ્ચે પરેડની જાંચ દરમિયાન સમગ્ર ઘટના ચક્ર, બૌદ્ધ મઠોને લીધે ઉગ્ર વિવાદ ઉતપન્ન થઇ ગયો.
સમ્રાટ બૃહદ્રથે પોતાનાં જ સેનાપતિ પુષ્યમિત્ર પર ધોખાથી હુમલો કરવાનું ઈચ્છ્યું. પરતું પુષ્યમિત્ર મહાન યોદ્ધ હતાં એટલે તેઓ સતર્કતાથી પોતી જન બચાવીને અને સામે પલટવાર કરીને એમનો વધ કરી દીધો. જેને સાદીસીધી ભાષામાં હત્યા કહેવાય !!!દેશભક્ત મૌર્ય સૈનિકોએ પુષ્યમિત્ર શૃંગને સાથ આપ્યો અને પુષ્યમિત્ર શૃંગને મગધનાં સમ્રાટ તરીકે ઘોષિત કરી દીધાં !!!
આમ આ રીતે ઇસવીસન પૂર્વે ૧૮૫માં મૌર્ય સમાર્જયના દસમા અંતિમ શાસક બૃહદ્રથ મૌર્યની હત્યાની સાથે મગધની ધરતી પરથી વિશાળ મૌર્ય સામ્રાજ્યનું પતન થઇ ગયું અને શૃંગ વંશની સ્થાપના થઇ !!!

👉 જે લોકો આને કાવતરું કહે છે કે પુષ્યમિત્ર શૃંગને ગદ્દાર કહે છે એમને હું કરારો જવાબ આપવા માંગું છું જે મેં અગાઉના પુષ્યમિત્ર શૃંગનાં લેખમાં લખ્યું જ છે એ હું અહી ફરીથી લખું છું. બૃહદ્રથની હત્યા કરીને પુષ્યમિત્ર શૃંગ રાજા બન્યાં એ ભારતના ઇતિહાસની પહેલી ઘટના નથી. આ અગાઉ પણ એક રાજા બાળકને મારીને શ્રેણીય ભટ્ટીયની અને રાજા રીપુન્જયને મારીને અમાત્ય પાલકનો રાજા બન્યો જ હતો
મહાપદ્મ નંદ પણ બિલકુલ આવાં જ ઢંગથી આ જ મગધનાં રાજસિંહાસનનો સ્વામી બની બેઠો હતો !!! મગધ સામ્રાજ્યની એક ખાસિયત એ પણ છે કે એની સંપૂર્ણ શક્તિ એની સુસંગઠિત સેના પર આશ્રિત હતી !!!અહી તો એવું છે ને ભાઈ કે જે પણ કોઈના હાથમાં સેના હોય તો એ રાજગાદી પર પોતાનો અધિકાર પ્રાપ્ત કરી જ શકે છે !!!

👉 કોઈ અને ષડયંત્ર તરીકે જુએ છે તો કોઈ આને ક્રાંતિ તરીકે !!! બસ જોવાંની નજર અલગ અને સમજણ સારી હોવી જોઈએ ખાલી !!! બાકી ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને ઈતિહાસને મારી મચડીને ખોટો તો સાબિત ના જ કરાય ! આ આખું એક સુવ્યવસ્થિત કાવતરું જ છે. એ જે ગણો એ પણ આ રીતે શૃંગ વંશની સ્થાપના થઇ ગઈ એ સનાતન સત્ય તો છે જ ને જેને કોઈપણ ખોટું સાબિત કરી શકવાનું જ નથી !!!

➡ શૃંગ વિશેની માહિતી ——–

👉 શૃંગો વિષે થોડીક માહિતી આપી દઉં. શૃંગો પહેલેથી જ મૌર્યોની સેવા કરતાં આવ્યાં છે. એટલે કહેવાનું એ કે શૃંગો આમતૌર પર મૌર્યોને જ વફાદાર રહ્યાં છે. તેમને પુરતી લગનથી અને પુરતી મહેનતથી મૌર્યોની સેવા કરી છે. આ શૃંગો એ મૂળ ઉજૈનનાં વાતની હતાં !!!એક વાત બીજી પણ જણાવી દઉં કે જયારે પુષ્યમિત્ર સમ્રાટ બન્યા ત્યારે તેઓ બહુજ કુશાગ્ર બુદ્ધિશાળી હોવાના કારણે એમને એ પણ ખબર હતી કે મગધમાં કેટલાંક લોકો મૌર્યોના ચાહકો અને અનુયાયીઓ છે જ એમને એ વિદ્રોહનો સામનો ના કરવો પડે અને કોઈ દમનકારી વલણ ના અપનાવવું પડે એટલાં માટે એમને પાણી પહેલાં જ પાળ બાંધી દીધી એમણે પોતાની રાજધાની પાટલીપુત્રથી વિદિશા શિફ્ટ કરી દીધી
આ વિદિશા નામ તો પાછળથી પડયું છે. ચક્રવર્તી સમ્રાટ અશોકની રાણીનું નામ વિદિશા હતું. એનાં નામ પરથી જ મધ્યપ્રદેશની આ નગરીનું નામ વિદિશા પડયું છે તેનું નામ પહેલા બેસનગર હતું !!! હવે મને એ કહો કે જે રાજા આંતરિક વિદ્રોહનું દમન કરવાને બદલે એ સંઘર્ષ ટાળતો હોય એ બીજાં ધર્મનાં લોકોને શું કામ રંજાડે ?

➡ હિંદુ ધર્મનું રક્ષણ (વિશેષ ) ———

👉 હવે વાત હિંદુ ધર્મના રક્ષણની ……જ્યારથી આ બે ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી બસ શરૂઆતથી જ રાજાઓ અને પ્રજાજનો બે જ ધર્મમાં વહેંચાયેલી હતી. ક્યારેક જૈનો રાજા બન્યા તો ક્યારેક બૌદ્ધો રાજાઓ બન્યાં. પ્રજા પણ આ બે જ ધર્મ વહેંચાયેલી જોવા મળતી હતી. તો પુષ્યમિત્ર શ્રુંગે હિંદુ ધર્મને જ પ્રાધાન્ય મળે અને લોકો જે પણ કોઈ ધર્મમાં માનતા હોય તેમને તે છૂટ મળે એવું ભગીરથ કાર્ય હાથમાં ધર્યું. તેમાં તેઓ સફળ થયાં અને આજે આપણે જે હિંદુ ધર્મનાં ગુણગાન ગાઈએ છીએ અને હિંદુ રાષ્ટ્રનાં વખાણ કરીએ છીએ એ પુષ્ય મિત્ર શૃંગની જ દેન છે. એમને હિંદુ ધર્મને સનાતન ધર્મ બનાવ્યો જેમાં દરેક ધર્મની સારી બાબત અને ગુણોને વણી લેવાય છે !!!! આ એમનું એક ઉત્તમ પ્રકારનું કાર્ય હતું. જેની નોંધ લેવામાં ઈતિહાસકારો અને સાહિત્યકારો પાછાં પડયાં છે એમ જરૂરથી કહી જ શકાય એમ છે. મુસ્લિમ ધર્મ અને શીખ ધર્મ તો એ વખતે અસ્તિત્વમાં આવ્યો જ નહોતો અને વિશ્વવ્યાપી ખ્રિસ્તી ધર્મ પણ !!!આ એ પહેલાંની વાત છે જે માત્ર પુરાણોમાં જ વર્ણિત હતી તેને વાસ્તવિક સવરૂપ આપ્યું પુષ્યમિત્ર શૃંગે !!!આ કોઈ પણ હિસાબે નાની સુની સિદ્ધિ તો નથી જ નથી !!!પુષ્યમિત્ર શૃંગ વિષે બીજી એક વાત પણ કહી જ દઉં કે તેમણે શૃંગવંશની સ્થાપના કર્યા પછી રાજા કે સમ્રાટની કોઈ ઉપાધી ધારણ નહોતી કરી તેઓ રાજા બન્યાં હોવાં છતાં પણ પોતાને સેનાપતિ કહેવાનું જ પસંદ કરતાં હતાં.
આને કહેવાય મહાનતા !!!

👉 હજી આગળ જોઈએ એમની મહાનતા અને એમનાં કાર્યો —– બૌદ્ધોએ કરેલાં રાષ્ટ્રદ્રોહને કારણે પુષ્ય મિત્ર શૃંગ એ ધર્મથી નાખુશ જ હતાં. એમ કહેવાય છે કે આ ગુસ્સામાંને ગુસ્સામાં એમને સમ્રાટ અશોકે બંધાવેલા ૮૪૦૦૦ સ્તુપનો નાશ કર્યો હતો. આ વાત પણ સદંતર ખોટી જ છે !!! પુષ્યમિત્ર શૃંગે જો સમ્રાટ અશોકે બંધાવેલાં સ્તૂઓનો નાશ કર્યો હોય તો સારનાથ અને સાંચીના સ્તુપો બચ્યાં કઈ રીતે?અફઘાનિસ્તાનમાં ખુબજ મોટા કદની બુદ્ધ પ્રતિમાઓ પણ તે સમયમાં બની હતી જેને તોડવાની ગુસ્તાખી તો પુષ્યમિત્રે નથી જ કરી !!!

➡ સાંચી અને ભારહૂટ ના સ્તુપો ——–

👉 વાત કરીએ સાંચીનાં સ્તુપોની એમાં ત્રણ સ્તુપો છે એક મોટો સ્તૂપ જેને મહાસ્તુપ કહેવાય છે !!!આ મ્હાસ્તૂપમાં ભગવાન બુદ્ધના અવશેષો તો નથી રાખવામાં આવ્યાં પણ એમનાં ધાતુઓનાં કેટલાંક વાસણો અને અને ધાતુમાંથી બનેલો કેટલોક સામાન રાખવામાં આવ્યો છે. જેને કોઈએ પણ ક્યારે પણ નુકશાન નથી પહોંચાડયુ.

👉 આ સ્તુપની પણ પુષ્યમિત્ર શૃંગે મરમ્મત કરાવી હતી !!!!આનું જે તોરણ હતું તે લાકડાનું હતું જે સમ્રાટ અશોકે બંધાવેલું હતું તેની જગ્યાએ પુષ્યમિત્ર શૃંગે પાષાણનું તોરણ બનાવીને સ્તૂપની સુંદરતા વધારી અને એને મજબૂતાઈ બક્ષી. આજે પણ એ તોરણ પુષ્યમિત્ર શૃંગનાં કાર્યની સાક્ષી રૂપે ત્યાં હયાત છે અને લોકોને અભિભૂત કરે જ છે !!! બીજાં બે નાનાં સ્તુપો છે એમાં એક તો સમ્રાટ અશોકનાં બૌદ્ધ ધર્મનાં પ્રચારકનો જ છે. બીજો જે છે એમાં ભગવાન બુદ્ધનાં બે શિષ્યો —— સાલિપુત્ર અને મહામુદગલાય્નનાં છે. આ બને સ્તુપો મૌર્ય કાળમાં જ બન્યાં છે જેનું સમારકામ પુષ્યમિત્ર શૃંગે કરાવ્યું હતું !!!આ સિવાય પુષ્યમિત્ર શૃંગે ભારહૂટ નો એક પ્રખ્યાત સ્તૂપ પણ બનાવડાવ્યો હતો. આની ખોજ ઇસવીસન ૧૮૭૩માં એલેકઝાંડર કનીંઘમેં કરી હતી આ એલેકઝાંડર કનીંઘમને ભારતીય પુરાતત્વ ખાતાનો જનક કહેવામાં ાં આવે છે !!!

➡ યવનોનું આક્રમણ (વિશેષ) ————–

👉 હવે વાત યવનોના આક્રમણની —— આ યવનો હંમેશા આક્રમણકારી જ વલણ અપનાવતાં હતાં. ભારતમાં આ પહેલાં પણ યવનોએ આક્રમણ કર્યું જ છે. જો તમે ગૌતમીપુત્ર સાતકર્ણી વિષે જાણતાં હોવ તો તમને એ વિષે ખ્યાલ હશે જ અને જો ખ્યાલ ના હોય તો એક દક્ષિણ ભારતીય ફિલ્મ છે જે આ જ નામની છે એ જોઈ લેવાં નમ્ર વિનંતી છે. એમાં આ યવનોએ જ આક્રમણ કર્યું હતું. ચાલો એ વાત તો પુરાણી થઇ !!!

👉 હવે વાત પુષ્યમિત્ર શૃંગનાં સમયમાં યવાનોનાં આક્રમણની. આ યવનો એ બીજે ક્યાંય નહોતાં રહેતાં પણ અફઘાનિસ્તાનમાં જ રહેતાં હતાં. એ સમયે એ પ્રદેશનું નામ હતું બેકટ્રીયા !!!એ લોકો મૂળત: યુનાનનાં વતનીઓ હતાં.પણ તેમને યુનાનીઓ નહોતા કહેવાતાં તેઓને યવનો જ કહેવાય છે !!!આ યવનો બે વંશમાં વહેંચાયેલા હતાં.

✅ [૧] ડેમેટ્રીયસ વંશ
✅ [૨] યુક્રેટાઈડસ વંશ

👉 પહેલો આક્રમણકારી હતો ડેમેટ્રીયસવંશનો ડેમેટ્રીયસ-પ્રથમ. એણે ઈસ્વીસન પૂર્વે ૧૮૩માં પંજાબને જીતી લીધું હતું અને એણે સાકલ કે જેનું અત્યારનું નામ છે સિયાલકોટ જેને શ્યાલકોટ પણ કહેવામાં આવે છે એને એની રાજધાની બનાવી હતી !!!

👉 આ ડેમેટ્રીયસ વંશનો સૌથી પ્રભાવશાળી રાજા હતો મિનેન્ડર. હવે આ મિનેન્ડરની મુલાકાત એક નાગસેન નામનાં બૌદ્ધ સાધુ સાથે થાય છે. જેમાં એક વાદવિવાદ એટલે કે તાર્કિક ચર્ચા થાય છે. જેનાથી પ્રભાવિત થઈને મિનેન્ડરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. એવું નાગસેનના પુસ્તક “મિલિન્દ પન્હો”નામના બૌદ્ધ ધર્મનાં પુસ્તકમાં આવે છે. જેનું કોઈપણ પ્રકારે અતિહાસિક તથ્ય ક્યાંય પણ મળતું નથી.

👉 હકીકત શું હતી એ તો હું તમને આગળ જણાવી જ ચુક્યો છું !!!! આ મિનેન્ડરનો સમય હતો ઇસવીસન પૂર્વે ૧૬૫થી ઇસવીસન પૂર્વે ૧૪૫. એવું કહેવાય છે કે સિકંદર એકલાં હાથે જેટલાં દેશો નહોતો જીત્યો એનાથી વધારે દેશો આ મિનેન્ડર એકલા હાથે જીત્યો હતો. કહેવાનો મતલબ છે કે આ મિનેન્ડર એ સિકંદર કરતાં પણ વધુ શક્તિશાળી હતો !!!

👉 હવે આ મિનેન્ડરે ભારત પર બીજું આક્રમણ કર્યું જયારે પુષ્ય મિત્ર શૃંગ રાજા હતાં ત્યારે. પણ તેમાં મિનેન્ડરની બહુ જ કારમી હાર થઇ. આ કંઈ નાનીસુની સિદ્ધિ ના કહેવાય પુષ્યમિત્ર શૃંગની !!! સિકંદર પોરસ સામે હાર્યો હતા એના કરતા પણ વધારે મહત્વનું આ યુદ્ધ હતું. આમેય મિનેન્ડર એ સિકંદર કરતાં વધુ શક્તિશાળી હતો એને હરાવવો એ એક મોટી બાબત જ ગણાય. તેમ છતાં ઈતિહાસ આની પણ નોંધ લેવામાં પાછળ જ રહ્યું છે .

👉 એના પછી ડેમેટ્રીયસ પ્રથમે ભારત પર હુમલો કર્યો પણ એ પણ હારી ગયો પુષ્યમિત્ર શૃંગ સામે. આમ બબ્બે વાર યાવાનોનું આક્રમણ થયું છતાં પણ ભારતને બચાવવામાં પુષ્યમિત્ર શૃંગ સફળ રહ્યાં એ એક ઐતિહાસિક સિદ્ધિ જ છે !!!

➡ પુષ્યમિત્ર શૃંગ અને શૃંગ વંશના રોચક તથ્યો ———–

✅ [૧] મનુસ્મૃતિનાં વર્તમાન સ્વરૂપની રચના પણ શૃંગ વંશમાં જ થઇ હતી બની શકે કે એની રચના કદાચ પુષ્યમિત્ર શૃંગનાં સમયમાં જ થઇ હોય
✅ [૨] વિદિશા સ્થિત હેલિયોદોરસનો ગરુડ સ્તંભ
✅ [૩] મહારાષ્ટ્રમાં અજાણતામાં નવમું ચૈત્ય મંદિર પણ શૃંગવંશના શાસનકાળ દરમિયાન જ બન્યું હતું
✅ [૪] નાસિક અને કાર્લેમાં પણ ચૈત્ય મંદિરો શૃંગવંશના શાસનકાળ દરમિયાન જ બન્યાં છે !!!!
✅ [૫] પુષ્યમિત્ર શૃંગે લગભગ ૩૬ વર્ષ શાસન કર્યું હતું !!!
✅ [૬] પુષ્યમિત્ર શૃંગે બે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યાં હતાં જેની માહિતી અયોધ્યામાં એમનાં શિલાલેખ પરથી મળે છે એમાં બીજો યજ્ઞ એમને એમના અતિમ સમયમાં કરાવ્યો હતો જે યજ્ઞનું હવન ખુદ મહર્ષિ પતંજલિએ કરાવ્યું હતું !!!

➡ પુષ્યમિત્ર શૃંગ વિશેષ —–

👉 પુષ્યમિત્ર શૃંગે મગધ સમ્રાટ બનતાંની સાથે જ શૃંગવંશની સ્થાપના કરી હતી. સમ્રાટ પુષ્યમિત્રે એક સુગઠિત સેનાનું ગઠન કરીને દક્ષીણ ભારતમાં સ્થિત વિદર્ભને જીતીને અને યુનાનીઓને પરાસ્ત કરીને પોતાનાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિવ્યાવદાન અને તારાનાથ અનુસાર જાલંધર અને સાકાલ (આજની સિયાલકોટ) પણ એમનાં સામ્રાજ્યની અંતર્ગત જ હતાં. સમ્રાટ પુષ્યમિત્ર શૃંગનું સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશથીમાંડીને દક્ષિણમાં નર્મદાતટ સુધી તથા પૂર્વમાં મગધથી માંડીને પશ્ચિમ પંજાબ સુધી વિસ્તરેલું હતું !!!સમ્રાટ પુષ્યમિત્ર શૃંગે આર્યાવર્તની ધરતીને પ્રથમવાર ગ્રીક શાસકોનાં આક્રમણમાંથી છુટકારો અપાવ્યો.

👉 ઈતિહાસ સાક્ષી છે કે પુષ્ય મિત્ર શૃંગ પછી આર્યાવર્તના ઇતિહાસમાં ગ્રીક શાસકોનાં આક્રમણનો કોઈ પણ ઉલ્લેખ ક્યાંય પણ થયેલો મળતો નથી. સમ્રાટ પુષ્યમિત્રે દેશમાં શાંતિ અને વ્યવસ્થાની સ્થાપના કરી અને મૌર્ય શાસનકાળમાં જે બૌદ્ધ ધર્મનાં પ્રસારને કારણે હ્રાસ તઃયેલી વૈદિક સભ્યતાને પ્રસ્થાપિત કરી !!!
મૌર્યકાળમાં જેમણે ડરથી બૌદ્ધધર્મનો સ્વીકાર કર્યો હતો તેઓ પુન:વૈદિક ધર્મમાં પાછાં ફર્યા. મગધ નરેશ પુષ્યમિત્ર શૃંગનાં જ પથ પર ચાલીને ઉજ્જૈનના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય અને ગુપ્ત સામ્રાજ્યનાંસ શાસકોએ વૈદિક ધર્મનાં જ્ઞાનને સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યું !!!

👉 શૃંગ સામ્રાજ્યને વૈદિક પુન:જાગરણનો સમય પણ કહેવામાં આવે છે. આ કાળમાં સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન થયું હતુંએવં મનુસ્મૃતિનાં વર્તમાન સ્વરૂપની રચના થઇ હતી !!! સમ્રાટ પુષ્યમિત્ર શૃંગે કુલ ૩૬ વર્ષ શાસન કર્યું હતું (ઇસવીસન પૂર્વે ૧૮૫ થી ઇસવીસન પૂર્વે ૧૪૯).

👉 શૃંગવંશે કુલ ૧૧૨ વર્ષ રાજ કર્યું હતું (ઇસવીસન પૂર્વે ૧૮૭ થી ઇસવીસન પૂર્વે ૭૫ સુધી.

👉 આ જ કાળ દરમિયાન મહારાષ્ટ્રમાં સાતવાહનો અને દક્ષિણમાં ચેર,ચોળ અને પાંડયોનો ઉદય થયો હતો. સાતવાહનોનાં સામ્રાજ્યને આંધ્ર પણ કહેવાય છે જેઓ અત્યંત શક્તિશાળી હતાં !!!

👉 પુષ્યમિત્ર શૃંગ વિષે બૌદ્ધ ગ્રંથોએ પણ બહુ ખરાબ જ લખ્યું છે. જેમાં કોઈપણ પ્રકારનું સત્ય નથી જ નથી. ખાલી એમનો પુષ્યમિત્ર શૃંગ પ્રત્યેનો પૂર્વગ્રહ અને એમની શક્તિ ઓછી થઇ ગઈ એટલે એ લોકોએ આમ લખ્યું છે. જેમાં સાથ પુરાવ્યો છે અંગ્રેજી અને આપણા કહેવાતાં ઈતિહાસકારોએ !!!
આ વાત કડવી તો છે પણ સ્વીકારવી તો પડશે જ મને કે કમને !!!

👉 બૌદ્ધ સાહિત્ય એ તો પુષ્યમિત્ર શૃંગને ખરાબ ચિતરવામાં કઈ બાકી જ નથી રાખ્યું પણ એમાં સચાઈ ઓછી અને એમનો બળાપો વધારે નજરે પડે છે.

👉 મનુસ્મૃતિ અને અયોધ્યાનાં ઉલ્લેખને કારને કેટલાંક કુધર્મીઓ સમ્રાટ પુષ્યમિત્રની વિરુદ્ધ હજી પણ લખે જ જાય છે. રાહુલ સાંકુત્યાને પણ પુશ્ય્મીત્રને ખરાબ ચિતરવામાં કંઈજ બાકી નથી રાખ્યું.એ આપણી કમનસીબી છે કે આપણે રાહુલ સાંકુત્યાનને માનીએ છીએ અને જે મહાન સંસ્કૃત સાહિત્યકારો છે એમને નહીં !!!

👉 જયારે ઇતિહાસ અને સત્ય એ છે કે પુષ્યમિત્ર શૃંગે મહાન વિજયો મેળવ્યાં હતાં અને વૈદિક ધર્મની સ્થાપના કરી હતી.

👉 આવાં મહાન બ્રાહ્મણ રાજાને શત શત નમન જ હોય ને !!!

!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
!! જય પરશુરામ !!

———- જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.