લલિતાદિત્ય મુકતાપીડ – ભાગ : ૧
⚔ લલિતાદિત્ય મુકતાપીડ – ભારતનો એક અત્યંત શક્તિશાળી રાજા ⚔
(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦)
✍ —ભાગ- ૧ — ✍
👉 ઈતિહાસ રચાય પછી જ લખાય છે પણ તેમાં કોણ લખનાર છે અને તે ઈતિહાસ વિષે કેટલો જાણકાર છે એ વધારે મહત્વનું છે
ઇતિહાસનું જ્યાં અધ્યયન જ બરાબર નથી થયું ત્યાં એને વિષે જાણકારીની વાત તો દૂર જ રહી
ભારતનો ઈતિહાસ એ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે જેનું આપને ગૌરવ લેવું જોઈએ
આપણા પ્રતિજ્ઞા પત્રમાં આપને એ પ્રતિજ્ઞા લઈએ છીએ કે
” ભારતના વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે ”
આ ખાલી લેવાં ખાતર જ લેતાં હોઈએ છીએ આપણે બાકી આપણને એ વિષે કશી જ ખબર હોતી જ નથી
કારણકે આપણું શિક્ષણ જ કથળી ગયું છે એમાં ઈતિહા અને ભૂગોળ તો ખાસ
આપણે બહાર ફરવા જઈએ છીએ તો ખાલી હરવા ફરવાં અને આનંદ કરવાં માટે જ
લાવ અહી સેલ્ફી પાડી દઉં !!!
લાવ આના ઢગલાબંધ ફોટા પાડી દઉં !!!
પછી એને ફેસબુક કે અન્ય ગ્રુપમાં મુકીને હું લાઈક તો ઉઘરાવી શકું ……
આજ મનોદશાએ આપણા ભવ્યતિભવ્ય ઈતિહાસને ધૂળખાતાં પુસ્તકોનાં પાનાઓમાં કેદ કરી લીધો છે !!!
એને વિષે જે થોડી ઘણી માહિતી નેટ પર ઉપલબ્ધ હોય છે એનો ઉપયોગ કરીને એમાં પોતાના ફોટો મુકીને જ આપણા લોકો સંતોષ માનતાં હોય છે
એક વાત તો છે કે નેટના બહુલ્યને કારણે માહિતી તો ઉપલબ્ધ થવા માંડીપણ એ કેટલી સાચી અને એની સત્યતાની ચકાસણી કરવામાં આપણે પાછાં પડીએ છીએ
એમાં ઘણી વાર વિસ્તૃત માહિતી નથી હોતી
કહેવાનો મતલબ એ છે કે એને જ મુખ્ય આધાર માનીને ના ચલાય
એમાંથી માત્ર વિગતો જ લેવાય કલ્પના અને ભાષા તો તમારી જ હોવી જોઈએ
થોડુંક વિશ્લેષણ કરાય તો વધારે સારું છે !!!
એક ઉદાહરણ આપું મોઢેરાના સૂર્ય મંદિર જોઇને જ ભારતના બધાં સૂર્યમંદિરો વિષે ખ્યાલ ના જ આવી શકેઅને મોઢેરાનું સૂર્યમંદિર પણ જયારે જયારે ગુજરાતની અનેક વાવો જોઈએ છીએ ત્યારે મોઢેરા સૂર્યમંદિર પણ નોખું – અનોખું જ લાગે છે !!!
👉 વાત ઇતિહાસની થતી હોય તો ઈતિહાસને જ પ્રાધાન્ય જ અપાય
ઈતિહાસ એક દર્શન છે જેને એ એ દર્શન થાય તે જ ઈતિહાસ વિશે કશું પણ લખી શકે
આ દર્શન કરતાં અનેકો પ્રશ્નો મનમાં ઉભા થતાં જ હોય છે જેનું નિવારણ એટલે આપણા માહિતીસભર ઈતિહાસ લેખો !!!
આ માટે અનેકો થોથાં ઉથલાવવા પડે છે અને તે કયા સંજોગોમાં બન્યું અને કેવી રીતે બન્યું અને તેનો મુખ્ય હેતુ શું છે તે અવશ્ય જ જાણવું જ જોઈએ દરેકે
અને બીજી વાતની ખામી મને દરેક ઈતિહાસ લેખોમાં દેખાઈ છે એ છે કે એ સ્મારકની ની વિશેષતાઓ અને એના બાંધકામ તે વખતે કેવું હતું અને અત્યારે કેવું છે એ દર્શાવવાની એક તુલના કરવાની તેની બાદબાકી થયેલી
જોવાં મળે છે !!!
મંદિર વિષે લખતા હોય તો મૂર્તિ અને મંદિર વિષે વિગતે જ લખવું જોઈએ !!!
આમાં મને વિકિપીડિયા ઘણીબધી જગ્યાએ ખોટું પડતું જણાય છે
આજ વિકિપીડિયાનો આધાર લઈને જેણે પણ જે જે લખ્યું છે તેમાં પણ ખોટી જ માહિતી અપાતી હોય છે !!!
👉 આવું બનવાનું કારણ એક એક એ પણ છે કે આપના પાઠયપુસ્તકોમાં અમુક જ રાજવંશ અને અમુક રાજાઓ વિષે જ ભણાવાય છે
અકબરને કેટલાં ભાઈઓ હતાં કે ઔરંગઝેબ કોનો પુત્ર તે જ બધાંને યાદ હોય છે
બાબરથી માંડીને ઔરંગઝેબનો ઈતિહાસ તેઓ કડકડાટ બોલી જશે
પણ કોઈને એ ખબર નથી હોતી કે મહારાણા પ્રતાપની પત્ની કોણ કે એનાં પુત્રો કોણ ?
પૃથ્વીરાજ ચૌહાણ કોનો પુત્ર હતો તે કોઈને યાદ છે ખરું ?
એનાં નાનાનું નામ શું હતું?
રાજા પોરસની ઉંચાઈ કેટલી હતી ?
આ બધું આપણને ભણાવાતું જ નથી એટલે એ આપણી સમજની બહાર જ હોય છે
રાસો સાહિત્ય કે પ્રબંધો તો બહુ પહેલાં રચાયા હતાં તે જ ઇતિહાસના સાચાં ગ્રંથો છે તો એ વિષે કેટલાં જ્ઞાત છે?
સવાલ આ સાહિત્યનો નથી પણ એનાં સૈકાઓ પછી એની માહિતી આપીને ઈતિહાસકારો અને સાહિત્યકારોએ આપણને ભરમાવવાનો અને તેઓ જે કહે છે એ જ સાચું છે
એવું આપણા મનમાં પરાણે ઠસાવવામાં જ આવે છે એનો છે !!!
👉 આવું વધારે બન્યું ભારત આઝાદ થયાં પછીથી
ભારત આઝાદ થયાં પછી કેટલાંક બુદ્ધિજીવીઓએ ઈતિહાસ ફરીથી લખવાનો પ્રયત્ન કર્યો
તેમાં તેમનો હેતુ પોતાની વાત લોકોના મનમાં ઠસાવવાનો જ
આ ઈતિહાસકારો અને સાહિત્યકારોનો પછીથી રાફડો ફાટી નીકળ્યો કવિઓ પણ એમાંથી બાકાત નથી જ !!!
આ કહેવાતાં બુદ્ધિજીવીઓનો ઈતિહાસ વાંચશોને તો તમને એક વાત સમજાશે કે
એમણે વિદેશી અક્રાતાઓ અને વિદેશી શાસકોનાં ભરપુર વખાણ જ કર્યા છે !!!
જાણે કે ભારતમાં બધી નમાલી પ્રજા જ વસ્તી હોય અને એમાંથી કોઈને એમની સાથે લડતાં જ આવડતું હોય !!!
એમને કોઈએ પ્રતિકાર કર્યો એ નથી દેખાતું આવું ના ચાલે એ માટે માથું ઉઠાવ્યું એ નથી દેખાતું પણ તેઓ હાર્યા એને એટલું બધું વધારે મહત્વ આપે છે કે
એ પ્રતિકાર માત્ર દેખાડો બની ને રહી ગયો છે આજે !!!
ત્યાગ, બલિદાન અને કુરબાની એ માત્ર શબ્દો બનીને રહી ગયાં છે આજે તો !!!
એવું લાગે છે જાણે કે આ વિદેશી તાકતો જ ભારત કરતાં વધારે સારી હતી એવુજ પ્રસ્થાપિત કર્યું છે આ લોકોએ આજ સુધી!!!
બુટ શીકાન,મુહંમદ બિન કાસીમ, મહેમુદ ગઝની,તૈમુર લંગ, ચંગીઝખાન. લોદી, ખીલજી, તુઘલખ અને મુગલોને એવી રીતે ચીતર્યા છે કે ભારતમાં કોઈ એમના સિવાય રાજ કરવાને કે આક્રમણ કરવાને લાયક જ નહોતું
અને ભારતની પ્રજા એને જ લાયક હતી
ધનપ્રાપ્તિની લાલસાએ એમનામાંથી શૌર્ય ગુમાવી દીધું હતું
સ્ત્રીઓ અબલા હતી અને એ માત્ર મનોરંજનનું જ સાધન હતી અને અત્યાચાર સહન કરવાં જ તેમનો જન્મ થતો હોય છે વગેરે વગેરે !!!
શું આ છે ભારતનો ઈતિહાસ !!!
ભારતમાં હિંદુ ધર્મ મરી પરવાર્યો હતો કે શું ?
આટલા બધા રાજાઓ શું નમાલા અને માયકાંગલા હતાં !!
નહોતાં તો પછી એમનો ઉલ્લેખ કેમ નહીં ?
👉 જ્યાં આપણે પોરસ,ચંદ્રગુપ્ત મૌર્ય . સમારત અશોક , સમુદ્રગુપ્ત,વિક્રમાદિત્ય , પુષ્ય મિત્ર શૃંગ , હર્ષવર્ધન, પૃથ્વીરાજ ચૌહાણ , વિક્ર્માંદીય હેમુ . બપ્પા રાવલ કે મહારાણા પ્રતાપ વિષે જ ઓછું જાણીએ છીએ ત્યાં વળી બીજા
રાજાઓની વાત આપણને ક્યાંથી ખબર હોય !!!
ભારતમાં અનેક પ્રતાપી રાજવંશો અને રાજાઓ થયાં છે
જે વિષે હું લખતો જ જાઉં છું પણ તોય રાજાઓની કમી નથી વર્તાતી !!!
👉 એક રાજ્ય છે જેનું નામ છે કાશ્મીર
આના ઈતિહાસ્વીશે તો બહુ જ ઓછાંને ખબર છે
આ એક એવું રાજ્ય છે જેમાં જમ્મુને બાદ કરતાં આ રાજ્ય પર એક જ રાજાએ રાજ્ય કર્યું છે
હા રાજવંશો બદલાયા કર્યા છે પણ એમાં બીજાં કોઈ રજવાડાઓ નહોતાં
જેમ કે રાજસ્થાન કે ગુજરાત !!!
કાશ્મીરમાં વર્ષોથી એક જ પ્રજા વસ્તી હતી નાગજાતિ
લગભગ કશ્યપ ઋષિથી આ જ જાતિનાં લોકો અહીં વસતાં હતાં
એમનાં વધેલા કુળને લીધે જ રાજવંશો બદલાયા પણ રજાઓ તો એમનાં જ આવ્યાં
પહેલા અશોકના સમયમાં કાશ્મીર એ એની હકુમત હેઠળ હતું એટલે બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ થયો અને એમની પણ વસ્તી વધી
તેમના કેટલાંકે અમુક વખત કાશ્મીર પર રાજ પણ કર્યું હતું
અને લદાખનો વિસ્તાર એમને જ હસ્તક હતો
કનિષ્કનું નામ માં પહેલું મુકાય
પણ કુશન વંશ પછી પછી પાછાં નાગજાતિના જ રાજાઓ જ રાજ્ય કરતાં હતાં
પછી વચ્ચે વચ્ચે પાછું કાશ્મીર એકલું અટુલું પડી ગયું
ફરી પાછું એ નાગજાતનાં કબજામાં આવી ગયું હતું
કાશ્મીરની બાજુમાં જ છે સિંધ પ્રદેશ અને આ આક્રાન્તાઓ જ્યાંથી આવ્યા હતાં એ સિંધ પ્રદેશ જે અત્યારે પાકિસ્તનમાં છે
એ બાજુથી કાશ્મીર પર આક્રમણ થતાં જ રહેતા હતાં
એમાં હુણોનો બહુજ ત્રાસ હતો પ્રજા બહુજ ત્રસ્ત હતી હતી આનાથી
પણ ….. આટલું બધું અને એટલા બધા વર્ષો કાશ્મીરી પ્રજા અને કાશ્મીરના રાજવંશો એ સહન કર્યા પછી કાશ્મીરને એક રાજા મળ્યો
જેમને કાશ્મીરનું નામ વિશ્વમાં ગાજતું કર્યું હતું
પણ હાય રે…… આપણો ઈતિહાસ એમની નોંધ લેવામાં પાછું પડયું
અને પાછળથી થોડું અલપઝલપ એ વિષે લખાયું
એ પણ કયારે જયારે કલ્હણનો કાશ્મીરના ઈતિહાસ પરનો કાવ્યમય ગ્રંથ “રાજતરંગીણી” આવ્યાં પછી જ !!!
તો પણ એમાં આ રાજાના કાર્યોને વિગતે તો નહોતાં જ આવ્યા પણ ઐતિહાસિક સ્મારકો અને શીલાલેખોનો ઊંડો અભ્યાસ કરાયા પછી જ સાચી વાતની બધાંને ખબર પડી
આ માટે બીજા અનેક પુસ્તકો જેનો સહારો કલ્હણે લીધો હતો એનો વિગતે અભ્યાસ કરવામાં આવ્યો
અને તેમને સાચી હકીકતની ખબર પડી કે કાશ્મીરમાં એક રાજા એવો પણ થયો હતો જેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગતો હતો
અને એમને જ કાશ્મીરનો વિસ્તાર વધાર્યો હતો અને પ્રજામાં સુખશાંતિની સ્થાપના કરી હતી
એ રાજાનું નામ છે ——— લલિતાદિત્ય મુકતાપીડ !!!
જી હા …… અનંતનાગનો સ્થાપક અને માટ્ટનમાં અતિપ્રખ્યાત સૂર્યમંદિર બનાવનાર રાજા !!!
👉 આ રાજા લલિતાદિત્ય વિષે વિષે કશી જાણકારી ત્યારે જ પ્રાપ્ત થાય જયારે આપણે એની પૂર્વેની ઘટનાઓ જાણતાં હોઈએ
આ પશ્ચાદભૂ એ કોઈપણ રાજાના સરાહનીય કાર્ય માટે અત્યંત આવશ્યક હોય છે
એ કાર્ય માટે જ રાજા અતિપ્ર્ખ્યાત થતાં હોય છે
કોઈનેય વગર કારણે કોઈના પર આક્રમણ કરવું ગમતું તો નથી જ હોતું
પણ એ સમયના હાલાત, માહૌલ અને પ્રજાની પરિસ્થિતિ મહત્વનો ભાગ ભજવતી હોય છે
ભારતના શરૂઆતનાં રાજાઓ તો સામેથી આક્રમણ કરતાં હતાં
જેમાં ચન્દ્ર્ગુપ્ત મૌર્યથી માંડીને હર્ષવર્ધન સુધીનાં રાજાઓ આવી જાય
આ એક એવો સમય હતો કે જેમાં ભારતને એક કરવું અત્યંત આવશ્યક હતું
સિકંદરના આક્રમણ અને એની હાર પછી પણ આક્રમણો થતાં તો હતાં જ જેમાં શકો અને હુણો મુખ્ય હતાં
એમાંનાં કેટલાંકે કાલાન્તરે અલગ અલગ જગ્યાઓએ રાજ્ય કર્યું
જેમાં કાશ્મીરનો પણ સમાવેશ થાય છે
પણ સમ્રાટ હર્ષવર્ધન પછી મધ્યકાળનો અસ્ત થયો
અને ભારત પાછુ અલગ અલગ રાજ્યોમાં વહેંચાઇ ગયું
આજ સમય હતો કાશ્મીરમાં કર્કોટ -કર્કોટક રાજવંશનો !!!
આ વખત હતો કાશ્મીરમાં કર્કોટા -કર્કોટક વંશનો
લલિતાદિત્યે રાજગાદી સંભાળી તે પહેલાં ચંદ્ર પીડ (ઇસવીસન ૭૧૧ થી ઇસવીસન ૭૧૯)નું રાજ હતું
ત્યારબાદ તારપીડ નું શાસન આવ્યું (ઇસવીસન ૭૧૯થી ઇસવીસન ૭૨૩
અને ઇસવીસન ૭૨૩થી તે છેક ઇસવીસન ૭૬૦સુધી કાશ્મીરના રાજા બન્યાં લલિતાદીત્ય મુક્તાપીડ
જો કે આ કર્કોટ રાજવંશની સ્થાપના તો ઇસવીસન ૬૨૫માં રાજા દુર્લભવન (ઇસવીસન ૬૨૫થી ઇસવીસન ૬૬૧)દ્વારા થઇ હતી
તેના પછી ઇસવીસન ૬૬૧થી ઇસવીસન ૭૧૧ સુધી રાજા પ્રતાપદિત્ય રાજા બન્યો હતો પછી જ તારપીડે રાજગાદી સંભાળી હતી !!!
એક વાત તો કહેવાની જ રહી ગઈ કે ઇસવીસન રાજા દુર્લભવર્ધનનાં સમયમાં
ઇસવીસન ૬૨૭માં મહાન ચીની મુસાફર યુવાન્ચાંગ ભારત આવ્યો હતો
તેને ભારતભ્રમણ કર્યું હતું અને તેને પણ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો !!!
જયારે ચંદ્રપીડે કાશ્મીરની રાજગાદી સંભાળી ત્યારે તેણે ચીની નરેશ પાસે રાજદૂત મોકલીને તેમની સહાયતાની યાચના આરબ આક્રમણકારોસામે લડવાં માટે માંગી હતી
કારણકે આરબ આક્રમણકારોનો નેતા મહમદ બિન કાસિમ આ સમયગાળા દરમિયાન કાશ્મીરનાં દ્વાર ખટખટ ખટાવતો હતો !!!
જોકે ચંદ્રપીડને ચીન દ્વારા સહાયતા તો પ્રાપ્ત ના થઇ તેમ છતાં પણ એણે કાશ્મીરને આરબોથી આક્રાંત થવાથી બચાવી લીધું હતું
ચીની પરંપરા અનુસાર આ માટે ચંદ્રપીડને ચી સમ્રાટે રાજાની ઉપાડી આપી નવાજ્યા હતાં
સંભવત: આનું તાત્પર્ય એ છે કે ચીની નરેશે ચંદ્રપીડને રાજત્વ માન્યતા પ્રદાન કરી હતી કલ્હની “રાજતરંગિણી” અનુસાર ચંદ્રાપીડનું મૃત્યુ એનાં જ અનુજ તારાપીડ દ્વારા પ્રેષિત કૃત્યાથી થઇ હતી
આ ચંદ્રાપીડે સાડા આઠ વર્ષ કાશ્મીર પર રાજ્ય કર્યું હતું
તત્પશ્ચાત તારાપીડે ચાર વર્ષ સુધી અત્યંત ક્રૂર એવં નૃશંસ શાસન કર્યું હતું
એનાં પછી જ કાશ્મીરનું સુકાન લલિતાદિત્ય મુકતાપીડનાં હાથોમાં આવ્યું હતું
👉 હવે થોડોક ઈતિહાસ અને થોડીક સાલવારી તપાસવી અત્યંત આવશ્યક છે
સિસોદિયા વંશના સ્થાપક બપ્પા રાવલનું નામ તો સાંભળ્યું છે ને !!!
એમનો શાસનકાળ કેટલો લાંબો હતો તે ખબર છે કોઈને પણ ?
ચલો ના હોય હું જણાવી દઉં છું કારણકે આગાઉ હું બપ્પા રાવલ વિષે લખી જ ચુક્યો છું
એક વાર ફરીથી પણ લખવાનો જ છું !!!
એમનો શાસનકાળ હતો ઇસવીસન ૭૧૩થી ઇસવીસન ૮૧૦
હવે આપ સૌ વિદિત જ છો કે આ બપ્પા રાવલે આરબો એટલે કે મુસ્લિમોને ગાજર મૂળાની જેમ વધેરી નાંખ્યા હતાં
અને અ મુહમદ બિન કાસિમને ખદેડી મુક્યો હતો
એ ફરી કયારેય ભારત પર અંખ ઉઠાવીને ના જુએ એ માટે બપ્પા રાવલ ખુદ મુલતાન જઈને રહેતાં હતાં !!
એમનો ખૌફ એટલો બધો હતો હતો કે એમનાથી ડરી જઈને આરબો- મુસ્લિમોએ એમની કન્યા બપ્પા રાવલ સાથે પરણાવી હતી !!!
કાશ્મીરના કર્કોટ વંશના રાજા ચંદ્રપીડનો સમય હતો ઇસવીસન ૭૧૧ થી ૭૧૯
આ જ સમય દરમિયાન મહમ્મદ બિન કાસિમ દ્વારા ભારત અને કાશ્મીર પર આક્રમણ થયું હતું !!
આ મહમ્મદ બિન કાસિમ ઇસવીસન ૬૧૫માં જન્મ્યો અને અને ઇસવીસન ૭૧૫માં મૃત્યુ પામ્યો !!
આની જન્મ તરીકાહ અને મૃત્યુતારિકા ઇતિહાસકારોને કહાબ્ર છે બસ ખાલી નથી હોતી એમને બાપ્પા રાવલ કે લલિતાદિત્ય જેવા શુરવીર યોધાઓની
આ આક્રન્તાઓઓને એટલું બધું મહત્વ આપવાની શી જરૂર ?
હજરત મહંમદ પયગંબરનો જીવનકાળ છે ઇસવીસન ૬૧૦ થી ૬૩૨
ત્યાર પછી જ ઇસલામ ધર્મ અસ્તિત્વમાં આવ્યો એમ માનીને ચાલે તો ઈસ્વીસનની ૭મી શતાબ્દી જ ગણાય ૮મી શતાબ્દી તો નહીં જ !!!
હવે એ સંયમ આ મુહમ્મદ બિન કાસિમ થયો હતો એ વાત એટલી જ સાચી
પણ બપ્પા રાવલનો સમય છે ઇસવીસન ૭૧૩ થી ઇસવીસન ૮૧૦
જયારે કાશ્મીર પર મુહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરનો રાજા હતો ચંદ્રપીડ
જેમનો સમયગાળો છે ઇસવીસન ૭૧૧ થી ૭૧૯
હવે એવું માની લઈએ કે મુહમ્મદ બિન કાસિમે ભારત પર અને કાશ્મીર પર શું ઇસવીસન ૭૧૧થી ઇસવીસન ૭૧૫ દરમિયાન હુમલો કર્યો હતો
કારણકે મુહમ્મદ બિન કાસિમ ઇસવીસન ૭૧૫માં અવસાન પામ્યો હતો
એક રાજા ઈસ્વીસન ૭૧૦મ રાજગાદી સંભાળે છે બીજો રાજા ૭૧૧ માં રાજગાદી સંભાળે છે અને એક આક્રાન્તા તે વખતે ૯૬ વર્ષનો હતો
તે આક્રમણ કરવાને તો શું સરખો ઉભો રહેવાને લાયક પણ ના હોય
આ ત્રણે વચ્ચે કોઈપણ જાતનો કોઇપણ પ્રકારે મેળ ખાતો જ નથી
ઇતિ સિદ્ધમ !!!
બપ્પા રાવલે સિંધ પ્રાંત અને પંજાબ પ્રાંતને મુકત કરાવ્યું હોય તો મુહમ્મદ બિન કાસિમને કાશ્મીરમાં પણ ના જ ઘુસવા દીધો હોત એ તો અત્યંત દીવા જેવી સ્પષ્ટ વાત છે
આ સાલી સાલવારી જ ગોથાં ખવડાવતી હોય એવું મને તો લાગે છે !!!
એક વાત તો નિશ્ચિત છે કે મુહંમદ બિન કાસિમે સિંધ પર કબજો જમાવ્યો હતો નહીં કે રાજસ્થાન કે કાશ્મીર પર !!!
માન્યું એ એ વખતે સરહદ નહોતી દેશનાં ભાગલા નહોતાં પડયા
અને આ સિંધ અને પંજાબ પ્રાંત પ્રાંત ભારતનાં જ ભાગો હતાં
એ વાત કબુલ -મંજૂર – સહી !!!
પણ આ સાલવારીનું શું ?
એના પર જ મુહમ્મદ બિન કાસિમની હકુમત હતી
તે ભારત આવ્યો જ નથી !!!
એવું જ માનવું પડે એમ છે અને એજ પરમ સત્ય છે !!!
👉 હવે લલિતાદિત્યની વાત
એમને રાજગાદી સંભાળી ઇસવીસન ૭૨૩માં
લલિતાદિત્ય વિશેની માહિતીનો મુખ્ય સ્રોત ૧૨ મી સદીના કાશ્મીરી લેખક કલ્હણ દ્વારા કાશ્મીરના શાસકોનો એક ઇતિહાસ રજતરંગિણી છે
લલિતાદિત્યને ચીનના તાંગ રાજવંશના રેકોર્ડ ન્યૂ બુક ઓફ ટાંગ (ઝિન તાંગ શુ) માં પણ એક ટૂંક ઉલ્લેખ જોવા મળે છે
આ લખાણમાં તેનો ઉલ્લેખ “મુ-ટુ-પિ” અથવા “મુડુઓબી” (મુક્તાપીડાની વિવિધતા) તરીકે થાય છે
૧૧ મી સદીના પર્સિયન ઇતિહાસવિદ અલ-બિરુનીએ મુત્તાઇ નામના કાશ્મીરી રાજાનો ઉલ્લેખ કર્યો છે
જે સંભવત મુત્તલ લલિતાદિત્ય (“મુતાઇ” “મુક્તિપીડા” ના અપભ્રંશ સ્વરૂપમાંથી લેવામાં આવ્યો હતો)
👉 કર્કોટા રાજા દુર્લભકા (ઉર્ફે પ્રતાપદિત્ય) અને રાણી નરેન્દ્રપ્રભાના નાના પુત્ર તરીકે રાજતરંગિણીમાં લલિતાદિત્યનું નામ લે છે
તેમની માતા નરેન્દ્રપ્રભાએ અગાઉ કાશ્મીરમાં સ્થાયી થયેલા વિદેશી વેપારી સાથે લગ્ન કર્યા હતા
તેના બે મોટા ભાઈઓ નામના ચંદ્રપિડ (ઉર્ફે વજ્રાદિત્ય) અને તારાપીડ (ઉર્ફે ઉદયદિત્ય) હતા, જેમણે તેમને કાશ્મીરના શાસક તરીકે ગણાવ્યા હતા
કલ્હણે જણાવ્યું છે કે લલિતાદિત્યનું શાસન ૩૬ વર્ષ, ૭ મહિના અને ૧૧ દિવસ સુધી રહ્યું હતું !!!
લલિતાદિત્ય પછી તેમના પુત્રો: પછી કુવલાપીડ અને પછી વજ્રાદિત્ય દ્વારા ઉત્તરાધિકાર મેળવવામાં આવ્યું.
કુવલાપિડ રાણી કમલાદેવીનો પુત્ર હતો
જ્યારે વજ્રાદિત્ય ચક્રમાર્દિકાનો પુત્ર હતો
વજ્રાદિત્ય પછી તેમના પુત્રો પૃથ્વીપિડ અને સંગ્રમપિડ દ્વારા ઉત્તરાધિકાર મેળવ્યું !!!
આ તો થઇ એમનાં પ્રારંભિક અને અંગત જીવનની વાત
જેમાં લોકોને રસ ના પડે એ સ્વાભાવિક જ છે
પણ એમના કાર્યોમાં તો અને એમના પ્રદાનમાં તો લોકોને જરૂરથી રસ પડશે જ પડશે !!!
➡ લલિતાદિત્યનું વિજયી અભિયાન ——–
👉 તેઓએ જયારે રાજગાદી સંભાળી
તે વખતે કાશ્મીરમાં અફડાતફડીનો માહોલ હતો
કારણકે એના જ વંશનો એક રાજા નૃશંસ હતો
ચીન સહાયતા આપવામાં તો માનતું નહોતું પણ બિરુદ -ઉપાધી આપીને છટકી જતું હતું !!!
કાશ્મીરની પ્રજા સુખેથી રહે અને આજુબાજુનાં રાજ્યો(દેશો) કાશ્મીર પર આંખ ઉઠાવીને ના જુએ એ માટે એમણે એક વાર તો ચીની નરેશ પાસે રાજદૂત મોકલ્યો હતો
પણ તેમાં તેમને નિષ્ફળતા મળી
પછી જ એમણે નક્કી કર્યું કે આવું જો વારતહેવારે બનતું હોય તો કેમ ના એમનાં પર આક્રમણ કરાય
જેથી કરીને કાશ્મીર તો સુખે થઇ રહી શકે !!!
અને એક શરુ થઇ શુરવીર યોધ્ધાની વિજયયાત્રા !!!
👉 લલિતાદિત્યએ સર્વપ્રથમ અંતર્વેદી દેશ પર આક્રમણ કર્યું, જેની રાજધાની ગાદીપુરા (કન્યાકુब्જ) પર સ્થિત હતી
બચાવ કરનાર રાજા યશોવર્મને લાંબા યુદ્ધ પછી તેમની સમક્ષ રજૂઆત કરી અને શાંતિ સંધિની ઓફર કરી
યશોવર્મને આ સંધિની શરતોની રૂપરેખા સાથેનો એક દસ્તાવેજ બનાવ્યો
જેનું નામ હતું “યશોવર્મન અને લલિતાદિત્યની સંધિ”. લલિતાદિત્યના મંત્રી મિત્રશર્મને આ પદવી સામે વાંધો ઉઠાવ્યો હતો
અને આગ્રહપૂર્વક કહ્યું કે લલિતાદિત્યનું નામ શીર્ષકમાં યશોવર્મનના નામની પહેલાં દેખાય
લલિતાદિત્યના સેનાપતિઓ —- જેમણે યુદ્ધના લાંબા સમયગાળા અંગે અસ્વસ્થતા દર્શાવી હતી
સંધિમાં વિલંબ માટે મિત્રશ્રમણને દોષી ઠેરવ્યા હતા
પરંતુ લલિતાદિત્ય પોતે મિત્રશ્રમણથી ખુશ હતા: તેમણે શાંતિ વાટાઘાટો તોડી નાખી, અને યશોવર્મનને ઉથલાવી નાખ્યો
આ હારના પરિણામે, યશવર્મન, જેમણે વકપતિ અને ભાવભૂતિ જેવા દરબારના કવિઓ દ્વારા સેવા આપી હતી, તે પોતે લલિતાદિત્યનો પેનોજિસ્ટ બન્યો
કાન્યકુબ્જની ભૂમિ, યમુના નદી અને કાલિકા નદી (સંભવત :આધુનિક કાલી નાદી) ની વચ્ચે સ્થિત છેતે લલિતાદિત્યના નિયંત્રણમાં આવ્યું હતું
***** આ લેખ લાંબો છે અને આ રાજા વિષે જાણવું દરેક માટે અત્યંત આવશ્યક છે
એટલે એનાં ભાગ કરું છું ********
ભાગ -૧ સમાપ્ત
ભાગ -૨ આવતાં લેખમાં !!!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply