🔬 આજની પોઝીટીવ સ્ટોરી 🔬
કોરોના વાઇરસની શોધક – ડો. જુન અલ્મીડા
(સન ૧૯૬૪)
💊 કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે
આનું નામ કોરોના કેમ પડયું ?
તે ક્યારે શોધાયો ?
આ પર્શ્ન તમારાં મનમાં ઉદભવે એ સાચી જ વાત છે
જે વાઇરસને નાથવામાં સમગ્ર વિશ્વ નિષ્ફળ ગયું છે ત્યારે જયારે એનો પહેલો દર્દી મળી આવ્યો ત્યારથી આ કોરોના નામ સુર્ખીઓમાં રહ્યું છે
આ કોરોના વાઇરસની શોધ કોણે કરી હતી ?
લોકોને આ વાઇરસ વિષે કેવી રીતે ખબર પડી ?
💊 તો એનો જવાબ હું તમને આપું છું
એક મહિલા વૈજ્ઞાનિક હતી ડો. જુન અલ્મીડા કે જેણે આ વાઇરસ શોધી કાઢયો હતો
આજે નહીં પણ ઇસવીસન ૧૯૬૪માં ?
સવાલ તો જરૂર પેદા થાય છે કે ૧૯૬૪મ શોધાયેલા આ વાઇરસે છેક ૨૦૨૦માં જ કેમ કાળો કેર વર્તાવ્યો
રોટલા શેકવા તો બધાં તૈયાર થઇ ગયાં છે
પણ એના મૂળ સુધી પહોંચવાની દરકાર સુધ્દ્ધાં કોઈએ કરી નથી ?
💊 આ વાઈરસ અને એના શોધક વિષે જાણવું જ જોઈએ દરેકે
તો લો પેશે ખિદમતમેં હૈ એની માહિતી ——
💊 એ તો જગ જાહેર છે કે આ કોરોના વાઈરસથી સમગ્ર દુનિયામાં અત્યાર સુધી એક લાખ ને ૬૫ હાજર લોકો મરી ગયાં છે
૨૫ લાખ લોકો સંક્રમિત છે
આ વાઇરસ વિષે જે કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે તેમાં મુખ્ય એ છે કે
આ વાઈરસ ચામાચીડિયા દ્વારા માણસમાં પ્રવેશ્યો !!!
તો કેટલાંક એવું પણ કહે છે કે આ વાઇરસને પ્રયોગશાળામાં બનવવામાં આવ્યો છે
એકબીજાં પર દોષારોપણ કરવું સહેલું છે પણ એનું નિવારણ કરવું અઘરું છે !!!
લેકિન…..કિન્તુ….. પરંતુ શું તમને એ ખબર છે ખરી કે માણસોમાં આ વાઇરસના લક્ષણો ક્યારે પ્રાપ્ત થયાં હતા અને એની શોધ કોણે કરી હતી તે !!!
કેવીરીતે ખબર પડી આ દુનિયાને કે આ વાઇરસ વિષે ?
એ એક બાઈ હતી ડો જુન અલ્મીડા!!
આ મહિલા વિષે જાણવું અત્યંત આવશ્યક જ છે !!!
💊 વાત છે સન ૧૯૬૪ની એટલે કે આજથી ૫૬ વર્ષ પહેલાંની
એક મહિલા વૈજ્ઞાનિક પોતાનાં ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપમાં જોઈ રહી હતી
ત્યારે તેને એમાં એક વાઈરસ દેખાયો
જે આકારમાં ગોળ હતો અને એની ચારેતરફ કાંટા ઊગેલાં નીકળેલાં હતાં
જેમ સૂર્યનાં કોરોના હોય છે એમ જ
બસ આનાં પરથી જ આ વાઈરસનું નામ કોરોના પડી ગયું !!!
એની શોધકનું બહુમાન ખાટી ગઈ આ મહિલા ડો જુન અલ્મીડા !!!
💊 ડો જુન અલ્મીડાએ જે વખતે કોરોના વાઈરસની શોધ કરી હતી ત્યારે એની ઉંમર માત્ર ૩૪ વર્ષની જ હતી
જુન અલ્મીડા એક બહુજ સાધારણ પરિવારમાં જન્મી હતી
અને એણે ૧૬ વરસની ઉમરમાં તો પોતાની સ્કૂલ છોડવી પડી હતી
સન ૧૯૩૦માં સ્કોટલેંડનાં ગ્લાસગો શહેરની ઉત્તર- પશ્ચિમે સ્થિત એક વસ્તીમાં રહેતાં એક બેહદ સાધારણ પરિવારમાં જુનનો જન્મથયો
અલ્મીડાના પિતા એક બસ ડ્રાઈવર હતા
ઘરની આર્થિક સ્થિતિ સારી ણ હોવાને કારણે જુન અલ્મીડાણે માત્ર ૧૬ વર્ષની આયુમાં જ પોતાની સ્કૂલ છોડવી પડી હતી !!!
💊 ૧૬ વર્ષની ઉંમરમાં જ એને ગ્લાસગો રોયલ ઇનફર્મરીમાં લેબ ટેકનીશીયનની નોકરી મળી ગઈ
એનું મન ધીરે ધીરે કામમાં લાગવાં માંડયું
આનું એક સારું પરિણામ એ આવ્યું કે આને જુને પોતાની કેરિયર બનાવી દીધી
ત્યાર બાદ એ એ થોડા મહિના પછી વધારે પૈસા કમાવા એ લંડન આવી અને સેન્ટ બાર્થોલેમિયુઝ હોસ્પિટલમાં એ ખાસ લેબ ટેકનીશયન કામ કરવાં લાગી !!!
💊 વર્ષ ૧૯૫૪માં એણે વેને જુએલાનાં કલાકાર એનરીક અલ્મીડા સાથે લગ્ન કરી લીધાં
લગ્ન કરીને તેઓ કેનેડા વસવાટ કરવાં ચાલ્યાં ગયાં
ત્યાર બાદ કેનેડાનું મુખ્ય શહેર ટોરોન્ટોની ઓંટારિયો કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં જુન અલ્મીડાને લેબ ટેકનીશીયનની ઉપરની પડવી મળી
એને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી ટેકનીશીયન બનાવવામાં આવી
બ્રિટને એના કામની સરાહના કરી અને સેન્ટ થોમસ મેડીકલ સ્કૂલમાં એણે નોકરીની પણ ઓફર કરવામાં આવી !!!
💊 લંડન આવ્યાં પછી ડો. જુન અલ્મીડાએ ડો. ડેવિડ ટાયરેલ સાથે રિચર્ચ કરવાનું શરુ કર્યું
એ દિવસોમાં યુ. કે.નાં વિલ્ટશાયર વિસ્તારમાં સેલીસ્બરી નામની જગ્યાએ ડો. ટાયરેલ અને એની એમની ટીમ સામાન્ય શરદી-તાવ પર સંશોધન કરી રહી હતી
ડો. ટાયરેલે બી-૮૧૪નામના ફ્લુ જેવાં વાઈરસનાં શરદી-તાવનાં પીડિત લોકોમાંથી એકઠાં કર્યા
પરંતુ પ્રયોગશાળામાં એણે કલ્ટીવેટ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી !!!
પરેશાન ડો. ટાયરેલે આ સેમ્પલ જાંચ કરવાં માટે જુન અલ્મીડાપાસે મોકલ્યાં
જુન અલ્મીડાએ વાઇરસની ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપની મદદથી એક તસ્વીર કાઢી
એટલું જ નહીં …… એણે એમ પણ દર્શાવ્યું કે બે એક જ જેવાં દેખાતાં વાઈરસ મળ્યાં છે
પહેલો મુર્ગાનાં બ્રોન્કાઈટિસમાં અને બીજો ઉંદરના લીવરમાં !!!
એણે આ વિષય પર એક શોધપત્ર પણ લખ્યો પરંતુ તે રીજેક્ટ થઇ ગયો
બીજાં વૈજ્ઞાનિકોએ એમ કહ્યું કે —–
” આ તસ્વીરો બહુ જ ધૂંધળી છે ”
પરંતુ ડો અલ્મીડા અને ડો. ટાયરેલણે એ ખબર જ હતી કે તેઓ એક પ્રજાતિના વાઈરસસાથે કામ કરી રહ્યાં છે
બસ આ જ સમય દરમિયાન ડો. જુન અલ્મીડાએ અન્ય સંશોધન અને શોધખોળો કરતાંએક દિવસ જુન અલ્મીડાએ કોરોના વાઇરસને પણ શોધી કાઢ્યો
જે સૂર્યનાકોરોનાની જેવી કાંટાવાળો અને બિલકુલ ગોળ હતો !!
બસ એ જ દિવસથી એ વાઈરસનું નામ “કોરોના”રાખવામાં આવ્યું
આ વાત હતી ઇસવીસન ૧૯૬૪ની
પણ તારીખ તો હજી સુધી કોઈનેય ખબર નથી જ નથી !!!
એ સમયે એમ કહેવામાં આવ્યું કે આ વાઈરસ ઇનફ્લુએન્જા જેવો જ દેખાય છે
પણ આ એ એ છે જ નહીં એનાથી બિલકુલ અલગ પ્રકારનો છે !!!
💊 સન ૧૯૮૫ સુધી ડો. જુન અલ્મીડા અત્યંત સક્રીય રહી અને દુનિયાભરના વૈજ્ઞાનિકોને મદદ કરતી રહી
એન્ટીસ પર કામ કરતી હતી …..
આની વચ્ચે એણે બીજાં લગન પણ કર્યા
પણ પહેલા લગ્નમાં શું વિચ્છેદ પડ્યો કે એનું શું થયું એ તો કોઈનેય ખબર નથી !!!
એણે બીજાં લગ્ન એક રીટાયર્ડ વાયરોલોજીસ્ટ ફિલિપ ગાર્ડનર જોડે કર્યા હતાં !!!
સન ૧૯૮૫મ એ એ યોગ શિક્ષિકા પણ બની હતી !!!
ડો. જુન અલ્મીડાનું નિધન સન ૨૦૦૭માં ૭૭ વર્ષની ઉંમરે થયું
પણ એ પહેલાં એ સેન્ટ થોમસમાં એક સલાહકાર વૈજ્ઞાનિક તરીકે કામ કરતી રહી !!!
એણે જ એઈડસ જેવી ભયાવહ બીમારી કરવાંવાળા એચ આઈવી વાઇરસની પણ સૌ પ્રથમ હાઈ-ક્વોલીટી ઈમેજ બનવવામાં પણ ઘણી મોટી મદદ કરી હતી
💊 આજે જયારે આ વાઇરસે આખી દુનિયા પર પોતાનો ભરડો લઇ લીધો છે
ત્યારે આપણે એનું પ્રદાન ન જ ભૂલવું જોઈએ
આમ આ વાઇરસ તો આજથી ૫૬ વર્ષ પહેલાં શોધાયો હતો
પણ દુનિયાએ આની ભયાવહતાની નોંધ તે વખતે લીધી હોત તો આજે દુનિયાને આવાં દિવસો જોવાં ના પડત !!!
તે વખતે નહીંતો અત્યારે પણ એની શોધની કદર કરીએ અને આપણા મહાન વૈજ્ઞાનિકો આજે ડો. જુન અલ્મીડાનાં મૃત્યુ પછી ૧૩ વર્ષે એના સંશોધનનો વિગતે અભ્યાસ કરે
તો દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસસંક્રમણણે સમજવામાં અને નાથવામાં એનો રીસર્ચ જરૂર કામ લાગશે એવી મને અપાર શ્રદ્ધા છે !!!
અસ્તુ !!!!
——— જનમેજય અધ્વર્યુ
🌴🌱🌿☘🍀🌹🥀🌷🌼
Leave a Reply