Sun-Temple-Baanner

ગોબર ગણેશજી – માઉન્ટ આબુ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગોબર ગણેશજી – માઉન્ટ આબુ


ગોબર ગણેશજી – માઉન્ટ આબુ

શ્રી ગણેશાય નમ:

ગજનનં ભૂતગણાદિ સેવિતં કપિતત્થજમ્બુફલચારુ ભક્ષણમ !
ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ !!

આનો અર્થ એમ થાય છે કે ——-

હે ગજરાજનાં માથાંવાળાં
બધાં ગણો દ્વારા પૂજિત અને કૈથ (એક પ્રકારનું ફળ અને જાંબુ ખાનારાં
શોકનો વિનાશ કરવાંવાળા પાર્વતીપુત્ર વિઘ્નેશ્વર ગણપતિ
હું આપનાં ચરણકમળોમાં નમન કરું છું !!!

જેમ આપણે થોડીક માહિતી ભગવાન શિવજી વિષે જોઈ
એમ અહીં હવે થોડી માહિતી ભગવાન ગણપતિજી વિષે પણ જોઈએ

ભગવાન ગણપતિજી ——-

ગણપતિ શબ્દ બે શબ્દો ગણ અને પતિનો બનેલો છે
મહર્ષિ પાણિનીનાં જણાવ્યા અનુસાર
આઠ વસુઓનાં સમુહને ગણ કહેવાય છે
વસુનો અભિપ્રાય દિશાસ્વામી અને દિક્પાલ સાથે છે
અત: ગણપતિનો અર્થ થાય છે —–દિશાઓનાં દેવતા
બીજાં દેવતાઓ ગણપતિજીની આજ્ઞા સિવાય પૂજા સ્થળ પર નથી પહોંચતાં
એટલાં જ માટે કોઈ પણ શુભકાર્ય અથવા દેવપૂજનનો આરંભ ગણપતિજીની પૂજા વગર નથી કરી શકાતો !!!
કોઈ પણ માંગલિક કાર્ય કરતાં પહેલાં ભગવાન શ્રીગણેશની સ્થાપના કે એમની પૂજા – અર્ચના કરવી અત્યંત આવશ્યક છે
એટલે જ તો વિવાહબંધનમાં બંધાતાં પહેલાં ગણેશ સ્થાપના થાય છે
ભગવાન શ્રી ગણેશ એ માંગલિક કર્યો માટે અત્યંત આવશ્યક ભગવાન છે
એમની પૂજાકે દર્શન વગર કોઈ પણ માંગલિક કાર્ય અધૂરું જ ગણાય
જ્યારે ગણપતિબધીજ દિશાઓની બાધાઓ દૂર કરી દે છે
ત્યારેજ બીજાં ઉપાસ્ય દેવો પૂજાસ્થળ પર પહોંચતાં હોય છે
આને મહાદ્વારપૂજન કે મહાગણપતિપૂજન પણ કહેવામાં આવે છે
કેટલાંક વિદ્વાનોના મત પ્રમાણે ऊँ શબ્દનો અર્થ પણ ગણેશજી જ થાય છે
એટલાં જ માટે દરેક મંત્રના આરંભમાં ગણપતિજીનું નામ આવી જ જાય છે
ભગવાન ગણપતિજીનાં નામોમાં ગણેશ,વિઘ્નહર્તાઅને વિનાયક સર્વપ્રમુખ છે
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન ગણેશજીની રિદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિ એમ આ ત્રણ પત્નીઓ માનવામાં આવે છે
તથા ક્ષેમ (ઐશ્વર્ય) જેને પાને શુભ કહીએ છીએ અને લાભ એમ બે પુત્રો છે !!!
એમનાં પિતા ભગવાન શિવજી અને માતા પાર્વતી અને ભાઈ -મોટોભાઈ કાર્તિકેયજી મનાય છે !!!
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન ગણેશજીનો જન્મ અર્બુદ પર્વત (માઉન્ટ આબુ )એટલે કે અર્બુદારણ્ય પર થયો હતો
એટલાં માટે માઉન્ટ આબુને અર્ધકાશી પણ કહેવામાં આવે છે
ભગવાન શિવજીએ સમગ્ર પરિવાર સાથે આ જગ્યા પર નિવાસ કર્યો હતો એટલે આ સ્થળને વાસ્થાનજી તીર્થનાં નામે પણ ઓળખવામાં આવે છે
શ્રી ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ અભિજિત મુહુર્તમાં વૃશ્ચિક લગ્નમાં થયો
એમનો જન્મોત્સવ વિનાયક ચતુર્થીનાં નામે વિશેષ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે !!!
ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ પશ્ચાત અનંત ચતુર્દશીનાં દિવસે એમની માટીમાંથી બનાવેલીમૂર્તિઓને જળમાં વિસર્જિત કરીને જ સંપન્ન કરવામાં આવે છે

શિવ પુરાણમાં વર્ણિત કથા અનુસાર એક વાર માતા પાર્વતી જ્યારે સ્નાન કરવાં જી રહ્યાં હતા
તો અંગરક્ષકોની અનુપસ્થિતિને કારણે એમણે એક હલ્દીનું પુતળું બનાવ્યું અને એમાં જીવન ભરી દઈને એણે સજીવ બનાવ્યું !!!
અને આ પ્રકારે એમણે પોતાની સુરક્ષા હેતુ ભગવાન શ્રી ગણેશને જન્મ આપ્યો
અને માતા પાર્વતીજીએ ગણેશજીને આદેશ આપ્યો કે એ કોઈને પણ ઘરની અંદર આવવાં ના દે
અને ગણેશજીએ આજ્ઞાકારી બનીને માંના આદેશનું પાલન કર્યું !!!
થોડાંક સમય પછી જ્યારે ભગવાન શિવ બહારથી ઘરે પાછાં ફર્યા તો એમને અંદર આવતાં ગણેશજીએ રોક્યાં
ભગવાન શિવજીને આ બાળક પર ક્રોધ આવ્યો
તો ભગવાન શિવજીએ ગણેશજીનું માથું ત્રિશુલથી કાપી નાંખ્યું !!!
જ્યારે માતા પાર્વતી બહાર આવ્યાંતો એ પોતાનાં પુત્રનાં મૃત શરીરને જોઇને અત્યંત દુખી થયાં
અને એમણે ભગવાન શિવને અનુરોધ કર્યો કે એ ગણેશજીને પુનર્જીવિત કરે !!!
તત્પશ્ચાત ભગવાન શિવજીએ હાથીનું માથું કાપીને ગણેશજીના ધડ સાથે જોડી દીધું
આમ ગણેશજી પુનર્જીવિત થઇ ગયાં !!!

એક બજી કથા અનુસાર ——-
એક ગજાસુર નામનાં દૈત્યે તપસ્યા કરીને ભગવાન શિવજી પાસે એ વરદાન માંગ્યું કે ભગવાન શિવ એમનાં પેટમાં નિવાસ કરે
ભગવાન શિવે કહ્યું —– તથાસ્તુ !!!
એમ કહીને એ ગાજ્સુરના પેટમાં કેદ થઈને રહી ગયાં !!!
માતા પાર્વતીએ ભગવાન વિષ્ણુને ભગવાન શિવજી ક્યાં છે એમ પૂછ્યું તો ભગવાન વિષ્ણુએ બતાવ્યું કે એ ગજસુરના પેટમાં છે
એમણે નંદીજીને ગજસુરની સામે નૃત્ય કરવાં મોકલ્યો અને સ્વયં વાંસળી વગાડવા લાગ્યાં
આનાથી પ્રસન્ન થઈને ગજાસુરે વાંસળી વગાડનારને કહ્યું કે
“તમે શું ઈચ્છો છો ?”
આનાં પર વાંસળી વાદક (ભગવાન વિષ્ણુ)એ કહ્યું કે
પોતાનાં પેટમાંથી ભગવાન શિવને મુક્ત કરો !!!
ગજાસુર સમજી ગયો કે આ વાંસળી વાદક બીજાં કોઈ નહિ અપિતુ સ્વયં ભગવાન વિષ્ણુ જ છે !!!
એ ભગવાન શ્રી હરનાં ચરણોમાં પડી ગયો અને ભગવાન શિવજીને મુક્ત કરીને ભગવાન શિવને કહ્યું કે
મારી અંતિમ ઈચ્છા છે કે —– મારાં માર્યા પછી બધાં લોકો મને યાદ કરે આને મારાં મસ્તિષ્કની પૂજા કરે
એના આ કહ્યાં પછી ભગવાન શિવજી પોતાનાં પુત્રને લઈને આવી ગયાં અને એમણે ગજાસુરનું માથું કાપીને પોતાનાં પુત્રને લગાવી દીધું !!!

બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણિત એક કથા પ્રમાણે
ભગવાન શિવનાં નિર્દેશાનુસાર શનિએ જેવી પાર્વતી પુત્રગણેશનાં જન્મ અવસર પર દ્રષ્ટિ નાંખી એ જ ક્ષણે આ બાળકનું માથું ધડથી અલગ થઇ ગયું !!!
શિવ અને પાર્વતીને શોક-સંતપ્ત જોઇને ભગવાન વિષ્ણુએ એક નાનાં હાથીનું મસ્તક આ બાળકના ધડ સાથે જોડીને પુનર્જીવિત કરી દીધો !!!
આ બાળકનું નામ એટલાં જ માટે ગણેશ પડયું અને બધાં દેવતાઓએ એ બાળકને એટલે કે ભગવાન શ્રી ગણેશને શક્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપ્યાં !!!
એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને મહાભારત લખવાની વિનંતી કરી હતી
ત્યારે આમાં એક શરત રાખી કે
જો મહર્ષિ વેદવ્યાસજી વચ્ચે બોલતાં અટકશે નહીં તો જ એમને આ અગ્રહ સ્વીકાર્ય થશે !!!
તત્પશ્ચાત મહર્ષિ વ્યાસજી વિના અટકે અવિરત બોલતાં ગયાં અને ગણેશજી લખતાં ગયાં
લખતાં લખતાં અચાનક એમની કલમ તૂટી ગઈ તો એમણે શીઘ્રતાથી પોતાનો એક દાંત તોડીને એને કલમના રૂપમાં પ્રયોગ કરીને લખવાનું ચાલુ રાખ્યું
બસ ત્યારથી જ ભગવાન શ્રી ગણેશજી એકદંતનાં નામે પ્રસિદ્ધ થયાં !!!

એક દિવસ ભગવાન ભગવાન વિષ્ણુનાં અવતાર ભગવાન પરશુરામ ભગવાન શિવજીને મળવાં ગયાં તો માર્ગમાં ભગવાન ગણેશજીએ એમને રોકી દીધાં
ભગવાન પરશુરામે જ્યારે પરશુથી ગણેશજી પર પ્રહાર કર્યો ભગવાન શિવજી દ્વારા પ્રદત્ત આ પરશુને સન્માન આપવાનાં હેતુસર ગણેશજી આગળથી હટયા નહીં
અને આ રીતે એમણે પોતાનો દાંત ગુમાવી દીધો

એકવાર દેવતાઓમાં ગણોનો મુખિયા કોણ?
આનો નિર્ણય કરવાં માટે પ્રતિયોગિતાથઇ
આ પ્રતિયોગિતામાં ગણોએ આખાં બ્રહ્માંડની પરિક્રમા કરીને શીઘ્રાતિશીઘ્ર પાછું ભગવાન શિવજીનાં ચરણોમાં પહોંચવાનું હતું
બધાં દેવતાઓ પોતપોતાનું વાહન લઈને આ પ્રતિયોગિતામાં કૂદી પડયાં
ભગવાન ગણેશજીએ બ્રહ્માંડની પરિક્રમા કરવાંની અપેક્ષાએ ભગવાન શિવજીની જ પરિક્રમા કરી લીધી
અને એમ કહ્યું કે ભગવાન શિવજીની પરિક્રમા જ બ્રહ્માંડની પરિક્રમા છે
ભગવાન શિવજી ભગવાન ગણેશજીનાં આ ઉત્તરથી બહુજ ખુશ થયાં અને એમણે ભગવાન ગણેશજીને વિજેતા ઘોષિત કરીને ગણપતિનાં પદ પર નિયુક્ત કરી દીધાં !!!
ત્યારથી જ પ્રત્યેક કાર્યનાં શુભારંભ જેમકે —–
દેવપૂજા, વ્યાપારનો આરંભ, પ્રાર્થના, જન્મકુંડળીની રચના,વિવાહ, ગૃહ પ્રવેશ,
શિક્ષારંભ,યજ્ઞોપવિત,કર્ણવેદ્વ,ઇત્યાદિ બધાં જ શુભ અવસરો પર ગણપતિની પૂજા કરવી પરમાવાશ્ય્ક છે !!!
એમણે પ્રસન્ન કરવાં માટે લડ્ડુ, લાલ ચંદન, લાલ પુષ્પ , દુર્વા આદિ અર્પિત કરવામાં આવે છે !!!
એમણે લાડુ અને જાંબુ વિશેષ પ્રિય છે
ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાટે પ્રયોગ કરવામાં આવતાં ગણપતિ સહસ્રનામનો અલગ અભિપ્રાય છે
અને એ ભગવાનનાં ભિન્ન -ભિન્ન રૂપોને પ્રકટ કરે છે
આદિ પૂજ્ય ગણપતિની વંદનામાં લખવામાં આવેલાં નિમ્નાંકિત શ્લોક બધાં જ કાર્યોમાં આવનારાં વિઘ્નોને દૂર કરી દે છે !!!

વક્રતુંડ મહાકાય સુર્યકોટિ સમપ્રભ: ।
નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

ભગવાન શ્રી ગણેશ વિષે આ બધી વાતો તો લગભગ બધાને જ ખબર છે પણ એનો ઉલ્લેખ ક્યાં અને કેવી રીતે થયો છે એની જ કદાચ કોઈનેય ખબર નથી હોતી
જો કે હજી મુશકરાજની વાત અને ભગવાન શ્રી ગણેશજીએ અમુક રાક્ષસોનો વધ કેવી રીતે કર્યો એની વાત બીજાં કોઈક ગણેશ મંદિર વખતે વાત

ભગવાન શ્રી ગણેશ એ ભગવાન શિવજી અને માતા પાર્વતીનાં સૌથી નાનાં પુત્ર હતાં
મોટા પુત્રનું નામ ભગવાન કાર્તિકેય છે જેમને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન કહેવાય છે જેમનું વાહન મયુર (મોર) છે !!!
ભગવાન ગણેશજી પાર ઘણી ફિલ્મો અને ઘણી સિરિયલો આવી ગઈ
એમાં એમના જન્મથી લઈને એમના કર્યો અને એમનું સમગ્ર જીવન આવરી લેવાયું છે
પણ ……. એ બધામાં એક વાતનું સામ્ય છે કે એમનો જન્મ કૈલાસ પર્વત જ્યા ભગવાન શંકર પોતાનું ગૃહસ્થ જીવન વિતાવતાં હતાં ત્યાં થયો હતો
જ્યારે પૌરાણિક કથાઓના ઉલ્લેખ અનુસાર એમનો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો
જન્મસ્થળઓ આજેય પૂજનીય જ છે દરેક ભગવાનનાં પણ એ ક્યાં સ્થિત છે એની જ કોઈને ખબર હોતી નથી
જે છે એ જ સાચું છે એવું આપણે માની લઈએ છીએ
પણ જયારે કેટલાંક સત્યો-તથ્યો સામે આવે છે ત્યારે આપણે પણ માનવાં મજબુર થઇ જઈએ છીએ કે
ખરેખર ભગવાન અહીં જ જન્મ્યા હશે !!!
અને ના જન્મ્યા હોય તો પણ એ સ્થાન કે જન્મસ્થાન એ અદભૂત અને માન્યતાઓવાળું તો જરૂર હૉય છે
જો આપણે એમ સ્વીકારી લેતાં હોઈએ કે ભગવાન હનુમાનજીનો જન્મ ગુજરાતમાં થયો હતો !!!
તો પછી આપણે એ પણ સ્વીકારી જ લેવું જ જોઈએ કે ભગવાન શ્રી ગણેશજી નો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો
માનવું કે ન માનવું એ જુદી બાબત છે
પણ આ સ્થળ છે અને તે અદભુત છે તે વાત આપણે સ્વીકારતાં કેમ અચકાઈએ છીએ ?
અચકાટ કે ખચવાટથી કઈ ધાર્મિક કથાઓ બદલાઈ નથી જતી
બદલાતું હોય તો એ છે માત્ર એનું અર્થઘટન
અને માણસની એક ખાસિયત એ પણ છે કે
એ પોતાને મનગમતું જ અર્થઘટન કરે
એમાં કેટલીકવાર નવાં અર્થો અને નવું સત્ય પણ બહાર આવતું હોય છે
જે કદાચ આસ્થા અને શ્રદ્ધા વધારનારું પણ બને જે એક સારી બાબત ગણાય !!!
આમાં પૌરાણિક કથાઓની સાથે લોકવાયકાઓ અને કિવદંતિઓ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે

ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓ ક્યાં તો પથ્થરની ,માટીની કે ઈંટોની કે માટી પર સિંદૂર લગાવેલી હોય છે
પણ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે આપણને જેની સૂગ હોય હોય એ ગોબરમાંથી પણ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ બનેલી હોય !!!
આ સત્ય છે અને એ માયાઉન્ટ આબુમાં છે જોકે આવું જ એક બીજું મંદિર મધ્ય પ્રદેશમાં સ્થિત છે ખરું
એની પણ માનતા છે ખરી
પણ આપણે વાત કરવાની છે માઉન્ટ આબુનાં ગોબર ગણેશની !!!

મંદિર અને મૂર્તિ વિષે વાત કરતાં પહેલાં આપણે આ સ્થળની મહત્તા અને એની પૌરાણિક કથા જાણી લઈએ

ભગવાન શ્રી ગણેશના જન્મની કથા ———

ભગવાન શ્રી ગણેશજીનાં જન્મની કથા આપને સૌને ખબર હશે જ હશે
પણ જે નથી જાણતાં તે તમને હું જણાવવાં માંગુ છું
સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીનો જન્મ માઉન્ટ આબુમાં થયો હતો
અને માતા પાર્વતીએ અર્બુદપર્વત પર્વતનાંઇશાન ખૂણાના શિખર પર બેસીને પુત્રની કામના અર્થે પુન્યંક નામનું વ્રત રાખ્યું હતું
એક પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણના અર્બુદ ખંડ પ્રમાણે ગૌરી શિખર પર્વત પર ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો
ગૌરી શિખર એટલેકે અર્બુદ પર્વત અને ભગવાન શ્રી ગણેશના જન્મસ્થાન પર બનેલું મંદિર અને એમની નિશાનીઓ આજે પણ મૌજુદ છે જ !!!

માઉન્ટ આબુના અર્બુદ પર્વત સહિત અરવલ્લી પહાડોનાં બધાં જ ધર્મ ગ્રંથોમાં દેવી દેવતાઓનાં નિવાસ હોવાનો ઉલ્લેખ છે
સ્કંદ પુરાણનાં અર્બુદ ખંડમાં શ્રી ગણેશજીના પ્રાદુર્ભાવની કથા આ પ્રકારે છે ——–
માતા પાર્વતીએ ભગવાન શંકર પાસે પુત્ર પ્રાપ્તિનું વાર માંગ્યું
ભગવાન શંકરે માતા પાર્વતીને પુન્યંક નામનું વ્રત કરવાનું કહ્યું
એના પછીથી એમને પુત્રપ્રાપ્તિનું વરદાન ભગવાન શંકર દ્વારા મળ્યું
એના પછીથી જ ભગવાન ગણેશજીનો જન્મ ગોબરથી થયો !!!
લગભગ ૨૦૦ વર્ષ પહેલાં એક અભુજ જાણીતાં સંત રામદાસે પણ આબુ કલ્પમાં લખ્યું છે કે
મહાવિનાયકનો જન્મ ગૌરી શિખર પર પશ્ચિમ દિશામાં થયો હતો !!!

ભગવાન ગણપતિ સમગ્ર અર્બુદાંચલમાં વિરાજે છે અને જે પણ એમની પાસે જે પણ કંઇ માંગે છે એ એમની ઈચ્છા એ પુરી કરે છે જ
માઉન્ટ આબુમાં ગણપતિ ગૌરી શિખર પુરાણોમાં માં પાર્વતીના નિવાસસ્થાનના રૂપમાં વર્ણિત છે
એ અનુસાર જ પ્રારંભમાં આ સ્થાનનું નામ અર્બુદાંચલ હતું
માઉન્ટ આબુમાં મહાવિનાયક તીર્થ હોવાનું વર્ણન પણ અર્બુદ ખંડમાં આવે છે
એમાં જણાવ્યાં અનુસાર 32 તીર્થોમાં આ પહેલું મુખ્ય તીર્થ છે
સેકન્ડ પુરાણમાં એક વર્ણન એવું પણ છે કે આ પર્વત પાર ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હોવાંને કારણે એમનાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે અને દરેક વ્યક્તિને વૈકુંઠલોક પ્રાપ્ત થાય છે !!!
આ એક કે અને અતિ મહત્વનું કારણ છે કે ભક્તોમાં આ સ્થાન માટે બહુ જ શ્રદ્ધા છે —– આસ્થા છે !!!
પુરાણોમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે —–
33 કરોડ દેવી-દેવતાઓની સાથે ભગવાન શંકરે
અર્બુદારણ્યની પરિક્રમા કરી હતી !!!
ઋષિ મુનિઓએ અહીં દેવી-દેવતાઓનાં સહયોગ-સહકારથી ગોબર ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી જે આજે સિદ્ધિગણેશનાં નામથી જાણીતું છે !!!

આ ગોબર ગણેશ મંદિર આજે ઘણા બધાં નામોથી ઓળખાય છે
જેમ કે લંબોદર મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, ગોબર ગણેશ મંદિર અથવા સિદ્ધિ ગણેશ મંદિર
અહીંયા આજે પણ ગોબર ગણેશ ભગવાનની આ પ્રતિમા ભવ્યરૂપમાં વિરાજમાન છે !!!

માઉન્ટ આબુમાં સ્થિત આ ભગવાન શ્રી ગણેશજીની ગોબર ગણેશ પ્રતિમા આજે દુનિયાભરમાં મશહૂર છે
જોકે એમ કહેવું ઉચીત નથી જ કે આ મૂર્તિ દુનિયામાં એક અને માત્ર એક એવીમૂર્તિ છે જે ગોબરમાંથી બનેલી હોય
આ અતિપ્રાચીન છે અને એ સૌપ્રથમ છે એમ અવશ્ય કહી શકાય
એમ પણ કહી શકાય કે આ સૌથી પુરાણી છે
કારણકે —–
મધ્યપ્રદેશનાં નલખેડામાં લગભગ ૫૦૦ વર્ષ પુરાણી એક ૧૦ ફૂટ ઊંચી ગોબર ગણેશજીની મૂર્તિ સ્થિત છે જ
જ્યારે અતિપ્રખ્યાત એવાં મધ્યપ્રદેશનાં મહેશ્વરમાં પણ એક બહુ ઉંચી ગોબર ગણેશજીની મૂર્તિ છે
જે આશરે ૯૦૦ વર્ષ પુરાણી છે
આનું મહત્વ અને માનતા વધારે છે !!!
તો એ વાતનો તો છેદ જ ઉડી જાય છે કે આ એક અને માત્ર એક એવી મૂર્તિ છે જે ગોબરમાંથી બનેલી હોય !!!
કદાચ બીજે પણ હશે જેની આપણને ખબર પણ નહીં હોય
પણ લાગતું નથી કે એવી કોઈ મૂર્તિ બીજે પણ હોય !!!

અહીંની અતિપ્રાચીન મૂર્તિ માટે લોકોમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે હૈ જે પણ કઈં માંગવામાં આવે છે ભગવાન ગણપતિજી એમની બધી ઈચ્છાઓ પુરી કરે છે
જો કે આવું તો ઘણેબધે સ્થળે અને ઘણા બધા ભગવાનનાં મંદિરોમાં થતું જ હોય છે
પણ એ ઈચ્છાઓ પુરી કરે છે જરૂર !!!
ભગવાન શ્રી ગણેશનાં જન્મસ્થળને લઈને ઘણાંબધાં લોકોમાં જુદાં જુદાં માટે પ્રવર્તે છે
પણ કોઈ પણ દેવી-દેવતાના જન્મ સ્થળને લઈને સૌથી વધારે આધારભૂત અને પ્રામાણિક ગ્રંથ જો કોઈ હોય તો તે છે —— સ્કંદ પુરાણ !!!
સ્કંદપુરાણમાં એ વાતનો ઉલ્લેખ સાત- સાત વખત થયો છે કે
ભગવાન શ્રી ગણેશજીનો જન્મ અર્બુદાંચલમાં થયો હતો

ગોબર ગણેશ મંદિર ——-

આ મંદિર આમ તો નાનકડું જ છે પણ થોડું ઉંચે છે
માઉન્ટ આબુમાં આ ભગવાન ગોબર ગણેશની પ્રતિમા દુનિયાભરમાં મશહૂર છે
આ પ્રતિમા લગભગ ૪૫૦૦ વર્ષ પુરાણી છે
એક નાનકડું જ મંદિર છે
ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ નાનકડી પણ અતિસુંદર છે
આજુબાજુ કોઈજ પરિસર નથી સીધું એક જ મંદિર છે
જેમાં પૂજારીજી બેઠાં હોય છે
આ મંદિર પથ્થરોનું બનેલું છે
ગર્ભ ગૃહ સંગેમરમરનું બનેલું છે
શિલ્પસ્થાપત્ય તો અહી કોઈ છે જ નહીં
માત્ર સીધેસાદું મંદિર છે આ !!!
આ મંદિર આજે આપણે જેને માઉન્ટ આબુનું ઊંચામાં ઊંચું શિખર ગુરુ શિખર કહીએ છીએ તે જ આ ગૌરી શિખર હતું અને આ મંદિર ત્યાં જ સ્થિત છે !!!

ભગવાન ગણેશજીની પ્રતિમા અહીંયા બાલરૂપમાં વિરાજમાન છે
મૂર્તિ નાની અને જમણી સુંઢવાળી છે
પણ ….. મૂર્તિ છે ખરેખર સુંદર !!!
જોતાં જ રહીએ અને દર્શન કરતાં જ રહીએ એવી છે !!!
ભગવાન શ્રી ગણેશજીનાં દર્શન કરવાં માટે લગભગ ૨૦૦ પગથિયાં ચઢવાં પડે છે
કારણકે આ મંદિર પહાડ પર સ્થિત છે
આ મંદિર એક ફાળ પર સ્થિત છે
આ મંદિર ૧૧ સ્તંભોવાળી છતથી સુશોભિત થયેલું છે
દેખાવમાં આ મંદિર અન્ય મંદિરો જેવું જ લાગે છે
એ પહેલી નજરે તો થોડું પુરાણું હોઈ શકે એનો સહેજે અંદાજ લગાવી શકાય છે
૨૦૦ પગથીયા ચડો એટલે આજુબાજુનું લોકેશન સારું જ હોય !!!
આ મંદીરમાં જમણી બાજુ એક મોટું ઝાડ છે અને ડાબી બાજુએ એક મોટો ખડક છે જે મંદિરની શોભા વધારનારો છે
આ સ્થાનેથી માઉન્ટ આબુ નગરનું સુંદર વિહંગાવલોકન થઇ શકે છે
મંદિરમાં લોકોની ખુબ જ અવરજવર હોય છે
કારણકે આ મંદિર એ પ્રાચીન અને વિશિષ્ટ ભાત પાડનારું છે
અહીં ભક્તોનું એવું માનવું છે કે ભગવાનની આ મૂર્તિનાં દર્શન કરવાથી એક અલૌકિક એહસાસ થાય છે
આ મંદિર વિષે ઘણી માન્યતાઓ પ્રવર્તમાન છે
એવી માન્યતા છે કે ભગવાનનાં દરબારમાં આવીને જે કંઇ પણ માંગવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશજી ભક્તની મુરાદ જરૂર પૂરી કરે છે
એટલાં જ માટે ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આ વે છે
જો કે એવું તો લગભગ બધે જ બનતું હોય છે !!!
પણ અહી એની વાત જ ન્યારી છે
કારણકે આ મૂર્તિના દર્શન માત્રથી જ શ્રધ્દાળુઓનાં બધાં જ કષ્ટો દૂર થઇ જાય છે
અને એ વ્યક્તિ ભયના બંધનોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે !!!

ભક્તોએ ભગવાન ગણપતિજીનાં મંદિરની ત્રણ પરિક્રમા કરવી જોઈએ
ભક્ત જ્યારે સાચાં મનથી ભગવાનને પુજતો હોય તો ભગવાન એની સારી મનોકામના પૂર્ણ કરી ડે છે
એની બધી જ ચિતાઓ હરી લેતાં હોય છે !!
ભગવાન શ્રી ગણેશને દુર્વા અને મોદક બહુજ પ્રિય છે
ભગવાન શ્રી ગણેશજીને તુલસીપત્રો નથી ચડાવાતાં
પણ દુર્વા વગર ભગવાન શ્રી ગણેશજીની પૂજા અધુરી જ ગણાય

ભગવાન ગણેશજીનું આ મંદિર ભલે સીધે સાદું હોય
કે એમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ભલે નાનકડી હોય
પણ આ મૂર્તિ પૌરાણિકકાલની છે
જે ભારતની સૌ પ્રથમ છે !!!
માઉન્ટ આબુ આમેય પૂરું ગુજરાતી જ છે
એટલે એને પ્રથમ લીધું છે
બીજું એ કે આનો સીધો સંબંધ પૌરાણિક કાળ અને ભગવાન શ્રી ગણેશજીનું જન્મસ્થાન છે
એટલે જ એણે અહી પ્રાધાન્ય આપ્યું છે
આપ સૌ આબુ તો જતાં જ હશો
શેને માટે એ નથી પૂછતો જાવ !!!
પણ જ્યારે પણ જાવ અને જેટલીવાર જાઓ તો આ મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીનાં દર્શન અવશ્ય કરશો !!!
ભગવાન શ્રી ગણેશજી આપ સર્વે પર પોતાની અસીમ કૃપા બનાવી રાખે

।। જય ગણેશ ।।

——— જનમેજય અધ્વર્યુ

👏👏👏👏👏👏👏👏👏

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.