હિંદુ એટલે કોણ ?
હિંદુ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો ?
આ વિશે કોને કેટલી જાણકારી છે?
આઈ એમ સોરી ટુ સે ધેટ — આપણા કેટલાંક કવિઓ અને મહાન વિદ્વાનોએ ગુજરાતીમાં જે અર્થઘટન કર્યું છેઃ તે તદ્દન વાહિયાત છે. આમાં અનિલ જોશી અને કે.કા.શાસ્ત્રીનુંનામ પણ આવે છે. એમને માટેથી માન ઉતરી ગયું છે મને ! હિન્દૂ શબ્દ માટે હું ઠોસ પુરાવાઓ રજૂ કરું છું આ લેખ દ્વારા, નિડર અને સ્પષ્ટ છું.
ખોટી કોઈની ચાપલુસી કરતાં નહીં, રહી અમુક કોમની વાત કે ધર્મની વાત તો મૈત્રક વંશમાં વલ્લભીના નાશમાં હું એમને ધોવાનો જ છું રીતસરનો ! બીવેર ઓફ મી, આઈ મીન ધ પાવર ઓફ બ્રાહ્મણ અને ક્ષત્રિય ! પણ અત્યારે તો વાત હિંદુની જ કરીએ, “હિન્દુ” શબ્દની શોધ “હીનં દુષ્યતિ ઇતિ હિંદુ” થી થઈ છે. અર્થાત — જે અજ્ઞાનતા અને હીનતાનો ત્યાગ કરે છે તે હિંદુ કહેવાય છે.
કરોડો વર્ષ જૂનો ‘હિન્દુ’ શબ્દ સંસ્કૃત શબ્દમાંથી આવ્યો છે. જો તમે આ સંસ્કૃત શબ્દનું સંધિ વિચ્છેદન કરશો, તો તમને આ મળશે….
હીન “+ દૂ = હીન ભાવના + થી દૂર
અર્થાત જે હીન ભાવના કે દુર્ભાવનાથી દૂર રહે છે, મુક્ત રહે છે, તે હિન્દુ છે! વારંવાર, એવું કહેવામાં આવે છે કે હિન્દુ શબ્દ આપણને મુઘલો દ્વારા આપવામાં આવ્યો હતો, જે “સિંધુ” થી “હિંદુ” માં આવ્યો. હિંદુ શબ્દની ઉત્પત્તિ તો વેદમાંથી થઈ છે. આ જ તમારે જાણવું છે ને તો જાણી લો, કેટલાક લોકો કહે છે કે હિંદુ શબ્દ સિંધુ પરથી આવ્યો છે અને તે ફારસી શબ્દ છે. પણ એવું કંઈ નથી!
આ માત્ર એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આપણા “વેદ” અને “પુરાણો” માં હિન્દુ શબ્દનો ઉલ્લેખ છે. “ઋગ્વેદ” ના “બૃહસ્પતિ અગયમ” માં હિન્દુ શબ્દનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે –
“ हिमालयं समारभ्य
यावद् इन्दुसरोवरं ।
तं देवनिर्मितं देशं
हिन्दुस्थानं प्रचक्षते ।”
અર્થાત — હિમાલયથી લઈને ઈન્દુ સરોવર સુધી ઈશ્વરે બનાવેલા દેશને હિન્દુસ્તાન કહેવાય!
માત્ર ‘વેદ’ જ નહીં, પણ ‘શૈવ’ ગ્રંથમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે. 😘
“हीनं च दूष्यतेव् हिन्दुरित्युच्च ते प्रिये ।”
અર્થાત — જે અજ્ઞાનતા અને હીનતાનો ત્યાગ કરે છે તે હિંદુ કહેવાય છે.
“કલ્પદ્રુમ” માં પણ સમાન શ્લોકનું પુનરાવર્તન થયું છે:
” हीनं दुष्यति इति हिन्दूः ।”
અર્થાત — જે અજ્ઞાનતા અને હીનતાનો ત્યાગ કરે છે તે હિંદુ કહેવાય છે.
“પારિજાત હરણ” માં હિન્દુને કંઈક આ રીતે કહેવામાં આવ્યો છે,
” हिनस्ति तपसा पापां
दैहिकां दुष्टं ।
हेतिभिः श्त्रुवर्गं च
स हिन्दुर्भिधियते ।”
અર્થાત — જે પોતાની તપસ્યાથી શત્રુઓ, દુષ્ટો અને પાપોનો નાશ કરે છે, તે હિંદુ છે.
“માધવ દિગ્વિજય” માં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે —
“ओंकारमन्त्रमूलाढ्य
पुनर्जन्म द्रढ़ाश्य: ।
गौभक्तो भारत:
गरुर्हिन्दुर्हिंसन दूषकः ।”
અર્થાત — જે “ઓમકાર” ને દિવ્ય ધૂન માને છે, કર્મોમાં વિશ્વાસ રાખે છે, ગાયોનું પાલન કરે છે અને દુષ્ટતાને દૂર રાખે છે, તે હિન્દુ છે!
એટલું જ નહીં, આપણા “ઋગ્વેદ” (૮:૨:૪૧)માં હિંદુ નામના અત્યંત પરાક્રમી અને સેવાભાવી રાજાનું વર્ણન છે, જેણે ૪૬,૦૦૦ ગાયોનું દાન કર્યું હતું. અને તેનું વર્ણન “ઋગ્વેદ સાંખ્ય” માં પણ જોવા મળે છે.
હિંદુઓ, — જેઓ અનિષ્ટોને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે તેઓ સનાતન ધર્મના પાલનકર્તા અને અનુયાયીઓ છે.
” हिनस्तु दुरिताम”
આ જનમાનસમાં જાગ્રત કરાવવું જોઇએ, જે હું શિલ્પ સ્થાપત્યમાં કરું છું. ઇતિહાસમાં કરું છું, તે હું બધે જ કરું છું !!!
શુ???
સત્યને ડર્યા વગર ઉજાગર કરવાનું !!! આવાં તો કૈંક સત્યો હું ઉજાગર કરીશ ! ગમે તો જ સ્વીકારજો !!!
– જનમેજય અધ્વર્યું
Leave a Reply