આજ જાનેકી જીદ ના કરો
✔ હું ભાઈ સૌમ્ય જોશીના એડલ્ટ નાટક વિષે વાત નથી કરતો
પણ આ નઝમ વિષે વાત કરું છું ……..
✔ વર્ષ હતું સન ૧૯૭૫નું
બાલાસિનોરના રાજકારણમાં પ્રચાર કરવાનો અને એમાં સક્રિય થવાનો આ પ્રથમ મોકો
વાત છે અપક્ષ ઉમેદવાર ચંપાબેન મોદીનાં વિધાનસભાનાં ચૂંટણી પ્રચારની
પપ્પા સાથે ચૂંટણીનો માહોલ જોવાનો આ મારો પ્રથમ અનુભવ
ત્યારે અને બસ ત્યારેજ મેં નક્કી કર્યું હતું કે હું પણ ક્યારેક સક્રિય રાજકારણમાં ભાગ લઈશ
આમ તો ચંપાબેન મોદી જનતા પક્ષના પણ એ પક્ષે એમને તેમણે ટીકીટ નાં આપી એટલે તેઓ અપક્ષ લડયા
તેઓ બહુ સારા કાર્યકર પણ એકલે હાથે ચૂંટણી લડી શકે એમ તો હતાં પણ જીતી શકે એમ નહોતાં
એમણે પપ્પા પાસે મદદનો હાથ લંબાવ્યો જે પપ્પાએ સહર્ષ સ્વીકાર્યો
અમે પણ દિલથી એમનો ખુબ પ્રચાર કર્યો
પછી આવ્યો પરિણામનો દિવસ
અમે સૌ બાલાસિનોરના નિશાળચોકમાં એમનાં વિજય સરઘસમાં ભેગા થયાં હતાં
રાત પડી ગઈ હતી
તે સમયમાં ટીવીનુંતો અસ્તિત્વ જ નહોતું પણ એક માત્ર માધ્યમ હતું અને તે છે —— રેડિયો
એનાં પર બીજાં પરિણામો આવતાં હતાં અને સાથોસાથ ચૂંટણી વિશ્લેષણ
હવે અમે બધાં ચૂંટણી વિશ્લેષણથી બોર થઇ ગયાં હતાં
રેડિયોની ફ્રિકવન્સી બદલતાં બદલતાં વિવિધભારતી પર એક ગીત (નઝમ) વાગતું હતું
“આજ જાને કી જીદ ના કરો ”
ગાયિકા હતી ફરીદા ખાનુન
એ ગીત પત્યું એટલે પપ્પાએ અને મમ્મીએ એ આખું ગાયું
ગઝલ નઝમનાં પાઠ તો મને મુરબ્બી શ્રી રુસ્વા મઝલુમીએ ભણાવ્યા જ હતાં
આમેય પપ્પા -મમ્મી તો શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ
એક વાત કહું કે મારી મમ્મીનો અવાજ બહુ જ સારો
એ સંસ્કાર મારામાં પણ આવે એ સવાભાવિક જ છે
પણ …… આ નઝમ અને ફરીદા ખાનુનનો અવાજ મને એટલો બધો ગમ્યો કે
હું પણ થોડું થોડું ગણગણવા લાગ્યો
રાત્રે ઘરે આવીને સુતાં સુતાં હું એજ ગણગણતો હતો
પછી અમારે મુંબઈ મારે મોસાળ જવાનું થયું
તો મારાં માસા રમણિક ગણાત્રા ને ત્યાં એ રેકર્ડમાં સાંભળવા મળ્યું
એમને અમને એની કેસેટ લાવી આપી !!!
બસ મારે તો આ જ જોઈતું હતું કે આ નઝમ હું ફરીને ફરી સાંભળું
બાલાસિનોર પાછાં આવીને હું કેસેટ પ્લેયર પર રોજ જ સંભાળતો
પણ એ વાત એટલેથી જ રહી
અમદાવાદ આવ્યાં તોય એ કેસેટ તો વગાડતા જ હતાં
VCRનાં જમાનામાં એનો વિડીયો પણ જોયો
હું એ નઝમ લગભગ રોજ સાંભળતો અને ગણગણતો
વર્ષો વીત્યાં પછી CDનો જમાનો આવ્યો અને પછી DVDનો એ બધામાં પણ હું આ “આજ જાનેકી જીદ ના કરો ” સાંભળતો અને જોતો હતો !!!!
✔ હવે જયારે હું લખતો થયો અને ઈતિહાસ અને સંસ્મરણો લખતો થયો
ત્યારે મને થયું કે લાવને આને વિષે પણ થોડું લખું !!!!
તે મોકો છેક અત્યારે મળ્યો છે !!!
✔ આ લખવા પાછળનું નું કારણ એ છે કે ફરીદા ખાનુને આ સૌ પ્રથમ નથી ગાયું
બીજી ચર્ચા કરીએ એ પહેલાં નઝમ હું અહી મુકું છું યથાતથા !!!
🎶 આજ જાનેકી જીદ ના કરો
યુંહી પહલુમેં બૈઠે રહો
હાય, મર જાયેંગે
હમ તો લૂટ જાયેંગે
ઐસી બાતે કિયા ના કરો
આજ જાનેકી જીદ ના કરો
તુમ હી સોચો જરા, ક્યોં ન રોકે તુમ્હે ?
જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ
તુમ કો અપની કસમ જાન-એ-જાં
બાત ઇતની મેરી માન લો
આજ જાનેકી જીદ ના કરો
વકતકી કૈદમેં જિંદગી હૈ મગર
ચંદ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ
ઇનકો ખોકર કહીં, જાન-એ-જાં
ઉમ્રભર ન તરસતે રહો
આજ જાનેકી જીદ ના કરો
કિતના માસૂમ રંગીન હૈ એ સમા
હુશ્ન ઔર ઈશ્કકી આજ મેં રાજ હૈ
કલકી કિસકો ખબર જાન-એ-જાં
રોક લો આજ કી રાત કો
આજ જાનેકી જીદ ના કરો
આજ જાનેકી જીદ ના કરો 🎶
( રાગ – યમન કલ્યાણ )
✔ હવે તમને એ પ્રશ્ન જરૂર થતો હશે કે આ નઝમ લખનાર કોણ ?
તો એના રચયિતા છે પાકિસ્તાની કવિ ફૈયાઝ હાશ્મી
એમની આ એક ઉત્તમ નઝમ છે
એમણે આ સિવાય અનેક ગીતો-નઝમો અને ગઝલો લખી છે
જે કમ્પોઝ પણ થયેલી છે
કવિ ફૈયાઝ હાશ્મી એક એવાં ગીતકાર છે કે જેમને ભારતીય સિનેમા અને પાકિસ્તાની સિનેમા એમ બંને માટે એમણે ગીતો રચ્યાં છે
કવિ ફૈયાઝ હાશ્મી નો જીવનકાળ બહ લાંબો છે ૧૯૨૦થી ૨૦૧૧
એટલે કે ૯૧ વર્ષ !!!!
તેઓ કલકતામાં જન્મ્યા હતાં
પણ આ નઝમ એમને કઈ સાલમાં રચી તે અધ્યાહાર જ છે
આ નઝમ એ પ્રખ્યાત પાકિસ્તાની કમ્પોઝર સોહૈલ રાણાએ કમ્પોઝ કરી હતી
તેઓ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક હતાં
એના પરથી એ સાબિત થાય છે કે આ નઝમ સૌ પ્રથમ એમણે ગાઈ હતી
બની શકે કે શાસ્ત્રીય સંગીતના એ ખુબજ જાણકાર હોવાથી એમણે કદાચ એ સૌ પ્રથમવાર રાગ યમન કલ્યાણમાં ગાઈ હોય
પણ એની કોઈ ઠોસ -નક્કર માહિતી નથી એટલે આપણે કદાચ એવું માનીને ચાલવું જ હિતાવહ ગણાય
પછીથી તે એક વાજિંત્ર પર વગાડવામાં આવી હતી પણ તેની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી
✔ પણ એટલી માહિતી જરૂર પ્રાપ્ત થાય છે કે પાકિસ્તાની ગાયક હબીબ વલી મોહમદે એ પાકિસ્તાની ફિલ્મ “બાદલ ઓર બીજલી”માટે આ નઝમ ગઈ હતી
આ ફિલ્મ ૧૯૭૩માં બની હતી
સંગીત ઈતિહાસ એ વાતની પુષ્ટિ કરે છે કે અનાઝ્મના ગાયક સૌ પ્રથમ એ હબીબ વલી મોહમદ જ છે
માધ્યમો પણ એની જ પુષ્ટિ કરે છે એટલે એ જ સૌપ્રથમ ગાયક છે એમ માની જ ચાલવું જોઈ આપણે પણ !!!
✔ પછી આવ્યો લાઈવ કોન્સર્ટનો જમાનો
જેમાં ફરીદા ખાનુનનું નામ લાઈમલાઈટમાં આવ્યું
એમને આ નઝમ એક લાઈવ કોન્સર્ટમાં ગઈ હતી અને એ રાગ યમન કલ્યાણમાં હતી
આનાથી જ ફરીદા ખાનુન અને આ નઝમ “આજ જાનેકી જીદ ના કરો બંને પ્રખ્યાત થયાં
જેની સાલવારી આપવામાં સંગીત ઈતિહાસ પાછો પડયો છે એ મેં ઉપર આપી જ છે
એ ફરીથી હું આપી દઉં કે જો રેડિયો પર એ સન ૧૯૭૫માં આવ્યું હોય તો લાઈવ કોન્સર્ટ એ સન ૧૯૭૫ની શરૂઆતમાં કે સન ૧૯૭૪માં એમને એ ગાઈ હશે
કારણકે મેં ખુદ એમને સન ૧૯૭૫માં સંભાળ્યા છે !!!
આનાથી ફરીદા ખાનુણ એટલી બધી પ્રખ્યાત બની ગઈ કે લોકજીભે એમનું નામ રમતું થઇ ગયું
હું એમાનો જ એક છું !!!
લોકો એટલે સુધી માનતાં થઇ ગયાં કે આ નઝમની સૌપ્રથમ ગાયિકા એ ફરીદા ખાનુન જ છે
અલબત તે ગાયિકા તરીકે પ્રથમ જરૂર છે પણ ગાયક તરીકે નહીં !!!
લોકોના મનમાં એક ખોટો ખ્યાલ પ્રવર્તે છે એટલાં જ માટે હું લખવા પ્રેરાયો છું
શબ્દો કઈ એટલાં બધાં અફલાતુન તો નથી જ નથી પણ ફરીદા ખાનુનનાં અવાજે અને એમનાં પસંદીદાર રાગ યમન કલ્યાણે આ નઝમને ચાર ચાંદ લગાવી દીધાં !!!!
એ સન ૧૯૯૦ – ૯૨ સુધી તો ફરીદા ખાનુનની જ માલિકી બની ગઈ
પછી એ નઝમ અને એ ગાયિકા બંને વિસરાઈ ગયાં તે લગભગ ૧૦ વરસ સુધી
૧૦ વરસ પછી ભારતીય સિનેમા એ એના પર પોતાનો હાથ અજમાવવો શરુ કર્યો
✔ ભારતને પણ આ નઝમ એની પ્રખ્યાતીને કારણે એટલી બધી ગમી ગઈ જોકે આજપર્યંત પણ એ ગમે તો છે જ !!!
સન ૨૦૦૧માં મીરા નાયરની ફિલ્મ “મોન્સૂન વેડિંગ”માં એ લેવાઈ હતી
જેમાં એ બેકગ્રાઉન્ડ મ્યુઝીકમાં વાગતી હતી
પણ સન ૨૦૦૬માં ભારતની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેએ એ નઝમ ફિલ્મ લવ સુપ્રીમમાં ગાઈ હતી
વાત જ્યારે ભારતીય ફિલ્મની અને એમાં પણ હિંદી સિનેમાની થતી હોય તો તેઓ પાકિસ્તાની ફિલ્મી ગાયક હબીબ વલી મોહમદને ભૂલી જાય એ તો શક્ય જ નથી ને !!!
આમેય આપણું ફિલ્મ સંગીત એ જુદાં જુદાં વર્ઝનોનું મોહતાજ છે !!!!
રીપ્રાઈઝડ ,બાસમીમિક્સ વગેરે !!!!!
પણ એક વાત છે કે આ એક એવી નઝમ છે કે એમાં બહુ પ્રોગોને અવકાશ નથી
એનો સાચો શ્રેય તો ફરીદા ખાનુનને જ આપવો ઘટે !!!
પણ હબીબ વળી મોહમદ પણ કંઈ ઓછાં પ્રખ્યાત ગાયક નહોતાં
એમની શેહમાં પણ સમગ્ર ભારત આવી ગયું
કારણકે એમનું પ્રદાન પણ કઈ ઓછું અને અજાણીતું તો નહોતું જ !!!
હબીબ વલી મોહમદનાં વર્ઝનને શંકર ટકરે એક ઓન્લ્લૈન સંગીત શ્રેણી ” ધ શ્રુતિ બોક્સ “માં સ્થાન આપ્યું
એમાં એ ગામ આવ્યું રોહિણી રાવાડાએ !!!
ત્યાર પછી આપણા પ્રખ્યાત સંગીતકાર અને ગાયક રહેમાન સાહેબે આ નઝમ MTV Unplugged season-2માં ગાઈ હતી
મારી દ્રષ્ટિએ વલી મોહંમદ અને ફરીદા ખાનું પછી કોઈએ વધુ સારી રીતે ગાયું હોય તો તે એ આર રહેમાન સાહેબે
જેનો ઉલ્લેખ કરવામાં આપણા વોટ્સએપ કોપીકારો પાછળ પડયાં છે !!!!
ખારેકાહ્ર તો એ આર રહેમાન સાહેબ વગર આ નઝમની વાત જ ણ કરાય !!!
સાંભળજો સહુ તમને બહુ જ ગમશે
આની સાલવારી જાતે શોધી લેજો !!!
✔ ત્યાર પછી પછી સાલવારી ચમકી
સન ૨૦૧૫માં સ્ટ્રીંગ દ્વારા આ નઝમ કોક સ્ટુડીઓ પાકિસ્તાન માટે રી કમ્પોઝ કરવામાં આવી
જેને ગવડાવવામાં આવ્યું કેટલાંક વર્ષો સુધી અદ્રશ્ય -અલિપ્ત રહેલી ફરીદા ખાનુન પાસે
આમ ફરી પાછી ફરીદા ખાનુન અતિપ્રખ્યાત થઇ ગઈ !!!!
અત્યારની યુવાપેઢીને આ જ ફરીદા ખાનુનની ખબર છે સન ૧૯૭૪-૭૫ની નહીં !!!
આ નઝમનો ઈમ્પેક્ટ જ એવો હતો કે સન ૨૦૧૬માં સોની ટીવીએ એણે ક્રાઈમ પેટ્રોલમાં પણ લીધી
આ એપિસોડ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ટેલીકાસ્ટ થયો હતો !!!
ત્યાર પછી મહેશ ભટ્ટે એમની સીરીયલ નામકરણમાં આ નઝમ તબલા પર યશ ગ્રુપ દ્વારા વગાડવામાં આવી
જેમાં પાછળથી એ ગાવામાં આવી અને એન ગાયક છે અત્યારના સુપ્રસિદ્ધ ગાયક અરિજિત સિંહ
જે ઓગસ્ટ ૨૦૧૬માં ટેલીકાસ્ટ થઇ હતી !!!
તો આપણા કોપીકાર સંગીતકાર ભાઈ પ્રીતમ પણ કેમ પાછળ રહી જાય
એમણે અ નઝમ રી કમ્પોઝ કરી અને ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ”માં એ શિલ્પા રાવ પાસે ગવડાવી
આફિલ્મ પણ સન ૨૦૧૬માં જ રીલીઝ થઇ હતી !!!
આનું એક વર્ઝન પાપોન દ્વારા Season 7 of MTV Unpluggedમાં પણ ગાવામાં આવ્યું હતું
છેલ્લે નેહા કક્કરે એક રીયાલીટી શો ઇન્ડીયન આઇડોલ ૨૦૧૮માં ગાવામાં આવ્યું હતું
આટલે સુધીની માહિતી તો ઈન્ટરનેટ પણ ઉપલબ્ધ છે જે નથી તે મેં ઉમેરી છે
પણ હજી કેટલુંક ઉમેરવાનું તેમાં બાકી છે !!!
તેના વગર નઝમ અને આ મારો લેખ અધુરો જ ગણાય
નેટ પર ઉપલબ્ધ છે ઘણી માહિતી પણ કોઈએ એકઠી કરવાનો પ્રયાસ જ નથી કર્યો !!!
જોકે ઘણું બધું એવું પણ છે કે જે નેટ પર ઉપલબ્ધ પણ નથી
પણ જે જે છે તે સત્ય સામે લાવું છું !!!
✔ આ નઝમ કેટલાયે પોતપોતાની રીતે ગાઈ છે જેમાં એક બહુ મોટું નામ આવે છે ગઝલગાયક જગજીતસિંહનું
એક નવી ગાયિકા છે ઈશાની નાગ એણે પણ આ નઝમ ગઈ છે
આ નઝમ અભિજિત નઝમે પણ ગાઈ છે
આ નઝમ રાહુલ જૈને પણ ગાઈ છે
આ નઝમ રૂપકુમાર રાઠોડે પણ ગાઈ છે
આ નઝમ ઓસ્માન મીરે પણ ગાઈ છે
આ નઝમ આકૃતિ કક્કરે પણ ગાઈ છે
આ નઝમ રીચા શર્માએ પણ ગાઈ છે
આ સિવાય કંઈ કેટલાય ગાયકો છે કે જેમણે આ નઝમ પોત્પાતાની રીતે પોતાનાં આગવા અવાજમાં આગવી શૈલીથી ગાઈ છે
✔ પણ એક વાત તો છે દરેકે બહુજ રીતે ગાઈ છે
કોને યાદ કરવાંઅને કોને ના કરવાં તે કઠીન કાર્ય જ છે
ટૂંકમાં આ નઝમને પ્રખ્યાત બનાવવમાં હબીબ વલી મહોંમદ અને એનાં કરતાં પણ વધારે ફરીદા ખાનુનનો ફાળો વધારે છે
રચયિતા ભૂલી જવાય પણ ફરીદા ખાનુન તો ક્યારેય નહિ ભૂલાય
જેટલાય વર્ઝનો છે એ બધાં સાંભળજો બહુ જ મજા આવશે
આ નઝમે એક વાત તો સાબિત કરી જ દીધી કે ભલે માધ્યમો બદલાય પણ ગાયક અને એમનાં પસંદીદાર રાગની અસર ક્યારેય ઓછી નથી !!!
સાલવારી અને માત્ર અમુક તમુકને યાદ કરવાં બધાં જ સાંભળજો અને તેને તમારાં સંગ્રહમાં સામેલ કરજો
આ જ ઉત્તમ કાર્ય છે આપણા જેવાં ચાહકોનું !!!!
કરજો કરવાં જેવું કાર્ય છે
અસ્તુ !!!!
——– જનમેજય અધ્વર્યુ
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
Leave a Reply