સચિન રમેશ તેંદુલકર
👉 ક્રિકેટનો વર્લ્ડકપ હોય અને એમાં પણ જયારે ભારત – પાકિસ્તાનની મેચ હોય
અને એ આપણે જીત્યા હોઈએ
જો કે એ એતો આપણે દરવખતે જીતતાં જ હોઈએ છીએ
એમાં કંઈ નવાઈ નથી જ
પણ એ મેચ ચાલતી હોય અને મેચ જીત્યાં પછી જે વિજયોઉલ્લાસ ભર્યું સરઘસ નીકળે ત્યારે બધાં જ અબાલવૃદ્ધ એક જ પોકાર કરતાં રોડ પર નીકળે કે ટીવી આગળ બેસીને બુમો પાડે
સચિન ….. સચિન ……..
👉 અરે ભાઈ આ એક એવો ખેલાડી હતો કે જે એની ઉત્તમ રમત પાકિસ્તાન સામે જ બતાવતો હતો
ભારત ૨૦૧૧નો વર્લ્ડકપ જીત્યું એ પહેલાં ૨ વર્લ્ડકપ પહેલાં
વાસીમ અક્રમે કહેલા શબ્દો મને યાદ આવે છે
એનો એક કેચ અઝહર મહેમુદે વાસીમ અક્રમની ઓવરમાં પડતો મુક્યો હતો
ત્યારે વાસીમ અક્રમે તેને એમ કહ્યું કે —–
” તુજે પતા હૈ તુને કિસકા કેચ છોડા હૈ !!”
અને બન્યું પણ એવું જ કે સચિનની ર્જોરદાર રમતને લીધે પાકિસ્તાન એ મેચ હારી ગયું
ત્યાર પછી જયારે ભારત પાકિસ્તાનની મેચ થાય ત્યારે સચિન એની ઉત્કૃષ્ટ રમત રમીને ભારતને જીતાડતો આવ્યો છે
ત્યારે એમ કહેવાતું હતું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન નહીં પણ સચિન વિરુદ્ધ પાકિસ્તાન
આ જ સચિન જયારે ૧૬ વર્ષનો હતો ત્યારે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો
ત્યાં મેચ ઓફિશિયલી તો ના રમાણી
પણ પાકિસ્તાનનો એક ઉત્કૃષ્ટ લેગ સ્પિનર અબ્દુલ કાદિર એમ બોલ્યો હતો કે
” આ ૧૬ વરસનો છોકરો મારું શું બગડી લેવાનો છે હું એણે પળવારમાં આઉટ કરી દઈશ
અને સચિને એને એવો તે ધોયો કે એની કારકિર્દી જ ખતમ થઇ ગઈ
શેન વોર્નને શારજાહમાં ઝૂડીને સપનામાં આવનાર પણ આ સચિન જ છે
અત્યારે જે મેચફિક્સિંગ ચાલે છે
તે સમયે એવું કહેવાતું કે સચિન જયારે બેટિંગમાં હોય કે ફિલ્ડીંગમાં હોય ત્યારે મેચ ફિક્સિંગ નહોતું થતું
તેનાં આઉટ થયાં પછી જ મેચ ફિક્સિંગ થતું હતું !!!
આ ખેલાડી સાચે જ મહાન છે
એ ક્રિકેટનો જ ભગવાન નહિ અત્યારે તો એ કોરોના પીડિતો માટે ભગવાન સાબિત થઇ રહ્યો છે
આજે એ પોતાનો જન્મદિવસ નથી મનાવવાનો
પણ આપણી તો ફરજ છે ને કે એને જન્મદિવસ પાઠવીએ !!!
———– હેપ્પી બર્થ ડે સચિન રમેશ તેંદુલકર ———-
—— જનમેજય અધ્વર્યુ
🥉🏆🥉🏆🥉🏆
Leave a Reply