👉 આપણે માત્ર ચાણક્યનીતિ કે વિદુરનીતિ વિષે જ જાણીએ છીએ
ક્યારેય કોઈએ ભર્તુહરિનાં નીતિ શતક વિષે વિચાર કર્યો છે કે એણે વાંચવાનો કે સમજવાનો કે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ખરો !!!
અરે ભાઈ જે નેટ અને ગુગલ પર કૂદો છો
આ એની જ દેન છે
કોઈએ આને ગુજરાતીમાં ઢાળવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો નથી
કર્યો હોય તો તે ક્યાંય ઝળક્યો જ નથી
મેં જયારે ભર્તુહરિ પર શેરઇનઇન્ડિયા.ઇનમાં લખ્યું
ત્યારે મેં મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે
ભર્તુહરિનાં નીતિ શતકને તમારી સમક્ષ લાવું
આમ તો મારો વિચાર બધાં શ્લોકો તમારી સમક્ષ મુકવાનો જ વિચાર છે
પણ……. એ અઘરું કાર્ય તો છે જ
તેમ છતાં કાલે એક દક્ષીણ ભારતીય ફિલ્મ જોઈ
એમાં એક સંવાદ વારંવાર આવે છે
“I Love Chalanges”
એ મારો પણ સિધ્ધાંત છે
કેટલાંક મગતરાઓ હિંદુ સંસ્કૃતિને નીચી પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે
એમને આ મારો કરારો જવાબ છે
વાંચો અને પચાવો !!!
આ એક ફૂલ નહીં ને ફૂલની પાંખડીરૂપે આપની સમક્ષ મુકું છું
બીજાં પણ કાલાંતરે હું મુકતો જ જઈશ !!!
આશા છે કે આપને એ ગમશે જ !!!
🌹 असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः
प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरम् ।
विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ २८ ॥ 🌹
✍ ભર્તુહરિ નીતિશતક શ્લોક ૨૮નો ભાવાર્થ ——
👉 દુષ્ટોની પ્રાર્થના -યાચના ક્યારેય ન કરાય ,
નિર્ધન અથવા ઓછાં ધનવાળા સજ્જન મિત્ર પાસેથી પણ ક્યારેય કોઇપણ પ્રકારની આર્થિક સહાયતાની ઉમ્મીદ ણ કરાય ,
ન્યાય પૂર્વક જીવન વિતાવવામાં અભિરુચિ રાખવી જોઈએ
જાન જવાનો ભય હોય તો પણ ક્યારેય કોઈ ખોટાં કાર્યોમાં સાથ ના આપવો જોઈએ કે એમાં સહભાગી ના થવું જોઈએ
વિપત્તીકાલ અથવા વિપરીત પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવું જોઈએ
તથા મહાન લોકોના બતાવેલા રસ્તા પર ચાલવું જોઈએ
આ પ્રકારે તલવારની ધાર પર ચાલવા જેવો માર્ગ અપનાવીને જીવન જીવવાવાળા સત્પુરુષોને યદ્યપિ કોઈએ પણ ક્યારેય કોઈ ઉપદેશ નાં આપ્યો હોય
તો પણ સજ્જન પુરુષ સ્વભાવથી એનું પાલન કરે છે !!!
——– જનમેજય અધ્વર્યુ
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Leave a Reply