બાજીરાવ પેશ્વા અને ખેડૂત
👉 બાજીરાવ પેશ્વા મરાઠા સૈન્યના એક બાહોશ અને મહાન સેનાપતિ હતા
એક વાર તેઓ અનેક યુદ્ધોમાં ઝળહળતી જીત મેળવી પોતાની રાજધાનીમાં પાછા ફરી હતા
સતત કૂચને કારણે સૈન્ય થાકી ગયું હતું
રસ્તામાં તેઓ સૈન્ય સાથે માળવામાં વિશ્રામ કરવા રોકાયા
સૈનિકો થાક્યા હતા અને ભૂખના કારણે વ્યાકુળ હતા
વળી, તેઓની પાસે ખાવા માટે પૂરતી સામગ્રી પણ નહોતી
બાજીરાવને આ પરિસ્થિતિની જાણ થતાં તેમણે સૈન્યના એક અમલદારને બોલાવ્યો. તેને હુકમ આપતાં કહ્યું
“સો સૈનિકોને લઈ હમણાં ને હમણાં ગામ તરફ જાઓ અને જે ખેતરમાં અનાજ પાક્યું હોય તે કાપીને છાવણીમાં લઈ આવો. આપણા સૈનિકો ભૂખ્યા છે”
સો સૈનિકોને લઈ અમલદાર ગામ તરફ ઊપડયો
રસ્તામાં તેમને એક ખેડૂત મળી ગયો. અમલદારે ખેડૂતને પૂછ્યું,
“તું અહીંનો રહેવાસી છે ?”
“હા….” ખેડૂતે જણાવ્યું.
અમલદારે કહ્યું – “તો પછી આ વિસ્તારનું સૌથી મોટું ખેતર જ્યાં હોય ત્યાં તું અમને લઈ જા”
ખેડૂત તેમને એક મોટા ખેતરમાં લઈ ગયો. પાકથી લહેરાતું ખેતર જોઈ અમલદારે સૈનિકોને હુકમ કર્યો,
” જાઓ, અનાજ લણી લઈ પોતપોતાના કોથળામાં અનાજ ભરી લો”
અમલદારનો આવો હુકમ સાંભળી પેલા ખેડૂતે અમલદારને વીનવતાં કહ્યું
“મહારાજ, આ ખેતરમાં ઊભા મોલને લણશો નહિ. ચાલો, હું તમને બીજા એક ખેતરમાં લઈ જાઉં, જ્યાં લણવા માટે પાક એકદમ તૈયાર છે !!!”
તેથી અમલદાર અને સૈનિકો તે ખેડૂત સાથે એક બીજા ખેતરમાં ગયા
એ ખેતર થોડું વધારે દૂર હતું
એ અગાઉના ખેતર કરતાં નાનું પણ હતું
ખેડૂતે અમલદારને કહ્યું,
“મહારાજ, આ ખેતરમાંથી તમારે જોઈએ તેટલું અનાજ લણી લો !!!”
ખેતર જોતાં જ અમલદાર ગર્જ્યો …….
“અલ્યા, તેં અમને આટલે દૂર સુધી દોડાવ્યા તે આ નાનકડા ખેતરને લણવા? આ તો પેલા ખેતર કરતાં ઘણું નાનું છે !”
ખેડૂતે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો
“મહારાજ, એ ખેતર મારું નહોતું, બીજાનું હતું
આ ખેતર મારું છે….. તેથી હું તમને અહીં લઈ આવ્યો છું!!!”
ખેડૂતનો ખુલાસો સાંભળી અમલદારનો ગુસ્સો ઠંડો પડયો
તે ખેતરને લણ્યા વગર મારતે ઘોડે પેશ્વા પાસે પહોંચ્યો અને તેમને બધી વાત કહી
બાજીરાવ પેશ્વાને પણ પોતાની ભૂલ સમજાઈ
👉 પેશ્વા બાજીરાવ ખેડૂતનાં ખેતરમાં જાતે આવ્યાં
તેમણે ખેડૂતને અનાજના મૂલ જેટલી સોનામહોરો આપી અને તેના ખેતરમાંથી પાક લણાવી છાવણીમાં લઈ આવ્યા.
👉 આવાં હતાં બાજીરાવ પેશ્વા
જય હો બાજીરાવ પેશ્વાની !!!
👉 નેટમાં ફરતાં રહેવું કેટલું સારું હોય છે
જો તેમાં ફરવાની અને નવું જાણવાની આપણને આદત જ ના હોત
આઈ શપથ …..
આ વાત મને જાણવા મળી જ ના હોત ને !!!
આભાર ઈન્ટરનેટનો
પણ આ વાત કોણે લખી છે એ મને નથી ખબર !!!
પણ સારી લાગી એટલે આપની સમક્ષ મુકું છું !!!
👌👌👌👌👌
Leave a Reply