Sun-Temple-Baanner

રિયાઝ નાયકૂ – પ્લાનિંગ અને એનકાઉન્ટર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રિયાઝ નાયકૂ – પ્લાનિંગ અને એનકાઉન્ટર


રિયાઝ નાયકૂ – પ્લાનિંગ અને એનકાઉન્ટર

👉 કોઈ દુશ્મન અચાનક સામે મળી જાય તો એને મારવો આસાન છે
બાકી …. આતંકવાદીને મારવાં માટે ઠંડુ દિમાગ અને ગજબની તૈયારીઓની જરૂર પડે છે
આ આતંકવાદીઓ એટલાં શાતિર દિમાગવાળા અને આપણા કરતા હંમેશા એક કદમ આગળ ચાલનારા અને એક પગલું આગળ વિચારનારા હોય છે
એમને એટલે જ તો એકીધડાકે મારી શકાતાં નથી
એટલે જ તેઓ સેના સાથે મુઠભેડ થાય તોય તેઓ ભાગી નીકળવામાં સફળ નીવડે છે !!!
આ જ કારણોસર આ રિયાઝ નાયકૂ અનેકોવાર સેના સામેની મુઠભેડમાં ભાગી નીકળતો હતો

👉 તારીખ છઠ્ઠી મે ૨૦૨૦ના રોજ એ મરાયો એ ભારતીય સુરક્ષાકર્મીઓની બહુ મોટી સિદ્ધિ છે
પણ આ મુઠભેડ -એનકાઉન્ટર કેવી રીતે શક્ય બન્યું ?
તો એની પણ વિગતો હવે પ્રાપ્ત થઇ છે

👉 જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર રિયાઝ નાયકૂ પાછલાં કેટલાંક વર્ષોથી સુરક્ષાદળનાં જવાનોની નજરમાં જ હતો
પરંતુ એણે એવી તો જાળ બિછાવી રાખી હતી કે દરેક વખતે એ સાફ બચીને નીકળી જતો હતો !!!

👉 રિયાઝ નાયકૂને મારવાં માટે જમ્મુ-કાશ્મીર પોલીસે આજથી ૬ મહિના પહેલાં એક વિશેષ ટીમ બનાવી
જેનું નેતૃત્વ દક્ષિણ કાશ્મીરનાં ડીઆઈજી અતુલકુમ્મર ગોયલને સોંપવામાં આવ્યું !!!
અતુલકુમાર ગોયલની સાથે જમ્મુ- કાશ્મીર પોલીસનાં કેટલાંક ચુનંદા યુવા ઓફિસરોને લેવામાં આવ્યાં
એમને આ રીયાઝને પકડવાનું કામ સોંપવામાં આવ્યું !!!
ટીમનું ગઠન થઇ ગયાં પછી રિયાઝના નેટવર્કને ખંખોળવાનું કામ શરુ કરવામાં આવ્યું
જેમાં એમણે ખબર પડી કે રીયાઝ્નું નેટવર્ક તો ઘણું વિશાળ અને વ્યાપક છે
આ નેટવર્કમાં કાશ્મીરની સામાન્ય પ્રજાની સાથે -સાથે ઘણા મોટાં ડ્રગ માફિયા અને કેટલાંક ચોરો અને હેરાફેરી કરનારાઓ પણ સામેલ છે
આ ખબર તેમને પડી ત્યાર પછી રિયાઝનાં ફોન અને ઈ- મેઈલ ઉપર પણ આ ટીમે નજર રાખવાનું શરુ કર્યું !!!

👉 જમ્મુ – કાશ્મીરનાં આઈ જી વિજયકુમારના જણાવ્યા અનુસાર
રિયાઝ નાયકૂનું સમગ્ર નેટવર્ક દક્ષિણ કાશ્મીરનાં જે પટ્ટામાં ફેલાયેલું હતું તે કાશ્મીરનો ડ્રગ બેલ્ટ છે
અહીંયા દરવર્ષે કરોડો રૂપિયાનાં ડ્રગના પૌધા અવૈધરૂપે ઉગાડવામાં આવતાં હતાં
જે સમગ્ર ભારતની યુવાપેઢીને પાયમાલ કરવાં પૂરતાં છે
આ સમગ્ર ડ્રગનેટવર્કનું સંચાલન પાકિસ્તાનની મદદથી રિયાઝ નાયકૂ દ્વારા જ થતું હતું
અને એનાં સંગઠનને આર્થિક મદદ પણ મળતી હતી

👉 રિયાઝે પોતાનાં આ નેટવર્કની મદદથી જ ખુલ્લા હરિયાળા મેદાનોમાં જમીનની નીચે પોતાનાં રહેવાનાં – છુપાવાના ઠેકાણા બનાવ્યાં હતાં
જેમાં એ છુપાઈ રહેતો હતો
આ અન્ડરગ્રાઉન્ડ ઠેકાણાઓને કારણે જ દરેકવખતે ખબર પાકી મળી હોવાં છતાં પણ સુરક્ષાકર્મીઓ રિયાઝ સુધી નહોતાં પહોંચી શકતાં
દર વખતે તલાશી અભિયાન દરમિયાન પાકી જાણકારી બાવજૂદ નાયકૂ પકડમાં એટલાં માટે નહોતો આવતો કે
સુરક્ષાદળએનાં ઠેકાણાઓ અને સબૂતો મકાનની અંદર શોધતી હતી જ્યારે એ અને એનાં સાથીઓ જમીનની નીચે આરામથી મજેથી રહેતાં હતાં

👉 આ જમ્મીનની નીચેના ઠેકાણાઓની જ્યારે આ પોલીસ ટીમને ખબર પડી તો માર્ચ મહિનાની શરૂઆતમાં રિયાઝ નાયકૂનાં
અન્ડરગ્રાઉન્ડ ઠેકાણાઓ શોધી શોધીને એને નષ્ટ કરવાનું શરુ કરી દીધું !!!
જાન્યુઆરી મહિનામાંથી અત્યાર સુધીમાં લગભગ ૧૫૦થી પણ વધારે ઓવર ગ્રાઉન્ડ (OGW)ઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યાં
તો પણ રિયાઝ એમની પકડની બહાર જ હતો !!!

👉 આખરે માર્ચ મહિનાની શરૂઆતમાં આ ચુનંદા પોલીસ ઓફિસરોની ટીમને વધારે પુખ્તા પ્રમાણમાં જાણકારીઓ મળવી શરુ થઇ ગઈ
એક પછી એક એનાં સ્થાનકોને શોધી શોધીને નષ્ટ કરવાનાં ચાલુ કર્યાં અને રિયાઝ નાયકૂનાં નિકટવર્તી લોકોપર બાજ નજર રાખવાં માંડી
આને લીધે રિયાઝ ઉપર પોલીસનો દબાવ વધવા માંડયો !!!
પછી એપ્રિલ મહિનામાં આ પોલીસ ટીમને ખબર પડી કે
રિયાઝ નાયકૂ બેગ્પોરામાં એનાં ઘણાં ઠામઠેકાણા મોજૂદ છે
જે ત્યાંથી પસાર થતી રેલ્વે લાઈનની બંને તરફ બનેલાં છે
આ રેલ્વેલાઈન વિષે તમને જણાવી દઉં કે આ ટ્રેન માત્ર ૮૦ કિલોમીટર માટે જ છે
એમાં કોઈ ભુતોભાઈ પણ બેસતું નથી
કારણકે આવાગમન માટે ધોરીમાર્ગ જ સુગમ પડે છે
બીજું કે અંદરના ગામોમાં તે પસાર નથી થતી
એ ધોળો હાથી જ છે કાશ્મીરમાં
ઘણી વખત આ ટ્રેનમાં પણ આતંકીઓ છુપાતા હોય છે કારણકે એમાં કોઈ જ જતું આવતું નથી !!!
આરેલ્વે લાઈન એ સપાટ મેદાન અને સુમસામ જગ્યાએ છે
એક જગ્યા તો એવી છે જ્યાં કાશ્મીરી સિલ્કનાં ઝાડ પણ છે
પણ ત્યાં કોઈને જવાં આવવાની મનાઈ છે
સિવાય કે તેના માલિકો અને કામદારો
રોડ પરથી દેખાય છે પણ ત્યાં જવાતું નથી
તમને એ કહેવાની જરૂર ખરી કે ત્યાં સિલ્કની સાથે શું ઉગતું હશે તે !!!
વળી આ જગ્યાઓ જેલમ નદીને બન્ને કાંઠે જ છે
એ રસ્તો પણ આતંકવાદીઓ માટે સાનુકુળ છે !!!
જો કે આ બેગપોરા ગામમાં એનાં બધાં ઠેકાણા એકબીજાં સાથે ટનલથી જોડાયેલાં છે —–અન્ડરગ્રાઉન્ડ !!!
અને એ પુલવામાની નજીક જ છે
હવે મને સમજાય છે કે પુલવામામાં એટેક કેમ થયો હતો તે !!!
બાય ધ વે મેં એ એટક સ્થળ પણ જોયું છે !!!
એ વિષે હું અગાઉ લખી જ ચુક્યો છું !!!
આમાંથી એનું એક ઠેકાણું એનાં જ ઘરમાં હતું
જે રેલ્વે લાઈનની એક તરફ હતું
અને બીજું એનાં કાકાનાં ઘરમાં હતું જે બીજી તરફ હતું !!!

👉 આખરે રવિવારે જયારે પોલીસને પુરતી જાણકારી મળી કે નાયકૂ આ ઇલાકામાં મોજુદ છે !!!
એનાં પછી છાપામારી શરુ થઇ ગઈ
ત્રણ દિવસમાં તો સુરક્ષાદળોએ એનાં બધાં ઠેકાણા શોધીશોધીને નષ્ટ કરી દીધા
તો પણ એમને નાયકૂ તો ના જ મળ્યો
તો પોલીસે એનાં સાતમાં ઠેકાણા પર જે એનાં કાકાના ઘરમાં હતું તેનાં પર જ પુરતું જોર લગાવ્યું

👉 ડી આઈ જી અતુલ ગોયલને મંગળવારે જ એમનાં વિશ્વાસુ મુખબીરે પાકી જાણકારી આપી હતી કે રિયાઝ નાયકૂ
પોતાની માં જે બીમાર હતી એણે મળવા ગામમાં આવ્યો છે
ત્યાર પછી જમ્મુ-કાશ્મીર પોલીસનાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક ટુકડીએ એ જગ્યાને ઘેરાબંધી કરી દીધી
જ્યાં રિયાઝના છુપાયા હોવાની બાતમી હતી !!!
પરંતુ પોલીસને એવું લાગ્યું કે રિયાઝ ફરી પાછો ભાગી નીકળવામાં સફળ રહ્યો છે
ગહન તાલ્શી પછી પણ રિયાઝનો કોઈ અતોપતો તો ના જ મળ્યો
નાં એનાં ઠેકાણા મળ્યાં કે ના રિયાઝ મળ્યો
પરંતુ બાતમીદારોનાં એ આગ્રહ પર કે રિયાઝ અહિયાં મોજુદ જ છે તો પોલીસે સેનાનો સહારો લીધો
આમ અંતે અહી સેનાનો પ્રવેશ થયો હતો તે પહેલાં નહી !!!
એમણે તાબડતોબ અહિયાં સેનાને બોલાવી અને તાલાશીને સઘન કરી દીધી
રિયાઝનાં ટનલ નેટવર્કને શોધવાં માટે જગ્યાએ-જગ્યાએ ખોદાઈ કરવામાં આવી
પરંતુ અહીં પણ સુરક્ષાકર્મીઓને કોઈ પણ સફળતા ના મળી તે ના જ મળી
ઠેકાણું કેટલું ગુપ્ત હતું એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે
ખુદ ડી આઈ જી અતુલ ગોયલ બે વખત એ મકાનમાં અંદર ગયાં
જે મકાનમાં જ્યાં રિયાઝ નાયકૂનાં છુપાયા હોવાની ખબર હતી
સેનાએ તો તલાશી ખત્મ કરવાની નીષ્ણ પડતું મુકવાની સલાહ આપી
પરંતુ ડીઆઈજી અતુલ ગોયલને પોતાનાં ખાસ ખબરી પર પુરતો ભરોસો હતો
એટલે એમણે તો સેનાની હોવાં છતાં પણ રાતભર તલાશી ચાલુ જ રાખી !!!
અંતે બીજા દિવસની સવારે એટલે કે બુધવારની સાવારે પોલીસને એ ઠેકાણું મળી જ ગયું કે જે છતની નીચે બનેલું હતું !!!

👉 જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ હાઈડ આઉટ બે દીવાલોની વછે બનેલું હતું
બિલકુલ લખનૌની ભૂલભુલૈયા કે પરી મહલની જેમ જ !!!
મોગલકાળની અને મુસ્લિમ સ્થાપત્યકલાનો કેવો દુરુપયોગ કર્યો તેમણે !!!
મકાનમાં બહારની દીવાલ ની અંદર એક દિવાલ પાછી બનવવામાં આવી હતી
જેને દીવાલની અંદર દિવાલ કહેવાય છે
જેની અંદર બે થી ત્રણ માણસો આરામથી છુપાઈ શકતાં હતાં
જેવું પોલીસને એમનું ઠેકાણું મળ્યું તો અંદર છુપાયેલા રિયાઝ નાયકૂ અને એનાં સાથીદાર આદીલ ભટ્ટને પોતાનાં પકડાઈ જવાનો ડર લાગ્યો અને સાથોસાથ ખાતરી પણ !!
ત્યાર પછી સુરક્ષા દળો પર એમણે ફાયરીંગ શરુ કર્યું
જેવી ગોળીબારી શરુ થઇ તો પોલીસે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર રોક લગાવી દીધી
કારણકે રિયાઝ નાયકૂ પોતાનાં સાથીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો
એનાં પરિણામ સ્વરૂપ આસપાસના ગામના લોકો સડકો પર નીકળીને મુઠભેડવાળી જગ્યા તરફ આગળ વધવાં લાગ્યાં
તો એ લોકોએ તો રીતસરની પત્થરબાજી જ શરુ કરી દીધી
જેમાં કેટલાંક લોકો તો જખ્મી પણ થઇ ગયાં પરંતુ સુરક્ષા સુરક્ષાદળનાં આ ઓપરેશનમાં કોઈપણ પ્રકારની કમી ના આવી

👉 બુધવારે સવારે નવ વાગે મુઠભેડ શરુ થઇ ગઈ અને તે લગભગ બપોરનાં એક વાગ્યા સુધી ચાલી
પણ સુરક્ષા કર્મીઓએ ત્યાં સુધીમાં તો આ બન્ને કુખ્યાત આતંકવાદીને સુરક્ષાબળોએ મારી નાંખ્યા
પરંતુ ત્યાં સુધીમાં તો આ મુઠભેડમાં ત્રણ મકાન નષ્ટ થઇ ગયાં
મુઠભેડ દરમિયાન રિયાઝ નાયકૂ એક મકાનમાંથી બીજાં મકાનમાં ભાગી નીકળવામાં કામિયાબ પણ રહ્યો
પરંતુ સુરક્ષાબળોએ મકાનને IEDનાં વિસ્ફોટથી ઉડાવી દીધું
અને આ સાથે જ રિયાઝ નાયકૂનાં ૮ વર્ષ લાંબી આતંકવાદી સફરનો અંત આવ્યો !!!

👉 લોકોને સૈનિકો મરે ત્યારે ઉહાપોહ મચાવે છે
એ જાયઝ પણ છે
તેમ છતાં એ વિચારો કે આ આતંકવાદીઓ કેટલાં આગળ અને આધુનિક હોય છે
એમની પાસે અત્યાધુનિક ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ હોય છે
એમનું નેટવર્ક પણ એડવાન્સ અને ખુબ જ વિસ્તરેલું છે
આની ટક્કર લેવી એ નાનીસુની વાત નથી
દરેક વખતે જવાનોનો વાંક કાઢવો જ ના જોઈએ
ચલો …… એક વાતનો જવાબ આપો આ ડ્રગબેલ્ટમાં સૈન્ય પણ શું કરી શકે ?
જેમાં લોકલ પ્રજા સહીત અનેકો સંડોવાયેલા હોય છે
અને એ બધાં નિહથ્થા હોય છે
વિચારજો જરાં આ બાબતે !!!

👉 આ મુઠભેડ મોડી થઇ હોત તો શું થાત એ ખબર છે કોઈને ?
મોદીજીએ પાન મસલા -બીડી – સિગરેટ પર એમને એમ રોક નથી લગાવી
બહુ લાંબા સમયથી ભાજપના સત્તાધીશો આ ડ્રગ રેકેટની પાછળ જ પડયા હતાં
પાકીસ્તાન અને કાશ્મીર જ ડ્રગના મુખ્ય કેન્દ્રો હતાં
પહેલી રોક ૩૭૦મી કલમ હટાવીને લગાવી
બીજી રોક પોલીસને અત્યંત શક્તિશાળી તાકતવર બનાવીને લગાવી
ત્રીજી અને અંતિમ રોક આ ૧૧૦૦૦ કરોડનાં ડ્રગ બેલ્ટને નષ્ટ કરીને લગાવી
કાશ્મીર થી જ ડ્રગ વાયા જમ્મુ પંજાબ અને દિલ્હી જતું હતું
ત્યાંથી રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશતું હતું
આમ મોદીજી અને અમિતશાહની જોડીએ આ કોરોનામાં પણ દેશસેવાનું અદ્ભુત કાર્ય કર્યું છે
આતંકવાદની કમર જ તોડી નાંખી અને ડ્રગબેલ્ટ જ નષ્ટ કરી નાંખ્યો !!!
કહેનારા તો ગમે તે કહેશે !!!
પણ સચ્ચાઈ એ છે કે આ જોડીએ એક કાંકરે અનેક તીર નિશાને લગાવ્યાં છે

👉 સલામ ……. સલામ …… મોદીજી અને અમિત શાહ !!!

!! જય શ્રી રામ !!
!! જય હિંદ !!
!! જય ભારત !!

———- જનમેજય અધ્વર્યુ

👌👌👌👌👌

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.