🤜 થનાર ચીજો નવ થાય અન્યથા
ન જાણ્યું જાનકીનાથે સવારે શું બનવાનું છે?
સત્ય છપ્પર ફાડીને બહાર આવ્યું 🤛
ફિલ્મ ” હેલ્લારો ” નાં દિગ્દર્શક – નિર્માતા પર જાતિવાદનો આરોપ
સૌથી મોટો આરોપ ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સામે છે
આ ફરિયાદ એક કોંગ્રેસી નેતા દ્વારા અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે
હું ધારતો હતો તેવું જ થયું
મેં મારાં આ ફિલ્મનાં રીવ્યુમાં અતિસ્પષ્ટપણે જણાવ્યું હતું કે
સન ૧૯૭૫માં હરિજન શબ્દ વપરાયેલો ત્યારે મેં એનો ઉગ્ર વિરોધ કરેલો
આ શબ્દ જ વાંધાજનક છે એનો આડકતરો ઈશારો પણ મેં આપી જ દીધો હતો
ફરિયાદ અનુસુચિત જનજાતિ અને આ હરિજન શબ્દ સામે ફૂલ ૭ જણા સામે નોંધાવવામાં આવી છે
મુખ્ય વાંધાઓ માટે પણ માત્ર ફરિયાદ જ નહીં પણ એમને જેલ જ થવી જોઈએ !!!!
કચ્છીઓ જાગો અને ફરિયાદ નોંધાવો
લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દો
એક નજર આ આગાઉનાં ગુજરાતી ફિલ્મ કે ગુજરતી ગીતોના વિવાદ પર નાંખી લઈએ ——–
આ વિવાદની શરૂઆત ગુજરાતની સુપ્રસિદ્ધ નવલકથા “સરસ્વતીચંદ્ર” નામની હિન્દી ફિલ્મથી શરુ થયો છે
આ ફિલ્મમાં શ્રી ગોવિંદ સરૈયાએ નૂતનને “ચંદન સા બદન ” ગીત ગાતી બતાવી હતી ત્યારથી શરુ થયેલો છે
કારણકે ક્થાનાયિકા અંતમાં પણ સરસ્વતીચંદ્રને મળતી જ નથી
એ બંનેનો મેળાપ કે મિલન ક્યારેય થયું જ નથી !!!
પછી આવી ધીરુબેન પટેલની વાર્તા પરથી રચાયેલી ગુજરાતી ફિલ્મ ” ભવની ભવાઈ” નો વિવાદ થયો હતો
કૈંક રોયલ્ટી બાબતે
આ બાબતમાં કેતન મહેતા અને ધીરુબેન પટેલ વચ્ચે સમાધાન તો થઇ ગયું
તો પણ હજી એ બંને વચ્ચે અબોલા જ છે !!!
પછી વિરોધમાં અટવાવું જેને ગમે છે એ ભાઈ ભણશાલી આવ્યાં
“રાસલીલા”માં રાજપૂતોનો વિવાદ થયો એ શમ્યો ત્યાં એમાં એમને વાપરેલું ગીત “મોર બની થનગનાટ કરે “એ ગીત કોનું છે એ લખવાનું ભૂલી ગયાં હતાં
પણ છેવટે તેનો વિવાદ શમી ગયો કારણકે તેમણે એમાં મેઘાણીનું નામ ઉમેર્યું
ત્યાર પછી ફરી પાછાં ભણસાલી છટકી ગયાં ” સરસ્વતીચંદ્ર “નામની સીરીયલમાં આ મારું પોતાનું ઇન્ટરપ્રીટેશન છે એમ કહીને
જોકે એનો વિરોધ તો ચાલુ જ છે હજી !!!
બાજીરાવમાં ગુજરાત કે ગુજરાતીઓ ન આવતાં હોવાથી એની વાત આપણે નથી કરતાં
પણ “પદ્માવત”માં એમણે ગુજરાતના રાજપૂતોનો રોષ વહોર્યો હતો !!!!
પણ ભણસાલી એ પદ્માવતનું સ્ક્રીનીંગ રાજપૂતો આગળ કર્યું પછી કોઈ જ વિરોધ ન થયો
અને આ મુવી ૧૦૦૦ કરોડ ઉપરાંત કમાયું
આ ભૂલ ” હેલ્લારો ” વખતે થઇ ગઈ
ગુજરાતીઓ અને એમાં કચ્છીઓને જ બાકાત રાખ્યાં એ
વિરોધ વધશે હજી !!!!
હવે એક બાબત તો સાબિત થઇ ગઈ કે હવે પછી કોઈ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ નહી મળે
અતિઉતાવળ એ વિનાશ જ નોંતરે છે એ આનું નામ !!
કેસમાં નિર્દોષ કદાચ છૂટે પણ એ કલંક સાથે અને આટલાં બધાં વિરોધ વચ્ચે જીવવું અઘરું તો છે જ !!!
કમસે કામ આ ફિલ્મ “હેલ્લારો”માં રીસર્ચ તો કરવું હતું
સેન્સર બોર્ડ બરખાસ્ત કરો કે કેમ તે આવું ચલાવી લે છે ?
મીલીભગતોથી કોઈ ભલીવાર ના વળે એ સમજી લો બધાં ….
હજી ગુજરાતની સંસ્કૃતિનું અધ:પતન બતાવવા બદલ આ ફિલ્મ પર રીતસરનો Ban જ આવવો જોઈએ !!!
——– જનમેજય અધ્વર્યુ
🥀🌹🌻🌺🌾🍁🍀☘🥀
Leave a Reply