Sun-Temple-Baanner

થોડુંક ધારા ૩૭૦ વિષે અને થોડુંક કાશ્મીર વિષે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


થોડુંક ધારા ૩૭૦ વિષે અને થોડુંક કાશ્મીર વિષે


થોડુંક ધારા ૩૭૦ વિષે અને થોડુંક કાશ્મીર વિષે

👉 મુસ્લિમ કોમનો હું બિલકુલ વિરોધી નથી જ
મારાં પહેલેથી જ દિલોજાન- જીગરજાન મિત્રો મુસ્લિમ પહેલેથી જ છે
તેઓ પહેલેથી જ મારાં હમદર્દ છે
તેની લાગણી અને પાર પ્રેમના સથવારે જ હું કાશ્મીરમાં ફરી શક્યો છું
મને ક્યારેય ક્યાંય પણ એવું લાગ્યું નથી કે હું ક્યાં આ લોકો સાથે ભરાઈ પડયો
એ માટે મારે બાલાસિનોરના ૧૮ વરસના નિવાસને જ ધન્યવાદ આપવાં પડે !!!
શાહીદ દેવવાલા તો આજે પણ મારો અંતરંગ છે
ભાઈ રશીદ અને આદમભાઈ , પરવેઝ બાબી , વહીદભાઈ ફતેહમહંમદ ભાઈ વગેરેને હું રોજ જ યાદ કરું છું
ખેર આ બધાએ મને જે જીવતાં શિખવાડયું
તેને પરિણામે જ હું કાશ્મીરમાં સહી સલામત ફરી શક્યો છું
તેઓની લાગણી અને પ્રેમ હું ક્યારેય ભૂલીશ નહીં
આજે પણ તેમની સાથે હું સતત સંપર્કમાં જ છું તેઓની સાથે હું વોટસએપમાં હું રોજ જ વાત કરું છું
હું ફરીવાર કાશ્મીર ક્યારેક તો જઈશ જ એ પણ એટલું જ નક્કર સત્ય છે !!!

👉 હવે……. કાશ્મીરના ફોટાઓ અને માહિતી એકઠી કરતાં મને
શ્રીનગરના પ્રખ્યાત શાલીમાર ગાર્ડનમાં ઉભેલાં જવાહરલાલ નહેરુનો ફોટો જોયો
એ ત્યાં ઉભાં ઉભાં સિગરેટ પિતા હતાં અને શાલીમારની મજા લેતાં હતાં
એમને આજ તો કરવું હતું એમાં એમનો કાશ્મીર પ્રેમ છતો થાય છે
દાલ લેકમાં એક ગાર્ડન પણ એમણે બંધાવ્યો છે જેનું નામ પણ નેહરુ બાગ છે
ત્યાંના લોકો છતી ઠોકીને એમ કહે છે કે આ બાગ નહેરુએ જાતે બનાવ્યો છે
JNU અને જવાહર ટનલ
જાણે એવું લાગે કે તમને કાશ્મીર એટલે નહેરુ અને નહેરુ એટલે કાશ્મીર !!!
આમાં એમનો નહેરુ અને કોંગ્રેસ પ્રેમ છતો થાય છે
બીજો એક ફોટો પણ જોવામાં આવ્યો જે આઝાદી પછી તરતનો હતો
એ હતો બાબાસાહેબ સાહેબ આંબેડકર એમના પરિવાર સાથે VVIPટ્રીટમેન્ટ લેતાં હતાં કાશ્મીરમાં
જલસા કરતાં હતાં તેઓ સપરિવાર ત્યાં !!!
એમની કરાયેલી ખાતરદારી અને એમની નહેરૂ પ્રત્યેની વફાદારી અને ત્યાંના લોકોનાં પ્રેમે એમને પીગળાવ્યા
અને એમના ત્યાંના ૧૦ દિવસના વસવાટે એમને ધારા ૩૫ A અને ૩૭૦ A એ કલમો ઉમેરવા ભારતનાં બંધારણ ઘડતી વખતે એમને તેમ કરવાં પ્રેર્યા
ત્યાર પછી તેઓ વારંવાર કાશ્મીર ગયાં અને નહેરુ પણ
શેખ અબ્દુલ્લા ને નહેરુ તો ભાઈઓ જ ગણાય
શેખ અબ્દુલ્લાને છૂટો દોર આપવામાં આવ્યો
પરિણામે એ ત્યાના સર્વેસર્વા બની બેઠાં
એક વખત સરદારે એમનું ધ્યાન દોર્યું પણ હતું કે શેખ અબ્દુલ્લા પર બહુ વિશ્વાસ મુકવા જેવો નથી
કાશ્મીરમાં લશ્કર મોકલવું પરાણે પડયું હતું નહેરુ એ
એ બનાવ શ્રીનગર આર્મી લઇ જવાનો પ્લેનમાં એના એરપોર્ટ પર એ પહેલો બનાવ હતો
ત્યાં સુધી આર્મીએ કાશ્મીર જોયું પણ નહોતું
જાણો છો શ્રીનગર અર્મીને પ્લેનમાં કોણ લઇ ગયું હતું એ!!!
શ્રી બીજુ પટનાયક ભારતના એક સારામાં સારા યુદ્ધવાહક જહાજના પાઈલોટ
એમણે આ મિશન પાર પાડ્યું હતું !!!
બસ ત્યારથી કાશ્મીરમાં આર્મી આવી
કાશ્મીર પ્રશ્નને ચગાવવામાં અને આ ધારાઓ ઘડવામાં ગોપાલસ્વામી આયંગર મહત્વના હતાં
જેમ અત્યારનાં મણીશંકર અય્યર છે તેવા જ સ્તો
તાત્પર્ય કે આ ગોપાલસ્વામી પણ મહદ અંશે આ ધારાઓ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો !!!
આ ત્રિપુટીએ જ ભારતની ઘોર ખોદી એમાં બેમત નથી જ !!!

👉 વાત તો છે ધારા ૩૭૦ની
એના બીજ તો અંગ્રેજોએ મુસ્લિમોને જે સવલત આપી હતી એનાથી જ રોપાયા હતાં
એમને બહુજ સારી સવલતો આપી એમાંથી જ વીર સાવરકર ઉભાં થયાં
અને એમાંથી જ જન્મ્યું RSS!!!
સરદાર વલભભાઈ પણ ઘણીવાર કાશ્મીર ગયાં હતાં
તેઓ પ્રોબ્લેમ સમજ્યા અને એમને એ વિષે બહુજ ગહન ચિંતન કર્યું
જે તેમનાં “કાશ્મીર વોલ્યુમસ”માં સ્પષ્ટ જણાય છે
ખરેખર આ પ્રોબ્લેમ શું હતો એ માટે એ વોલ્યુમ્સ વાંચવા જોઈએ
મેં એ ૮૦નાં દાયકામાં જ વાંચ્યા હતાં અને મારી પાસે છે પણ ખરાં !!!
નહેરુ આ પ્રશ્નને ચોળીને ચીકણું કરવામાં માનતાં હતાં
જે સરદારને નહોતું ગમતું !!!
બાકી બળતામાં ઘી ઉમેરવાનું કામ કર્યું વી કે કૃષ્ણમેનને
સરદાર આમની પણ વિરુદ્ધ હતાં
એમાંથી જ ચીન કાશ્મીર પડાવી ગયું
અને એ ચીને કાશ્મીરનો એટલો બધો ભાગ પચાવી પાડયો હતો કે
એના આઘાતમાં ને આઘાતમાં નહેરુને હાર્ટ એટેક આવ્યો અને એ અવસાન પામ્યા

૩૭૦મી કલમ કાશ્મીરીઓ માટે જ ઘડાઈ હતી
તે પોતાને સ્વતંત્ર માનતાં હતાં એટલે તેમના પર ભારતના કાયદા -કાનુન ના લાગે એવી જોગવાઈ કરવામાં આવી
ભારતમાં તે ખાલી શરીરે જ વસતાં હતાં પણ દિલથી તેઓ પોતે ભારતીય નહોતાં પણ સ્વતંત્ર હતાં
પાકિસ્તાનના આઝાદ કાશ્મીરની જેમ
હવે એજ વાત કરવાની છે મારે
ભારતના ભાગલાં પડ્યા ત્યારે કોઈએ એ વોટબેંક કે કોમ કે સત્તા ખાતર આમ કરવામાં આવ્યું છે એવું કોઈએ કશું કહ્યું નહી
આ ભાગલાં જ્યારે પડે છે અલબત્ત બે દેશ ત્યારે એક આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવામાં આવે છે
પહેલાં તો ભારત અખંડ હતું
અંગ્રેજોએ જ આ ભાગલાં પડાવ્યા
એમાં જિન્હાની મહત્વાકાંક્ષાએ પાકિસ્તાનને જન્મ આપ્યો
પણ સરહદ શરૂઆતમાં તો નામની હતી પછી થોડી વાડ નંખાઈ
પછી જ એને સીલબંધ જડબેસલાક સરહદ બનવવામાં આવી
અને એમાંથી જન્મ્યા સરહદી પ્રશ્નો !!!
જેવાં સ્થળો અને ગાર્ડનો કાશ્મીરમાં છે એવા જ સ્થળો પાકિસ્તાનના આઝાદ કાશ્મીરમાં પણ છે
આઝાદ કાશ્મીર એટલે ત્યાંના લોકો બધી રીતે સ્વતંત્ર
બસ ખાલી આપણા કાશ્મીરમાંથી ત્યાં લોકો આવજા કરી શકે એટલું જ
ત્યાં ખાલી પાકિસ્તાનના આઇએસઆઈનો જ હોલ્ડ છે
ત્યાંના રાજ્યનું નામ છે આઝાદ જમ્મુ અને કાશ્મીર
હવે જમ્મુ તો એમનામાં છે જ નહીં ને !!!
આ એક કાશ્મીરના એક સરખાં નામે દાટ વાળ્યો એમાં વળી ત્યાંની પ્રજા મુસ્લિમ
જમ્મુ ઉધમપુર સુધી જ હિંદુઓ પછી બધાં જ મુસ્લિમો
આ એક જ કોમ અને એક જ નામે એમને અલગ કાયદાઓ માનતાં કર્યા
આવી જ વાત બાબા સાહેબ આંબેડકરના મનમાં ઠસાવી અને એમને આની કડક કલમો ઉમેરવા ઉપસાવ્યા
નહેરુનો જ આમાં હાથ હતો એમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી
કાશ્મીરમાં તે વખતે તો કાશ્મીરી પંડિતો હતાં
બીજાં પણ હિંદુઓ હતાં
તેમનું હિત કોઈએ જોયું નહીં
પરિણામે ૧૯૯૦માં કાશ્મીરી પંડિતો ત્યાંથી હિજરત કરી ગયાં
પણ નહેરુ- આંબેડકરની જોડીએ મુસ્લિમોને નિશ્ચિંત કર્યા
કોઈ જમીન ના ખરીદી શકે
કોઈ ત્યાં નોકરી કરવાં ના જઈ શકે (કલમ ૩૫ A)
એની વિધાનસભાનું સત્ર ૬ વરસનું હોય
કાશ્મીરી કન્યા જો પાકિસ્તાની છોકરાને પરણે તો એ છોકરાને ભારતીય નાગીક્ત્વ મળી જાય
કાશ્મીરી કન્યા જો કોઈ અન્ય ભારતીય સાથે લગ્ન કરે તો એને બાપદાદાનો વારસો ના મળી શકે
એની જોડે કાશ્મીરનો નાતો સદંતર બંધ વગરે આવી તો અનેક કલમો છે

👉 આઝાદ નામ આપણા કાશ્મીરને જચી ગયું
અને પાકિસ્તાનને એમ કે એ રાજ્ય તો અમારું જ કહેવાય
એ તમે અમારું પચાવી પાડયું છે !!!
આમાંથી જન્મ્યો છે આતંકવાદ જે કાશ્મીરીઓની ગળથુથીમાં પેસી ગયો છે
તેઓ પોતાને આઝાદ માનવા લાગ્યાં
તેઓ પાકિસ્તાન સાથે જોડાવા નહોતાં માંગતા
તેઓ ભારતીયોને પોતાને ઈશારે નચાવવા માંગતા હતાં
સ્વતંત્ર થવાની ઈચ્છા એમની તો બળવત્તર હતી
એટલે એમણે તો પોતાની જાતને સ્વતંત્ર માની લીધાં
એમાં એમનો ઝંડો પણ અલગ થયો તિરંગાની જગ્યાએ
જે ત્યાંની વિધાનસભા પર અત્યાર સુધી ફરકતો હતો
એ મેં જયારે જોયો ત્યારે મને થયું કે હું જાતે જઈને એને બાળીળી નાંખું
પછી ગહન વિચાર કર્યો કે મારે આ વાત આ લોકોના વલણની વાત માનનીય પ્રધાનમંત્રી અને મિત્રસરીખા શ્રી અમિત શાહને કરવી જ જોઈએ !!

👉 યાદ કરો કાશ્મીરથી આવ્યાં પછીનું મારું પહેલું સ્ટેટસ
મોદીજી અને અને અમિતભાઈ શાહ ——
પાણી સરથી ઉપર જાય એ પહેલાં આનો ઉકેલ લાવજો
કોઈને ખબર ના હોય તો કહું મારા કાશ્મીર પ્રવાસની બધી વાત મેં એમને પહોંચાડી જ હતી
મારાં લખાણો દ્વારા !!!
હું આજે પણ ત્યાંની પ્રજાની સાથેજ છું પણ એમના માનસિક વલણની સાથે તો નહીં જ
હું ભારતીય છું એ મેં ત્યાં પણ કહ્યું હતું અને આજેય કહું છું
મારી વાતનો પડઘો આટલી જલ્દીથી પડશે એ મને નહોતી ખબર
ધન્યવાદ મોદી સાહેબ અને ચાણક્ય અમિત શાહ !!!

👉 છેલ્લે એક વાત કહું
હું અને અમિત શાહ એક જ દિવસે શ્રીનગર પહોંચ્યા હતાં
તારીખ હતી ૨૬મી જુલાઈ
પણ મારું કહેવું એમ છે કે જો અમિત શાહને ખબર હતી તો આ એક્શન બહુ જલ્દીથી લેવામાં આવવાનું છે
તો અમરનાથ યાત્રા આ વખતે ૧૫ દિવસની કરવાં જેવી હતી
આખા સમય દરમિયાન નહીં
લોકોને પડતી મુશ્કેલીઓ અને હાડમારીઓનો વિચાર કરવા જેવો હતો !!!

👉 હજી ઘણી વાતો તમને કહેવાની છે
જે કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મારે થઇ હતી
એમાં ત્યાંના લોકો એ વાતચીતમાં હાજર રહેતાં નહોતાં અરે એ લોકો હાજર રહી શકે એમ નહોતાં
એ વાત હું તમને બહુ ટૂંક સમયમાં કહીશ
હવે જ એ સ્થળો વિષે જયારે પણ લખીશ તે લખાણો તમને જરૂરથી ગમશે જ
અબ આયેગા અસલી મજા !!!!

👉 ધારાનો તો દ્વંસ થઇ ગયો
હવે થાય છે ખાલી ઉહાપોહ
પેટમાં દુખતું હોય તો બળતરા તો થવાની જ ને
એનાથી કઈ ડોકટરો થોડાં બીમાર થઇ જવાનાં છે તે !!!

👉 ઐતિહાસિક કદમ બદલ બદલ
આદરણીય મોદીજી અને મિત્ર અમિત શાહને લાખો સલામ

———- જય હિંદ ———–

——— જનમેજય અધ્વર્યુ

✌✌✌✌✌✌✌✌✌✌

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.