નાં મુજે કિસીને ભેજા હે,
નાં મેં યહા આયા હું,
મુજે તો મા ગંગાને બુલાયા હે…!
– નરેન્દ્ર દામોદરદાસ મોદી…
સાહેબ જ્યારે ગંગા કિનારે આ વાક્ય બોલ્યા હતા ત્યારે મોટા ભાગના ભારતીયોને થયું હતું. વાહ મા ગંગાનાં સુપુત્ર આવી ગયા. હવે તો આ ગંગા સાફ થઇને જ રહેશે. ધીમે ધીમે ૪.૫ વર્ષ પુરા થતાં ગયા, એમ એમ લોકોની ધીરજ ખૂટી ગઈ અને ગંગા સફાઈના પણ પ્રશ્ન ઉદભવવા લાગ્યા.
આપણો પ્રશ્ન એ છે કે આપણે આજ તક અને મીડિયા જેવા ન્યુઝ ચેનલ જોવા ટેવાયેલા છીએ અને આ બધી ન્યુઝ ચેનલોને હિંદુ મુસ્લિમ, રાહુલ અને સાહેબનાં ભાષણોમાં ક્યા એ લોકોએ ભૂલો કરી એ જ શોધવામાં રસ હોય છે. એટલે મેઈન સ્ટ્રીમ મીડિયા આ બધી વસ્તુઓ પર ફોકસ નહિ કરે. આવો જાણીએ થોડું મા ગંગાનાં સુપુત્ર કેટલે પહોચ્યા, અને ક્યારે સંપૂર્ણ સાફ થશે ગંગા…!!
તો આ કહાની ની શરૂવાત કરતાં પહેલાં. ૨૦૧૩નો સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનાં રીપોર્ટ વિષે જાણીએ.
૨૦૧૩માં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો રિપોર્ટ આવ્યો કે આજુબાજુના શહેરમાંથી દરરોજ ગંગામાં ૨૭૨૩ મીલીયન લીટર ગંદુ પાણી જમા થાય છે. ફરીવાર કહું છું ‘દરરોજ’.
હવે ૨૦૧૩થી થોડાં પાછળ જઈએ..
સૌ પ્રથમ ગંગા સફાઈ માટે ગંગા એક્શન પ્લાન ૧૯૮૫માં શરુ કરવામાં આવ્યો. પણ, બંધ થઇ ગયો.
એ પછી ૧૯૯૪માં ‘ગંગા એક્શન પ્લાન ૧૯૯૪’ શરુ કરવામાં આવ્યો, પણ માર્ચ ૨૦૦૦માં તે ફરી બંધ થઇ ગયો.
૧૯૮૫-૨૦૦૦ સુધી આ પ્રોજેક્ટ પર કુલ ૨૪૯૭. ૭૩ કરોડ રૂપિયા ખર્ચાયા.
૨૦૧૧માં યુનાઇટેડ નેશનનાં હસ્તક્ષેપને લીધે કોંગ્રેસ સરકાર ફરી જાગી, અને ગંગાને નેશનલ મિશન બનાવવામાં આવ્યું. ૨૦૧૧- ૨૦૧૪માં ટોટલ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, પણ કશું થયું નહિ…
હવે આવ્યા, મોદી સાહેબ…
સાહેબે ગંગા નદી માટે મિનિસ્ટ્રીની રચનાં કરી. આ પહેલાં લગભગ કોઈ નદી માટે મીનીસ્ટ્રીની રચના થઇ હોય, એવું યાદ નથી મને..
★ મિશન નમામી ગંગે :-
૨૦૧૫માં ‘નમામી ગંગે’ મિશન પણ શરૂ કરવામાં આવ્યું. ઈતિહાસમાં સૌ પ્રથમ વખત અધધ રકમ એટલે ૨૦૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, અને તેણે ૨૦૨૦ સુધી તબ્બકાવાર વાપરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી. આ મિશનમાં ૮ પિલરની સાથે સાથે ટોટલ ૨૩૦ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા. એક ઓગસ્ટ ૨૦૧૮ની RTIમાં ખુલાશો છે કે તેમાંથી ૬૩ પ્રોજેક્ટ ટોટલ પુરા થયા છે. (RTIની કોપી આ પોસ્ટની કમેન્ટમાં છે. Facebook પોસ્ટ જોવા ક્લિક કરો )
કાનપુર જ્યાં લેધરનાં કારખાનાઓનો ભરપુર વિકાસ થયો છે અને જ્યાંથી કેમિકલ અને ઝેરીલા કેમિકલ ગંગામાં પ્રવેશે એ જગ્યાએ બીજેપીના નીતિન ગડકરીએ ગજબ કામ કરી બતાવ્યું છે.
૨૮ ઓકટોબર ૨૦૧૮, મયોર મિલ નાળું. જે દરરોજ ૬૫ લાખ લીટર કચરો ( ગંદુ પાણી ) ગંગામાં ઠાલવતું હતું. તેને ત્યાંથી સ્ટોપ કરીને Treatment Plant તરફ વાળવામાં આવ્યું છે.
૩૧ ઓક્ટોબર ૨૦૧૮, નવાબગંજ નાળું. જે ૧.૫ કરોડ લીટર કચરો, ૧ નવેમ્બર ૨૦૧૮, ડાબકા નાળું અને ૨૭ નવેમ્બર સિશામાઉં નાળું, જે એશિયાનું સૌથી મોટું નાળું છે અને દરરોજ ૧૪ કરોડ લીટર ગંદુ પાણી ગંગામાં ઠાલવતું હતું. આ બધા નાળાને સ્ટોપ કરીને Treatment Plant તરફ વાળવામાં આવ્યા છે. અને બીજા નાના મોટા ૮ નાળાઓ પણ બંધ કરીને Treatment Plant તરફ વાળવામાં આવ્યા છે.
★ ગંગા ટાસ્ક ફોર્સ :-
ભારતનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વાર નદીની રક્ષા માટે સૈનિકો સામેલ થશે. ૨૦૨૦ સુધી ગંગા ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. જે ગંગા નદીની સ્વચ્છતા માટે જાગૃતતા ફેલાવશે અને ગંગા ગંદી નહી થવા દે…!! જાન્યુઆરી કુંભ મેળાથી આ ટાસ્ક ફોર્સ પોતાની ડયુટી પર લાગશે જેમાં એક્ષ-સર્વિસમેન પોતાની ફરજ બજાવશે..!
આ કરવા છતાય ભારતની પવિત્ર નદી હજી પણ વિશ્વની ગંદી નદીઓમાની એ એટલી જ ગંદી નદી છે અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગંગા એશિયાની સૌથી ગંદી નદી છે.
વિચારો..કરોડો રૂપિયા ખર્ચ થયા છતાંય ગંગા સાફ કરવામાં આટલી મુશ્કેલી પડે છે. મૂળભૂત ફરજ કલમ ૫૧(ક)માં (જે ઇન્દિરા ગાંધી એ બનાવેલી) કીધેલું છે કે ભારતના દરેક પ્રાકૃતિક અમાનતનું રક્ષણ કરવું એ ભારતના દરેક નાગરીની ફરજ છે…?
જો આજે પણ ન ચેત્યા ને તો કર્જ માફી કરવાના પૈસા પણ નહિ બચે, અને સ્વચ્છ પાણી પીવાને લાયક પણ આપણે નહિ બચીએ.. આ મેસેજ સાથે…!!
તથ્યાત્મક કોમેન્ટ આવકાર્ય.
રાજનીતિ કરવી નહિ..!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply