માત્ર બંધારણના ઘડવૈયા નહીં પણ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે કામના 8 કલાક પસાર કરતા તમારા શરીર અને મગજને કંટાળો આવવા લાગે છે, તે પહેલા 14 કલાક હતા, માની લો એ 14 કલાક ચાલુ જ રહ્યા હોત તો ? એ 14 કલાકને 8 કલાક કરનારા આંબેડકર હતા. આંબેડકરે બીજા લોકો માટે ભલે કામના કલાકો 14માંથી 8 કરી નાખ્યા, પણ તેનો અર્થ એ નહોતો કે તે પોતાના કામના કલાકો પણ ઘટાડી નાખે, જે માણસને મહેનત કરવી જ છે, તેને કલાકો આડા આવતા નથી. 24 કલાકનો સમય તેના માટે બન્યો જ નથી. કોઈ વસ્તુ તેને બાધીત રાખી શકતી નથી. તે આજ સવારે કામની શરૂઆત કરી શકે છે, અને આવતીકાલ સવાર સુધી ચશ્માને અડક્યા વિના પોતાનું ડોક્ટરેટનું થીસીસ અમેરિકામાં બેસી તૈયાર કરી શકે છે.
અને કદાચ એ જ કારણ હશે. ભારતમાં તો કરે ત્યારની ત્યારે પણ આંબેડકરની ઓટોબાયોગ્રાફીને કોલંબિયન યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં સ્થાન આપેલુ છે. આવુ સન્માન ખૂબ ઓછા લોકોને મળ્યું છે. કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે મેળવેલી ડોક્ટરેટની ડિગ્રી અને તેમના બુદ્ધિ કૌશલ્યને અમેરિકનોએ પણ સેલ્યુટ ફટકારેલું, પણ છેલ્લે સુધી જાતિઓમાં ફસાયેલુ ભારત હોવાના કારણે ઘરમાં જ તેમની પ્રશંસા નહોતી થઈ રહી. આંબેડકરને દલિતોના નેતા ગણવામાં આવે છે. પણ પેલુ દલિતનું લેબલ કાઢી નાખવામાં આવે, તો તે કોઈ બ્રામમણ ઈકોનોમિક્સની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરતો હોય તો તેના રોલ મોડેલ બની શકે.
સરકાર માટે જે 370નો જમ્મુ કશ્મીરનો આર્ટિકલ અત્યારે સળગતો પ્રશ્ન છે, તે આંબેડકર ઉમેરવા માગતા જ નહોતા, તેમણે ત્યારની કમિટિને અનુરોધ કેરેલો કે આ રહેવા દો, ભવિષ્યમાં 370ના પડઘા ભારતને પરેશાન કર્યા કરશે, પણ કોઈએ માન્યું નહીં. એ માણસમાં નોસ્ટ્રાદેમસ જેટલી ભવિષ્ય જોવાની શક્તિ હતી. જે આજના નેતાઓમાં ક્યાંય દેખાતી નથી. આંબેડકર કોઈ દિવસ અંધશ્રદ્ધામાં માનતા નહોતા, અને અત્યારના ધારાસભ્યને પીઠ પાછળ સાંકળ મારતા જોઈ લાગે કે, આંબેડકર જીવેલા તે યુગ તેમની નજરોથી જોવામાં આવતું ભારત કદાચ અત્યાર કરતા તો સારૂ જ હશે.
1897માં મુંબઈની એલિફન્સટ કોલેજમાં અભ્યાસ કરનારો એકમાત્ર દલિત વિદ્યાર્થી. ત્યાર સુધી કોઈ દલિત વિદ્યાર્થીએ તે સ્કૂલમાં એડમિશન નહોતુ લીધેલું.
માત્ર દલિત નહીં પણ ભારતનો એવો પહેલો માણસ જેણે ઈકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રી લીધી હોય. તેમને બૌદ્ધ ધર્મ પ્રત્યે લગાવ થઈ ગયો હતો, સિલોન એટલે શ્રીલંકા સુધીની યાત્રા તેમણે કરી હતી. અને કદાચ બૌદ્ધ ધર્મ જ હતો જેણે તેમને પરફેક્ટ આંબેડકર બનાવ્યા હતા.
~ મયુર ખાવડુ
Leave a Reply