👉 એક વાત પહેલાં જ જણાવી દઉં કે આમાંની કેટલીક ફિલ્મો એવી પણ છે કે જે હજુ સુધી થિયેટરમાં રીલીઝ કરવામાં નથી આવી પણ એનું સ્ક્રીનિંગ વિવિધ ફિલ્મ ફેસ્ટીવલમાં કરવામાં આવ્યું છે એટલે કોઈ ઉહાપોહને અવકાશ જ નથી. કારણ તો બધાંને ખબર જ છે —- કોરોના મહામારી !
આ એવોર્ડસમાં ગઈ સાલ ફિલ્મફેર એવોર્ડસ પ્રાપ્ત કરેલી ફિલ્મો કે ગીતોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તે ખાલી જાણ સારું !
👉 હવે એવોર્ડસની વાત :-
✅ શ્રેષ્ઠ હિંદી ફિલ્મ – છીછોરે
✅ શ્રેષ્ઠ ટુલુ ફિલ્મ – પીંગારા
✅ શ્રેષ્ઠ મીશિંગભાષાની ફિલ્મ – અનુ રુવાડ
✅ શ્રેષ્ઠ ખાસી ફિલ્મ – ઈએવદૂહ
✅ શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ – છોરીયાં છોરેસે કમ નહીં હોતી
✅ શ્રેષ્ઠ છતીસગઢી ફિલ્મ – ભૂલન ધ મેઝ
✅ શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – જર્સી
✅ શ્રેષ્ઠ તામિલ ફિલ્મ – અસુરન
✅ શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – રબદા રેડીઓ – ૨
✅ શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ – સાલા ભૂદર બાદલા અને કાલીરા અતીતા
✅ શ્રેષ્ઠ મણીપુરી ફિલ્મ – એઈગી કોના
✅ શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – કલ્લા નોટ્ટમ
✅ શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – બારડો
✅ શ્રેષ્ઠ કોંકણી ફિલ્મ – કાજરો
✅ શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – અક્ષી
✅ શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – ગુમનામી
✅ શ્રેષ્ઠ આસામી ફિલ્મ – રોનુવા હુ નેવર સરન્ડરસ
👉 આ સિવાય મલયાલમ ફિલ્મ બિરયાની, જોનાકી પુરવા આસામી ફિલ્મ અને બે મરાઠી ફિલ્મ અંતરે અને પિકાસો જેનો ઉલ્લેખ સ્પેશીયલ મેન્સનમાં કરવામાં આવ્યો છે !!!
✅ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – આ મલયાલમ ફિલ્મ છે જેનું નામ છે – મરકકર ધ લાયન ઓફ ધ અરેબીયન સી : આ ફિલ્મ એક્સ્સાથે ૫ ભાષામાં રીલીઝ થવાની છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી મલયાલમ ફિલ્મ છે. એ જ્યારે રીલીઝ થાય ત્યારે ખાસ જોજો જેમાં હિંદી ડબ વર્ઝન પણ સામેલ છે. આ ફિલ્મ વિષે એવું કહેવાય છે કે કદાચ આ ફિલ્મનું બજેટ એ એસ એસ રાજામૌલીનાં બે ભાગ બાહુબલી કરતાં પણ અનેક ઘણું વધારે છે. કહો કે આ એક સૌથી મોટી બીગ બજેટવાળી ફિલ્મ છે ! ભાઈ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ એ કંઈ ચણા-મમરા નથી જે કંઈ એમને એમ મળી જાય ! બાહુબલી કરતાં ચડી જાય તો નવાઈ ના પામતાં પાછાં !
✅ શ્રેષ્ડ કલાકાર (પુરુષ) – મનોજ બાજપેઇને ફિલ્મ ભોંસલે માટે : આ સિવાય પણ સાથેસાથે ધનુષને પણ શ્રેષ્ઠ કલાકાર તરીકે મનોજ બાજપેઈ સાથે આ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે ફિલ્મ – અસુરન માટે. આ વિષે કાલે જ મેં લખ્યું છે એ વાંચી લેજો બધાં !
✅ શ્રેષ્ઠ કલાકાર (મહિલા) – કંગના રાનાઉતણે ફિલ્મ મણીકર્ણિકા અને પંગા માટે
✅ શ્રેષ્ઠ સહાયક અભિનેતા – વિજય સેતુપતિને ફિલ્મ સુપર ડિલક્સ માટે
✅ શ્રેષ્ઠ સહાયક મહિલા અભિનેત્રી – પલ્લવી જોશીને ધ તાશ્કંત ફાઈલ્સ માટે
✅ બેસ્ટ એડીટીંગ – ફિલ્મ જર્સી
✅ શ્રેષ્ઠ મહિલા ગાયક – સવાની રવીન્દ્ર મરાઠી ફિલ્મ બારડો માટે
✅ શ્રેષ્ઠ પુરુષ ગાયક – બી પ્રાક્કો તેરી મીટ્ટી માટે : એક વાત કહી દઉં કે આ ગીત માટે આખા દેશની ઈચ્છા હતી કે આ ગીતને તો નેશનલ એવોર્ડ મળવો જોઈએ
અરે ભાઈ દેશદાઝનું આ એક ઉત્તમ ગીત છે અને લોકોની લાગણીઓને માન આપીને આ ગીતને એવોર્ડ આપાયો પણ ખરો !
✅ બેસ્ટ એક્શન ડિરેક્ટર – અવનેશ શ્રીમનનારાયણને જે કન્નડા ફિલ્મોના એક્શન ડિરેક્ટર છે.
✅ બેસ્ટ કોરીઓગ્રાફી – ફિલ્મ મહાઋષિ માટે આ ફિલ્મ એક બહુ જ સરસ તેલુગુ ફિલ્મ છે !
✅ બેસ્ટ સ્પેશીયલ ઈફેક્ટસ – ફિલ્મ મરકકર ધ લાયન ઓફ ધ અરેબીયન સી માટે
✅ સ્પેશિયલ જ્યુરી એવોર્ડ – ઓથ્થા સેરુપુ સાઈઝ ૭ જે એક તામિલ ફિલ્મ છે તેને મળ્યો છે. ( આ ફિલ્મ નેટફ્લીક્સ પર ઇસવીસન ૨૦૧૯માં રીલીઝ થઇ હતી. આ ફીલ્મને ભારતીય રેકોર્ડસ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે કારણકે આનું દિગ્દર્શન – કેમેરા વર્ક -એડીટીંગ અને અદાકારી પણ એક જ માણસ દ્વારા કરવામાં આવ્યું છે એમાં બીજાં કોઈની સહાય લેવામાં નથી આવી અને ફિલ્મમાં બીજાં કોઈ કલાકાર પણ નથી જ !)
✅ બેસ્ટ લીરીક્સ – પ્રભા વર્મા કલામ્બી મલયાલમ ફિલ્મ માટે
✅ બેસ્ટ સંગીત નિર્દેશક – ડી. ઈમ્મન ફિલ્મ વિશ્વાસમ જે એક તામિલ ફિલ છે તેને માટે (મારાં પ્રિય અદાકાર અજીતકુમાર અને નયનતારાની એક બહુ જ સરસ ફિલ્મ છે આ ફિલ્મ હિંદી સબટાઈટલ્સ સાથે ઉપલબ્ધ છે અને મેં જોઈ પણ છે …… બહુજ ઉત્તમ ફિલ્મ છે તમે પણ જોજો મજા આવશે !)
✅ બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝીક – પ્રબુદ્ધ બેનર્જી જયેશ્ઠો પુત્ર બંગાળી ફિલ્મ માટે
✅ બેસ્ટ મેકઅપ આર્ટીસ્ટ – રણજીથ ફિલ્મ હેલન માટે જે એક મલયાલમ ફિલ્મ છે
✅ બેસ્ટ કોશ્ચ્યુમ ડીઝાઈનર – સુજીથ અને સાઈને મરકકર ધ લાયન ઓફ ધ અરેબીયન સી માટે
✅ બેસ્ટ પ્રોડક્શન ડીઝાઈન – આનંદી ગોપાલ મરાઠી ફિલ્મ માટે
✅ બેસ્ટ સ્ક્રીનપ્લે ઓરીજીનલ – જયેષ્ઠપુત્રો બંગાળી ફિલ્મ માટે
✅ બેસ્ટ સ્ક્રીનપ્લે એડપટેડ – ગુમનામી બંગાળી ફિલ્મ માટે
✅ બેસ્ટ સ્ક્રીનપ્લે ડાયલોગસ – ધ તાશ્કંત ફાઈલ્સ
✅ બેસ્ટ સિનેમેટોગ્રાફી – જલીકટ્ટુ મલયાલમ ફિલ્મને : (આ ફિલ્મ હિંદી ડબ છે અને વિજય સેતુપતિની એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે આ ખાસ જોજો આમાં એક મેસેજ પણ છે )
✅ શ્રેષ્ઠ બાળકલાકાર – નાગા વિશાલ ફિલ્મ કે ડી તામિલ ફિલ્મ માટે
✅ શ્રેષ્ઠ બાળફિલ્મ – કસ્તુરી / મસ્ક હિંદી ફિલ્મને
✅ શ્રેષ્ઠ પર્યાવરણ ફિલ્મ – વોટર બુરીયલ
✅ શ્રેષ્ઠ ફિલ્મ ઓન સોશિયલ ઇસ્યુ – આનંદી ગોપાલ મરાઠી ફિલ્મને
✅ શ્રેષ્ઠ રાષ્ટ્રીય એકતા ફિલ્મ – તાજમહલ મરાઠી ફિલ્મ
✅ શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મ હોલસમ એન્ટરટેઈનમેન્ટ – મહર્ષિ તેલુગુ ફિલ્મ
✅ બેસ્ટ ડેબુ ફિલ્મ એસ અ ડીરેક્ટર – મથુકુટ્ટી ઝેવીયર (હેલન – મલયાલમ ફિલ્મ)
✅ શ્રેષ્ઠ દિગ્દર્શક – સંજય પૂરનસિંહ ચૌહાણ – બહત્તર હુરે હિંદી ફિલ્મ
👉 આ સિવાય કેટલીક નોન ફીચર ફિલ્મો છે જેનો સમાવેશ હું અહીં નથી કરતો
👉 આમાંની જર્સી ફિલ્મ જે નાની દ્વારા અભિનીત છે અને તે ક્રિકેટ પર આધારિત છે તે ખાસ જ જોજો બધાં. પિકાસો એ બાપ -દિકરાનો પ્રેમ દર્શાવતી ઉત્કૃષ્ટ ફિલ્મ છે
વિશ્વાસમ એ એક સુંદર એક્શન ફિલ્મ છે. તાશ્કંત ફાઈલ્સ વિષે તો હું પણ લખી જ ચુક્યો છું આ અગાઉ મહર્ષિ ફિલ્મ એક આઈ આઈ ટીમાં ભણતો છોકરો દુનિયાની સૌથી વધુ ધનિક કંપનીમાં CEO બને છે અને એના એક મિત્રની શોધમાં ભારત આવે છે તે પછી શું થાય છે તે આ ફિલ્મમાં જોઈ લેજો સૌ આ ફિલ્મમાં મહેશબાબુ અને પૂજા હેગડે તથા અલ્લારી નરેશ અને જગપતિબાબુ છે. આ ફિલ્મ હિંદી અંગ્રેજી સબટાઈટલ સાથે છે જે કદાચ એપ્રિલ કે મેમાં હિંદી ડબમાં આવશે.
👉 પરીક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી પીરસી છે સાથોસાથ ફિલ્મ જોવાનાં રસિકજનો માટે પણ આ એક ઉપયોગી માહિતી આપી છે. આશા છે કે આપ સૌને તે ગમશે.
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply