હિન્દી સાહિત્ય જગતમાં રાંગેય રાઘવ ભારતના શેક્સપિયર ગણાય છ
ડૉ. રાંગેય રાઘવ
👉 હિન્દી સાહિત્ય જગતમાં રાંગેય રાઘવ ભારતના શેક્સપિયર ગણાય છે
એમને બહુજ નાનાની ઉંમરમાં એમણે ઘણી બધી રચનાઓ કરીને હિન્દી સાહિત્યને અને ભારતને એક અલગ જ મુકામ પર પહોંચાડયુ હતું
એ જુજુદી વાત છે કે આપણું સોશિયલ મીડિયા અને ભારત એમની કદર કરવામાં ઉણું ઉતર્યું છે !!!
👉 આધુનિક હિન્દી સાહિત્યના ગદ્યકારોમાં રંગે રાઘવ એક સશક્ત હસ્તાક્ષર છે
એમનો જન્મ રાજસ્થાનના બરોલીમાં ૧૭ જાન્યુઆરી ૧૯૨૩માં થયો હતો
એમનો પરિવાર તામિલ ભાષી હતો
એમનાં પિતાનું નામ રંગચાર્ય હતું
તેઓ તામિલ, સંસ્કૃત અને કાવ્યશાસ્ત્રનાં મર્મજ્ઞ વિદ્વાન હતાં
રાંગેય રાઘવજીનું વાસ્તવિક નામ તિરુમલ્લે નામ્બ્ક્મ વીર રાઘવાચાર્ય હતું
👉 એમણે આગ્રાની સેન્ટ જહોન કોલેજમાંથી દર્શન અને અર્થશાસ્ત્રની સાથે બી. એ.ની ઉપાધી પ્રાપ્ત કરી હતી
સન ૧૯૪૩માં રાઘવજીએ હિન્દીમાં એમ. એ. કર્યું
સન ૧૯૪૮માં ” ગોરખનાથ અને એમનો યુગ” વિષય પર પીએચડીની ઉપાધી પ્રાપ્ત કરી
👉 હિન્દીમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યા પછી અધ્યાપન કરવાનાં એમના વિચારને એમણે ઠુકરાવ્યો
પણ
એમણે સ્વતંત્ર લેખનને જ પોતાનાં જીવનનું લક્ષ્ય બનાવ્યું
સન ૧૯૫૬માં એમનો વિવાફ સુલોચના સાથે થયો
સન ૧૯૬૦માં તેઓ જયપુર આવી ગયાં
પરંતુ ૨ વર્ષની અંદર રક્ત કેન્સરથી પીડિત હોવાના કારણે
૧૨ સપ્ટેમ્બર ૧૯૬૨માં એમનું અકાળ અવસાન થઇ ગયું !!!
👉 રાંગેય રાઘવ માત્ર એક સાહિત્યકાર જ નહીં
પણ એક દાર્શનિક અને શોધકર્તા પણ હતાં
એમના વિચાર માત્ર કોઈ વાળથી બંધાયેલા નહોઈને માનવીય સંવેદનાં સાથે સીધો સંપર્ક ધરાવતાં હતાં
સાથોસાથ એ દરેક રીતે જડવાદિતા અને રૂઢીવાદ વિરુદ્ધ સંઘર્ષ કરતાં રહ્યાં
રાઘવજીએ અલ્પાયુમાં જ વિપુલ સાહિત્યની રચના કરી
એમના ઉપન્યાસ અને વાર્તાસંગ્રહો હિન્દી સાહિત્યની અમુલ્ય નિધિ છે !!!
👉 એમની રચનાઓ ——-
👉 વાર્તા સંગ્રહો ——
✅ દેવદાસી
✅ સમુદ્રનાં ફેણ
✅ જીવનનાં દાણા
✅ ઇન્સાન પૈદા હુઆ
✅ પાંચ ગધે
✅ અધુરી મૂરત
👉 ઉપન્યાસ ——–
✅ મુર્દોકા ટીલા
✅ હુજૂર
✅ રત્નાકી બાત
✅ રાઈ ઔર પર્વત
✅ ભારતીકા સપૂત
✅ લોહીકા તાના
✅ ધરતી મેરા ઘર
✅ છોટીસી બાત
✅ કલ્પના દાયરે
✅ આખિરી આવાજ
👉 નાટક ———
✅ સ્વર્ગકા યાત્રી
✅ રામાનુજ ઔર વિરુદક
👉 આલોચના ———–
✅સંગમ ઔર સંઘર્ષ
✅ ભારતીય પરંપરા અને ઈતિહાસ
✅કાવ્યકલા ઔર શાસ્ત્ર
✅ આધુનિક હિન્દી કવિતામેં પ્રેમ અને શ્રુંગાર
✅ ગોરખનાથ ઔર ઉનકા યુગ
👉 અન્ય સાહિત્ય ———
✅ તૂફાનોકે બીચ
👉 આ બધાં પુસ્તકો વાંચવા જેવા અને સમજવા જેવાં છે !!!
——- જનમેજય અધ્વર્યુ
👌👌👌👌
Leave a Reply