પીલુ મોદી – મળવા જેવો અને સમજવા જેવો માણસ
👉 વાત ૮૦નાં દાયકાની છે
જે આજના વાતાવરણને અનુરૂપ જ છે
સેવાલીયાથી બાલાસિનોર જવાના રસ્તે પહેલાં અમારી કોલેજ આવે
અમારી એટલાં માટે કે એમાં હું ભણ્યો હતો અને મારા પિતાજી એના પ્રિન્સીપાલ હતાં
એ સમયે ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં હતાં
પ્રચાર જોર જોરશોરથી ચાલુ હતો
રસ્તા પર વાહનોની અવરજવર અમારી શાંતિમાં ખલેલ પહોંચાડનારી નીવડતી હતી
રાત્રીનો સમય હતો બહુ મોડી રાતનો નહીં
હું અને મારા પિતાજી પુસ્તકો વાંચતા ખાટલામાં અને હીંચકામાં બેઠા હતાં
આમારા ઘરની લાઈટ ચાલુ હતી
એવામાં બહાર એક જીપ ઉભી રહી
એમાંથી પહેલાં તો ૩-૪ માણસો માણસો ઉતર્યા મને થયું કે કોણ હશે આ ભાઈઓ રાતમાં
પછી એમાંથી એક અત્યંત કદાવર અને રૂષ્ટપુષ્ટ માણસ ઉતર્યો
દેખાવ ગુંડા જેવો નહીં પણ ગલગોટા જેવો
એ ભાઈએ વાડની બહારથી જ કહ્યું
” હું પીલુ મોદી ——- અંદર આવી શકું કે !!!!”
પપ્પાએ કહ્યું અરે તમારું નામ તો મેં બહુજ સંભાળ્યું છે આવોને થોડી ચા પીઓ ચાલો ……… આપણે વાતો કરીએ
પીલુ મોદીએ કહ્યું ——
“અમે પાંચ માણસો છીએ તમારી પાસે રાત્રે રાત્રે દૂધ હશે તો ખરુંને !!”
ત્યારે મમ્મીએ એ જવાબ આપ્યો જેટલું હશે એમાંથી થોડી થોડી ચા તો અવશ્ય બની જ જશે ”
પછી ….. મૂળે એ પારસી ભાઈ રમુજી સ્વભાવ જે પારસીઓની આગવી લાક્ષણિકતા છે
એ બોલ્યાં ……”મારું વજન વધારે છે તમારી આરામ ખુરશી તૂટી તો નહિ જાયને !!!”
પપ્પાએ તરત જ જવાબ આપ્યો
“તમે બેસોને ખુરશી તૂટે તો નવી લાવી દઈશું પણ આવાં માણસોને મળવાનો મોકો કઈ ફરીવાર થોડો જ મળવાનો છે તે!!!”
એ બેઠાં …….. અલકમલકની વાતો થઇ ચા બે વાર પીવાઈ
એ ગોધરાની સીટ ઉપરથી ઉભાં હતાં અને એમનો પ્રચાર કરવાં નીકળ્યાં હતાં
પણ એકેય વાત ચૂંટણી લક્ષી તો ના જ થઇ
અન સમગ્ર રાજકીય પરિસ્થિતિ અને સાંપ્રત સમસ્યાઓ અને સાહિત્યની વાતો થઇ
પીળું મોદીએ મારાં પપ્પાને ને વાંચ્યા હતાં એટલે એમના સાહિત્યથી પરિચિત હતાં તથા બાલાસિનોરમાં એમનું નામ જ એટલું મોટું કે પીલુ મોદી એમનાથી અજાણ રહી જ ના શકે
એટલે જ આ વાતોનો દોર ચાલ્યો હતો લાંબો
એમાં પાકિસ્તાનની વાત પણ આવી અને એમને CIAનાં એજન્ટ તરીકે ચિતરવામાં આવ્યાં છે એની પણ વાત થઇ
પણ કોઈ જાતનો બળાપો નહિ માત્ર એક શુદ્ધ સાત્વિક ચર્ચા
આ જ તો પીળું મોદીની ખાસિયત હતી
સાદગી એ એમનું બીજું નામ હતું
મૂળે આર્કિટેક્ટ એટલે પૈસાની ખોટ તો એમને નહોતી
પણ એમનું વાંચન અને સમજ અદ્ભુત હતી !!!
એમની આવડત અને સમજનો એ વખતના કોંગ્રેસીઓ નેતાઓ એમાય ખાસ કરીને ઇન્દિરાજીએ એમનો ખુબ ગેરલાભ ઉઠાવ્યો
કારણ શું હતું કે —— ભુટ્ટો એમનાં મિત્ર હતાં
“ભુટ્ટો —-માય ફ્રેન્ડ ” એ નામનું એમણે એક પુસ્તક પણ લખ્યું હતું
આ પુસ્તકની નકલો તો ચપોચપ વેચાઈ ગઈ પણ એની નિખાલસતા અને એમનું દર્શન ઇન્દિરાજીની આંખોમાં ખૂંચ્યું
અને એમણે એ પુસ્તક પર બેન મૂકી દીધો !!!!
પીલુ મોદીને તો પાકિસ્તાન પ્રેમ હતો જ નહીં
એમને તો માત્ર મિત્રતાનું ઋણ અદા કરવું હતું
અને એ વખતની રાજકીય પરિસ્થિતિથી લોકોને વાકેફ કરાવવા હતાં
એમાં વળી એક નવી વાત વહેતી થઇ હતી કે પીલુ મોદી એ CIAનાં એજન્ટ છે
એ તો સારું થયું કે કોઈએ એમને ISISIનાં એજન્ટ ના કહ્યાં
પાકિસ્તાન અમેરિકાનું દોરવાયું દોરવાય છે એટલે જ આ વાત વહેતી થઇ કે એ CIAનાં એજન્ટ છે
👉 પીલુ મોદીની આ પરિસ્થિતિથી અમે તો વાકેફ જ હતાં સાથોસાથ બાલાસિનોર અને ગોધરા અને એવાં અનેક વિસ્તારોની જનતા પણ
પણ પીલુ મોદીને ક્યારેય અમે પ્રત્યક્ષ નહોતાં નિહાળ્યાં
આ જ એ અવસર હતો એમને નજીકથી ઓળખવાનો અને એમને સમજવાનો
જેમાં અમે કોઈ જ ક્સર ના છોડી
એમની વિચાસરણી થી હું તો શું મારાં પપ્પા પણ પ્રભાવિત થઇ ગયાં
મમ્મી પણ રસપૂર્વક આ વાતો સાંભળતી હતી તે પણ એમની નિખાલસતાથી પ્રભાવિત -અભિભૂત થઇ ગઈ !!!
👉 પીલુ મોદી ખુલતાં ગયાં અમે એમણે ધ્યાનમગ્ન થઈને સંભાળતા રહ્યાં
ચૂંટણી પ્રચાર ચૂલામાં ગયો અને એ તો વાતોએ ચડી ગયાં
પ્રથમ જ મુલાકાતમાં આટલું નજીક્ત્વ એટલો ઉમળકો એટલી ઘનિષ્ઠતા આજ સુધી મેં કોઈનામાં જોઈ નથી !!!
ના કોઈ અંગત સંબંધ માત્ર બધાં એકબીજાંને નામથી ઓળખે !!!
છતાં એમણે જે આમારાં કુટુંબ સાથે ઘરોબો કેળવ્યો છે રાધર કેળવ્યો હતો એનો આજે પણ હું ઋણી છું
એટલાં ખીલ્યા કે એમની સાથેનાં ચાર માણસો તો ઊંચા-નીચાં થઇ ગયાં
એમણે મન તો આ માત્ર ચૂંટણી પ્રચારનો જ એક ભાગ હતો …….. એથી વિશેષ કશું જ નહી
જયારે પીલુ મોદી તો માણસની વાત કરનારો એક અદકેરો માનવી
એનો અમને એ વખતે જ એહસાસ થયો
૪ કલાક અમે વાતો કરી પછી એકબીજાને ભેટીને એ છૂટાં પડયા
ત્યરે જ મને લગ્યું કે જીંદગીમાં સબંધો પણ અગત્યનો ભાગ ભજવે છે
આ સબંધો જો સચવાય તો જિંદગી સાલી આરસપહાણ જેવી સ્મૂધ બની જાય
ખેર ….. એ બીજા દિવસે ફરી આવીશ ચા તૈયાર રાખજો અને પેલી આરામ ખુરશી સાચવજો એમ કહીને છૂટાં પડયાં
આખી રાત હું એમના વિષે જ વિચારતો રહ્યો કે —-‘કેટલો સરળ માણસ છે આ પહેલીજ મુલાકાતમાં દિલ ખોલીને વાત કરી
હું એવું માનતો હતો કે ચૂંટણીમાં અનેક કાર્યો મને કે કમને કરવાં જ પડતાં હોય છે
એટલે કદાચ એ બીજે દિવસે નહીં આવી શકે
પણ બીજા દિવસે તો એ ધાર્યા કરતાં વહેલાં આવી ગયાં અને બધું કામ પતાવીને જ આવ્યાં હતાં
એટલે એમને સમય જ સમય હતો
વાતવાતમાં જમવાની વાત નીકળી
એમણે તરત જ જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું
મમ્મી અને કોલેજનો કેટલોક સ્ટાફ જમવાનું બનાવવાં ગયાં
એ દરમિયાન ફરી પાછી નિખાલસતાથી આજની પરિસ્થિતિ પર ચર્ચા શરુ થઇ
વાતમાં રસ એટલો બધો પડતો હતો કે મારે બાથરૂમ જવા ઉભાં થવું હતું તે પણ ના થઇ શક્યો
થોડો સમય વીત્યો હશે ત્યાં એક પીલુ મોદી ઊભાં થયાં આ વખતે એમની ખુદની ફિઆટ ગાડી હતી
એ ગાડી તરફ ગયાં અને દરવાજો ખોલીને કોઈનું ધ્યાન ના પડે એમ એક પ્લાસ્ટીકની કોથળી સંતાડીને આમરી પાસે લાવ્યાં
આજુબાજુ કોઈ જ નથીને એનું ધ્યાન રાખીને એક પુસ્તક કોઈ નાં જુએ એમ પપ્પાના હાથમાં મુક્યું
તમે જાણો છો કયું પુસ્તક હતું એ —–
“ભુટ્ટો -માય ફ્રેન્ડ ”
એમણે કહ્યું કે આ એકજ નકલ મેં માંડ માંડ સાચવીને રાખી છે
આખા ભારતમાં એનાં પર બેન છે
પણ મને તમારા પર વિશ્વાસ છે એ તમે કોઈને કહેશો નહિ કારણકે હું તમને સારી રીતે ઓળખું છું
પપ્પાએ કહ્યું —— “આપનો ખુબ ખુબ આભાર અને નિશ્ચિત રહેજો
વળી પાછાં એ રમૂજી મિજાજમાં આવી ગયાં —— નિશ્ચિંત છું એટલે જ તો લાવ્યો છું
પણ એક વાત એમણે મને કરી એ મારે મન બહુજ મહત્વની છે
” બેટા ……. તને પણ વાંચવાનો બહુજ શોખ છે
એ મેં તારા હાથમાં ભારતમાં અંગ્રેજી રાજ્યનો પહેલો ભાગ જોયો ત્યારે જ હું સમજી ગયો હતો
આ શોખ ચાલુ રાખજે અને આપુસ્ત્ક વાંચજે અને તને એ કેવું લાગ્યું તે મને કહેજે
હું તો રાજીનો રેડ થઇ ગયો
એક તો આ પુસ્તક પર બેન અને એમાં વળી મને ખાસ વાંચવાની ભલામણ
આતો સોનામાં સુગંધ ભળ્યા જેવી જ વાત થઈને
પછી હું ઉભો થયો ભારતમાં અંગ્રેજી રાજ્યનો બીજો ભાગ લાવીને એ બે વચ્ચે આ પુસ્તક સંતાડીને હું એણે અમુક જગ્યાએ સંતાડી આવ્યો
પછી અમે જમ્યા
મુલાકાતો અને વાતો વધતી ગઈ
ચૂંટણી પૂરી થઇ પણ અમારો સંબંધ કયારેય ના પૂરો થયો
એ પુસ્તક સૌ પ્રથમ પપ્પાએ વાંચ્યું પછી જ મેં
મને રાજકારણમાં રસ લેતો કરવામાં આ પુસ્તકનો બહુ મોટો ફાળો છે
એમ હું છાતી થોકને અવશ્ય કહી શકું છું આજે !!!
👉 આજે પણ હું એક વાત પર તો અવશ્ય વિચાર કરતો થઇ જાઉં છું કે
આ તે કેવો માણસ કે જેણે ક્યારેય એમ નથી કહ્યું કે મને વોટ આપજો
સલામ છે પીલુ મોદી એક નહિ લાખો સલામ !!!
આજે આવા માણસો આપણા રાજકારણમાં કેટલાં ?
———- જનમેજય અધ્વર્યુ
👌👌👌👌👌
Leave a Reply