નાતાલ સ્પેશીયલ – કૈદી – જગપ્રસિદ્ધ વાર્તા
જીવનના સુખ્દુખનું પ્રતિબિંબ મનુષ્યનાં મ્ખ્ડા પર સદૈવ તરતું રહેતું હોય છે
પરંતુ એને શોધી કાઢવા માટેની દ્રષ્ટિ માત્ર અને માત્ર એક ચિત્રકારની પાસે જ હોય છે.
એ પણ એક ચિત્રકાર જ હતો !!!
ભાવના અને વાસ્તવિકતાનું એક અદભૂત સામંજસ્ય હોતું હતું એનાં બનાવેલાં ચિત્રોમાં !!!
એકવાર એનાંમનમાં આવ્યું કે ઇસુ ખ્રિસ્તનું ચિત્ર બનાવું
વિચારતાં-વિચારતાં એનામનામાં એક નવો પ્રસંગ ઉભરી આવ્યો
એનાં મસ્તિષ્ક પર એક નાનકડા ઈસુને શૈતાન હંટર મારી રહ્યો છે
પરંતુ કોણ જાણે કેમ ઈસુનું ચિત્ર બની જ નહોતું રહ્યું
ચિત્રકારની આંખોમાં ઈસુની જે મૂર્તિ બની હતી
એનું માનવ રૂપમાં દર્શન દુર્લભ જ હતું ………
બહુજ શોધ્યું પણ એવું તેજસ્વી મુખ એને ક્યાંયથી નાં મળ્યું
એક દિવસ ઉદ્યાનમાં ટહેલતા સમયે એની દ્રષ્ટિ અનાથાલયના એક આઠ વર્ષનાં બાળક પર પડી
એ બહુજ ભોળો હતો !!!…… બિલકુલ ઈસુની જેમ જ ……… સુંદર અને નિષ્પાપ !!!
એણેબાળકને ગોદમાં ઉઠાવી લીધું અને શિક્ષકનો આદેશ લઈને એ એને પોતાનાં સ્ટુડિયોમાં લઇ આવ્યો !!!
અપૂર્વ ઉત્સાહથી એણે માતર થોડીક જ મીનીટોમાં એ ચિત્ર બનાવી દીધું .
ચિત્ર પૂરું કરીને એ બાળકને અનાથાલયમાં પહોંચાડી આવ્યો !!!
હવે ઈસુની સાથે શૈતાનનાં ચિત્રની સમસ્યા ઉભી થઇ
એ એક ક્રૂર ચહેરાની શોધમાં નીકળી પડયો
દિવસોને કોણ પૂછે છે ? આમને આમ મહિનાઓ વીતી ગયાં
વેશ્યાઓના મહોલ્લા, ગુંડાઓના અડ્ડામાં પણ એ શોધી વળ્યો
પણ એને શૈતાન ક્યાંય પણ ના મળ્યો !!!
ચૌદ વર્ષ પૂર્વે બન્વેલું એ ચિત્ર હજી અધૂરું જ પડેલું હતું
અચાનક એક દિવસ જેલમાંથી નીકળતાં એક કેડી સાથે એની મુલાકાત થઇ ગઈ
સહાયમળ રંગ, બહુજ વધેલા કેશ, દાઢી અને વિકટ હાસ્ય
ચિત્રકાર તો ખુશીનો માર્યો ઉછળી પડયો
બે બોટલ શરાબના બદલામાં
કેદીને ચિત્ર બની જાય ત્યાં સુધી થોભવાનું કહ્યું અને એ માટે એને રાજી પણ કરી લીધો !!!
બહુજ લગનથી એણે પોતાનું અધૂરું ચિત્ર પૂરું પણ કરી લીધું
ઈસાને હંટર થી મારવાંવાળાં શૈતાનનું એણે હુબહુ ચિત્ર ઉતારી લીધું
મહાશય હું જરા ચિત્ર જોઉં —- કેદી બોલ્યો !!!
ચિત્ર જોતાની સાથે જ એના માથા પર પરસેવો વળી ગયો
એ હકલાતો હક્લાતો બોલ્યો ——-
“ક્ષમા કરો તમે મને હજુ સુધી ઓળખ્યો જ નથી !!!
હું જ તમારો ઇસુ ખ્રિસ્ત છું …….
૧૪ વર્ષ પહેલાં આપ જ મને અનાથાલાયમાંથી પોતાનાં સ્ટુડીયોમાં લઇ આવ્યાં હતાં
મને જોઇને જ તમે ઇસુ ખ્રિસ્તનું ચિત્ર બનાવ્યું હતું !!!”
આ સંભાળીને ચિત્રકાર તો હતપ્રભ જ રહી ગયો !!!
—— ઓ હેન્રી
અનુવાદક – જનમેજય અધ્વર્યું
🍀☘️🍁🍀☘️🍁🍀☘️🍁
Leave a Reply