Sun-Temple-Baanner

ધ એક્સિડેન્ટલ પ્રાઈમમિનીસ્ટર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ધ એક્સિડેન્ટલ પ્રાઈમમિનીસ્ટર


ધ એક્સિડેન્ટલ પ્રાઈમમિનીસ્ટર

✅ એક પુસ્તક આકારે આવ્યું
૨૫૦૦ રૂપિયાની હાર્ડબાઉન્ડ કોપીની ૫૦૦૦ નકલો છપાઈ
અને વેચાઈ પણ ગઈ
૫૦૦ રૂપિયાની પેપરબેક કોપી પણ છપાઈ અને એ પણ વેચાઈ ગઈ
હવે પ્રશ્ન એ થાય કે આ પુસ્તકમાં એવું તો શું છે કે એ વેચાઈ ગઈ ?
લખનાર છે શ્રી સંજય બારુ
જે પહેલાં એક એડિટર હતાં પછી શ્રી મનમોહનસિંહના મીડિયા સેક્રેટરી રહી ચુક્યા છે
મનમોહનસિહના દસ વરસના શાસનકાળ દરમિયાન
આમાં “માં-દીકરા”ની સરકાર છે એ સ્પષ્ટ જણાવાયું છે
જે બુકમાં છે એ ફિલ્મમાં નથી અને જે ફિલ્મમાં છે એ આ બુકમાં નથી
એક પોલીટીકલ પ્રોપેગેન્ડા પર કોઈ બુક લખે તો એ સારું જ ગણાય
પણ આ જ વિષય પર અને બુક પર આધારિત જો ફિલ્મ બને તો એ લોકોનો,પાર્ટીનો અને પક્ષકારો (ચમચાઓ)નો રોષ વહોરે એ સ્વાભાવિક જ ગણાય
આ પુસ્તક જે લગભગ ૩૦૦ ઉપર પાનાનું છે
એ PDFમાં ઉપલબ્ધ જ છે
આ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું છે
જે મારા પરમ મિત્ર શ્રી દેવાંગભાઈ છાયાએ અમારાં દરેક વોટ્સએપગ્રુપમાં ઉપલબ્ધ કરાવ્યું
આ ફિલ્મ આવતા પહેલાં અઠવાડિયા પહેલાં જ
જે માટે મેં મારાં તમામ મિત્રોને ઉપલબ્ધ કરાવ્યું
એ માટે હું એમનો આભારી છું
મિત્રો આપણું ઘણું કામ આસાન કરી દે છે એનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે
કાલે એક બીજા પરમ સાહિત્યકાર મિત્ર શ્રી ભવ્ય રાવલનો આ ફિલ્મ ઉપરનો લેખ વાંચ્યો
સચ્ચાઈથી વાકેફ કરાવતો આ લેખ સૌએ વાંચવા જેવો છે !!
તે વખતે મેં આ ફિલ્મ નહોતી જોઈ !!!
કાલે રાત્રે જોઈ એટલે મને થયું કે લાવ મારો અનુભવ પણ હું લખું !!!
પુસ્તક વાંચ્યું અને વંચાવ્યું પણ

✅ હવે હું મૂળ વાત પર આવું એ પહેલાં થોડી સચ્ચાઈથી તમને અવગત કરાવું
આ એક્સિડેન્ટલ ફિલ્મ પ્રાઈમમિનીસ્ટર એ શ્રી મનમોહનસિંહના રાજ્યાભિષેકની કથાથી શરુ થાય છે
સોનિયા ગાંધી ધારત તો એ પોતે પ્રાઈમમિનીસ્ટર બની જ શક્યા હોત કે રાહુલ ગાંધીને બનાવી જ શક્યા હોત
પણ ૧૨ -૧૨ પાર્ટીના સહકારથી બનેલી આ યુપીએ સરકારને ચલાવવાનું કામ આસાન તો નહોતું જ
અરે એ કોઈનાય બસની વાત તો નહોતી જ પણ સચાઈ જ એ છે કે શ્રી મનમોહનસિંહને એમણે પ્રધાનમંત્રી બનાવ્યા અને રાહુલને હજી અનુભવની જરૂર છે એમ કહી દૂર રાખ્યો
જયારે સાચી વાત તો એ છે કે સોનિયાજીને એમ લાગ્યું કે વિદેશી હોવાનો મુદ્દો ચગશે
અને જો કોંગ્રેસની સમ્પૂર્ણ બહુમતી આવે તો જ ગાંધી પરિવાર રાજગાદી પર બેસી શકે
તો જ એમનો હેતુ પાર પડે એમ હતો
મનમોહનસિંહજી સરખી રીતે કામ ન કરવા દેતાં સોનિયાજી અને રાહુલ
પાછળથી આ જ રાહુલ એમને એટલી હદે નડયો કે અને સોનિયાજી પણ કે એ ત્રીજી ટર્મ કરવાં તૈયાર જ ના થયાં
બીજી ટર્મ માટે પણ એમની ઘણાં રિસામણા – મનાવણાં કરવાં પડેલાં
ખેર આવાં પુસ્તકો તો પહેલાં પણ લખાયા જ હતાં
“ફ્રીડમ એટ મીડનાઈટ”
“રોઝીઝ ઇન ડીસેમ્બર ”
“ઓલ ધ પ્રાઈમમીનીસ્ટરસ મેન”
“નો સર ”
વગરે …… વગેરે ………
પણ આ પુસ્તકમાં જે સચ્ચાઈની ઓથેન્ટીસીટી છે એવી આમાં કેટલી ?
શું પ્રાઈમમીનીસ્ટરને નીચા ઉતારવા કે ગાંધી પરિવારના કાવાદાવા રજુ કરવાં માટે જ આ પુસ્તક લખાયું છે એતો સાવ સીધી અને સ્પષ્ટ વાત છે
અને એ સાચું પણ તો છે જ ને !!!
રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંહ પણ રબર સ્ટેમ્પ જ હતાં ને!!!
આ રબર સ્ટેમ્પ બનવા પાછળ ગાંધી પરિવારનો હેતુ શું છે અને એના પરિણામોની કેવી માઠી અસર પડે છે ભારતીય પ્રજાતંત્ર પર તેજ તો દર્શાવાયું છે આમાં !!!
શું પુસ્તક કે શું ફિલ્મમાં !!!

✅ હવે આ ફિલ્મની વાત
આ ફિલ્મના દિગ્દર્શક છે ——–વિજય ગુટ્ટે
જેમનું દિગ્દર્શન બિલકુલ જ સારું નથી
આપણે ફિલ્મ રાજકારણ અને વિચારોના ઓવરડોઝમાંથી મુક્ત થવા માત્ર મનોરંજન મેળવવા જ સિનેમાઘરોમાં જઈએ છીએ
રાજકારણની ચર્ચા તો આ આભાસી મીડિયામાં ઓછી થાય છે !!!
તે કરવાં આપણે ફિલ્મમાં જવું પડે !!!
વિવાદો, વમળો , કાવાદાવાઓ , પક્ષપાતી વિચારધારાઓ જ આપણને આવી ફિલ્મ તરફ ગુરુત્વાકર્ષણ બળથી ખેંચી જાય છે
અને જોઇને નિરાશ થવું પડે છે કે આમાંથી છૂટવા તો આપણે અહીં આવ્યાં છીએ તો અહીં પણ આવ જ વાત
જો કે આ ફિલ્મમાં આવું જ છે એ તો આપણે જાણતાં જ હોઈએ છીએ
એક રીવ્યુ કે એક સ્ટેટસ લખવા ખાતર ક્યારેય ફિલ્મ જોવા ના જવાય !!!
મનમોહનસિંહના રોલમાં અનુપમ ખેર આમ તો સારું બોલે છે પણ સારું કામ કર્યું છે એવું હું છાતી ઠોકીને ના કહી શકું !!!
ન્યાય આપવાનો પુરતો પ્રયાસ જરૂર કર્યો છે એમાં !!!
પણ નિષ્ફળ ગયાં છે એ !!!
જે કામ સારું કર્યું છે એ તો છે સંજય બારુની ભૂમિકા નિભાવતા અક્ષય ખન્નાએ
આ ફિલ્મ મને તો એની આસપાસ જ ઘૂમતી લાગી છે
દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા સ્વર્ગસ્થ શ્રી વિનોદ ખન્નાની ખોટ અક્ષયખન્નાએ અવશ્ય પૂરી કરી છે
એનો અભિનય કાબિલેતારીફ છે !!!
દિવ્યા શેઠનું કામ પણ વખાણવા લાયક છે
અહાના કુમરા અને અર્જુન માથુર પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી જાય છે
PMO એ પ્રાઈમમીનીસ્ટર નથી જ એ વાત દરેકે સમજી લેવાની જરૂર છે
સંગીત તો સાવ જ નબળું છે
સીનેમેટોગ્રાફીને તો કોઈ સ્કોપ જ નથી
સીરીયલ જેવું લાગે છે બધું !!!

✅ એક પપેટ પ્રાઈમ મીનીસ્ટર
માત્ર ન્યુક્લીયર ડીલ વિશેનો એમનો વ્યુ
સદાય ડરી ડરીને જીવતાં અને કાર્ય કરતાં પણ સંકોચ અનુભવતાં આપણા પ્રધાનમંત્રી
સદાય મેડમ ….મેડમ કહીને એમના કહ્યામાં રહેતાં અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીને કોઈનાથી ડરવાની શી જરૂર ?
બહુજ નબળું પાત્રાલેખન થયું છે એમનું !!!
વચ્ચે વચ્ચે ૨જી – ૩જી સ્કેમ કોયલા કૌભાંડની વાત
અને સોશિયલ મીડિયામાં ફરતાં થયેલાં એમના જોક્સ
અને એમનું મુકપણું અ બધું જ દર્શાવ્યું છે
એમને આર્થિક સધ્ધરતા બક્ષતા કે ધસ ફાર એન્ડ નો ફર્ધર એવા નિર્ણયો લેતા બતાવાયા હોત તો વધુ સારું થાત !!!

✅ પણ હકીકત જે છે તે છે જ
ગાંધી પરિવાર જ આ બધાના મૂળમાં છે
અને રાહુલબાબા જ આ બધાના કવાદાવાનું ઉદગમબિંદુ છે એ અતિસ્પષ્ટપણે આમાં દર્શાવાયું છે
આ જ તો છે એક્સપોઝર !!!!
જેનો વિરોધ કોંગ્રેસ ખોટેખોટો જ કરે છે !!!!
આ ફિલ્માં બહુ ટુકડા પડતા હોવાથી નહીં જોવા જાઓ તો ચાલશે
પુસ્તક વાંચી લેજો એટલે પત્યું
ટૂંકમાં આ ફિલ્મ બિલકુલ જ જોવાં જેવી નથી
હું તો આને ૦ સ્ટાર આપું છું !!!

———– જનમેજય અધ્વર્યુ

🌴🌱🌿☘🍀🎋🍂🍁🌾

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.