દરેક કામયાબ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે
આ કહેવત કે આ વાક્ય ક્યાંથી અને ક્યારથી પ્રચલિત બન્યું તે કોઈને ખબર છે ખરી !!!
તો સાંભળો …….. સાંભળો …… એની કથા ——
થાઈલેન્ડની એક હોટેલના માલિકે પોતાના ગ્રાહકો માટે એક શરત રાખી
મગરમચ્છોથી ભરેલાંએક તળાવમાં જે માણસ મગરમચ્છોથી બચીને બહાર નીકળી આવશે
એને ૫ કરોડ રૂપિયા ઇનામના રૂપે એને આપવામાં આવશે
અને જો મગરમચ્છો એને ખાઈ જાય તો એના પરિવારજનોને ૨ કરોડ રૂપિયા આપવામાં આવશે
આ સંભાળીને બધા લોકો ભયભીત થઇ ગયાં
કોઈમાં એ હિંમત નહોતી કે
એ તળાવમાં કૂદી શકે ……
ત્યાં જ એક જોરદાર ધમાકાનો અવાજ આવ્યો
લોકોએ શોરબકોર કરી મુક્યો !!!
અરે આ શું ?
કોઈ માણસે તળાવમાં છલાંગ મારી દીધી છે
લોકોના શ્વાસ થંભી ગયાં
અને બધા લોકો એ માણસની તરફ જોવાં લાગ્યાં
એ માંસ તળાવમાં જોરદાર ઝડપથી તરતો હતો
વીજળીની સ્ફૂર્તિથી એ પાણીને ચીરતો આગળ વધી રહ્યો હતો
બધા લોકો એકીટસે આ દ્રશ્ય નિહાળી રહ્યાં હતાં
હવે આ માણસ મગરમચ્છનો કોળીયો બની જશે
આ જુઓ ……
એક મગરમચ્છ એની પાછળ જ છે
પણ એ માણસે હિંમત ના હારી
એ માણસ પૂરી રીતે ઝઝૂમી રહ્યો હતો !!
અને ત્યાં જ એ માણસ પાણીને ચીરતો બીજા કિનારેથી બહાર નીકળી ગયો
એ માણસ પૂરો શ્વાસ પણ નહોતો લઇ શકતો હતો
બધાં લોકો ભાગીને એની તરફ આવ્યાં અને તાળીઓથી એનું સ્વાગત કર્યું !!!
હવે એ માણસનાં જીવમાં જીવ આવ્યો
અને એને ખબર પડી કે એ કરોડપતિ બની ગયો છે
ત્યારે એના મોંમાંથી પહેલું વાક્ય નીકળ્યું —–
“પહેલાં મને એ બતાવો કે મને ધક્કો કોણે માર્યો !!!”
ત્યારે તળાવના કિનારે એકત્ર થયેલી ભીડમાંથી એક સ્ત્રીએ પોતાનો હાથ ઉંચો કર્યો !!!
એ સ્ત્રી એ માણસની પત્ની હતી એને કહ્યું કે —-
“તમે કીન કામના તો છો નહીં
જો તમે બચી ગયા તો ૫ કરોડ અને જો મરી ગયાં તો ૨ કરોડ પણ અમને જ મળવાના હતાંને !!
બસ ત્યારથીજ એ કહેવત બની ગઈ કે ——
“એક કામયાબ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે !!!
————— જનમેજય અધ્વર્યુ
😂😂😂😂😂😂😂😂😂
Leave a Reply