✍ એક સાચો મિત્ર ✍
(લઘુકથા)
👉 એક અલાયદું ઘર
જેમાં હું એકલો રહેતો હતો
સંતાનોએ કહ્યું કે
“પપ્પા તમે એકલા રહોને
તમે ત્યાં એકલાં રહી શકશો
મારી પત્નીનું અવસાન થઇ ગયું હતું
હવે જયારે અમે સૌ સાથે હળીમળીને રહેતાં હતાં
ત્યરે મેં એક કૂતરો પાળ્યો હતો
નામ રાખ્યું હતું “હીમેન” !!!
તે કૂતરો ક્યાંક જતો રહ્યો
અમે બહુજ શોધખોળ કરી
પણ તે ના જ મળ્યો
હું અને મારાં પરિવારજનો બહુ જ દુઃખી થયાં !!!
એ વાતને 4 વર્ષ વીતી ગયાં
હું એક નાનકડા ફાર્મહાઉસમાં રહેતો હતો
ત્યાં અચાનક એ મારો “હીમેન” આવી ચડ્યો
મને બહુજ પ્રેમ કરવાં લાગ્યો
મેં કહ્યું ——-
” કલમ,વાંચન અને નિસર્ગ માણી માણીને થાકી ગયો છું
મારે પણ કોઈ મારી સાથે હોય એ જોઈતું હતું
ચાલ આપણે બે સાથે આ રહી જિંદગી સાથે જીવી લઈએ
તું તો મૂક પ્રાણી છું…….. તું માણસ નથીને
એટલે તને મારાથી કોઈ જુદું નહિ કરી શકે
કે તારે તારાં પોતાનાંથી જુદા થવાનું દુઃખ સહન નહીં કરવું પડે !!!
કદાચ મારાં જ કોક પરિવારજનોને કારણે તારે જતાં રહેવું પડ્યું હશે કદાચ !!!
પણ……. આ તો આપણાં જ બંનેનું ઘર છે અને આજ તો છે આપણી દુનિયા
ચાલ દોસ્ત મિલાવ તાળી ….. હરીએ ફરીએ અને આનંદ કરીએ
અને
એમ અમે બે આનંદથી જીવવાં લાગ્યાં !!!
આમાંથી જેને જે બોધ લેવો હોય તયે લેજો
મારે કશોજ કોઈને બોધ આપવો નથી !!!
—————– જનમેજય અધ્વર્યુ
🌿☘💐🌸🌼🌷🥀🌹🌻🌿
Leave a Reply