✍ એક નાનકડી વાર્તા ✍
👉 એક ભાઈ કે જેની ઉંમર લગભગ 42 વર્ષ છે
એમનું લગન 15 વર્ષ પહેલાં થયું હતું
તેમને તેની પત્ની સાથે ફાવ્યું નહીં
અને તેઓ છુટા પડ્યાં !!!
પત્ની સાથે રોજ જ કજિયો થતો હતો આજ હતું એનું મુખ્ય કારણ
હવે…….. એ ભાઈ હોસ્પિટલમાં ગંભીર બીમારીને કારણે દાખલ થયાં
પૈસા ટકાની કોઈ ખોટ હતી જ નહીં એટલે કોઈ વાંધો નહોતો
બીમારીનો ઈલાજ થઇ શકે એમ હતો
કારણકે અપૂરતો ખોરાક જ એનું મુખ્ય કારણ હતું
લોકલાજે એની પત્ની એની ખબર જોવાં આવી
કારણકે સમાજમાં એને પણ જીવવું હતું અને એનું માથું ઊંચું રાખીને ફરવું હતું
પત્નીએ એને માથે વ્હાલથી હાથ ફેરવ્યો અને કહ્યું
” ભગવાન તમને જલ્દીથી સારાં કરી દેશે !!!”
👉 આ વાતને મીડિયા અને પત્રકારોએ એ પત્નીને પાછા આવ્યું છે
એને એના પતિ માટે લાગણી છે
એંઠમાંને એંઠમાં ખોટો ગૃહત્યાગ અને પતિત્યાગ કર્યો હતો
એવી વાતને મારી મસાલો ભભરાવીને અને વાતને ચઢાવીને કહી
પત્ની વિચારતી રહી કે આવું તો મારાં મનમાં કશું હતું જ નહિ
પણ
એમની વાત છે તો સાચી જ
આ જ મોકો છે તો એનો લાભ હું કેમ ના ઉઠાવું
પાછા ફરવાની આ તક એ જવાં દેવા માંગતી નહોતી !!!
એણે મનોમન પત્રકાર અને મીડિયાનો આભાર માન્યો
👉👉 ખાસ વાત :——- આ વાત અને હાર્દિક પટેલના ઊપવાસ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી !!!!
———- જનમેજય અધ્વર્યુ
🌺🌻🌹🥀🌷🌼🌸💐🌾
Leave a Reply