ઝાંઝવાના જળ સૂરજના તાપથી બળતા નથી
રણમા ફરનારા તરસની ઘાતથી ડરતા નથી
હાથમાં ખુદનોય પડછાયો નહી પકડી શકો
સાથ સાચો આપનારા સાથમાં ભળતા નથી
હોય છે ભીનાશની સમજણ હ્રદયમાં જેમનાં
મનના પુષ્પો પાનખરમાં પણ કદી ખરતા નથી
આંખ જેની બોલકી છે ત્યાં શબ્દને તકલીફ શું?
મૌનની ભાષા સમજનારા કદી લડતા નથી
સ્નેહના દરિયા હસીને પાર કરવાનાં અમે
સ્નેહ સાગર પાર કરનારા કદી ડુબતા નથી
શબ્દના ઘાટા સ્મરણથી કયાં જશું આગળ હવે?
યાદના પગલા કદી પાછા પગે હટતા નથી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply