ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ ઘણી ફળી નહિ
અફસોસ એજ રહ્યો કે જે માંગી પળ મળી નહિ
મોંધી જણસ સમજીને જીવનભર સાચવી રાખી
શોઘવા બેઠી જ્યારે તે કશે ફરી મને જડી નહિ
સવાર થી સાંજ સુધીની બધી પળો ફંફોસી જોઈ
ક્યાંક જઈ છુપાઈ હશે,એ ક્યાંય ગણગણી નહિ
વર્ષો વીતી ગયા, પડેલ ઘાવ હજુય લીલાછમ છે
યાદોથી વહેરાતી કરવતે એને શુષ્કતા ચડી નહિ
ફૂલોની સુગંધે મહેકતી, જે પંખીને ટહુકે ચહેકતી
એ બધી લાગણીઓ હવે નક્કર બની, રડી નહિ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply