ઝબકવું છે સિતારાને હ્દયરૂપી ગગન આપો,
તમારો સાથ મેળવ્વા મહોબ્બતનું વચન આપો.
નથી માંગી શકાતી ક્યાંક મિત્રો દાદની ભિક્ષા,
હ્રદયને જીતવા માટે વિચારો પર વજન આપો.
હતી સોનાની ચીડીયા, વાઘ-બકરી સાથ ફરતા’તા,
હવે મુજને બનાવીને ફરી એવું વતન આપો.
તરત બોલી ઉઠે, પોતાની અંદરની દરેક ઈચ્છા,
અરે, ઓ દોસ્તો, સ્વાગત કરી સૌને સુમન આપો.
તમે થાકી ગચા હો, કંટકો રોપી, ચમનવાળા,
વતન ખાતર હવે સૌને મહોબ્બતનું ઈજન આપો.
હવે વિશ્વાસને,સાબિત કરવાનો સમય આવ્યો,
સીસીટીવીની, હર દિવાલને ‘સિદ્દીક’ નયન આપો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply