યુગોની યાદના સૂરજ પ્રગટ્યા,
મળ્યા’તો હર્ષના અશ્રુ નીકળ્યા.
“નથી પાષાણ હાથોમાં એ જનના,
એ આશા લૈ નવા પંખી ઉતર્યા.
વિરુદ્ધમાં કંટકો વાવ્યા’તાં જેણે,
પ્રણયના ત્યાં અમે પુષ્પો ખીલવ્યા.
અહી અપરાધ છે મુખ બંધ કરવું,
અને ત્યાં મૌન દરવાજા ઉઘડ્યા.
મળે અહિયાં મને મીડિયાના રૂપે,
મળું જેને એ અખબારો નીકળ્યા.
ઈરાદાના કદમ લાંબા થયા છે,
મકાનોએ પછી વાઘા બદલ્યા.
હું નેતા થઈ ગયો ભૂખી ધરામાં,
તો મજનૂ પર ઘણાં પથથર વરસ્યા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply