યાદ અમારી આવે તો, જરા સાચવીને રાખજો,
એ કામમાં બહુ આવશે, એને જાળવીને રાખજો.
વધઘટ થતી લાગણીઓમાં આટલો સથવારો છે,
ઉભરાય આંખમાં આંસુ, જગ્યા વહેવાને રાખજો.
સુખના હશે દિવસો, ત્યારે સ્મરણોમાં મહેકશું.
દુઃખમાં દેશે શાતા, નામ ને દવા માનીને રાખજો.
ખાલી મન ભરાઈ જશે, મન ઉદ્વેગે તપેલું ઠરશે,
ફૂલો સરીખી સુગંધ, જતનથી બાંધીને રાખજો.
ખોળો નહિ, હથેળી નહિ, પણ ખભો જરૂર દઈશું
નામ વિનાનાં સબંધને, દોસ્તી જાણીને રાખજો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply