દિલમાં કોને ઠાંસી ઠાંસી બેઠા છે?
માનવતાને ક્યાં ક્યાં નાખી બેઠા છે?
જીવનરસના રોજ કસોને ખેંચી ને,
ભાઈ ‘ સિદ્દીક’ હાંફી હાંફી બેઠા છે.
ફોરમની તો વાત નથી પણ ફૂલોને,
ક્યાં ક્યાં, કોના માથે રાખી બેઠા છે?
પસ્તાયા ને રોયા, આંખો મસળીને,
પથ્થરને દિલ જ્યારે આપી બેઠા છે.
મૂર્તિ થી આ માણસ માણસ તૂટી જાય,
એવી સિયાસત એક એક પાળી બેઠા છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply