જ્યાં ગતિ છે, ત્યાં હારજીત નથી,
આ યુવાનીમાં કેમ પ્રીત નથી.
કોઇ આવે તો, મૌન ડેલી હોય,
દોસ્ત,સ્વાગતની તારી રીત નથી.
દિલને જીતીને દાદ લૂટી લે,
તારી મહેફિલમાં એવું ગીત નથી.
મૂળ તકરારના રહેલા છે,
એ ખરેખર ઘરોની ભીત નથી.
જે વડીલોના સાથ બેસે છે,
મંચ પર આ અદબ ઉચિત નથી
છે વષંતો ચમનમાં, હે ! ‘સિદ્દીક ‘,
પૂષ્પે, પૂષ્પે છતાંય સ્મિત નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply