જેવો તેવો દિવસ માંડ વિતાવ્યો સૌએ
પછી પાછી લઘુમૃત્યુ સમ રાત પડી ગઈ
મૌન વલખતું રહ્યું ઘરેઘરે શબ્દની તરસે
ના થઈ શકી શરૂ જ જે, એ વાત પતી ગઈ
આહાર, નિદ્રા, ભય, મૈથુન જીવનનો સરવાળો
બાદબાકીમાં આખી આ જાત પતી ગઈ
એટલી જ સોડ તાણવી હતી મારે ય પણ
પછેડી માપની ગોતવામાં, ઔકાત પતી ગઈ
હવે આવે છે ફક્ત સંતો, પણ પ્રભુ ક્યાં?
શું ભગવાનની ય આખી નાત પતી ગઈ?
~ મિત્તલ ખેતાણી
Leave a Reply