નવાં વર્ષ નાં ઝાઝાં કરીને વધામણાં સાથ આ ફ્રેશ સંકલ્પ કાવ્ય
બહાર નીકળવું છે.
કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.
સેલ ફોન માં થી બહાર નીકળવું છે.
વિચાર,વાણી, વ્યવહાર ને સમારી ,
ઈગો ટોન માં થી બહાર નીકળવું છે.
સ્વાસ્થ્ય, સમજણ,શાતા સુઘારી;
માયા વોલ માં થી બહાર નીકળવું છે.
ભેટવું છે કુટુંબ ને આખી વસુંધરા નાં,
અલોન માં થી બહાર નીકળવું છે.
મોજ થી ચાલીશ હું સ્પ્રિંટ મારી,
મેરેથોનમાં થી બહાર નીકળવું છે.
જે નથી બોલાવતાં એને બોલાવી,
મૌન માં થી બહાર નીકળવું છે.
ગૃહસ્થી જ દેશે મોક્ષ બ્રમ્હચર્ય નો,
દંભી પોર્ન માં થી બહાર નીકળવું છે.
મૂડ મરકટ ની પુંછડી સરખી દબાવી,
ઓફ ઓન થી બહાર નીકળવું છે.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply to Lalit Zapadiya Cancel reply