વીતી ગયું જે ગત વરસ એના ઝબકારા છે શ્વાસમાં
પગલાં માંડતા વરસમાં એમાં સરવાળા છે આસમાં.
જીવન મહી કેટલાય કિસ્સા, બનતા બગાડતાં રહ્યા,
બાકી રહેલી ઈચ્છાઓ સળવળતી રહી છે પ્યાસમાં
ઉઘડતું વહાલનું અજવાળું, ને અંધારું ઘેરાતું તાણનું.
ખેંચાતા ઇચ્છાઓના ઘોડા, જકડાઈ સમજની રાશમાં.
આવકારવા રોશની સુરજની આંખ તો ખોલવી રહી,
ગત વરસમાં જે પણ બન્યું એ ભૂલી જાઓ ખાસમાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply