વીતે વસંતના દિવસો,ને પાનખર આવી ચડે છે,
ઠંડા પવનની ઝાપટે, પીળા પત્તા ધ્રૂજી પડે છે.
રાત આખી વૃક્ષ રડ્યું, ને પાને એ લાલાશ ચડે છે
આભે ચમકતો સૂર્ય પશ્ચિમે જઈને વ્હેલો ઢળે છે.
મારી નજરને ખેચતું છેલ્લું પત્તું પણ તૂટી રડે છે,
અળગી થતી મૌસમ મજાની જોઈને હૈયું જલે છે
શોભતા’તા રંગીન ફૂલો ત્યાં બરફ આભેથી ઝરે છે
વિના રંગીની એકલી ડાળીઓ બધી ખળભળે છે.
પંખી વિના આકાશ બુઠ્ઠું છે,મન મારું બહુ ઝુરે છે
જશે વિરહનાં દિવસો પણ દુઃખ આવે એવું સરે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply