વિચાર આવ્યો એક પત્ર લખું, પ્રેમપત્ર લખું ..
પણ શું લખું ?ક્યા લખું ?અને કોને લખું ?
લખવાનું શરુ કરું, પછી તારે ચરણે ધરું
તુ એટલે મારો શ્વાસ, મારી ખુશીનો અહેસાસ
તારી નજરો મહી જીવન, તારી બાહોમાં મઘુવન
ક્યારેક ઉદાસ થવાય, તારાથી રિસાઈ જવાય
મનમાં ક્યાય નથી કચાશ, તારામાં છે મીઠાશ
તારા થકી અંતરમાં ઉલ્લાસ, તેમાં મને વિશ્વાસ
તું મારું મનોચિત્ર છે, તુંજ થકી ચરિત્ર છે
તું થોડું લખ્યા માં ઘણું સમજજે,
છે મારું લખાણ “મન” તારુજ માનજે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply