મળી જાવ જો રસ્તામાં જરા હસીને પૂછો કેમ છો.
નજરોમાં નકરુ હેત ભરી પછી હસીને પૂછો કેમ છો.
રસ્તે ટકરાતી આંખોમાં ના જોવા જીવ્યાનો મેલ છે
અલપ ઝલપ દેખ્યા એમાં આ જીવન લાગે ખેલ છે
થોડી દૂરતા બહુ લાગે, પાસ આવી પૂછો કેમ છો.
મળી જાવ જો રસ્તામાં જરા હસીને પૂછો કેમ છો.
નજરોમાં નકરુ હેત ભરી પછી હસીને પૂછો કેમ છો.
ના રાખો અંતર અંતર મહી શ્વાસોને લાગે જેલ છે
નાજુક હૈયા પીસાય છે, નજારો ના વાગે તીર છે
સ્પર્શના નામે દઈ હસ્તાક્ષર લળીને પૂછો કેમ છો.
મળી જાવ જો રસ્તામાં જરા હસીને પૂછો કેમ છો.
નજરોમાં નકરુ હેત ભરી પછી હસીને પૂછો કેમ છો.
ના ચાંદ ઉપર હુ પગલા પાડું સ્વર્ગ આ મારે ઘેર છે
ના મોટર ગાડી ને જલસા માગું મારે તારી મહેર છે
હૈયા ના હાલ સઘળાં જાણો મસ્તીમાં પૂછો કેમ છો
મળી જાવ જો રસ્તામાં જરા હસીને પૂછો કેમ છો.
નજરોમાં નકરુ હેત ભરી પછી હસીને પૂછો કેમ છો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply