છે કોરીકટ વાટ્યું અને કોરીકટ આંખ્યું.
આ ઉપરથી આભલીએ કાજળ આજ્યું.
મૌનની વાતો તહી વહેતી રહી રાતભર,
એને ચિત્તનું ચાતક થઈ અપલક તાક્યું.
છે અંધારી એકલતા ને વરસાદી રાત્યું,
એકેક ફોરામાં કંઇક તેજાબ જેવું છાટ્યું.
અંતરની આગમાં ઓગળતી ગઈ જાત,
યાદોના ઘાવને કંઈ વેદના જેવું વાગ્યું.
ઝાર ઝાર હૈયું થઇ ઝરતું રહ્યું ઝાકળ,
છેક પરોઢે ઘાવને કંઈ હાશ જેવું લાગ્યું.
છે કોરીકટ વાટ્યું અને કોરીકટ આંખ્યું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply