વાયરાએ સાદ દિધો,ને સ્મરણોના વાદળૉ ઉમટી આવ્યા,
ને ઘટાટોપ ગોરંભાએલું આકાશ વરસી પડ્યું
સમય એક જ ક્ષણમાં વરસો પાછો સરકી આવ્યો,
જ્યાં કોઇ આકરી ક્ષણે રોપાયેલું વિદાયનું બીજ,
આજે ઘટઘોપ વટવૃક્ષ બનીને બેઠું છે
તારી વિદાય પછી વિતાવેલી વસમી ક્ષણોના
તાદશ ઉતારા મારી કવિતાના શબ્દોમાં ઉતરે છે.
ફૂલોની ભાષામાં લખેલા તો ક્યાંક પાનખરમાં શ્વસેલા છે.
એક હરણબાળ જેવું અસ્તિત્વ રણમા તરસું બેઠું છે
વીતેલા સમયના પદ્ચીન્હ પર આજે બે ડગલાં ચાલ્યો
યાદોનો આ વેરાન વગડો મને જીવંત લાગ્યો…
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
તું પણ આ શીળી છાયામાં બે પળ વિતાવી જા….
હું મને ભૂલું તે પહેલા મને મળી જા …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply