વાત એની નીકળે ને આંખમાં ભીનાશ આવે
એક સંદેશો મળે,સાથે મિલનની આશ આવે
ભૂલવાના લાખ આપ્યા છે વચન ચીરીને મનને
યાદ જેવી સળવળી,ત્યાં આંખમાં લાલાશ આવે
ટેરવાંના સ્પર્શને પણ સાચવ્યો લોહીમાં કાયમ
બંધ દિલમાં એક આશા હોય કે ગરમાશ આવે
એક વેળા જોઇલો ભીના નયનથી મુજના દીદાર
હું ભલે સંસાર છોડું ,મોતની મીઠાશ આવે
આ મિલન સાથે જુદાઇ છે ,મિત્રો જેવા અહીંયા
સૂર્ય ઢળશે સાંજના,પરભાતનાં અજવાશ આવે.
એક રેખા હોય જે તકદીર પણ બદલી શકે છે
સાથ એનો હો તો જીવનમાં સદા હળવાશ આવે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply