ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે
ઓલા ઘેરદાર ઘાઘરામાં કેસૂડાની છાંટ,કેસરી રંગે રંગાવે છે
આ ગુલાબી સૌરભને પામવા, ઉપવન આખુય ટોળે મળે છે.
નશીલા નયનોમાં કેફ છે ભરેલા,એ ડાયરા વસંતનાં ભરાવે છે
મોધી મિરાત મારા દીલમા ભરી ને, મૌસમની હેલી મુંઝાવે છે
ગુલમહોરી સપનાનો લાલચટ્ટ રંગ, જે ઝાટકા હૈયે લગાડે છે
ઘેલી બની પ્રીત રંગે ચડી, લીલીછમ લાગણીઓ ભેગી ભળી છે
આછેરી યાદ જ્યાં તારી ભળે ત્યાં મન અબીલ ગુલાલ ઉડાડે છે.
સોનેરી સાંજને સરોવર કિનારે તારે હાથમાં હાથ દઈ ચાલવું છે.
જીવતર મહી મળે તારો સથવારો તો રંગો ઉજાણી કરાવે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply