કેટલું ઘેરાયો છે, હવે તો તું કઈ વરસી જો
આજ વરસુ કાલ વરસુ હવે તું કઈ વરસી જો
તું બે ઘડી હવે વરસી જો…
થોડા ઘણા આ છાંટણાની બે પળ મજાને માણી જો
એકવાર વરસીને મારી તરસી તરસને સ્પર્શી જો
તું બે ઘડી હવે વરસી જો…
ભેગા થઈને રમવાની આ રમતમાં મને પકડી જો
ઘડી ભીજાઉં તને ભીજવું બંધનમાં તું જકડી જો
તું બે ઘડી હવે વરસી જો…
કોરી ચુનર મારી બહુ લહેરાતી ભીની ચીપકી જાય જો
સાચવી રાખ્યા સઘળા ભેદ એ ખુલ્લા પડતા જાય જો
તું બે ઘડી હવે વરસી જો…
આંગણ આવી તું વરસ મારી પ્રીત રેલાઈ જાય જો
આંખ્યુ મહી થી મોતી ટપકે કાજળ રેલાઈ જાય જો.
તું બે ઘડી હવે વરસી જો…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply