વરસાદમાં કદાચ ન ભીંજાય, શક્ય છે.
આષાઢ એની આંખમાં દેખાય, શક્ય છે.
જાગી જવા શું સૂર્ય નું ઊગવું જરૂરી છે?
પ્રશ્ર્નો વડે ઉજાસ થઈ જાય, શક્ય છે.
તું તારું કદ વધારવા દોડ્યા કરે છે પણ,
અંતે તો ભીતરે તું સમેટાય, શક્ય છે.
ઓળખ મને જો મારી મળી જાય, તો પછી,
એના સુધી એ રીતે પહોંચાય, શક્ય છે.
ખાલીપણાંનું મૂલ્ય સવાયું કરી જવા,
ખાલીપો આ ગઝલમાં વલોવાય, શક્ય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply