ભર વરસાદી મૌસમમાં
સજી ધજીને એકલતા
આજ મળવા આવી
અતીતને બંધ બારણે
આવી તેણે યાદોના ટકોરા દીધા,
ચૂપ્પીનાં નકુચાને ખટખટાવી
મેં,
દિલના દ્વાર ખોલ્યા.
કહું આવ તે પહેલા,
એ અંદર આવી ગઈ.
બહુ દુરથી આવી હતી
છતાં પણ,
રૂપાળી લાગતી હતી.
તેની લાંબી વિરહી આંખોમાં,
આખું જળાશય સ્થિર હતું.
તેના ફેલાએલી લટોમાં,
સમય ઉડતો હતો.
બીડાએલા બંધ હોઠો ઉપર
ખામોશી નું સંગીત હતું.
લાંબા પાતળા તેના ફેલાએલાં હાથમાં
વરસો જૂની તડપ હતી.
હું,
બારણું વાસ્યાં વિનાજ
એમાં સમાઈ ગયો.
આજ સુધી છુપાચેલું
સઘળું એળે ગયું.
અને,
દુનિયાની આંખોમાં આબાદ ઝલાઈ ગયો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply