વર્ગમાં એટલું ભણાવ મને,
એક માંણસ હવે બનાવ મને.
બોટલો તો અનેક પીધી છે,
બસ,હવે તો ગઝલ સુણાવ મને.
ઈશ્ક ભરપૂર, તો જ દેખાશે,
રોજ રૂઠું પછી મનાવ મને.
આજ કાસદની કૉણ રાહ જુએ?
મોબાઈલ પર બધુ જણાવ મને.
હું છું હિંદુ ને હું જ મુસ્લિમ છું ,
હું જ વાગુ છું, તો બજાવ મને.
કાલ પસ્તાશે, હાથ આવીશ નહિ,
સેલ્ફી લઈ ને ઘર સજાવ મને.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply