વ્હેમનો કાંટો ક્યાં નીકળ્યો છે,
દોસ્ત, ઓસડ વિના વકર્યો છે.
એ ફકત વાંચી જાય છે ગઝલો,
એ સમંદરમાં ક્યાં ઉતર્યો છે?
આંખમાં એ છબી રહે તેથી,
ધર્મ ઈન્સાનનો બદલ્યો છે.
જિંદગીભરનો સાથ મેળવ્વા,
હાથમાં તમને હાથ આપ્યો છે.
સાવ સામાન્ય છું છતાં ‘ સિદ્દીક’,
આ બધાએ મને ચગાવ્યો છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply