Poet's Corner Gujarati GU

વ્હેમનો કાંટો ક્યાં નીકળ્યો છે

Font Size:

વ્હેમનો કાંટો ક્યાં નીકળ્યો છે, દોસ્ત, ઓસડ વિના વકર્યો છે.

એ ફકત વાંચી જાય છે ગઝલો, એ સમંદરમાં ક્યાં ઉતર્યો છે?

આંખમાં એ છબી રહે તેથી, ધર્મ ઈન્સાનનો બદલ્યો છે.

જિંદગીભરનો સાથ મેળવ્વા, હાથમાં તમને હાથ આપ્યો છે.

સાવ સામાન્ય છું છતાં ' સિદ્દીક', આ બધાએ મને ચગાવ્યો છે.

~ સિદ્દીક ભરૂચી

✍️

Poet's Corner

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →